સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥ગુજરાતના ખેતી આધારિત ઉદ્યોગ🔥*

*◆સુતરાઉ કાપડ:-*
ગુજરાતમાં સુતરાઉ કાપડની કુલ 71 મિલો ચાલુ છે જેમાં 41 મિલો અમદાવાદમાં આવેલી છે.
આ ઉદ્યોગમાં કાચા માલ તરીકે મુખ્યત્વે કપાસ વપરાય છે.
ભારતનું 41% સુતરાઉ કાપડનું ઉત્પાદન એકલું અમદાવાદ જ કરે છે. આથી જ તેને "ભારતનું માન્ચેસ્ટર" કહે છે. ચાલુ કારખાનાઓની દ્રષ્ટિએ આ ઉદ્યોગ ગુજરાતમાં પાંચમા નંબરે છે.

*◆ગરમ કાપડ :-* વડોદરા અને જામનગર

*◆હોઝિયરી કાપડ :-* અરૂણોદય મિલ, મોરબી

*◆હાથશાળ અને યાંત્રિકસાળ:-* મુખ્ય કેન્દ્ર:- સુરત
આ ઉદ્યોગના વિકાસ માટે "ગુજરાત રાજ્ય હાથસાળ વિકાસ નિગમ"ની રચના કરવામાં આવી છે.

*◆આર્ટસિલ્કનું કાપડ :-* સુરત

*◆જરી ઉદ્યોગ :-* સુરત

ગુજરાતમાં કુલ ઉત્પાદનની માત્ર 5% જરી જ વપરાય છે.
જરીની સૌથી વધુ નિકાસ જર્મનીમાં થાય છે.
સુરત નજીક સ્થપાયેલ ઉધના ઉદ્યોગનગરમાં પણ પ્લાસ્ટિક જરીનું ઉત્પાદન થાય છે.

*◆ખાંડ ઉદ્યોગ :-*
ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ઇ.સ.1956-57માં બારડોલી ખાતે સહકારી ક્ષેત્રે સ્થાપવામાં આવ્યું હતું. આ કારખાનું દેશનું તેમજ એશિયાનું સૌથી મોટું સહકારી ક્ષેત્રનું કારખાનું છે.
ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ છઠ્ઠો છે તથા ગુજરાતમાં માથાદીઠ ખાંડનો વપરાશ 16 કિલો જેટલી છે.
ખાંડ ઉદ્યોગની અગત્યની આડપેદાશ જે કેમિકલ ઉદ્યોગ માટે અગત્યનો કાચો માલ "મોલેસિસ" મળી આવે છે. શેરડીમાં મોલેસિસનું પ્રમાણ 4 થી 4.5% હોય છે તથા મોલેસિસમાંથી આલ્કોહોલ બને છે.
આ ઉપરાંત ખાંડ ઉદ્યોગની આડપેદાશરૂપે ખાતર તરીકે ઉપયોગી એવું "પ્રેસપડ" પણ મળે છે.

*◆બીડી ઉદ્યોગ :-*
તમાકુના વાવેતરને લીધે આણંદ, નડિયાદ, બોરસદ, પેટલાદ, વડોદરા અને ઉત્તર ગુજરાતમાં બીડી ઉદ્યોગના કેન્દ્રો આવેલા છે.

*◆તેલ ઉદ્યોગ:-*
1.મગફળી તેલ
જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટ

2.વનસ્પતિ ઘી
ભાવનગર, પોરબંદર, અમદાવાદ

3.કપાસિયા તેલ
મહેસાણાના કડીમાં 50થી વધુ મિલો

*◆ફળ પેકિંગ ઉદ્યોગ :-*
દક્ષિણ ગુજરાતના ગણદેવી અને સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે ફળો અને રસ પેક કરવાનો ઉદ્યોગ વિકસ્યો છે.

*પ્રશ્નો:*

1.ગુજરાતમાં સુતરાઉ કાપડના ઉદ્યોગનું કેન્દ્ર કયું છે
*✔️અમદાવાદ*

2.ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે
*✔️છઠ્ઠો*

3.ગુજરાતમાં સૌથી વધુ કપાસિયા તેલનું ઉત્પાદન ક્યાં થાય છે
*✔️મહેસાણા*

4.ગુજરાતમાં સૌથી વધુ મગફળી તેલનું ઉત્પાદન ક્યાં થાય છે
*✔️જૂનાગઢ*

5.કયા સ્થળે ફળફળાદિ પેકિંગ કરવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે
*✔️જૂનાગઢ અને ગણદેવી*

6.ગુજરાતમાં સૌથી વધુ વનસ્પતિ ઘીનું ઉત્પાદન ક્યાં થાય છે
*✔️ભાવનગર*

💥રણધીર💥
ભારતના કયા રાજ્યને "ડેરી રાજ્ય - ડેન્માર્ક" કહેવામાં આવે છે
*✔️ગુજરાત*

ગુજરાતમાં સૌથી વધુ દૂધ એકત્રીકરણ કઈ ડેરી દ્વારા કરવામાં આવે છે
*✔️દૂધસાગર ડેરી*

દૂધ એકત્રીકરણમાં ગુજરાતની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દેશમાં કયું સ્થાન ધરાવે છે
*✔️પ્રથમ*

ગુજરાતમાં સૌપ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી
*✔️1939, ચોર્યાસી (સુરત)*

ત્રિભુવનદાસ પટેલના ચેરમેનપદ હેઠળ "ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ." ની સ્થાપના ક્યારે કરવામાં આવી જે પાછળથી "અમૂલ" તરીકે ઓળખાઈ
*✔️1946*

સમગ્ર ભારતમાં ખાદ્ય કેસિનનું ઉત્પાદન કરતી એકમાત્ર ડેરી કઈ છે
*✔️અમૂલ*

ગુજરાતની કઈ ડેરી "ઇન્સ્ટ્ન્ટ મિલ્ક મિક્સ" નામના મીઠા પાઉડરનું ઉત્પાદન કરે છે
*✔️બનાસ*

ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કયા જિલ્લામાં આવેલી છે
*✔️સાબરકાંઠા*

💥💥
*◆ડેરી ઉદ્યોગ:-*
દૂધ એકત્રીકરણમાં ગુજરાતની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
દેશમાં સહકારી માળખા દ્વારા દૂધ એકત્રીકરણમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધુ 30.94% છે.ગુજરાતમાં દૂધની સરેરાશ આવક 100 લાખ લીટર છે.
સૌથી વધુ દૂધ એકત્રીકરણ ગુજરાતમાં 👇🏾
1. દૂધસાગર ડેરી, મહેસાણા (25.27%)
2.અમૂલ (19.25%)

દૂધ ઉત્પાદનમાં ગુજરાત પાંચમું સ્થાન ધરાવે છે.
1.ઉત્તરપ્રદેશ 2.રાજસ્થાન 3.પંજાબ 4.આંધ્રપ્રદેશ 5.ગુજરાત

ગુજરાતને ભારતનું ડેન્માર્ક ગણી શકાય તથા ભારતનું "ડેરી રાજ્ય" કહેવામાં આવે છે.

*◆ગુજરાતમાં સૌપ્રથમ ડેરી:-*
ગુજરાતની સૌપ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ઈ.સ.1939માં શરૂ થઈ.

*◆અમૂલ ડેરી:-*
ઈ.સ.1946માં ત્રિભુવનદાસ પટેલના ચેરમેનપદ હેઠળ "ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ."ની સ્થાપના કરવામાં આવી.
ઇ.સ.1955માં યુનિસેફની મદદથી "આણંદ મિલ્ક યુનિયન લિ." (AMUL)ની સ્થાપના.જે એશિયાની સૌથી મોટી ડેરી છે.1960માં અમૂલ-2 અને 1996માં અમૂલ-3 એકમો શરૂ થયા.
અમૂલના શીતકેન્દ્રો કપડવંજ અને દેવ ખાતે આવેલા છે.
સમગ્ર ભારતમાં માત્ર અમૂલ ડેરી જ "ખાદ્ય કેસિન"નું ઉત્પાદન કરે છે.
ઢોરના ખાણ માટે આણંદ જિલ્લામાં "કંજરી" ખાતે પશુદાણનું કારખાનું જે "અમૂલ દાણ" તરીકે ઓળખાય છે.
ગુજરાતના સહકારી દૂધ ઉદ્યોગોએ "અમૂલ" અને "સાગર"ના માર્કાથી દૂધ અને તેની બનાવટોનું બજાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે વિકસાવ્યું છે.

*◆દૂધસાગર (મહેસાણા):-*
ઇ.સ.1964માં સહકારી ધોરણે મહેસાણા ખાતે "સાગર" નામના આધુનિક કારખાનાની સ્થાપના કરવામાં આવી.
મહેસાણા જિલ્લામાં "ઉબખલ" અને "બોરીયાવી" ખાતે "સાગરદાણ" તરીકે જાણીતા પશુદાણનું ઉત્પાદન કરતાં કારખાના આવેલા છે.
દૂધસાગરના શીતકેન્દ્રો વિહાર,કડી, ખેરાલુ,હંસપુર (મહેસાણા), હારીજ (પાટણ)માં આવેલાં છે.
આ ડેરીનું દૂધ છેક દિલ્હીમાં જાય છે.

*◆બનાસ ડેરી:-*
ઇ.સ.1969માં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી.
આ જિલ્લામાં પાલનપુર ખાતે બનાસ દાણનું ઉત્પાદન કરતું કારખાનું આવેલું છે.
બનાસ ડેરીના શીતકેન્દ્રો રાધનપુર (પાટણ), ખીમાણા, ધાનેરા, થરાદ,દાંતા (બનાસકાંઠા)માં આવેલાં છે.
આ ડેરી "ઇન્સ્ટન્ટ મિલ્ક મિક્સ" નામના મીઠા પાઉડરનું ઉત્પાદન કરે છે.

*◆સાબર ડેરી:-*
ગુજરાતની સૌથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સાબરકાંઠામાં આવેલી છે.
સાબર ડેરી હિંમતનગર (સાબરકાંઠા) ખાતે આવેલી છે તથા તેના શીતકેન્દ્રો - ખેડબ્રહ્મા, ધનસુરા, શામળાજી ખાતે આવેલા છે.
હિંમતનગરમાં "સાબરદાણ"નું કારખાનું આવેલું છે.
અમદાવાદમાં બે ડેરી "અજોડ" અને "આબાદ" આવેલી છે.
અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ હસ્તક કટોસણ, વિરમગામ, પોલારપુર ખાતે શીતકેન્દ્રો આવેલા છે.
અમદાવાદના સરખેજમાં પશુદાણ માટે "રાજદાણ"નું ઉત્પાદન કરતું કારખાનું આવેલું છે.

*●ગુજરાતની ડેરીઓ:-*
1.કચ્છમાધાપર ડેરી (ભુજ)
2.બનાસકાંઠાબનાસ ડેરી (પાલનપુર)
3.સાબરકાંઠાસાબર ડેરી (હિંમતનગર)
4.અમદાવાદઅજોડ અને આબાદ ડેરી
5.ગાંધીનગરમધર ડેરી (મધુર)
6.પંચમહાલપંચામૃત ડેરી
7.વડોદરાબરોડા ડેરી
8.ભરૂચદૂધધારા ડેરી
9.સુરતસુમૂલ ડેરી
10.સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર ડેરી
11.ભાવનગરદૂધસરિતા ડેરી
12.અમરેલીચલાલા ડેરી (ચલાલા ગામ)
13.રાજકોટગોપાલ ડેરી
14.જૂનાગઢજૂનાગઢ ડેરી
15.જામનગરજામનગર ડેરી

💥રણધીર💥
*ગુજરાતની જમીનો*

1."અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા" મુજબ ગુજરાતમાં કુલ કેટલા પ્રકારની જમીન આવેલી છે
*✔️સાત*

2.જુના કાંપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે
*✔️ગોરાટ જમીન*

3.નવા કાંપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે
*✔️ભાઠાની જમીન*

4.કાંપની જમીનમાં કયા તત્વનું પ્રમાણ વધુ હોવાથી તે આલ્કલીવાળી બને છે
*✔️ફોસ્ફરસ*

5.ગુજરાતમાં 50% કરતાં વધુ વિસ્તારમાં કયા પ્રકારની જમીન આવેલી છે
*✔️કાંપની જમીન*

6.કયા પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે
*✔️જંગલોની જમીન*

7.કયા પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી ઓછું હોય છે
*✔️રેતાળ જમીન*

8.ગુજરાતમાં પડખાઉ જમીન માત્ર ક્યાં જોવા મળે છે
*✔️ડાંગ*

9.ઊંડી કાળી જમીનને ઘેરો કાળો રંગ કયા ખનિજને આભારી છે
*✔️કેલ્શિયમ, મેગ્નેટાઈટ, ટીટાની ફેરસ*

10.કઈ જમીનને "સ્વયં ખેડાતી જમીન" કહેવાય છે
*✔️કાળી જમીન*

11.ગુજરાતમાં સૌથી વધુ ખારાશવાળી જમીન કયા જિલ્લામાં જોવા મળે છે
*✔️કચ્છ*

12.ગુજરાતમાં ક્ષારીય જમીનોની સુધારણા માટે ક્યારે "ખારલેન્ડ એક્ટ" ઘડવામાં આવ્યો
*✔️1963*

13.સૌરાષ્ટ્રમાં આવેલી "ધારની જમીન"માં કયો પાક વધુ લેવાય છે
*✔️મગફળી*

14.કયા વૃક્ષોનો ઉપયોગ જમીનમાં ક્ષાર ઘટાડવા થાય છે
*✔️જુલી-ફ્લોરા-કેસૂરી*

15.ડાંગરના પાક માટે કઈ જમીન જાણીતી છે
*✔️ક્યારીની જમીન*

16.ગુજરાતમાં સૌથી વધુ ખેતી હેઠળની જમીન કયા જિલ્લામાં આવેલી છે
*✔️બનાસકાંઠા*

17.ગુજરાતમાં સૌથી વધુ પડતર જમીન કયા જિલ્લામાં આવેલી છે
*✔️કચ્છ*

18.ગુજરાતમાં સૌથી ઓછી પડતર અને સૌથી વધુ જંગલો હેઠળની જમીન કયા જિલ્લામાં છે
*✔️ડાંગ*

19.પડખાઉ જમીનમાં કયા તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે
*✔️નાઇટ્રોજન*

💥💥
*◆જમીનમાં ઘટકો:-*
હવા - 25%
ભેજ - 25%
સેન્દ્રિય પદાર્થ-5%
ખનિજ, ચીકણી માટી,ઝીણી રેતી,મોટી રેતી- 45%

મૂળ ખડકો ઉપરનો માતૃપદાર્થ સહિતનો જે ભાગ છે તેને જમીનનું *"રેગોલિથ"* કહે છે.

જમીનની ભેજ સંગ્રહ શક્તિ જમીનની છીદ્રાળુતા પર આધાર રાખે છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશોમાં આવેલ રેતાળ કાંપની જમીન *"ગોરાડુ જમીન"* કહેવાય છે.

ઘઉં અને ડાંગર માટે ગોરાડુ જમીન વધુ અનુકૂળ હોય છે.

આણંદ અને ખેડા જિલ્લાની કાંપની જમીન *"બેસરની જમીન"* તરીકે ઓળખાય છે.

કાળી જમીન ટ્રેપના ખડકોના ઘસારણથી બનેલ છે.

પડખાઉ જમીનનું ધોવાણ વધુ થાય છે.

ક્ષારીય જમીન સુધારવા માટે ગુજરાતમાં *'ગુજરાત રાજ્ય ખાર-જમીન વિકાસ મંડળ'* મારફત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

વાસદ ખાતે આવેલી CSWR&T *"કેન્દ્રીય જમીન અને જળ સંરક્ષણ સંશોધન અને તાલીમ સંસ્થા"* કોતરોની જમીનોને સુધારવાનું કાર્ય કરે છે.

સૌથી મોટા કદનાં ખેતરો - 1.ડાંગ 2.કચ્છ

નાના જમીનના ટુકડાઓ ભેગા કરવાની સરકારી યોજના *"જમીન એકત્રીકરણ કાયદા-1947"*

ખેતરના અમુક ભાગને ગોચર માટે અનામત રાખવો તેને *"બીડ"* કહે છે.

💥રણધીર💥
◆જમીનનો નમૂનો લેવા કયું ઓજાર વપરાય છે
*✔️ઓગર*

◆સૌથી વધુ ભેજધારણ શક્તિ
*✔️માટીયાળ જમીન*

◆6.5થી ઓછા ph વાળી જમીન
*✔️અમ્લીય (એસિડિક)*

◆7.5થી વધારે ph વાળી જમીન
*✔️ભ્રામિક (બેઝિક)*

◆ગુજરાતમાં વાવેતર હેઠળનો ચોખ્ખો વિસ્તાર
*✔️52.68%*

◆સૌથી વધુ ખેતી હેઠળ જમી
*✔️1.બનાસકાંઠા 2.રાજકોટ*

◆સૌથી ઓછી ખેતી હેઠળ જમીન
*✔️1.કચ્છ (14.65%)*
*✔️2.ડાંગ (32.60%)*

◆પડતર જમીનનું સૌથી વધુ પ્રમાણ
*✔️કચ્છ*
*✔️સૌથી ઓછું-ડાંગ*

◆ગુજરાતમાં જંગલ હેઠળની જમીન
*✔️9.75%*

◆ભારતમાં જંગલ હેઠળની જમીન
*✔️24.0%*

◆ગુજરાતમાં સૌથી વધુ જંગલ હેઠળની જમીન
*✔️ડાંગ (58.5%)*

◆ગુજરાતમાં સૌથી વધુ કાયમી ગોચર
*✔️જૂનાગઢ અને ગીર સોમનાથ*

◆ગુજરાતમાં ઉજ્જડ અને ખેડી ન શકાય તેવી જમીન
*✔️13.56%*

💥રણધીર💥
1."સોનખત" અને "હીરાખત" શામાંથી બનાવેલા ખાતરો છે
*✔️માનવ મળમૂત્ર*

2.યુરિયા કયા પ્રકારનું ખાતર છે
*✔️એમાઇડ*

3.કયું ખાતર પાણીમાં ઓગળી જાય છે
*✔️સુપર ફોસ્ફેટ*

4.ગુજરાતમાં કુલ કેટલા "ખેત આબોહવાકીય વિભાગો" આવેલા છે
*✔️આઠ*

5.ઘઉંના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે
*✔️સાતમું*

6.ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
*✔️અમદાવાદ*

7.ડાંગરના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે
*✔️ચૌદમુ*

8.ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
*✔️ખેડા*

9.બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે
*✔️ત્રીજું*

10.ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
*✔️બનાસકાંઠા*

11.ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે
*✔️સુરેન્દ્રનગર*

12.ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
*✔️ખેડા*

13.જીરું,વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે
*✔️પ્રથમ*

14.ગુજરાત ફુલોના ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે
*✔️બારમું*

15.ગુજરાતમાં કેસર કરી માટે કયું શહેર જાણીતું છે
*✔️તાલાલા*

💥💥
*કૃષિ ક્રાંતિઓ*

🌾હરિયાળી ક્રાંતિધાન્ય ઉત્પાદન

🌾નીલી ક્રાંતિમત્સ્ય ઉત્પાદન

🌾ગુલાબી ક્રાંતિઝીંગા ઉત્પાદન

🌾સોનેરી ક્રાંતિફળ ઉત્પાદન

🌾શ્વેત/ધવલ ક્રાંતિદૂધ ઉત્પાદન

🌾ભૂખરી ક્રાંતિખાતર ઉત્પાદન

🌾પીળી ક્રાંતિતેલીબિયાં ઉત્પાદન

🌾લાલ ક્રાંતિમાંસ/ટામેટાં ઉત્પાદન

🌾બ્રાઉન/બ્લેક ક્રાંતિવૈકલ્પિક ઊર્જા ઉત્પાદન

🌾સિલ્વર ક્રાંતિઈંડા ઉત્પાદન

🌾મેઘધનુષ્ય ક્રાંતિસર્વાંગી વિકાસ

🌾વર્તુળ/ગોળ ક્રાંતિબટાટા ઉત્પાદન

💥💥
◆ખરીફ પાકચોમાસુ
✔️જૂનથી ઓક્ટોબર

◆રવિ પાકશિયાળુ
✔️નવેમ્બરથી માર્ચ

◆જાયદ પાકબે ઋતુઓ વચ્ચે લેવાતો પાક
✔️માર્ચથી જૂન

💥💥
ગુજરાતમાં 12 જેટલા પાક વિભાગો આવેલા છે.

ગુજરાતમાં સૌથી વધુ ઘઉં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં ઉત્પાદિત થાય છે.
ગુજરાતમાં પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર વિજાપુર (મહેસાણા) અને બિનપિયત ઘઉંનું સંશોધનકેન્દ્ર અરણેજ (અમદાવાદ)માં આવેલું છે.

ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર આણંદ, ખેડા જિલ્લામાં થાય છે.
ભારતમાં ડાંગરના વાવેતર/ઉત્પાદનમાં ગુજરાત 14મો ક્રમાંક ધરાવે છે.

બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં ત્રીજું સ્થાન ધરાવે છે.(પ્રથમ રાજસ્થાન અને બીજું ઉત્તર પ્રદેશ)
ગુજરાતમાં બાજરીના વાવેતર અને ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે.

ગુજરાતમાં સૌથી વધુ મકાઈ પંચમહાલ જિલ્લામાં થાય છે.
રાષ્ટ્રીય કૃષિ સંશોધન યોજના હેઠળ ગોધરા ખાતે "મકાઈ સંશોધન કેન્દ્ર" આવેલું છે.

ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. પરંતુ સૌથી વધુ ઉત્પાદન - સુરત જિલ્લામાં થાય છે.

ભારતમાં કપાસના વાવેતરમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે,પરંતુ ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.
ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર :- 1.સુરેન્દ્રનગર જિલ્લો 2.વડોદરા જિલ્લો

ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર - રાજકોટ જિલ્લો
ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન - જૂનાગઢ જિલ્લો

ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન - 1.ખેડા 2.આણંદ જિલ્લાઓમાં થાય છે.

એરંડાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. (ભારતમાં 80 % ઉત્પાદન ગુજરાતમાં)

ભારતમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન ઉત્તરપ્રદેશમાં થાય છે. ગુજરાત દેશમાં 13માં ક્રમે.

ગુજરાતમાં જીરું/વરિયાળી/ઈસબગુલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં જ્યારે ઉત્પાદન મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે નોંધાય છે.

ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર ખાતે થાય છે.
ડુંગળીમાં "એલિસ સલ્ફાઇડ" હોવાથી જીવાણુનાશક છે.
ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં

આફૂસ કેરી - વલસાડ જિલ્લામાં
કેસર કેરી - જૂનાગઢ જિલ્લામાં
જામફળ - ધોળકા (અમદાવાદ) અને ભાવનગર જિલ્લામાં
ચીકુ - વલસાડ અને ભાવનગર જિલ્લામાં
ખલેલા - કચ્છ
પપૈયા - ખેડા અને સુરત
ફૂલોની ખેતીમાં દેશમાં ગુજરાતનો 12મો ક્રમ છે.

💥રણધીર💥
*🪨ગુજરાતમાં ખનીજ આધારિત ઉદ્યોગો🪨*

*◆રસાયણ ઉદ્યોગ :-*
દેશના રસાયણના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 51% છે.
દેશના 78% મીઠું ગુજરાતમાં ઉત્પન્ન થાય છે.

*◆સોડાઍશ-કોસ્ટિક સોડા*
ગુજરાત મોટા ભાગનું સોડાઍશનું ઉત્પાદન ધ્રાંગધ્રા કરે છે.
સુત્રાપાડા (વેરાવળ) ખાતે *'ગુજરાત હેવી કેમિકલ્સ'* નો પ્લાન્ટ આવેલો છે.
દેશમાં 50% કોસ્ટિક સોડાનું ઉત્પાદન ગુજરાત કરે છે.
દેશમાં 98% સોડાઍશનું ઉત્પાદન ગુજરાત કરે છે.
*1973માં વડોદરા ખાતે* GACL (Gujarat Alklies and Chemicals Limited) ની સ્થાપના કરવામાં આવી જે મીઠા આધારિત રસાયણોનો ભારતનો સૌથી મોટો ઉત્પાદક એકમ છે.

*◆ઓક્સિજન ગેસ*
દેશના 11.48% ઓક્સિજનનું ઉત્પાદન ગુજરાત કરે છે. ગુજરાતમાં લીંબડી (સુરેન્દ્રનગર) ખાતેની 'ગુજરાત ઓક્સિજન લિ.' તથા નરોડા (અમદાવાદ) ખાતેની 'હિન્દુસ્તાન ઓક્સિજન ગેસ કંપની' જે ઓક્સિજન, નાઇટ્રોજન અને એસિટિલિનનું ઉત્પાદન કરે છે.

"નવીન ફ્લોરિન ઇન્ડસ્ટ્રીઝ", ભેસ્તાન (સુરત) ફ્લોરોકાર્બન, એલ્યુમિનિઅમ ફ્લોરાઈડનું ઉત્પાદન કરે છે.
ગુજરાતમાં સલ્ફયુરિક એસિડનું ઉત્પાદન દેશના 14.04% છે.

બરોડા રેયોન કારખાનું ઉધના, સુરત ખાતે આવેલું છે.
આદર્શ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ, ઉધના સુપર ફોસ્ફેટ જેવા મિશ્ર ખાતરો બનાવે છે.

લેનેક્સેસ કંપની, ઝઘડિયા રબર કેમિકલ્સનું ઉત્પાદન કરે છે.
રાલીસ પેસ્ટીસાઈડ્સ, ભરૂચ
ડાયએમોનિયમ ફોસ્ફેટનો પ્લાન્ટ સિક્કા, જામનગર

*◆દવા બનાવવાના કારખાના*
અતુલ - વલસાડ
એલેમ્બિક - વડોદરા
કૅડિલા - મોરૈયા,સાણંદ

અતુલનું વલસાડ ખાતેનું કારખાનું જાણીતું છે.
ગુજરાત દેશના કુલ ઉત્પાદનના 40% કરતાં વધુ ડાયસ્ફટ ઉત્પન્ન કરે છે.

ડાઈઝના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

અતુલની સલ્ફર બ્લેક ડાઇ દેશમાં સૌથી વધુ વપરાતી ડાઇ (57% ગુજરાતમાં ઉત્પાદન)

*◆પેટ્રો-કેમિકલ્સ ઉદ્યોગ:-*
ગુજરાતમાં સૌપ્રથમ *વડોદરા નજીક કોયલી રિફાઇનરી* અને GSFCની સ્થાપના કરવામાં આવી.
ભારતનો સૌપ્રથમ પેટ્રોકેમિકલ્સ સંકુલ *"ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પો.લિ."* (IPCL) 1969માં વડોદરા ખાતે સ્થાપવામાં આવ્યો.
IPCL દ્વારા ખેતીમાં પ્લાસ્ટિકના ઉપયોગ માટે "પ્લાસ્ટિકલ્ચર વિકાસ કેન્દ્ર" શરૂ કરવામાં આવ્યું.

*◆રાસાયણિક ખાતર :-*
1962માં વડોદરા પાસે બાજવા ખાતે GSFC (ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ)ની સ્થાપના જે એશિયાનું સહકારી ક્ષેત્રનું સૌથી મોટું કારખાનું છે.
1981માં ભરૂચ પાસે નર્મદાનગર (ચાવજ) ખાતે GNFC (ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ કંપની)ની સ્થાપના જેનો યુરિયા પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ છે.
IFFCO (Indian Farmers Fertilizers Co-operative / ભારતીય ખેડૂત સહકારી ખાતર ઉદ્યોગ મંડળ) રાસાયણિક ખાતરના કારખાના કલોલ અને કંડલા ખાતે આવેલા છે.
KRIBHCO (Krishak Bharati Co-operative) રાસાયણિક ખાતરનું હજીરા ખાતે આવેલું છે.
ગુજરાત દેશના 40.84% ફોસ્ફેરીક ફર્ટિલાઈઝરનું ઉત્પાદન કરે છે. તથા નાઇટ્રોજન યુક્ત ખાતર દેશના 29.21% ઉત્પાદન કરે છે.

*◆સિમેન્ટ ઉદ્યોગ:-*
ગુજરાત અબુંજા સિમેન્ટ લિ. અને ગુજરાત હાઈટેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ - વડનગર (અબુંજાનગર), કોડીનાર , જિલ્લો:-ગીર સોમનાથ
નર્મદા સિમેન્ટ ફેકટરી - નર્મદાનગર , ભરૂચ
અલ્ટ્રાટેક સિમેન્ટ (આદિત્ય બિરલા ગ્રુપ )- કોવાયા તાલુકા-રાજુલા તથા બાબરકોટ, તાલુકા જાફરાબાદ જિલ્લો :- અમરેલી
"ગુજરાત હિમાલય સિમેન્ટ કંપની" - રાણાવાવ, જિલ્લો :- પોરબંદર
એસોસિએટેડ સિમેન્ટ કંપની - પોરબંદર
સિમેન્ટ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ - સિદ્ધિગ્રામ, તાલુકો-સુત્રાપાડા, જિલ્લો :- ગીર સોમનાથ જે પોર્ટલેન્ડ તથા PPC (પોર્ટલેન્ડ પોઝાલા સિમેન્ટ)નું ઉત્પાદન કરે છે.

*◆સિરેમિક ઉદ્યોગ :-*
ગુજરાતમાં સૌપ્રથમ સિરેમિક ઉદ્યોગની સ્થાપના 1912માં થઈ.
1919માં મોરબીમાં પરશુરામ પોર્ટરીઝ સ્થપાઈ.આ ઉપરાંત થાનગઢમાં સેનિટરી વેર્સનું એકમ આવેલું છે.
મેંગલોરી નળિયાં, ફાયરબ્રિક્સ, ફ્લોરિંગ ટાઇલ્સ માટે મોરબી જાણીતું છે.

*◆હીરા ઉદ્યોગ:-*
નરોડા (અમદાવાદ), મકરપુરા (વડોદરા), સચિન (સુરત) ખાતે ડાયમંડ પાર્કની સ્થાપના કરવામાં આવી છે.

ગુજરાતમાં સૌથી વધુ ઔધોગિક વસાહતો ભરૂચમાં આવેલી છે.


*◆એન્જીનિયરિંગ ઉદ્યોગો:-*
એન્જીનિયરિંગ ઉદ્યોગનું કેન્દ્ર :- અમદાવાદ
કાપડ ઉદ્યોગની મશીનરી :- અમદાવાદ, સુરેન્દ્રનગર
ફાઉન્ડ્રિ ઉદ્યોગ :- અમદાવાદ અને રાજકોટ
જહાજ ભાંગવાનો ઉદ્યોગ :- અલંગ (ભાવનગર), સચાણા (જામનગર)
વોટર હિટર :- સુરત
ઇલેક્ટ્રિક ઘડિયાળ :- મોરબી
ઓટોમોબાઇલ પાર્ટ્સ :- નડિયાદ
બ્રાસ પાર્ટ્સ :- જામનગર
વિશિષ્ટ પ્રકારનું લેથ :- જામનગર
ઇલેક્ટ્રોનિક્સ મોટર્સ અને ઇલેક્ટ્રોનિક મશીનરી :- વડોદરા
મેટ્રો રેલવેના કોચ :- સાવલી, વડોદરા
ડીઝલ એન્જીન :- રાજકોટ
ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને ડીઝલ એન્જીન :- કલોલ
બોબિન, મશીન ટુલ્સ :- ભાવનગર
ખેતીનાં યંત્રો :- જૂનાગઢ
સ્ટેનલેસ સ્ટીલ :- કંડલા
ઇલેક્ટ્રોનિક પંપ :- અમદાવાદ
સ્ટીલ પાઈપ :- વટવા, ચાંદખેડા (અમદાવાદ)

દેશનો સૌપ્રથમ ગેસ આધારિત "સ્પોન્જ આર્યન પ્લાન્ટ" એસ્સાર ગુજરાત દ્વારા હજીરા, સુરત ખાતે.

*◆સાઈકલ ઉદ્યોગ :-*
"ગુજરાત સાઈકલ્સ લિમિટેડ" વાઘોડિયા, વડોદરા (GIIC અને હીરો સાઇકલ્સના સંયુક્ત સહકારથી સ્થપેલ)

*◆મોટર વાહન ઉદ્યોગ:-*
"જનરલ મોટર્સ"(2003), જે ઓપેલ કાર, શેવરોલે, ટવેરા કાર બનાવે છે.

*◆નૅનો-ટાટા (2010) :-* સાણંદ (વિરમગામ)

*◆ફોર્ડ (2014) :-* સાણંદ

*◆ટર્બાઇન બનાવવાનું કારખાનું :-* ગુજરાત પ્રાઈમ મૂવર્સ, હાલોલ, પંચમહાલ

ગુજરાત સરકાર દ્વારા *"ગુજરાત કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ લિ."* મકરપુરા, વડોદરા ખાતે એકમ આવેલું છે.
1974માં વડોદરા ખાતે ઇલેક્ટ્રોનિક્સ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા "ઇલેક્ટ્રોનિક્સ ટેસ્ટ અને વિકાસ કેન્દ્ર" સ્થાપવામાં આવ્યું હતું.

*◆જહાજ બાંધવાનો ઉદ્યોગ (શિપયાર્ડ) :-*
ABG જહાજવાડો (1985), દહેજ, જિલ્લો :- ભરૂચ
ધ મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મસ્કોટ શિપયાર્ડ, જૂનું ભાવનગર બંદર, જિલ્લો :- ભાવનગર
"પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશૉર એન્જી. કંપની લિ." પીપાવાવ, જિલ્લો :- અમરેલી

*🪨ગુજરાતના ખનીજ આધારિત ઉદ્યોગો🪨*

ગુજરાતમાં દેશના કેટલા ટકા મીઠાનું ઉત્પાદન થાય છે
*✔️78%*

ગુજરાત દેશના કેટલા ટકા સોડાઍશનું ઉત્પાદન કરે છે
*✔️98%*

એલ એન્ડ ટીના સ્ટીલ સ્ટ્રક્ચરના કયા સ્થળના કારખાનામાં સબમરીન પાર્ટ્સ બનાવવામાં આવે છે
*✔️હજીરા*

કયા સ્થળે ગુજરાતમાં ડાયમંડ પાર્ક આવેલા છે
*✔️નરોડા (અમદાવાદ), મકરપુરા (વડોદરા) અને સચિન (સુરત)*

ગુજરાતમાં કયા સ્થળે "ગુજરાત કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક્સ લિ."નું એકમ આવેલું છે
*✔️મકરપુરા*

ગુજરાતમાં કયા સ્થળે "લકી સ્ટુડિયો" આવેલો છે
*✔️હાલોલ*

ગુજરાતમાં કયા સ્થળે "વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો" આવેલો છે
*✔️ઉમરગામ*

💥રણધીર💥
*અર્ધ સંરક્ષણ દળો*


*સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)*

સ્થાપના : 1939
વડુમથક : નવી દિલ્હી
1949 પહેલા તેને ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ કહેવાતું હતું.
CRPF અંતર્ગત RAF (રેપીડ એક્શન ફોર્સ) ની સ્થાપના કરાઈ (1992)


*ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)*

સ્થાપના : ચીનના આક્રમણ પછી 1962માં
મુખ્યાલય: નવી દિલ્હી



*સશસ્ત્ર સીમા બલ (SSB)*

સ્થાપના : 1963
2003 પહેલા તેનું નામ સ્પેશિયલ સર્વિસ બ્યુરો હતું.
હાલમાં તે ભારત-નેપાળ તથા ભારત-ભૂટાન સીમા પર સેવાઓ આપે છે.
જેના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ અર્ચના રામાસુંદરમ છે.



*બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)*

સ્થાપના : 1965
મુખ્યાલય : નવી દિલ્હી
મુખ્ય કાર્ય : દુશ્મન સેનાના ઘૂસણખોરોને રોકવાનું



*સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)*

સ્થાપના : 1969
મુખ્યાલય: નવી દિલ્હી
મુખ્ય કાર્ય : કેન્દ્ર સરકારના ઔધોગિક એકમો કે ઉદ્યમોમાં કર્મચારીઓ અને સંપત્તિનું રક્ષણ કરવાનું.



*નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)*

સ્થાપના : 1984માં આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે
તેમાં બે ગ્રુપ હોય છે:
1.સ્પેશિયલ એક્શન ગ્રુપ (સેનાના કર્મચારીઓ હોય છે.)
2.સ્પેશિયલ ગ્રુપ (જે તે રાજ્ય પોલીસના કર્મચારીઓ હોય છે.)
NSGને સામાન્ય રીતે બ્લેક કેટ તરીકે ઓળખવામાં આવે છે.
માનેસર (હરિયાણા) ખાતે તેનું તાલીમ કેન્દ્ર આવેલું છે.



*આસામ રાઈફલ્સ*

સ્થાપના : 1835
મુખ્યાલય: શિલોન્ગ
આ દેશનું સૌથી જૂનું અર્ધ સંરક્ષણ દળ છે.
મ્યાનમાર અને ચીન સરહદ પર કાર્યરત છે.
તે પૂર્વોત્તર પ્રહરી તથા પહાડી લોકોના મિત્ર તરીકે પણ ઓળખાય છે.



*ગૃહ રક્ષાવાહિની*

સ્થાપના : 1962
મુખ્ય કાર્ય : હવાઈ હુમલા,આગ,રોગચાળા દરમિયાન તથા પોલીસની મદદ કરવાનું


💥રણધીર 💥
*🚫ડિઝાસ્ટર મેનેજમેન્ટ full form🚫*

*NDMA* - National Disaster Management Authority

*NEC* - National Executive Committee

*NIDM* - National Institute of Disaster Management

*NDRF* - National Disaster Response Force

*SDMA* - State Disaster Management Authority

*DDMA* - District Disaster Management Authority.

💥 R.K.💥
*પોલીસ કોન્સ્ટેબલ માટે બેસ્ટ સામાન્ય જ્ઞાન*

હાલના પાટણની પશ્ચિમે આવેલું કયું ગામ જે 'અણહિલવાડ'નું અપભ્રંશ થયેલું નામ છે
*અનાવાડા*

વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું હતું
*સરસ્વતી નદી કિનારે*

શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં કઈ વિરાંગણા રાણીએ હાર આપી હતી
*રાણી નાઈકીદેવી*

કયા કાળમાં અહમદશાહે ઇ.સ.1411માં અમદાવાદ શહેર વસાવ્યું
*સલ્તનતકાળ*

વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન
*દસમું*

કઈ નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું બન્યું છે
*ગંગા*

કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે
*સુંદરી*

કયા વૃક્ષોમાંથી કાથો બનાવામાં આવે છે
*ખેર*

ઘુડખરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે
*જંગલી ગધેડા*

લંગુર, ગિબન અને હુલોક કયા પ્રાણીની જાતિઓ છે
*વાંદરાની*

અદાલતોમાં સૌથી નીચલી અદાલત
*તાલુકા અદાલત*

તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે
*ટ્રાયલ કોર્ટ*

ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી
*1960*

વડી અદાલતને અન્ય શું કહેવામાં આવે છે
*નજીરી અદાલત અથવા Court of Records*

દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે
*ફોજદારી અદાલત*

બાબરે દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું
*1526માં*

ઇ.સ.1527માં બાબર અને ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગા વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી
*કાનવાના મેદાનમાં*

ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કયા મુઘલ શાસકને યાદ કરવામાં આવે છે
*શેરશાહ*

અકબરનો ઉછેર કોણે કર્યો હતો
*બહેરામખાને*

જહાંગીરનું મૂળ નામ શું હતું
*સલીમ*

અકબર દર કયા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો
*શુક્રવારે*

ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે
*રાજસ્થાન*

ભારતના કયા રાજ્યને 'ઘઉંનો ભંડાર' કહે છે
*પંજાબ*

ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે
*અસમ*

ઇન્દિરા નહેરની લંબાઈ કેટલી છે
*9425 કિમી.*

ભારતમાં પહેલી સુતરાઉ કાપડની મીલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી
*ઇ.સ.1818માં ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા)માં*

વર્તમાનપત્રમાં વપરાતો કાગળ ક્યાં બને છે
*મધ્યપ્રદેશના નેપાનગરમાં*

ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે
*હોશંગાબાદ અને દેવાસમાં*

જહાંગીરનો અર્થ શું થાય
*દુનિયાને જીતનાર*

રસખાનના ગુરુ કોણ હતા
*વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી*

દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે
*તેરમી*

દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઉભો છે
*60*

મોઢેરાના સૂર્ય મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે
*આઠ*

અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવામાં આવી હતી. સિદીસૈયદ કોણ હતો
*શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાનો સૈનિક*

ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કઈ હતી
*ઢાઇ દિન કા ઝોંપડા જે હાલ દિલ્લીમાં આવેલી છે*

તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું
*રાજરાજ*
*દ્રવિડ ચૌલ સ્થાપત્યકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે*

બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે
*53 મીટર*

કાશ્મીરમાં આવેલા દલસરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે
*શિકારા*

કયા રાજ્યનો કુનીનો મેળો જાણીતો છે
*ઉત્તરપ્રદેશ*

ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે
*અસમ*

ચૈતન્ય મહાપ્રભુનો જન્મ કયાં અને ક્યારે થયો હતો
*બંગાળમાં ઇ.સ. 1485માં નવદીપ (નદીયા)માં*

ગુરુ નાનકનો જન્મ
*ઇ.સ.1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં*

"પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન." કોણે કહ્યું છે
*નરસિંહ મહેતા*

રૈદાસના માતા પિતાનું નામ શું હતું
*માતા ધુરવિનિયા અને પિતા રઘુ*

અમેરિકા ખંડના શોધક
*ક્રિસ્ટોફર કોલંબસ*

અમેરિકા નામ કોના નામે પડ્યું છે
*ઈટાલીના અમેરિગો વેસ્પૂચીના નામે*

અમેરિકા ખંડના મૂળનિવાસી તરીકે કઈ જાતિ ગણાય છે
*રેડ-ઇન્ડિયન*

એસ્બેસ્ટોસ ખનિજના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે
*કેનેડા*

એમેઝોન નદી કેટલી લંબાઈ ધરાવે છે
*4827 કિમી.*

પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે
*આલ્ફાલ્ફા*

એનાકોન્ડા નામનો અજાયબ અજગર ક્યાં જોવા મળે છે
*બ્રાઝિલ*

ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી
*પ્રીતિ સેનગુપ્તા*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-30-31/01/2022🗞️*

ગાંધીજીના 74મા શહીદ દિને માટીના કેટલા કપમાંથી રિવરફ્રન્ટ પર બનાવેલા ભીંતચિત્રનું અમિત શાહે અનાવરણ કર્યું
*✔️2975*

ઓસ્ટ્રેલિયન ઓપન મહિલામાં કોણ ચેમ્પિયન બન્યું
*✔️એશ્લે બાર્ટી*

વર્ષ 2022માં સામાજિક કાર્યો માટે પદ્મશ્રી એવોર્ડ વિજેતા બાબા ઈકબાલ સિંહનું નિધન થયું.તેઓ કયા રાજ્યના છે
*✔️હિમાચલ પ્રદેશ*

ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક પ્રતિષ્ઠિત એલન બોર્ડર મેડલ મેળવનાર કેટલામો બોલર બન્યો
*✔️5મો*

હાલમાં ભારતના કયા દેશ સાથેના રાજદ્વારી સંબંધના 30 વર્ષ પુરા થયા
*✔️ઈઝરાયેલ*

તાજેતરમાં સ્પેનિશ ખેલાડી રાફેલ નડાલ કેટલામુ ગ્રાન્ડ સ્લેમ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો
*✔️21*

ઈટાલીમાં ફરીથી રાષ્ટ્રપતિ પદ માટે કોણ ચૂંટાયા
*✔️સર્જિયો માટારેલા*

જોકો વિડોડો નામના નેતાએ તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિપદે શપથ લીધા
*✔️ઇન્ડોનેશિયા*

રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડનું નામ બદલીને કયું નામ રખાયું
*✔️નિબોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ*

હિસાબી કંપનીના ગ્લોબલ સેન્ટરનું ઉદ્દઘાટન ક્યાં થયું
*✔️મહેસાણાના કડી ખાતે*

વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર તરીકે કોને નવાજવામાં આવ્યા
*✔️યોગકિંગ બાઓ*

જાપાનમાં 13 વર્ષના રાજકુમારનો રાજ્યાભિષેક થયો તેનું નામ
*✔️પ્રિન્સ હિતાહિસો*

માથામાં પંચ વાગવાને કારણે તાજેતરમાં નિધન પામેલા 27 વર્ષના બોક્સરનું નામ શું
*✔️પેટ્રિક ડે*

તાજેતરમાં છઠ્ઠો ગોલ્ડન શૂ એવોર્ડ જીતનાર દંતકથા રૂપ ફૂટબોલ ખેલાડી કોણ
*✔️લાયોનેલ મેસ્સી*

સિવિલ સર્વન્ટ માટેના પ્રથમ કોમન ફાઉન્ડેશન કોર્સનું નામ શું અપાયું
*✔️આરંભ*

💥રણધીર💥
*💼બજેટ હિસ્ટ્રી💼*

*બજેટ શબ્દ ફ્રેન્ચ ભાષાના એક શબ્દ bougette પરથી બન્યો છે. જેનો અર્થ ચામડાનો થેલો થાય છે.*

*ભારતના સંવિધાનમાં ક્યાંય પણ બજેટ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી.સંવિધાનના અનુચ્છેદ 112માં બજેટ માટે વાર્ષિક વિત્તીય વિવરણ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.*


*ભારતનું સૌપ્રથમ બજેટ વર્ષ 1860માં રજૂ કરવામાં આવ્યું હતું.ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડાયેલા સ્કોટલેન્ડના અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સને બ્રિટિશ રાણી સમક્ષ ભારતના બજેટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.જેમ્સ વિલ્સન ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ફાઈનાન્શિયલ એડવાઇઝર પણ હતા.*

*સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26મી નવેમ્બર,1947ના રોજ રજૂ થયું.આઝાદ ભારતના પ્રથમ નાણાંમંત્રી આર.કે.ષણમુખમ શેટ્ટીએ દેશનું પ્રથમ બજેટ પેશ કર્યું.*

*ગણતંત્ર ભારતનું પ્રથમ પ્રથમ બજેટ જોન મંથાઈએ રજૂ કર્યું હતું.*

*સૌથી લાંબા બજેટભાષણનો રેકોર્ડ વર્તમાન નાણાંમંત્રી નિર્મલા સીતારામનના નામે બોલે છે. તેમને 2020-21ના વર્ષનું બજેટ રજૂ કર્યું ત્યારે બે કલાક 42 મિનિટ લાંબું ભાષણ આપ્યું હતું*

*ડૉ.મનમોહન સિંહના નામે સૌથી વધુ શબ્દો બોલવાનો વિક્રમ છે.સમયની રીતે નહિ, પરંતુ શબ્દોની રીતે ગણતરી થાય તો મનમોહન સિંહનું 1991નું બજેટ ભાષણ 18,650 શબ્દોનું હતું.*

*તે પછી બીજા નંબરનું સૌથી લાંબું ભાષણની દ્રષ્ટિએ અરુણ જેટલીનું હતું.2018માં જેટલીએ 18,604 શબ્દોનું બજેટ ભાષણ આપ્યું હતું. સૌથી ટૂંકા બજેટ ભાષણનો વિક્રમ 1977માં નોંધાયો હતો. હિરૂભાઈ મુળજીભાઈ પટેલે 1977નું બજેટ રજૂ કર્યું ત્યારે માત્ર 800 શબ્દોનું ભાષણ આપ્યું હતું.*

*સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ મોરારજી દેસાઈનો છે.તેમને 1962 થી 1969 દરમિયાન 10 વખત બજેટ રજૂ કર્યું હતું. 9 વખત બજેટ રજૂ કરનારા પી.ચિદમ્બરમ બીજા ક્રમે છે.પ્રણવ મુખર્જીએ પણ નાણાંમંત્રી તરીકે 8 વખત બજેટ રજૂ કર્યું હતું. યશવંત સિંહાએ 8 વાર અને મનમોહન સિંહે 6 વખત બજેટ રજૂ કર્યું છે.*

*1999માં પ્રથમ વખત યશવંત સિંહાએ સાંજે પાંચ વાગ્યાનો બદલે સવારે 11 વાગ્યે બજેટ ભાષણ રજૂ કરીને જૂની પરંપરા તોડી હતી.*

*બજેટની ભાષા 1955 સુધી અંગ્રેજી હતી.ત્યારબાદ નહેરુ સરકારે બજેટ અંગ્રેજી ઉપરાંત હિન્દી ભાષામાં પણ રજૂ કરવાનું શરૂ કર્યું હતું.*

*2021-22ના વર્ષનું બજેટ ઐતિહાસિક રીતે એ પણ હતું કે પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થયું હતું.*

*1970માં બજેટ રજૂ કરનારા ઇન્દિરા ગાંધી દેશના પ્રથમ મહિલા બન્યા હતા.*

*દેશના પ્રથમ ફુલટાઇમ મહિલા નાણાંમંત્રી નિર્મલા સીતારામને 2019માં તેને કાપડની ખાતાવહીનો લુક આપ્યો હતો.*

*2017માં પ્રથમ વખત સરકારે ઐતિહાસિક નિર્ણય કરીને કેન્દ્રીય બજેટમાં જ રેલવે બજેટનો સમાવેશ કરી લીધો.*

*બ્રિટિશ શાસન દરમિયાન બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું હતું જે પરંપરાને મોદી સરકાર દ્વારા 2017માં બદલીને બજેટની તારીખ 1 ફેબ્રુઆરી કરી દેવામાં આવી.*

*1980 પછી સરકારે નાણાં મંત્રાલયની અંદર જ બજેટના પ્રિન્ટિંગ માટે પ્રેસની વ્યવસ્થા કરી હતી. એ વર્ષથી હવે બજેટ નાણાં મંત્રાલયમાં જ પ્રિન્ટ થાય છે.*

*બ્લેક બજેટ1973-74ના વર્ષનું*

*યુગાંતર બજેટ1991*

*ડ્રિમ બજેટ1997-98*

*મિલેનિયમ બજેટવર્ષ 2000*

*રોલબેક બજેટવર્ષ 2002-2003નું*

*🗞️ગુજરાત સમાચારમાંથી🗞️*

*💥રણધીર💥*
*🔥Newspaper Current🔥*

*🗞️01/02/2022 થી 03/02/2022🗞️*

દિવ્યાંગોને કૃત્રિમ અંગોની સહાયમાં વર્ષ 2020-21માં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*✔️ત્રીજા*
*✔️ઉત્તરપ્રદેશ પહેલા અને મહારાષ્ટ્ર બીજા ક્રમે*

હાલમાં કયા દેશમાં પ્રથમ વખત યોગ ઉત્સવ ઉજવાયો
*✔️સાઉદી અરેબિયા*
*✔️ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે યોગાભ્યાસને લઈને સમજૂતી થઈ હતી*

4 બોલમાં 4 વિકેટ લેનાર ચોથો બોલર કોણ બન્યો
*✔️વેસ્ટઇન્ડિઝનો જેસન હોલ્ડર*
*✔️આ અગાઉ શ્રીલંકાનો લસિથ મલિંગા, અફઘાનિસ્તાનનો રશીદ ખાન અને આયર્લેન્ડનો ફેરફરે આ સિદ્ધિ મેળવી ચુક્યા છે*

વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યરના એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️ગોલકીપર પીઆર શ્રીજેશ*
*✔️રાની રામપાલ બાદ એવોર્ડ જીતનાર બીજો ભારતીય*

હાલમાં ઉત્તર કોરિયા દ્વારા કઈ શક્તિશાળી બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*✔️હવાસોંગ-12*

હાલમાં બ્રિટનમાં આવેલ વાવાઝોડું
*✔️મલિક ચક્રવાત*

હાલમાં કયા સ્થળેથી ખોદકામ દરમિયાન સોલંકી યુગની પ્રતિમાઓ મળી આવી જેમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ સહિત 3 પ્રતિમા અને સવંત 1290નો શિલાલેખ પણ મળ્યો
*✔️દાહોદ*

ભારત કયા દેશ સામે 1000મી વન-ડે મેચ રમશે જે આટલી મેચ રમનાર પ્રથમ દેશ બનશે
*✔️વેસ્ટઇન્ડિઝ*

કયા દેશમાં તાપમાન ઘટાડવા બ્લુ રંગની સડકો માટે કેપેન શરૂ થયું
*✔️કતાર*

અમેરિકામાં તિબેટના મુદ્દા માટે મુખ્ય સંયોજકની જવાબદારી કોણે સોંપાઈ
*✔️મૂળ ભારતીય ઉજરા જેયા*

આર્મેનિયાના રાષ્ટ્રપતિ જેમને હાલમાં રાજીનામું આપ્યું
*✔️સર્જ સરગસ્યાને*

HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️પુષ્પકુમાર જોશી*

ઢાકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો
*✔️તમિલ ફિલ્મ કૂઝંગલ*

સુપ્રસિદ્ધ કથકલી નૃત્યાંગના જેમનું હાલમાં નિધન થયું
*✔️મિલીના સાલ્વિની*

2 ફેબ્રુઆરીઆંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત દિવસ (વર્લ્ડ વેટલેન્ડ ડે

તાજેતરમાં ગુજરાતના કયા અભ્યારણ્યને નવી રામસર સાઈટ જાહેર કરાઈ
*✔️જામનગર જિલ્લાના ખીજડિયા અભ્યારણ્યને*
*✔️આ સાથે ગુજરાતમાં ચાર સ્થળોનો રામસર સાઈટમાં સમાવેશ થયો*
*✔️ઉત્તરપ્રદેશના બખીરા વન્ય જીવ અભ્યારણ્યને પણ વેટલેન્ડ રામસર સાઈટ તરીકે જાહેર કરાયું.*
*✔️આ અગાઉ નળ સરોવર, થ્રોળ અને વડોદરા પાસે વઢવાણાનો રામસર સાઈટમાં સમાવેશ થયેલ છે.*
*✔️ભારતમાં રામસર સાઈટની કુલ સંખ્યા 48 થઈ છે.*
*✔️2જી ફેબ્રુઆરીએ 1971થી આંતરરાષ્ટ્રીય જળ પ્લાવિત દિવસ ઉજવાઈ રહ્યો છે.*
*✔️રામસર ઈરાનના રામસર શહેરનું નામ છે ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે આર્દ્ર ભૂમિના મહત્વ અંગે 1971માં પહેલી વખત સભા ભરાઈ હતી.*

નિર્મલા સીતારામને 39.45 કરોડનું બજેટ રજૂ કર્યું.(વિસ્તૃત માહિતી next પોસ્ટમાં)

પુરાતત્વવિદ આર.નાગાસ્વામીનું ચેન્નઈમાં નિધન.

કોમનવેલ્થ ગેમ્સમાં 24 વર્ષ બાદ ક્રિકેટનું પુનરાગમન, પ્રથમ વખત વિમેન્સ ક્રિકેટર્સ રમશે.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-04/02/2022 થી 07/02/2022🗞️*

સ્પેસએક્સ ફાલ્કન રોકેટ દ્વારા અમેરિકાએ જાસૂસી ઉપગ્રહ ભ્રમણકક્ષામાં ગોઠવ્યો.આ ઉપગ્રહનું નામ શું છે
*✔️NROL-87*

ભારતે 1000મી વન-ડે ક્રિકેટ મેચ કયા દેશ સામે રમી
*✔️વેસ્ટઇન્ડિઝ*

વિન્ટર ઓલિમ્પિક-2022નો પ્રારંભ ચીનના બેઇજિંગમાં થયો.વિન્ટર ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થયેલો એકમાત્ર ભારતીય એથલીટ કોણ છે
*✔️આરીફ ખાન*

મોતિયા અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ક્યાંથી શુભારંભ કરાયો
*✔️ગાંધીનગર*

વસંત પંચમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની બીજા નંબરની સૌથી ઊંચી 216 ફૂટની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઈક્વિટીનું લોકાર્પણ ક્યાં કર્યું
*✔️હૈદરાબાદ*
*✔️120 કિલો સોનાની બનેલી*
*✔️સંત રામાનુજાચાર્યની પ્રતિમા*
*✔️૱1000 કરોડના દાનથી*

ઇસરોનું કયું યાન દક્ષિણ ધ્રુવ પર ઉતરશે
*✔️ચંદ્રયાન-3*

અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડને હરાવી કેટલામી વાર વર્લ્ડ ચેમ્પિયન બની
*✔️5મી વાર*
*✔️ભારતીય ટીમનો કેપ્ટન યશ ધૂલ*
*✔️રાજ બાવા અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં 5 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો*

*🎼🎤સ્વરસરિતા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન👇🏾🎼🎤*
✔️જન્મ :- 28 સપ્ટેમ્બર, 1929ના રોજ ઈન્દોરમાં
✔️નિધન :- 6 ફેબ્રુઆરી, 2022
✔️પિતા :- દીનાનાથ મંગેશકર
✔️ભારત સરકાર તરફથી મળેલા એવોર્ડ :-
1969 - પદ્મભૂષણ
1989 - દાદાસાહેબ ફાળકે એવોર્ડ
1999 - પદ્મવિભૂષણ
2001 - ભારતરત્ન
2008 - લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ
1999 - મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ
1996 - રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્દભાવના પુરસ્કાર
✔️1974માં દુનિયામાં સૌથી વધુ ગીતો ગાવા માટે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ
✔️પ્રથમ નામ હેમા હતું પરંતુ નાટક 'ભાવ બંધન'માં લતિકાનું પાત્ર ભજવ્યા પછી તેમને લતા નામ મળ્યું.
✔️26 જાન્યુઆરી, 1963માં નવી દિલ્હી નેશનલ સ્ટેડિયમમાં 'એ મેરે વતન કે લોગો......' ગીત ગાયું હતું.
✔️1999 થી 2005 સુધી રાજ્યસભાના નિમાયેલા સભ્ય હતા.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-08/02/2022 થી 11/02/2022🗞️*

સાઉદી અરેબિયામાં યોગને રમત તરીકે માન્યતા અપાવનાર મહિલા
*✔️નૌફ મારવાઈ*

JNUના પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️શાંતિશ્રી ધુલીપુડી પંડિત*

સૌપ્રથમ આફ્રિકા કપ ફૂટબોલ ટુર્નામેન્ટ કયો દેશ જીત્યો
*✔️સેનેગલ*

IPL અમદાવાદની ટીમનું નામ શું રાખવામાં આવ્યું
*✔️ગુજરાત ટાઈટન્સ*

મડાગાસ્કરમાં આવેલ વાવાઝોડું
*✔️બત્સિરાઈ*

90ના દશકમાં દૂરદર્શનની લોકપ્રિય ધારાવાહિક 'મહાભારત'માં ભીમની ભૂમિકા નિભાવનાર અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️પ્રવીણ કુમાર સોબતિ*
*✔️તેઓ 1968માં મેક્સિકો, 1972માં મ્યુનિક ઓલિમ્પિક અને 4 વારના એશિયન ગેમ્સ મેડલિસ્ટ (2 ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ) હતા.*

અસિત વોરાનું રાજીનામું લઈ લેવાતા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ કોણે સોંપવામાં આવ્યો
*✔️એ.કે.રાકેશ*

UAPA કાયદા હેઠળ 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીઓને દોષિત ઠેરવા. UAPAનું ફૂલ ફોર્મ શું થાય
*✔️અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એકટ*

બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ એશિયાના ટોચના ધનવાન કોણ બન્યા
*✔️ગૌતમ અદાણી*

નાણાંમંત્રીએ કઈ યોજના અંતર્ગત વન ક્લાસ વન ટીવી ચેનલ કાર્યક્રમોનું વિસ્તરણ કરી હવે 12 થી વધારી 200 ટીવી ચેનલોના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે
*✔️પીએમ વિદ્યા યોજના*

ઓમિક્રોનનો નવો વોરિયન્ટ જે 40 દેશોમાં પ્રસર્યો
*✔️BA 2*

કયા રાજ્યની સરકારે સરકારી કર્મચારીઓની સેવા નિવૃત્તિ વય 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવાનો આધ્યાદેશ કર્યો છે
*✔️આંધ્રપ્રદેશ*

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ આતંકવાદથી પ્રભાવિત લોકોને મદદરૂપ થવાનો છે.આ ઓપરેશનનું નામ શું છે
*✔️ઓપરેશન સદ્દભાવના*

મણિપુરમાં કયા સ્ટેશન પર 75 વર્ષ બાદ માલગાડીનું આગમન થયું
*✔️રાની ગૈદનલ્યુ સ્ટેશન*

દેશમાં પ્રથમ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે કોરોનાની સારવાર માટે નેઝલ સ્પ્રે લોન્ચ કર્યા છે.આ નેઝલ સ્પ્રેનું નામ શું છે
*✔️ફેબિસ્પ્રે*

દેશની મેડિકલ કોલેજોમાં નવા સેશનમાં વિદ્યાર્થીઓને હિપોક્રિત્ઝ ઓથના બદલે હવે કોના શપથ લેવડાવવામાં આવશે
*✔️ચરક શપથ*

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ગિરનારના જંગલમાંથી કારોળિયાની નવી પ્રજાતિ શોધી છે.તેને શું નામ આપવામાં આવ્યું
*✔️નરસિંહ મહેતાઈ*

પોખરણ નજીક ચાંધન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતીય હવાઈ દળ દ્વારા ઇવેન્ટ યોજવામાં આવશે. જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી સહિત 40થી વધુ દેશના હોદ્દેદારો આવશે.આ ઇવેન્ટનું નામ શું છે
*✔️વાયુશક્તિ-2022*

સંરક્ષણ મંત્રાલય દર બે વર્ષે ડિફેન્સ એક્સપોનું આયોજન કરે છે. ડિફેન્સ એક્સપો-2022માં કયું રાજ્ય યજમાન બન્યું
*✔️ગુજરાત*
*✔️ગાંધીનગરમાં આયોજન થશે.*

સૌથી વધુ ટ્રાફિક વાળા વિશ્વના ટોચના શહેરોમાં મુંબઈ કયા ક્રમે છે
*✔️5મા*
*✔️બેંગલુરુ 10મા, નવી દિલ્હી 11મા અને પુણે 21મા ક્રમે*

આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલીમાંજરો (તાન્ઝાનિયા) પર ચઢનારા એક જ પગ ધરાવનારા દિવ્યાંગ ભારતીય વ્યક્તિનું નામ
*✔️નીરજ જ્યોર્જ બોબી*

માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવનાર ક્રિકેટ ટી20 સિરીઝ રોડ સેફટી વર્લ્ડ-2020નું નેતૃત્વ કરનાર ખેલાડી
*✔️સચિન તેંડુલકર*

પ્રવાસન ઉદ્યોગના પ્રમોશન માટે 122 કિમી. બાઇક રાઈડ કરનાર દેશના પ્રથમ મુખ્યમંત્રી કોણ
*✔️પ્રેમા ખાંડુ*

ભારત-ફ્રાન્સની સંયુક્ત સૈન્ય કવાયત-2019 ક્યાં યોજાઈ
*✔️રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં*

નંદકાનન ઝુઓલોજીકલ પાર્ક ક્યાં આવેલો છે
*✔️ઓરિસ્સા*

ભારતમાં પ્રથમ તરતું બાસ્કેટબોલ કોર્ટ કયા શહેરમાં શરૂ થયું
*✔️મુંબઈ*

30 મિનિટમાં અમેરિકા પર પ્રહાર કરી શકે તેવી ચીની મિસાઈલનું નામ શું છે
*✔️DF-41*

'એંજલ ટેક્સ' શબ્દ કોના સાથે જોડાયેલો છે
*✔️શેરબજારના અનલિસ્ટેડ અંગે*

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે
*✔️ક્રિષ્નામૂર્તિ સુબ્રહ્મણય*

💥રણધીર💥