સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
સામાન્ય જ્ઞાન:
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 8 : જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના 【કલમ 141 થી 160】📚*

*★●કલમ - 141 : કાયદા વિરુદ્ધની કંપની*
✔️5 અથવા વધુ વ્યક્તિઓની મંડળી
✔️એકઠા થયા ત્યારે જે મંડળી કાયદા વિરુદ્ધની ન હોય તે પાછળથી કાયદા વિરુદ્ધની મંડળી બની શકે.

*★●કલમ - 142 : કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય હોવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ કોઈ મંડળીને કાયદા વિરુદ્ધની મંડળી બનાવે અને માહિતગાર હોવા છતાં ઈરાદાપૂર્વક તે મંડળીમાં ભળે અથવા તેમાં ચાલુ રહે તે કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય કહેવાય.

*★●કલમ - 143 : શિક્ષા*
✔️કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય હોય તો

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 144 : પ્રાણઘાતક હથિયાર સાથે સજ્જ થઈને કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થવા અંગે*
✔️આક્રમક હથિયાર તરીકે વાપરતા મૃત્યુ નિપજાવવાનું સંભવ હોય તેવી કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થાય તો

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ : 145 - કાયદા વિરુદ્ધની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા છતાં તેમાં જોડાવા અથવા ચાલુ રહેવા અંગે*
✔️જો વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોય તેમ છતાં તેમાં ભળે અથવા ચાલુ રહે તો

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ - 146 : હુલ્લડ કરવું*
✔️કાયદા વિરુદ્ધની મંડળીનો સામાન્ય ઉદ્દેશ પાર પાડવામાં તે મંડળી અથવા તેનો કોઈ સભ્ય બળ અથવા હિંસાનો ઉપયોગ કરે ત્યારે મંડળીનો દરેક સભ્ય હુલ્લડ કરવાના ગુના માટે દોષિત છે.

*★●કલમ - 147 : હુલ્લડ કરવા માટે શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ - 148 : પ્રાણઘાતક હથિયારથી સજ્જ થઈને હુલ્લડ કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ આક્રમક હથિયાર તરીકે વાપરતા મૃત્યુ થવાનો સંભવ હોય તે જાણવા છતાં એવી કોઈ વસ્તુથી પોતે સજ્જ થયેલી હોય અને હુલ્લડ કરે તો

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️પહેલા મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ - 149 : કાયદા વિરુદ્ધની મંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ પાર પાડવામાં કરેલા ગુના માટે દોષિત છે*
✔️કાયદા વિરુદ્ધની મંડળીના સમાન ઉદ્દેશ પાર પાડવા તે મંડળીનો કોઈ સભ્ય કોઈ ગુનો કરે અને તે પાર પાડવામાં ગુનો સંભવ હોવાનું તે મંડળીના સભ્યો જાણતા હોય તેવો ગુનો હોય તો તે કરતી વખતે મંડળીનો દરેક સભ્ય ગુના માટે દોષિત છે.

*🔫શિક્ષા :-*
✔️તે ગુના માટે હોય તે જ શિક્ષા

*●કલમ - 150 : કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થવા માટે વ્યક્તિઓને ભાડે રાખવા અથવા ભાડે રખાય તેમાં આંખ આડા કાન કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીમાં બીજા કોઈ વ્યક્તિને પૈસા આપવાના કરીને રાખે કે રોકે કે નોકરીમાં રાખે અથવા પૈસા આપી પ્રોત્સાહન પૂરું પાડે અથવા આંખ આડા કાન કરી ભાડે રાખે અને તે સભ્ય દ્વારા કોઈ ગુનો થાય તો તે મંડળીના સભ્ય તરીકે ભાડે રાખનારે પોતે ગુનો કર્યો છે તેમ શિક્ષા કરવામાં આવશે.

*🔫શિક્ષા :-*
✔️મંડળીના સભ્ય માટે અને મંડળનો કોઈ સભ્ય જે ગુનો કરે તે માટે હોય તે શિક્ષા થશે.

*●કલમ - 151 : 5 અથવા વધુ વ્યક્તિઓની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ થયા પછી જાણી જોઈને તે મંડળીમાં ભળવા અથવા ચાલુ રહેવા અંગે*
✔️જાહેર શાંતિનો ભંગ થાય અથવા થવાનો સંભવ હોવાનું જાણવા છતાં તેમાં ભળે અથવા ચાલુ રહે તો

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*★●કલમ -152 : હુલ્લડ વગેરે અટકાવવાનું કામ કરતા હોય ત્યારે રાજ્યસેવક ઉપર હુમલો કરવા અથવા તેને અડચણ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા

*●કલમ - 153 : હુલ્લડ કરવાના ઈરાદાથી નાહક ઉશ્કેરાટ પેદા કરવા અંગે : હુલ્લડ થાય તો, હુલ્લડ ન થાય તો*
✔️જો કોઈ વ્યક્તિની ઉશ્કેરણીથી હુલ્લડ કરવામાં આવે એવા ઈરાદાથી અથવા સંભવ હોવાનું જાણવા છતાં કોઈને દ્વેષબુદ્ધિથી કે મનસ્વીપણે ઉશ્કેરે અને હુલ્લડનો ગુનો બને તો અથવા ન બને તો.

*🔫શિક્ષા :-*
◆ગુનો બને તો
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

◆ગુનો ન બને તો
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા
*●કલમ - 153 (A) : ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા વગેરે કારણોને લીધ

ે જુદાં જુદાં જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સુમેળ જાળવી રાખવાને પ્રતિકુળ એવા કૃત્યો કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

◆જો ગુનો ધર્મસ્થાન વગેરેમાં કર્યો હોય
*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 153 (AA) : જાણી જોઈને કોઈ સરઘસમાં હથિયાર રાખવા અથવા હથિયાર સહિતની કોઈ સમૂહ કવાયત અથવા સમૂહ તાલીમમાં હથિયાર એકઠાં કરવા અથવા ધરાવવા બદલ શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અને 2000 ૱નો દંડ
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️જામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 153 (B) : રાષ્ટ્રીય એકતાને વિધાતક આક્ષેપો કે કથનો કરવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ ધાર્મિક, માનવજાતીય, ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથ કે જ્ઞાતિના સભ્યો હોય અને ભારતના સંવિધાન ઉપર ખરી શ્રદ્ધા ન રાખે અથવા સાર્વભૌમત્વ કે એકતાને પુષ્ટિ ન આપે અને એવો આક્ષેપ કરે અથવા પ્રસિદ્ધ કરે કે ઉપરના સભ્યો તરીકે તેની પાસેથી ભારતના નાગરિકના હકો અપાય નહીં અથવા હકો લઈ લેવા જોઈએ તેવું સૂચન કરે, કથન કરે, સલાહ, પ્રચાર, પ્રસિદ્ધ કરે અથવા ઉપરના સભ્યો માટે વિખવાદ, દુશ્મનાવટ, ધિક્કાર કે દુર્ભાવની લાગણી જન્માવે તો શિક્ષાપાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

◆ધાર્મિક સ્થાનમાં ગુનો થાય તો
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 154 : જે જમીન ઉપર કાયદા વિરુદ્ધની મંડળી હોય તેનો માલિક અથવા ભોગવટો કરનાર*
✔️કાયદા વિરુદ્ધની મંડળી દ્વારા જે જગ્યા-જમીન પર ગુનો થાય તો તે જગ્યાના માલિક કે તેના મેનેજર, એજન્ટને જાણમાં હોય કે ગુનો થયો છે, થવાનો સંભવ છે, થઈ રહ્યો છે તેવી બાબતોમાં પોલીસને બને તેટલી વહેલી તકે ખબર ન કરે અથવા તેને દાબી દેવા યોગ્ય ઉપાય ન કરે તો દંડને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️૱1000 સુધીનો દંડ
✔️જામીની ગુનો

*●કલમ - 155 : જે વ્યક્તિના ફાયદા માટે હુલ્લડ કરવામાં આવ્યું હોય તેની જવાબદારી*
✔️જે જમીન અંગે કોઈ હુલ્લડ થયું હોય, તે જમીનની જે વ્યક્તિ માલિકી અથવા ભોગવટો કરે અથવા હિતમાં દાવો કરે તે દોષિત છે થશે.

*🔫શિક્ષા:-*
✔️દંડ

*●કલમ - 156 : જે માલિક અથવા ભોગવટો કરનારના ફાયદા માટે હુલ્લડ કરવામાં આવ્યું હોય તેના એજન્ટની જવાબદારી*
✔️જમીન અંગે હુલ્લડ થયું હોય, તે જમીનની જે વ્યક્તિ માલિકી અથવા ભોગવટો કરે અથવા હિતમાં દાવો કરે તે વ્યક્તિના એજન્ટના અથવા મેનેજરને આવું હુલ્લડ થવાનો સંભવ છે તેમ જાણવા છતાં તેને દાબી દેવા કાયદેસરના પગલાં ન લે તો તેના એજન્ટની જવાબદારી રહેશે અને દંડને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️દંડ

*●કલમ - 157 : કાયદા વિરુદ્ધની મંડળી પૈસા આપવાના કરીને રાખેલી વ્યક્તિઓને આશરો આપવા અંગે*
✔️જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિઓને કોઈ કાયદા વિરુદ્ધની મંડળીમાં ભળવા, રાખવા, રોકવા અથવા પૈસા આપીને રાખી, રોકવામાં આવનાર છે તેવું જાણવા છતાં પોતાના ભોગવટાના કે હવાલાના કે પોતાના નિયંત્રણ હેઠળના ઘર કે જગ્યામાં આશરો આપે, આવવા દે, એકઠાં કરે તો તે વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 158 : કાયદા વિરુદ્ધની મંડળી અથવા હુલ્લડમાં ભાગ લેવા માટે પૈસા લેવાના કરીને રહેવા અંગે*
✔️કલમ - 141માં દર્શાવ્યા મુજબ કોઈ કૃત્ય કરે અથવા પૈસા લેવાના કરીને રહે અથવા રોકવાની તૈયારી બતાવે કે તેમ કરવાની કોશિશ કરે તે દોષિત થશે.

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને

◆હથિયાર સજ્જ થઈને ફરે તો
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 159 : બખેડો*
✔️જ્યારે 2 અથવા વધુ વ્યક્તિઓ કોઈ જાહેર સ્થળમાં મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરે ત્યારે તેઓએ બખેડો કર્યો કહેવાય. (આવી મારામારીથી જાહેર શાંતિમાં ખલેલ પહોંચી હોવી જોઈએ.)

*★●કલમ - 160 : બખેડો કરવા માટે શિક્ષા*
✔️જોઈ કોઈ વ્યક્તિ બખેડો કરે તો

*🔫શિક્ષા :-*
✔️1 મહિના સુધીની કેદ અથવા 100 ૱ દંડ અથવા બંને
✔️પોલીસ અધિકારનો ગુનો
✔️બિનજામીની ગુનો
✔️કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*👉🏻નોંધ :- '★' નિશાનીવાળી કલમો મહત્વની છે.*

💥રણધીર💥
*🚩દ્વારકાધીશ મંદિર🚩*

ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કિનારે આવેલું દ્વારકા પ્રાચીન મંદિર છે.
ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થ સ્થાનોમાં દ્વારકાનો સમાવેશ થાય છે.
દ્વારકા કૃષ્ણના પ્રાચીન રાજ્યનો એક ભાગ હતો અને 12 જ્યોતિર્લિંગોમાનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ દ્વારકામાં આવેલું છે.
કહેવાય છે કે દ્વારકા ભારતના સાત સૌથી પ્રાચીન ધાર્મિક શહેરોમાનું એક છે.
દ્વારકાનો અર્થ સંસ્કૃતમાં સ્વર્ગનું પ્રવેશદ્વાર એવો થાય છે, કારણ કે 'દ્વાર'નો અર્થ દ્વાર છે અને 'કા' ભગવાન બ્રહ્માનો ઉલ્લેખ કરે છે.
દંતકથા અનુસાર, દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની તરીકે વર્ણવવામાં આવી છે.શ્રીકૃષ્ણએ કંસની હત્યા કરી હતી. કંસના મૃત્યુનો બદલો લેવા માટે કંસના સસરા જરાસંઘે કૃષ્ણના રાજ્ય પર 17 વખત હુમલો કર્યો હતો. વારંવાર થતી અથડામણને ટાળવા માટે કૃષ્ણ ભગવાને તેમની રાજધાની મથુરાથી દ્વારકા સ્થળાંતરિત કરી હતી.
ધર્મગ્રંથો અનુસાર ભગવાન કૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી.તેને શ્રીકૃષ્ણની કર્મભૂમિ પણ માનવામાં આવે છે. પુરાણકારો માને છે કે કૃષ્ણ 18 સાથીઓ સાથે દ્વારકા આવ્યા હતા. તેમણે 36 વર્ષ સુધી રાજ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે દ્વારકા નગરી સોનાની હતી અને શ્રીકૃષ્ણએ પશ્ચાતાપના ભાગરૂપે સોનાની નગરીને દરિયામાં ડુબાડી દીધી હતી.
લોકવાયકા એવી પણ છે કે કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકા શહેર સમુદ્રમાં ડૂબી ગયું હતું. સુવર્ણ નગરી ડૂબી જવા અંગે મળેલી ઐતિહાસિક બાબતો પુરાતત્વ અને દરિયાઈ સંશોધન માટે રસપ્રદ છે.2000 વર્ષ જુના દ્વારકાધીશમાં દ્વારકા પીઠનું સ્થાન પણ છે. જે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠમાંનું એક છે.
વિશ્વમાં તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટી ધજા એટલે કે બાવન ગજની ધજા દ્વારકાધીશના મંદિર પર લાગે છે. બાવન ગજ એટલે કે આશરે 47 મીટર કાપડ થાય.બાવન ગજનું ગણિત સમજીએ તો 27 નક્ષત્ર, 12 રાશિના પ્રતીક, 4 મુખ્ય દિશા અને 9 મુખ્ય ગ્રહોનો આમાં સમાવેશ થાય છે. આ બધાનું ટોટલ 52 થાય એટલે બાવન ગજની ધજા ફરકાવવામાં આવે છે. ભગવાનની ધજામાં લીલો અને કાળો આ બંને રંગોને બાદ કરતાં બાકી બધા રંગોનો રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવાય છે કે ધજાને દિવસમાં પાંચ વખત બદલવામાં આવે છે.
દ્વારકાધીશનું મંદિર વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો હોવાનું મનાય છે. મંદિરમાં કુલ ત્રણ વિભાગ છે.એમાં સૌપ્રથમ જ્યાં પ્રભુ બિરાજે છે એ ભાગને ગર્ભગૃહ કહેવાય છે. બીજા વિભાગને નિજસભા અને ત્રીજા વિભાગમાં સભામંડપ આવેલો છે. પ્રભુ બિરાજે છે તેમાં તમામ ખૂણાઓ ખંડિત ન થાય એ રીતે નિર્માણ કરવામાં આવે છે. નિજસભા મંડપમાં 6 શિખર છે અને સભા મંડપ કે જ્યાંથી ભક્તો દર્શન કરી શકે છે ત્યાં એક મોટું શિખર છે.દ્વારકાધીશ મંદિરના શિખરને મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર આકારનું પિરામિડ કહે છે.

*🗞️કિડ્ઝ વર્લ્ડ : સંદેશ🗞️*

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 9 : રાજ્યસેવકે કરેલા અથવા તેમની સાથે સંબંધ ધરાવતા ગુના【કલમ 161 થી 171】📚*

*◆કલમ - 161 થી 165 A ને 1988થી રદ કરેલ છે. તે માટે હવે લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ, 1988ની કલમ - 31માં જોગવાઈ થયેલી છે.*

*●કલમ - 166 : કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી રાજ્યસેવકે કાયદાની અવજ્ઞા કરવા અંગે*
જો કોઈ રાજ્યસેવક તેની હેસિયતથી કાર્ય કરતો હોય અને કાયદાની અવજ્ઞા કરી કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અથવા પોતે નુકસાન પહોંચાડશે તેવું સંભવ હોવાનું જાણવા છતાં અવજ્ઞા કરે તો દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
1 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
પોલીસ અધિનિયમનો ગુનો
જામીની
પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 166 A : રાજ્યસેવકે કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા કરવા અંગે*
જો રાજ્યસેવક હોય તો વ્યક્તિ આવું કાંઈ કરે તો
A) ગુના બાબતની તપાસ કરવાના હેતુ માટે કોઈ વ્યક્તિને કોઈ સ્થળે હાજર રહેતા અટકાવે
B) કોઈ વ્યક્તિના હિતને નુકસાન કરીને આવી તપાસ કરવી જોઈશે તે રીતનું નિયમન કરતાં કાયદાના આદેશની અવજ્ઞા
C) ગુનાની ન્યાયિક નોંધ લેવા સંબંધી કોઈ માહિતીની નોંધ ન કરે

*🔫શિક્ષા :-*
ઓછામાં ઓછા 6 મહિનાની જે 2 વર્ષ સુધી થઈ શકે તેવી કેદ અને દંડ

*●કલમ -166 B : ભોગ બનનારની સારવાર નહીં કરવા બદલ શિક્ષા*
જો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક મંડળો અથવા બીજી કોઈ વ્યક્તિ દ્વારા ચલાવાતી હોસ્પિટલનો હવાલો ધરાવતી જે વ્યક્તિ CRPC, 1973ની કલમ 357 Cની જોગવાઈનું ઉલ્લંઘન કરે તો

*🔫શિક્ષા :-*
1 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને

*●હાનિ પહોંચાડવાના ઈરાદાથી રાજ્યસેવકે ખોટા દસ્તાવેજ ઘડવા અંગે*
જો કોઈ રાજ્યસેવકને કોઈ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ તૈયાર કરવાની અથવા તેનું ભાષાંતર કરવાની પોતાની ફરજ હોય અને બીજી વ્યક્તિને હાનિ પહોંચાડવાના ઈરાદાથી અથવા હાનિ પહોંચશે એવો સંભવ હોવાનું જાણવા છતાં દસ્તાવેજ, ઇલેક્ટ્રોનિક રેકર્ડ ઘડે, તૈયાર કરે અથવા ભાષાંતર કરે તો તે દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 168 : રાજ્યસેવકે ગેરકાયદેસર રીતે કોઈ વેપાર કરવા અંગે*
જો કોઈ રાજ્યસેવક એવી હેસિયતથી વેપાર ન કરવાની પોતાની કાયદેસર ફરજ હોવા છતા વેપાર કરે તો દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
1 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 169 : રાજ્યસેવકે ગેરકાયદેસર રીતે મિલકત ખરીદવા કે તેની હરાજીમાં માંગણી કરવા અંગે*
જો રણજીત નામક રાજ્યસેવક એવી હેસિયતથી અમુક મિલકત ન ખરીદવા કે તેની હરાજીમાં તેની માંગણી ન કરવાની પોતાના નામે અથવા બીજાના નામે અથવા સંયુક્ત રીતે અથવા ભાગીદારમાં તે પ્રકારની મિલકત ખરીદે કે હરાજીમાં માંગણી કરે તો રણજિત દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
મિલકત ખરીદી હોય તો તેની જપ્તી

*★●કલમ - 170 : રાજ્યસેવકનું ખોટું નામ ધારણ કરવા અંગે*
જો રણજિત નામક વ્યક્તિ જાણે છે કે પોતે પોલીસ અધિકારી નથી તેમ છતાં રણજિત ઢોંગ કરે અને હોદ્દા ધરાવતી અન્ય વ્યક્તિનું નામ ધારણ કરે અને રણજિત પોલીસ અધિકારીનું હોદ્દાની રૂએ કૃત્ય કરે અથવા કોશિશ કરે તો રણજિત દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
પોલીસ અધિનિયમનો ગુનો
બિનજામીની
કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 171 : રાજ્યસેવક પહેરતો હોય તેવા પોષાક કપટી ઈરાદાથી પહેરવા અથવા તે રાખતો હોય એવું ટોકન રાખવા અંગે*
જો કોઈ વ્યક્તિ રાજ્યસેવકના અન્ય વર્ગનો ન હોય અને પોતે રાજ્યસેવકના તે વર્ગનો છે એમ માનવામાં આવે તેવા ઈરાદાથી રાજ્યસેવક પહેરતો હોય તેવો પોષાક પહેરે અથવા તે રાખવાનું ટોકન રાખતો હોય તો તે દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
3 મહિના સુધીની કેદ અથવા 200 ૱ દંડ અથવા બંને

💥રણધીર💥
*🎈પતંગનો ઈતિહાસ🎈*

પતંગ ચગાવવાની શરૂઆત અઢી હજાર વર્ષ પહેલાં ચીનમાં થઈ હતી.

ચીનમાં કાગળ અને રેશમની શોધ સૌપ્રથમ થઈ હતી.ચીનમાં વાંસ પણ પુષ્કળ થાય છે. આ ત્રણેય વસ્તુઓ સહેલાઈથીથી મળતા ચીનમાં કાગળની પતંગ બનાવવાની શરૂઆત થઈ.

ચીનમાં પાંચમી સદીમાં મોઝી અને લુબાન નામના સાધુઓએ પ્રથમવાર કાગળના પતંગ ચગાવ્યાની ઇતિહાસમાં નોંધ છે.

16મી અને 17મી સદી દરમિયાન પતંગ ચગાવવાની પ્રથા વિશ્વના ઘણા દેશોમાં પરંપરા બની.

રાઈટ ભાઈઓએ વિમાનની શોધ પણ પતંગમાંથી પ્રેરણા લઈને કરેલી.

ઇ.સ.1860થી 1910નો ગાળો પતંગ માટે સુવર્ણકાળ બન્યો.વિજ્ઞાનીઓ હવામાનનો અભ્યાસ કરવા, એરિયલ ફોટોગ્રાફી કરવા, વિમાનના મોડેલો બનાવવાના પ્રયોગો કરવા પતંગનો ઉપયોગ કરવા લાગ્યા.પતંગની જેમ ઉડતા ગ્લાઈડર પણ શોધાયા.બીજા વિશ્વયુદ્ધમાં પતંગનો ઉપયોગ સંદેશા મોકલવા માટે પણ થવા લાગ્યો.

બેન્જામીન ફ્રેન્કલીને પણ વાવાઝોડામાં પતંગ ચગાવી આકાશમાં થતી વીજળીમાં કરંટ હોવાની શોધ કરેલી.

*🗞️ઝગમગ : ગુજરાત સમાચાર🗞️*

💥રણધીર💥
👌👌🎖🎖
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 9 : રાજ્યસેવકે કરેલા અથવા તેમની સાથે સંબંધ ધરાવતા ગુના【કલમ 161 થી 171】📚*

*◆કલમ - 161 થી 165 A ને 1988થી રદ કરેલ છે. તે માટે હવે લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ, 1988ની કલમ - 31માં જોગવાઈ થયેલી છે.*

*●કલમ - 166 : કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી રાજ્યસેવકે કાયદાની અવજ્ઞા કરવા અંગે*
જો કોઈ રાજ્યસેવક તેની હેસિયતથી કાર્ય કરતો હોય અને કાયદાની અવજ્ઞા કરી કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અથવા પોતે નુકસાન પહોંચાડશે તેવું સંભવ હોવાનું જાણવા છતાં અવજ્ઞા કરે તો દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
1 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
પોલીસ અધિનિયમનો ગુનો
જામીની
પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 166 A : રાજ્યસેવકે કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા કરવા અંગે*
જો રાજ્યસેવક હોય તો વ્યક્તિ આવું કાંઈ કરે તો
A) ગુના બાબતની તપાસ કરવાના હેતુ માટે કોઈ વ્યક્તિને કોઈ સ્થળે હાજર રહેતા અટકાવે
B) કોઈ વ્યક્તિના હિતને નુકસાન કરીને આવી તપાસ કરવી જોઈશે તે રીતનું નિયમન કરતાં કાયદાના આદેશની અવજ્ઞા
C) ગુનાની ન્યાયિક નોંધ લેવા સંબંધી કોઈ માહિતીની નોંધ ન કરે

*🔫શિક્ષા :-*
ઓછામાં ઓછા 6 મહિનાની જે 2 વર્ષ સુધી થઈ શકે તેવી કેદ અને દંડ

*●કલમ -166 B : ભોગ બનનારની સારવાર નહીં કરવા બદલ શિક્ષા*
જો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક મંડળો અથવા બીજી કોઈ વ્યક્તિ દ્વારા ચલાવાતી હોસ્પિટલનો હવાલો ધરાવતી જે વ્યક્તિ CRPC, 1973ની કલમ 357 Cની જોગવાઈનું ઉલ્લંઘન કરે તો

*🔫શિક્ષા :-*
1 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને

*●હાનિ પહોંચાડવાના ઈરાદાથી રાજ્યસેવકે ખોટા દસ્તાવેજ ઘડવા અંગે*
જો કોઈ રાજ્યસેવકને કોઈ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ તૈયાર કરવાની અથવા તેનું ભાષાંતર કરવાની પોતાની ફરજ હોય અને બીજી વ્યક્તિને હાનિ પહોંચાડવાના ઈરાદાથી અથવા હાનિ પહોંચશે એવો સંભવ હોવાનું જાણવા છતાં દસ્તાવેજ, ઇલેક્ટ્રોનિક રેકર્ડ ઘડે, તૈયાર કરે અથવા ભાષાંતર કરે તો તે દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 168 : રાજ્યસેવકે ગેરકાયદેસર રીતે કોઈ વેપાર કરવા અંગે*
જો કોઈ રાજ્યસેવક એવી હેસિયતથી વેપાર ન કરવાની પોતાની કાયદેસર ફરજ હોવા છતા વેપાર કરે તો દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
1 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 169 : રાજ્યસેવકે ગેરકાયદેસર રીતે મિલકત ખરીદવા કે તેની હરાજીમાં માંગણી કરવા અંગે*
જો રણજીત નામક રાજ્યસેવક એવી હેસિયતથી અમુક મિલકત ન ખરીદવા કે તેની હરાજીમાં તેની માંગણી ન કરવાની પોતાના નામે અથવા બીજાના નામે અથવા સંયુક્ત રીતે અથવા ભાગીદારમાં તે પ્રકારની મિલકત ખરીદે કે હરાજીમાં માંગણી કરે તો રણજિત દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
મિલકત ખરીદી હોય તો તેની જપ્તી

*★●કલમ - 170 : રાજ્યસેવકનું ખોટું નામ ધારણ કરવા અંગે*
જો રણજિત નામક વ્યક્તિ જાણે છે કે પોતે પોલીસ અધિકારી નથી તેમ છતાં રણજિત ઢોંગ કરે અને હોદ્દા ધરાવતી અન્ય વ્યક્તિનું નામ ધારણ કરે અને રણજિત પોલીસ અધિકારીનું હોદ્દાની રૂએ કૃત્ય કરે અથવા કોશિશ કરે તો રણજિત દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને
પોલીસ અધિનિયમનો ગુનો
બિનજામીની
કોઈપણ મેજિસ્ટ્રેટને ચલાવવાની સત્તા

*●કલમ - 171 : રાજ્યસેવક પહેરતો હોય તેવા પોષાક કપટી ઈરાદાથી પહેરવા અથવા તે રાખતો હોય એવું ટોકન રાખવા અંગે*
જો કોઈ વ્યક્તિ રાજ્યસેવકના અન્ય વર્ગનો ન હોય અને પોતે રાજ્યસેવકના તે વર્ગનો છે એમ માનવામાં આવે તેવા ઈરાદાથી રાજ્યસેવક પહેરતો હોય તેવો પોષાક પહેરે અથવા તે રાખવાનું ટોકન રાખતો હોય તો તે દોષિત સાબિત થશે.

*🔫શિક્ષા :-*
3 મહિના સુધીની કેદ અથવા 200 ૱ દંડ અથવા બંને

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-09/01/2022 થી 11/01/2022🗞️*

પંજાબ પોલીસના નવા વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️વીરેશ કુમાર ભવરા*

ચીનના બેઇજિંગ સ્થિત એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના વાઈસ ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ*

ચંદ્રની માટી ખડકોમાં પાણીના પુરાવા કોણે શોધ્યા
*✔️ચીનના ચાંગ ઈ-5 લુનાર પ્રોબે*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે 26 ડિસેમ્બરે કયો દિવસ ઉજવવાની જાહેરાત કરી
*✔️વીર બાળ દિવસ*

ગ્રીન એનર્જી માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ નવી કંપની બનાવી છે. એનું નામ શું છે
*✔️અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL)*

મ્યાનમારના પદભ્રષ્ટ કરાયેલા નેતા જેમને હાલમાં વધુ ચાર વર્ષની કેદની સજા કરવામાં આવી
*✔️આંગ સાન સૂ કી*

9 જાન્યુઆરીપ્રવાસી ભારતીય દિવસ

કયા રાજ્યની મેનપુરી સૈનિક સ્કૂલને જનરલ બિપિન રાવતનું નામ આપવામાં આવ્યું છે
*✔️ઉત્તરપ્રદેશ*

ખેલો ઈન્ડિયા ગેમ્સ 2023 કયા રાજ્યમાં યોજાશે
*✔️મધ્યપ્રદેશ*

કયા રાજ્યના પહાડી વિસ્તારમાં દુર્લભ પ્રજાતિનો દીપડો જોવા મળ્યો છે
*✔️નાગાલેન્ડ*

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મત પ્રમાણે નાણાકીય વર્ષ 2022માં GDP વૃદ્ધિદર કેટલા ટકા રહેશે
*✔️9.3%*

તાજેતરમાં સિડની પાઈટિયરનું અવસાન થયું હતું. તેઓ કોણ હતા
*✔️સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર જીતનાર પ્રથમ અશ્વેત કલાકાર*

તાજેતરમાં ઓપન રોક મ્યુઝિયમનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️હૈદરાબાદ*

કયા દેશના વિજ્ઞાનીઓએ માણસનું મગજ વાંચી શકે એવા રોબોટનું નિર્માણ કર્યું છે
*✔️ચીન*

સમગ્ર દેશમાં જળ સંરક્ષણના સૌથી સારા પ્રયાસો કયા રાજ્યમાં કરવામાં આવ્યા છે
*✔️ઉત્તરપ્રદેશ*

તાજેતરમાં ધીરેન્દ્ર ઝાનું એક નવું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે જેનું શીર્ષક શું છે
*✔️ધ મેકિંગ ઓફ નાથુરામ ગોડસે એન્ડ હીઝ આઈડિયા ઓફ ઈંડિયા*

પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના સર્વપ્રથમ મહિલા જજ કોણ બન્યા
*✔️આઈશા મલિક*

કયા દેશે નવો કાયદો ઘડીને બાળ વિવાહ પર પ્રતિબંધ મૂક્યો છે
*✔️ફિલિપાઈન્સ*

કયા રાજયમાં બે દિવસ સુધી આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંમેલન યોજાયું હતું
*✔️ગુજરાત*

6 જાન્યુઆરીબ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો 75મો સ્થાપના દિવસ મનાવાયો

વિશ્વના ટોપટેન એરપોર્ટસમાં ભારતના કયા એરપોર્ટને સ્થાન આપવામાં આવ્યું છે
*✔️ચેન્નઈ એરપોર્ટ*

ક્રિપ્ટો કરન્સી પર નજર રાખવા માટે ક્રિપ્ટોવાયરે ઇન્ડેક્સ લોન્ચ કર્યો છે તેનું નામ શું છે
*✔️IC-15 ક્રિપ્ટો ઇન્ડેક્સ*

ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે.

તમિલનાડુમાં પોંગલ પર્વની ઉજવણીની શરૂઆત

જયંત ઘોષે મમતા બીયોન્ડ-2021 નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.

નાસાએ અંતરિક્ષમાં વિશ્વનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ તરતું મૂક્યું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-12/01/2022🗞️*

12 જાન્યુઆરીરાષ્ટ્રીય યુવા દિવસ

વિશ્વમાં પહેલીવાર માનવીના શરીરમાં સૂવરનું હદય પ્રત્યારોપણ કયા દેશના સર્જનોએ કર્યું
*✔️અમેરિકા*

હેનલે પાસપોર્ટ રેન્કિંગ મુજબ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો છે
*✔️જાપાન અને સિંગાપુર (192 દેશમાં વિઝા ફ્રી પ્રવેશ)*
*✔️ભારત 83મા ક્રમે (60 દેશમાં વિઝા ફ્રી પ્રવેશ)*

કેન્દ્ર સરકારના ક્લીન એર પ્રોગ્રામ પ્રમાણે દેશના કેટલા શહેરો પ્રદૂષિત છે
*✔️132*
*✔️ગાઝિયાબદ સૌથી વધુ પ્રદૂષિત*
*✔️દિલ્હી બીજા સ્થાને*

શિક્ષણમંત્રીએ NEAT 3.0 લોન્ચ કર્યું.તેનું પૂરું નામ શું છે
*✔️National Educational Alliance for Technology 3.0*

આર્થિક પછાત વર્ગના નિશ્ચિત જનસમુહને કૌશલ્ય વિકાસ હેતુ પ્રશિક્ષણ આપતી કઈ યોજના જાહેર થઈ
*✔️પ્રધાનમંત્રી દક્ષ યોજના*

બેન્કિંગ ક્ષેત્રે અને તેના જેવી સંસ્થાઓમાં ગ્રાહકોની ફરિયાદો દૂર કરવા RBI એકીકૃત કઈ યોજના શરૂ થઈ છે
*✔️લોકપાલ યોજના*

બ્રિક્સ ડેવલપમેન્ટ બેંક દ્વારા બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત અને ઉરુગ્વે પછી હવે કયા દેશને માન્યતા આપવામાં આવી
*✔️ઈજીપ્ત*

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેમને હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી
*✔️ક્રિસ મોરિસ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અગરતલામાં મહારાજા વીર વિક્રમ હવાઈમથક પર નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 9 (A) : ચૂંટણીઓ સંબંધી ગુના 【કલમ 171 A (એ)થી 171 I (આઈ)】 📚*

*●કલમ - 171 A : 'ઉમેદવાર' ' ચૂંટણી વિષયક હકની વ્યાખ્યા'*

*★●કલમ - 171 B : લાંચ*

*●કલમ - 171 C : ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ*

*●કલમ - 171 D : ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવા અંગે*

*★●કલમ - 171 E : લાંચ માટે શિક્ષા*

*🔫શિક્ષા :-*
1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
સરભરા માટે માત્ર દંડ

*●કલમ - 171 F : ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ માટે અથવા ખોટું નામ ધારણ કરવા માટે શિક્ષા*

*🔫શિક્ષા :-*
1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 171 G : કોઈ ચૂંટણીના સંબંધમાં ખોટું કથન*

*🔫શિક્ષા :-*
દંડ

*●કલમ - 171 H : કોઈ ચૂંટણી સંબંધમાં નાણાંની ગેરકાયદેસર ચુકવણી*

*🔫શિક્ષા :-*
૱ 500 સુધીનો દંડ

*●કલમ - 171 I : ચૂંટણીનો હિસાબ ન રાખવા અંગે*

*🔫શિક્ષા :-*
૱ 500 સુધીનો દંડ

*'★' મહત્વની કલમો*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-13-14/01/2022🗞️*

ઈસરોના નવા વડા તરીકે કોણી નિમણૂક કરવામાં આવી
*✔️એસ.સોમનાથ*
*✔️રોકેટ અને એરોસ્પેસ એન્જીનીયરીંગના નિષ્ણાત*
*✔️તેઓ હાલ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)નું અધ્યક્ષપદ ધરાવે છે*
*✔️જીએસએલવી મેક-3માં મહત્વપૂર્ણ ફાળો*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની પંજાબ મુલાકાતમાં સુરક્ષામાં થયેલી ચૂક અંગે કોની આગેવાની હેઠળ 5 સભ્યોની સમિતિની નિમણૂક કરવામાં આવી
*✔️ભૂતપૂર્વ ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા*

માઘ મેળો ક્યાં ભરાય છે
*✔️ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે*

તાજેતરમાં ઈસરોએ ગગનયાન માટે ક્રાયોજેનિક એન્જીનનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️તમિલનાડુના મહેન્દ્રગિરીમાં*
*✔️ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ મિશન ગગનયાન 2023માં લોન્ચ કરાશે*
*✔️આવું કરનારો ભારત વિશ્વનો ચોથો દેશ બનશે*

ગિનિસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં પૃથ્વી પર જીવિત સૌથી વયોવૃદ્ધ જીવ તરીકે કયું પ્રાણી નોંધાયું
*✔️190 વર્ષનો જોનાથન નામનો કાચબો*
*✔️આ કાચબાનો જન્મ સેશેલ્સમાં 1832માં થયો હતો*

ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે કોની નિમણૂક થઈ
*✔️લૉસ એન્જલસના મેયર એરિક એમ.ગાર્સેટી*

વેસ્ટઇન્ડિઝમાં કેટલામાં અંડર-19 વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ થયો
*✔️15મો*

ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવા સ્માર્ટફોન સહાય યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને કેટલી સહાય મળશે
*✔️6 હજાર*
*✔️અગાઉ 10 % સહાય મળતી હતી હવે 30% નો વધારો*

ઘવાયેલાં પક્ષીઓની સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર કયો છે
*✔️1962*

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 10 : રાજ્યસેવકોના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવા વિશે 【કલમ 172 થી 190】📚*

*●કલમ - 172 : સમન્સની બજવણીથી અથવા અન્ય કાર્યવાહીથી બચવા માટે નાસી જવા અંગે*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 173 : સમન્સની બજવણી અથવા બીજી કાર્યવાહી અથવા તેની પ્રસિદ્ધિ અટકાવવા અંગે*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 174 : રાજ્યસેવકનો હુકમ ન માનીને ગેરહાજર રહેવા અંગે*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 174 A : જાહેરનામાના જવાબમાં હાજર ન રહેવા (બિનઉપસ્થિતિ) અંગે*

*🔫શિક્ષા :-*
3 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને
7 વર્ષની કેદ અથવા દંડ

*●કલમ - 175 : દસ્તાવેજ રજૂ કરવા માટે કાયદેસર રીતે બંધાયેલી વ્યક્તિએ રાજ્યસેવકને સમક્ષ દસ્તાવેજ રજૂ*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 176 : નોટિસ કે માહિતી આપવા કાયદેસર રીતે બંધાયેલી વ્યક્તિએ, રાજ્યસેવકને નોટિસ કે માહિતી ન આપે તો*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 177 : ખોટી માહિતી પૂરી પાડવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 178 : રાજ્યસેવક સોગંદ અથવા પ્રતીક્ષા લેવા વિવિધસર ફરમાવે ત્યારે એક કરવાની ના પાડવા અંગે*

*🔫શિક્ષા :-*
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 179 : પ્રશ્ન પૂછવાનો અધિકાર ધરાવતા રાજ્યસેવકને જવાબ આપવાની ના પાડવી*

*🔫શિક્ષા :-*
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 180 : કથન ઉપર સહી કરવાની ના પાડવા અંગે*

*🔫શિક્ષા :-*
3 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 181 : કોઈ રાજ્યસેવક પાસે અથવા સોગંદ કે પ્રતિજ્ઞા લેવડાવવાનો અધિકાર ધરાવતી વ્યક્તિ પાસે સોગંદ કે પ્રતિજ્ઞા ઉપર ખોટું કથન કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 182 : કોઈ વ્યક્તિને હાનિ પહોંચે એ રીતે કોઈ રાજ્યસેવક પાસે તેની કાયદેસરની સત્તાનો ઉપયોગ કરવાના ઈરાદાથી ખોટી માહિતી આપવા અંગે*

*🔫શિક્ષા :-*
6 મહિના સુધીની કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 183 : કોઈ રાજ્યસેવકના કાયદેસર અધિકારથી મિલકત લઈ લેવાની હોય ત્યારે તેનો સામનો કરવા અંગે*

*🔫શિક્ષા :-*
6 મહિના સુધીની કેદ અથવા ૱ 1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 184 : રાજ્યસેવકના કાયદેસર અધિકારથી વેચવા કાઢેલી મિલકતના વેચાણમાં અડચણ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 185 : રાજ્યસેવકના અધિકારથી વેચવા કાઢેલી મિલકત ગેરકાયદેસર ખરીદવા અથવા તેની હરાજીમાં માંગણી કરે તો*

*🔫શિક્ષા :-*
1 મહિના સુધીની કેદ અથવા ૱ 200 સુધીનો દંડ અથવા બંને

*★●કલમ - 186 : જાહેર કાર્યો બજાવવામાં રાજ્યસેવકને અડચણ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 187 : રાજ્યસેવકને સહાય કરવા કાયદાથી બંધાયેલ હોય તેમ છતાં રાજ્યસેવકને સહાય ન કરવા અંગે*

*🔫શિક્ષા :-*
6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱ 500 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 188 : રાજ્ય સરકારે રીતસર જાહેર કરેલા હુકમનું પાલન ન કરવા અંગે*

*🔫 શિક્ષા :-*
✔️6 મહિના સુધીની સાદી કેદ અથવા ૱1000 દંડ અથવા બંને

*★●કલમ - 189 : રાજ્યસેવકને હાનિ પહોંચાડવાની ધમકી આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 190 : કોઈ રાજ્યસેવકને રક્ષણ માટે અરજી કરતાં અટકે તે માટે કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડવાની ધમકી આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*👉🏻'★' મહત્વની કલમો*


💥રણધીર💥
સામાન્ય જ્ઞાન:
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚પ્રકરણ ~ 11 : ખોટા પુરાવાના અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના 【કલમ 191 થી 229 A】📚*

*★●કલમ - 191 : ખોટો પુરાવો આપવા અંગે*
✔️રણજીત સામેના રાજેશના 1,000 ૱ના વાજબી દાવાના ટેકામાં ઇન્સાફી કાર્યવાહી વખતે સાહિલ ખોટી રીતે કહે છે કે મેં રાજેશનો દાવો વાજબી હોવાનો સ્વીકાર કરતા રણજીતને સાંભળ્યો હતો તો સાહિલે ખોટો પુરાવો આપ્યો કહેવાય.

*★●કલમ - 192 : ખોટો પુરાવો ઉભો કરવા અંગે*
✔️કોર્ટમાં સમર્થક પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માટે રણજીત પોતાની દુકાનના ચોપડામાં ખોટી નોંધ કરે છે તો રણજીતે ખોટો પુરાવો ઉભો કર્યો છે તેમ કહેવાય.

*★●કલમ - 193 : ખોટા પુરાવા માટે શિક્ષા*
✔️રણજીત સામેનો કેસ ઇન્સાફી કાર્યવાહી માટે મોકલી આપવો જોઈએ કે કેમ તે નક્કી કરવા માટેની મેજિસ્ટ્રેટ સમક્ષની તપાસમાં જે ખોટું હોવાનું સાહિલ જાણતો હોય તેવું કથન તે સોગંદ ઉપર કરે છે, આ તપાસ ન્યાયિક કાર્યવાહીનો એક તબક્કો હોવાથી સાહિલ ખોટો પુરાવો આપે છે.

*👉🏻નોંધ:-*
લશ્કરી કોર્ટ સમક્ષ ઇન્સાફી કાર્યવાહી ન્યાયિક કાર્યવાહીનો તબક્કો છે પછી ભલે તે તપાસ કોર્ટ સમક્ષ ન થાય.
કાયદાના આદેશ મુજબ તપાસ કરવામાં આવે તે ન્યાયિક કાર્યવાહીનો તબક્કો છે પછી ભલે તે તપાસ કોર્ટ સમક્ષ ન થાય.
કોર્ટના આદેશ કે અધિકારથી તપાસ થાય તે ન્યાયિક કાર્યવાહીનો એક તબક્કો છે પછી ભલે તે તપાસ કોર્ટ સમક્ષ ન થાય.

*●કલમ - 194 : મોતની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા અંગે*

*●કલમ - 195 : આજીવન કેદની અથવા કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા અંગે*

*●કલમ - 195 A : ખોટો કોઈ પુરાવો આપવા માટે કોઈપણ વ્યક્તિને ધમકી અથવા પ્રલોભન*

*●કલમ - 196 : જે પુરાવો ખોટો હોવાનું જાણવામાં હોય તેમ છતાં તેનો ઉપયોગ કરવા અંગે*

*●કલમ - 197 : ખોટું પ્રમાણપત્ર કાઢી આપવા અથવા તેના ઉપર સહી કરી આપવા અંગે*

*●કલમ - 198 : જે પ્રમાણપત્ર ખોટું હોવાનું જાણવામાં હોય તેનો સાચા પ્રમાણપત્ર તરીકે ઉપયોગ કરવા અંગે*

*●કલમ - 199 : કાયદા મુજબ પુરાવા તરીકે લઈ શકાય તેવા એકરારમાં કરેલી ખોટું કથન*

*●કલમ - 200 : એવો એકરાર ખોટો હોવાનું જાણવા છતાં તેનો સાચા એકરાર તરીકે ઉપયોગ કરવો*

*●કલમ - 201 : ગુનેગારને બચાવવા માટે ગુનાનો પુરાવો ગુમ કરવા અથવા ખોટી માહિતી આપે તો*
✔️રણજીતે રાજેશનું ખૂન કર્યું હોવાનું જાણવા છતાં, તેને શિક્ષાથી બચાવવા સાહિલ લાશ સંતાડવામાં તેને મદદ કરે છે. તો સાહિલ 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ કેદની અને દંડને પાત્ર થશે.

*●કલમ - 202 : ગુનાની માહિતી આપવા માટે બંધાયેલી વ્યક્તિએ ઈરાદાપૂર્વક માહિતી ન આપે તો*

*●કલમ - 203 : થેયલા ગુના અંગે ખોટી માહિતી આપવા અંગે*

*●કલમ - 204 : પુરાવા તરીકે કોઈ દસ્તાવેજ રજૂ થતો અટકાવવા માટે તેનો નાશ કરે તો*

*●કલમ - 205 : કોઈ દાવામાં અથવા ફોજદારી કામમાં કોઈ કૃત્ય કરવા અથવા કાર્યવાહી કરવા માટે ખોટું નામ ધારણ કરે તો*

*●કલમ - 206 : કોઈ મિલકતને જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણીમાં કબજે લેવાતી અટકાવવા માટે તેને કપટપૂર્વક દૂર કરવા કે છુપાવવા અંગે*

*●કલમ - 207 : કોઈ મિલકત જપ્ત થયેલી મિલકત તરીકે અથવા હુકમ બજવણીમાં કબજે લેવાતી અટકાવવા માટે તે અંગે કપટપૂર્વક દાવો કરવા અંગે*

*●કલમ - 208 : લેણી ન હોય તે રકમ માટે કપટપૂર્વક હુકમનામું થવા દેવું અંગે*

*●કલમ - 209 : કોર્ટમાં બદદાનતથી ખોટો કરવા અંગે*

*●કલમ - 210 : લેણી થતી ન હોય તે રકમ માટે કપટપૂર્વક હુકમનામું મેળવવા અંગે*

*●કલમ - 211 : હાનિ પહોંચે એવા ઈરાદાથી ગુનાનું ખોટું તહોમતનામું મૂકે તો*

*★●કલમ - 212 : ગુનેગારને આશરો આપવા અંગે*
✔️પતિ અથવા પત્ની એકબીજાને આશરો આપે તેને આ જોગવાઈ લાગુ પડશે નહીં.

*●કલમ - 213 : ગુનેગારને શિક્ષાથી બચાવવા માટે બક્ષિસ વગેરે લેવા અંગે*

*●કલમ - 214 : ગુનેગારને બચાવવાના બદલામાં બક્ષિસ આપવા અથવા મિલકત કરવા અંગે*

*●કલમ - 215 : ચોરાયેલી મિલકત વગેરે પાછી મેળવવામાં મદદ કરવા બદલ બક્ષિસ લેવા અંગે*

*●કલમ - 216 : કસ્ટડીમાંથી નાસી ગયેલા અથવા જેને ગિરફ્તાર કરવાનો હુકમ થયો હોય તે ગુનેગારને આશરો આપવા અંગે*

*●કલમ - 216 A : લૂંટારાઓ અથવા ધાડપાડુઓને આશરો આપવા શિક્ષા*

*●કલમ - 217 : કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઈ મિલકતને જપ્ત થતી બચાવવાના ઈરાદાથી રાજ્યસેવકે કાયદાના આદેશની અવજ્ઞા કરવા અંગે*

*●કલમ - 218 : કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવાના અથવા કોઈ મિલકતને જપ્ત થતી બચાવવાના ઈરાદાથી રાજ્યસેવકે ખોટું રેકર્ડ અથવા લખાણ બનાવે તો*

*●કલમ - 219 : ન્યાયિક કાર્યવાહીમાં રાજ્યસેવકે ભ્રષ્ટતાપૂર્વક કાયદાથી વિપરીત રિપોર્ટ વગેરે કરવા અંગે*

*●કલમ - 220 : પોતે કાયદાથી વિપરીત રીતે વર્તે છે એમ જાણતી હોય એવો અધિકાર ધરાવતી વ્યક્તિએ કોઈની ઇન્સાફી કાર્યવાહી માટે અથવા અટકાયતમાં મોકલવા અંગે*
*●કલમ - 221 : ગિરફ્તાર કરવા માટે બંધાયેલ રાજ્યસેવક ઈરાદાપ

ૂર્વક ગિરફ્તાર ન કરે તો*

*●કલમ - 222 : સજા પામેલી અથવા કાયદેસર રીતે કમિટ થયેલી વ્યક્તિને કરવા માટે બંધાયેલ રાજ્યસેવકે ઈરાદાપૂર્વક ગિરફ્તાર ન કરવા અંગે*

*●કલમ - 223 : રાજ્યસેવકની ગફલતથી કોઈ અટકાયતમાંથી અથવા કસ્ટડીમાંથી નાસી જાય*

*●કલમ - 224 : કોઈ વ્યક્તિએ પોતાની કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા અંગે*

*●કલમ - 225 : અન્ય વ્યક્તિની કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા અંગે*

*●કલમ - 225 A : બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલામાં રાજ્યસેવકે ગિરફ્તાર ન કરવા અથવા નાસી જવા દેવા અંગે*

*●કલમ - 225 B : બીજી રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તેવા દાખલાઓમાં કાયદેસરની ગિરફ્તારીનો સામનો કરવા અથવા તેમાં હરકત કરવા અંગે અથવા નાસી જવા કે છોડાવવા અંગે*

*●કલમ - 226 : રદ*

*●કલમ - 227 : શિક્ષા માફીની શરતનો ભંગ*

*●કલમ - 228 : રાજ્યસેવક ન્યાયિક કાર્યવાહી કરતા હોય ત્યારે તેનું ઈરાદાપૂર્વક અપમાન કરવા અથવા કાર્યવાહીમાં વિક્ષેપ કરવો*

*●કલમ - 228 A : અમુક ગુનાઓની ભોગ બનેલી વ્યક્તિની ઓળખ કરવા અંગે*

*●કલમ - 229 : કોઈ જ્યૂરર અથવા એસેસરનું ખોટું નામ ધારણ કરવા અંગે*

*●કલમ - 229 A : જામીન અથવા બોન્ડ ઉપર મુક્ત થયેલી વ્યક્તિ કોર્ટમાં ઉપસ્થિત ન રહે*

*👉🏻'★' મહત્વની કલમો*


💥રણધીર💥
સામાન્ય જ્ઞાન:
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 12 : સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના 【કલમ 230 થી 263 A】📚*

*★●કલમ - 230 : 'સિક્કા'ની વ્યાખ્યા*
✔️સિક્કો એટલે નાણાં તરીકે તે સમયે વપરાતી અને તે રીતે વપરાશમાં લેવા માટે કોઈ રાજ્યના અથવા કોઈ સાર્વભૌમ સત્તાના અધિકારથી, છાપ મારીને બહાર પાડેલી ધાતુ.

*✔️ભારતીય સિક્કા :-* ભારતીય સિક્કો એટલે નાણાં તરીકે વપરાશમાં લેવા માટે ભારત સરકારના અધિકારથી છાપ મારીને બહાર પાડેલી ધાતુઓ અને એ રીતે છાપ મારીને બહાર પાડેલી ધાતુની નાણાં તરીકે વપરાશ થતો બંધ હોય તો પણ તે આ પ્રકરણના હેતુ માટે ભારતીય સિક્કો તરીકે ચાલુ રહેશે.

*★●કલમ - 231 : ખોટા સિક્કા બનાવવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 232 : ખોટા ભારતીય સિક્કા બનાવવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 233 : ખોટા સિક્કા બનાવવા માટેનું સાધન બનાવવા કે વેચવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 234 : ખોટા ભારતીય સિક્કા બનાવવા માટેનું સાધન બનાવવા અથવા વેચવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 235 : ખોટા સિક્કા બનાવવા માટે ઉપયોગમાં લેવાના હેતુથી સાધન અથવા સામગ્રી કબજામાં રાખવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ
✔️જો ભારતીય સિક્કો હોય તો 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 236 : ભારત બહાર ખોટા સિક્કા બનાવવામાં ભારતમાં મદદગારી (દુષ્પ્રેરણ)*

*★●કલમ - 237 : બનાવટી સિક્કાની આયાત અથવા નિકાસ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ -238 : બનાવટી ભારતીય સિક્કાની આયાત અથવા નિકાસ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 239 : સિક્કો બનાવટી છે એવી જાણ સાથે પોતાના કબજામાં હોય તે સિક્કો બીજાને આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ

*★●કલમ - 240 : ભારતીય સિક્કો બનાવટી છે એવી જાણ સાથે પોતાના કબજામાં હોય તે સિક્કો બીજાને આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 241 : પ્રથમ કબજામાં આવે ત્યારે જે બનાવટી હોવાનું આપનાર વ્યક્તિ જાણતી ન હોય એવો સિક્કો ખરા તરીકે વાપરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા બનાવટી સિક્કાની કિંમતની 10 ગણી રકમ સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 242 : પોતાના કબજામાં આવ્યો ત્યારે તે બનાવટી હોવાનું પોતે જાણતી હોય એવી વ્યક્તિએ કોઈ બનાવટી સિક્કો પોતાના કબજામાં રાખે તો*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 243 : પોતાના કબજામાં આવ્યો ત્યારે તે બનાવટી હોવાનું પોતે જાણતી હોય એવી વ્યક્તિ અને કોઈ ભારતીય સિક્કો પોતાના કબજામાં રાખે તો*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 244 : ટંકશાળામાં નોકરી કરતી વ્યક્તિએ કાયદાથી નક્કી કરેલા વજન અથવા મિશ્રણથી જુદા વજનના અથવા મિશ્રણના સિક્કા બને તો*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 245 : ટંકશાળામાંથી સિક્કા પાડવાનું સાધન ગેરકાયદેસર રીતે લઈ જવું*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ -246 : કપટપૂર્વક અથવા બદદાનતથી સિક્કાનું વજન ઓછું કરવા અથવા તેના મિશ્રણમાં ફેરફાર કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 247 : કપટપૂર્વક અથવા બદદાનતથી ભારતીય સિક્કાનું વજન ઓછું કરવા અથવા તેના મિશ્રણમાં ફેરફાર કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ -248 : કોઈ સિક્કો જુદા સિક્કા તરીકે ચલાવવાના ઈરાદાથી તેના દેખાવમાં ફેરફાર કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 249 : કોઈ ભારતીય સિક્કો જુદા સિક્કા તરીકે ચલાવવાના ઈરાદાથી દેખાવમાં ફેરફાર કરે તો*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 250 : પોતાના કબજામાં હોય તે સિક્કામાં ફેરફાર થયો છે એવી જાણ સાથે તે બીજાને આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 251 : પોતાના કબજામાં હોય તે ભારતીય સિક્કામાં ફેરફાર થયો છે એવી જાણ સાથે બીજાને આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 252 : કોઈ સિક્કો પોતાના કબજામાં આવ્યો ત્યારે તેમાં ફેરફાર થયો હોવાનું જાણતી હોય એવી વ્યક્તિએ તે સિક્કો પોતાના કબજામાં રાખવો*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 253 : કોઈ ભારતીય સિક્કો પોતાના કબજામાં આવ્યો ત્યારે તેમાં ફેરફાર થયો હોવાનું પોતે જાણતી હોય એવી વ્યક્તિએ તે સિક્કો પોતાની પાસે રાખવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️5 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 254 : કોઈ સિક્કો પ્રથમ વખત પોતાની પાસે આવ્યો ત્યારે તેમાં ફેરફાર થયો હોવાનું આપનાર વ્યક્તિ જાણતી ન હોય તે સિક્કો ખરા સિક્કા તરીકે આપવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા તે સિક્કાની કિંમતથી 10 ગણી રકમ સુધીનો દંડ
*★●કલમ - 255 : ખો

ટા સરકારી સ્ટેમ્પ બનાવવા*

*🔫શિક્ષા :-*
✔️જન્મટીપ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 256 : ખોટા સરકારી સ્ટેમ્પ બનાવવા માટેના સાધન કે સામગ્રી પોતાની પાસે રાખે તો*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 257 : ખોટા સરકારી સ્ટેમ્પ બનાવવા માટેનું સાધન બનાવવું અથવા વેચવું*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 258 : બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 259 : બનાવટી સરકારી સ્ટેમ્પ પોતાની પાસે રાખે તો*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અને દંડ

*●કલમ - 260 : કોઈ સરકારી સ્ટેમ્પ બનાવટી છે તેમ જાણવા છતાં તેને સાચા તરીકે ઉપયોગ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 261 : સરકારને નુકસાન કરવાના ઈરાદાથી સરકારી સ્ટેમ્પવાળા કોઈ પદાર્થ ઉપરથી લખાણ ભૂંસી નાખવા અથવા કોઈ દસ્તાવેજ માટે વપરાયેલ સ્ટેમ્પ તેમાંથી કાઢી લે તો*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 262 : કોઈ સરકારી સ્ટેમ્પ અગાઉ ઉપયોગમાં લેવાયેલ છે તેવું જાણવા છતાં તેનો ફરી ઉપયોગ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 263 : સ્ટેમ્પનો ઉપયોગ થયો છે એમ દર્શાવતી કોઈ નિશાની ચેકી નાખવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 263 A : બનાવટી સ્ટેમ્પ પર પ્રતિબંધ*

*🔫શિક્ષા :-*
✔️૱ 200 સુધીનો દંડ

*'★' મહત્વની કલમો*


💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 13 : તોલ અને માપ સંબંધી ગુનો 【કલમ 264 થી 267】📚*

*★●કલમ - 264 : તોળવા માટેના ખોટા સાધનનો કપટપૂર્વક ઉપયોગ કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 265 : ખોટા તોલાનો અથવા માપનો કપટપૂર્વક ઉપયોગ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 266 : ખોટા તોલા અથવા માપ પોતાની પાસે રાખવા તે*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 267 : ખોટા તોલા અથવા માપ બનાવવા કે વેચવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*'★' મહત્વની કલમો*

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚IPC પ્રકરણ ~ 14 : જાહેર આરોગ્ય, સલામતી, સગવડ, શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના 【કલમ 268 થી 294 A】📚*

*★●કલમ - 268 : જાહેર ત્રાસદાયક કૃત્ય*

*●કલમ - 269 : જિંદગીને જોખમકારક રોગોનો ચેપ જે કૃત્યથી ફેલાવા સંભવ હોય એવું બેદરકારી ભર્યું કૃત્ય કરે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 270 : જિંદગીને જોખમકારક રોગોનો ચેપ જે કૃત્યથી ફેલાવા સંભવ હોય એવું દ્વેષપૂર્ણ કૃત્ય થાય તો*

*🔫શિક્ષા :-*
✔️2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 271 : ક્વોરન્ટિન (અલગ પાડવાના) નિયમની વ્યાખ્યા*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 272 : વેચવા ધારેલી ખાવાની કે પીવાની વસ્તુમાં ભેળસેળ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*★●કલમ - 273 : ખાવાની કે પીવાની નુકસાનકારક વસ્તુઓ વેચે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*★●કલમ - 274 : ઔષધિમાં ભેળસેળ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*★●કલમ - 275 : ભેળસેળ કરેલી ઔષધિ વેચે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 276 : ઔષધિ હોય તેથી જુદા પ્રકારની ઔષધિ અથવા બનાવટી દવા તરીકે વેચે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 દંડ અથવા બંને

*★●કલમ - 277 : જાહેર ઝરાનું અથવા જળાશયનું પાણી ગંદુ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️3 મહિના સુધીની કેદ અથવા ૱500 સુધીનો દંડ અથવા બંને

*★●કલમ - 278 : હવાને, તંદુરસ્તી માટે નુકસાનકારક થાય એવું કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️૱500 સુધીનો દંડ

*★●કલમ - 279 : સરિયામ રસ્તા પર બેકાળજીથી વાહન ચલાવવા અથવા સવારી કરવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 280 : બેકાળજીથી વહાણ ચલાવવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 281 : ખોટો દીવો, નિશાની કે બોયું દેખાડવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️7 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 282 : સલામતી ન હોય તેવા અથવા હદ ઉપરાંત ભાર ભરેલા વહાણમાં ભાડું લઈ કોઈ વ્યક્તિને જળમાર્ગે લઈ જાય તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 283 : સરિયામ, ખુશ્કી કે તરી માર્ગમાં ભય ઉભો કરવા કે અડચણ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️૱200 સુધીનો દંડ

*●કલમ - 284 : ઝેરી પદાર્થ અંગે બેદરકારીભર્યું આચરણ*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 285 : આગ અથવા સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 286 : સ્ફોટક પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 287 : યંત્ર અંગે બેદરકારી ભર્યું આચરણ*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 288 : મકાનો પાડી નાખવા અથવા તેની મરામત કરવા અંગે બેદરકારી ભર્યું આચરણ*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 289 : પશુઓ અંગે બેદરકારી ભર્યું આચરણ*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા ૱1000 સુધીનો દંડ અથવા બંને

*●કલમ - 290 : અન્યથા જોગવાઈ કરવામાં આવી ન હોય તે દાખલામાં જાહેર ત્રાસદાયક કૃત્ય માટેની શિક્ષા*

*🔫શિક્ષા :-*
✔️૱200 સુધીનો દંડ

*●કલમ - 291 : ત્રાસદાયક કૃત્ય બંધ કરવાનો મનાઈ હુકમ થયા પછી તે ચાલુ રાખે તો*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને

*★●કલમ - 292 : અશ્લિલ પુસ્તકો વગેરેનું વેચાણ કરે તો*

*🔫શિક્ષા :-*
✔️પ્રથમ વખત
2 વર્ષ સુધીની કેદ અને ૱ 2000 સુધીનો દંડ
✔️બીજી વખત
5 વર્ષ સુધીની કેદ અથવા ૱5000 સુધીનો દંડ

*●કલમ - 293 : તરુણ વ્યક્તિને અશ્લિલ વસ્તુઓ વેચે તો*

*🔫શિક્ષા :-*
✔️પ્રથમ વખત
3 વર્ષ સુધીની કેદ અને ૱ 2000 સુધીનો દંડ
✔️બીજી વખત
7 વર્ષ સુધીની કેદ અને ૱ 5000 સુધીનો દંડ

*●કલમ - 294 : અશ્લિલ કૃત્યો અને ગીતો*

*🔫શિક્ષા :-*
✔️3 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 294 A : લોટરી કાર્યાલય રાખવા અંગે*

*🔫શિક્ષા :-*
✔️6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
✔️૱1000 સુધીનો દંડ

*👉🏻'★' મહત્વની કલમો*


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️15/01/2022 થી 18/01/2022🗞️*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા દિવસને દર વર્ષે રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ દિવસ તરીકે મનાવાની ઘોષણા કરી
*✔️16 જાન્યુઆરી*

પોંગલ તહેવાર નિમિત્તે કયા રાજયમાં જલીકટ્ટુ નામની પરંપરાગત રમત મનાવાય છે
*✔️તમિલનાડુ*

15 જાન્યુઆરીભારતીય સેના દિવસ (2022માં 74મો)

23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે કયો દિવસ મનાવાય છે
*✔️પરાક્રમ દિવસ*

NEET નું ફૂલ ફોર્મ
*✔️નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ*

આ વર્ષની 26મી જાન્યુઆરીની થીમ શું છે
*✔️આઝાદીનો અમૃત મહોત્સવ*

ભારતના લક્ષ્ય સેને સિંગાપોર કયા વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને ઇન્ડિયા ઓપન સુપર 500 સિરીઝ ટુર્નામેન્ટ ટાઈટલ જીત્યું
*✔️લોહ કેન યેવને*

દેશના પ્રસિદ્ધ કથ્થક નૃત્યકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️બિરજૂ મહારાજ*
*✔️પૂરું નામ :- પંડિત બ્રિજમોહન મિશ્ર*
*✔️કાલકા બિંદાદીન ઘરાનાના પરિવારમાં જન્મ*
*✔️જન્મ :- 4 ફેબ્રુઆરી,1938, ઉત્તરપ્રદેશમાં*
*✔️પિતા :- અચ્છન મહારાજ*
*✔️1986માં પદ્મ વિભૂષણ પુરસ્કાર મળ્યો હતો*
*✔️1964માં સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યો હતો*
*✔️2002માં લતા મંગેશકર પુરસ્કાર મળ્યો હતો*
*✔️1998માં કલાશ્રમ નામની સંસ્થા શરૂ કરી હતી*
*✔️આ ઉપરાંત કાલિદાસ સન્માન, બનારસ હિન્દુ યુનિવર્સિટી (વારાણસી) તરફથી માનદ ડોક્ટરોની પદવી પણ મળી*

કહો ના પ્યાર હૈ, કોઈ મિલ ગયા જેવી ફિલ્મોના ગીતોની રચના કરનાર ગીતકાર જેમનું હાલમાં કોરોનાથી અવસાન થયું
*✔️ઈબ્રાહિમ અશ્ક*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કઈ પુસ્તિકા લોન્ચ કરી
*✔️સુશાસનના 121 દિવસ*

*સુશાસનના 121 દિવસ પુસ્તક હેઠળ કેટલાક મહત્વના પરીક્ષાલક્ષી મુદા👇🏾*
✔️અંદાજે 12 લાખ ભૂલકાઓને ન્યુમોનિયા અને મગજના તાવ સામે રક્ષણ માટે ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિનનું સુરક્ષા કવચ.
✔️દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પેટીટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ.
✔️વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી ઈ-સરકાર પોર્ટલ એપ્લિકેશનનો શુભારંભ.
✔️ડાંગ જિલ્લાને 100 ટકા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરાયો.
✔️ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના 31 ગામો, નગરો અને શહેરોમાં સ્વચ્છ ભારત, સુંદર ભારત, અમૃત 2.0 અંતર્ગત વિવિધ કામો હાથ ધરાયાં.
✔️પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 1.09 લાખ શેરી ફેરિયાઓને લોન આપવાની પરિણામલક્ષી કામગીરી.
✔️'નલ સે જલ'ના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર.બોટાદ, આણંદ, મહેસાણા, પોરબંદર અને ગાંધીનગર જિલ્લા પછી વડોદરા 100 ટકા 'નલ સે જલ' મેળવનાર છઠ્ઠો જિલ્લો બન્યો.
✔️રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 13,500 જેટલા સ્વસહાય જૂથોને લોન અપાઈ.
✔️પાત્રતા ધરાવતી ગંગાસ્વરૂપ બહેનોને પ્રતિમાસ ૱1250ની આર્થિક સહાય સીધી લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવી.
✔️અમદાવાદમાં "કૌશલ્ય સ્કિલ" યુનિવર્સિટીની સ્થાપના કરાશે.
✔️રાજ્યમાં નાગરિકો સાઈબર ફ્રોડના ભોગ ન બને અને સાઈબર ક્રાઈમ સામે જનજાગૃતિ લાવવા સાઈબર સેઇફ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે.
✔️લોજીસ્ટિકસ - માલ સામાન સરળતાથી હેરફેરની કાર્યક્ષમતા LEADS ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે.
✔️પી.એમ.ગતિશક્તિ પ્રોજેક્ટના અમલીકરણમાં ગુજરાત અગ્રણી.
✔️નોકરી દાતા અને રોજગારવાંચ્છુ યુવાનો વચ્ચે સેતુ રૂપ "અનુબંધન" પોર્ટલ અને મોબાઈલ એપ કાર્યરત.

💥રણધીર💥