સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥Newspaper Current🔥*

*🗞Date :-09/03/2021🗞*

🛑મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી
*ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે*

🛑કયા રાજ્યએ ફેક્ટ ચેક અને ટ્વિટર એકાઉન્ટ લોન્ચ કર્યા
*આંધ્રપ્રદેશ*

🛑કયા રાજ્યની સરકારે દેશની સર્વપ્રથમ એન્જીનીયરીંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પોલિસી લોન્ચ કરી
*કર્ણાટક*

🛑વર્ષ 2020ના બિહારી પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવશે
*મોહન કૃષ્ણ વોરા*

🛑કેનેડાએ કઈ રસીને મંજૂરી આપી
*જોન્સન એન્ડ જોન્સન*

🛑કયા રાજ્યની સરકારે ઇમિગ્રન્ટસ મજૂરોના રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું
*મેઘાલય*

🛑સંસદ ટીવીના સીઈઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*રવિ કપૂર*

🛑તાજેતરમાં કયા દેશે પોતાનું રાષ્ટ્રીય એપ પોર્ટલ શરૂ કર્યું
*બાંગ્લાદેશ*

🛑સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવ કોણ બન્યા
*લિગિયા નોરોન્હા*

🛑ચીનમાં સૌથી મોટી વાર્ષિક રાજનીતિક બેઠક યોજાઇ હતી તેને શું કહે છે
*ટુ સેશન્સ અથવા લેન્ગહુયી*

🛑અમેરિકાની મધ્યસ્થ બેન્ક ફેડર રિઝર્વ બેન્કના ઉપાધ્યક્ષ કોણે બનાવવામાં આવ્યા
*નૌરેન હસન*

🛑100 વન-ડે મેચ રમનારી 5મી ભારતીય મહિલા ખેલાડી કોણ બની
*હરમનપ્રીત કૌર*

🛑ચીને પોતાના સંરક્ષણ બજેટમાં 6.8 %નો વધારો કર્યો છે. તેનું સંરક્ષણ બજેટ કેટલું છે
*209 અબજ ડોલર*

🛑પ્રથમ વિશ્વ કૌશલ કેન્દ્રનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*ઓડિશા*

🛑કયા રાજ્યની સરકારે ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક લોકોને 75% આરક્ષણ જાહેર કર્યું
*હરિયાણા*

🛑કયા દેશમાં વિશ્વના સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યુઝરીડર નિયુક્ત કરવામાં આવ્યા
*બાંગ્લાદેશ*

🛑વાઈટ વોટર રાફ્ટિંગ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે
*જમ્મુ કાશ્મીરમાં*

🛑GI (જીઆઈ) મહોત્સવ ક્યાં યોજવામાં આવી રહ્યો છે
*મસૂરી*

🛑69મી સિનિયર નેશનલ વોલીબોલ ચેમ્પિયનશીપ ક્યાં યોજાશે
*ઓડિશા*

🛑પછાત વર્ગની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિનું પ્રથમ સર્વેક્ષણ કયા રાજ્ય દ્વારા કરવામાં આવશે
*ઓડિશા*

🛑તાજેતરમાં જ સંગીતકાર બલદેવ શરણ નારંગનું નિધન થયું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-10/03/2021🗞️*

🛑ઉત્તરાખંડના મુખ્યમંત્રી જેમને હાલમાં રાજીનામું આપ્યું
*✔️ત્રિવેન્દ્રસિંહ રાવત*

🛑સતત 10મી વાર લક્ષ્યનો પીછો કરતા 50થી વધુ રન કરનાર પુરુષ અને મહિલામાં પ્રથમ ક્રિકેટર કોણ બની
*✔️ભારતની સ્મૃતિ મંધાના*

🛑સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચ રમનારી મહિલા ક્રિકેટર કોણ બની
*✔️ભારતની મિતાલી રાજ(310 વન-ડે મેચ)*

🛑BBC ઈન્ડિયા સ્પોર્ટ્સવુમન ઓફ ધ યરનો એવોર્ડ કોણે જીત્યો
*✔️ચેસ પ્લેયર કોનેરુ હમ્પી*

🛑શ્રીલંકાએ કયા દેશો સાથે કોલંબો બંદર પર ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ (ECT) વિકસાવવા માટેના કરારને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો
*✔️ભારત અને જાપાન*

🛑ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના જણાવ્યા અનુસાર 2020ના ગ્લોબલ રેન્કિંગ ઓફ ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે
*✔️53મા*

🛑સરકારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી કયા લડાકુ વિમાનની ખરીદી માટેના સોદાને ઔપચારિક રીતે મંજુર કરી દીધો
*✔️તેજસ લાઈટ લડાકુ વિમાન*

🛑CBIના કાર્યકારી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️પ્રવીણ સિંહા*

🛑શ્રમ અને રોજગાર મંત્રાલયે તાજેતરમાં એલ એન્ડ ટી લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કે જેમને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષ માટે કોણે નિયુક્ત કર્યા
*✔️ એસ.એન.સુબ્રહ્મણયન*

🛑યુએસએ રશિયા સાથે ન્યુ સ્ટાર્ટ (સ્ટ્રેટેજીક આર્મ્સ ઘટાડાની સંધિ) 5 વર્ષ માટે કયા વર્ષ સુધી લંબાવી
*✔️2026*

🛑પાકિસ્તાને પરમાણુ ક્ષમતાવાળી સપાટીથી સપાટીની બેલીસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું.જે કેટલા કિમી સુધીના લક્ષ્યો પર પ્રહાર કરી શકે છે
*✔️290 કિમી.*

🛑સરકારના જણાવ્યા અનુસાર પ્રાથમિક સર્વેક્ષણમાં કર્ણાટકના કયા જિલ્લામાં 1400 ટન લિથીયમ સંશાધનોની હાજરી હોવાનું બહાર આવ્યું છે
*✔️માંડયા જિલ્લામાં*

💥રણધીર ખાંટ💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-11/03/2021 થી 13/03/2021🗞️*

🛑કિરીટ પરમાર અમદાવાદના કેટલામાં મેયર બન્યા
*✔️42મા*
*✔️કેયુર રોકડિયા વડોદરાના મેયરપદે*
*✔️કીર્તિબેન દાગીધારીયા ભાવનગરના મેયરપદે*

🛑ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️તીરથસિંહ રાવત*

🛑તાજેતરમાં સ્કોર્પિયન શ્રેણીની કઈ સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી
*✔️INS કરંજ*

🛑બ્રહ્માકુમારી સંસ્થાના વડા જેમનું હાલમાં નિધન થયું
*✔️દાદી હદયમોહિની*

🛑અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટમાં બેવડી સદી કરનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યો
*✔️હસમાતુલ્લા શાહીદી*

🛑વિદેશી મુસાફરો માટે વાઈરસ પાસપોર્ટ લોન્ચ કરનાર પહેલો દેશ કયો બન્યો
*✔️ચીન*

🛑ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેમને ભ્રષ્ટાચાર માટે ત્રણ વર્ષની સજા થઈ
*✔️નિકોલા સર્કોઝી*

🛑ગુજરાત પોલીસે સિનિયર સિટીઝનોની સલામતી માટે કઈ યોજના અમલમાં મુકેલી છે
*✔️નમન, આદર સાથે અપનાપન*

🛑14 માર્ચનદીઓ માટે આંતરરાષ્ટ્રીય એક્શન દિવસ

🛑દર વર્ષે કયા રાજયમાં હેરત ઉત્સવ મનાવામાં આવે છે
*✔️જમ્મુ કાશ્મીરમાં*

🛑કયા રાજયમાં ભારતનો સૌથી મોટો તરતો સોલાર પ્લાન્ટ બનાવવામાં આવ્યો
*✔️મધ્ય પ્રદેશ*

🛑ભારતના મુખ્ય આંકડાશાસ્ત્રી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️જી.પી.સામંત*

🛑વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યુવા વૈશ્વિક નેતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાં કઈ ભારતીય અભિનેત્રીને સ્થાન આપવામાં આવ્યું છે
*✔️દીપિકા પાદુકોણ*

🛑રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બેટન ઓફ ઓનર ભેટ કોણે આપી
*✔️કિરણ બેદી*

🛑ઇસરોએ કોની સાથે મળીને સંયુક્ત પૃથ્વી અવલોકન રડાર વિકસિત કર્યો
*✔️નાસા*

🛑વિઅર એન્ડ પે એટલે કે કોન્ટેક્ટલેસ વિઅરેબલ પેમેન્ટ ડિવાઇસ કઈ બેંકે લોન્ચ કર્યું
*✔️એક્સિસ બેંકે*

🛑આઈવરી કોસ્ટ દેશના પ્રધાનમંત્રી જેમનું હાલમાં નિધન થયું
*✔️હમીદ બાકાયકો*

🛑કયા રાજ્યની સરકારે મહિલાઓ માટે સ્ટેમ્પ ડ્યુટીમાં એક ટકાની રાહત આપી છે
*✔️મહારાષ્ટ્ર*

🛑તાજેતરમાં થયેલા સર્વે પ્રમાણે દેશમાં સૌથી વધારે ભિક્ષુકો કયા રાજયમાં છે
*✔️પશ્ચિમ બંગાળ*

🛑ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 10,000 રન પુરા કરનારી ભારતની પહેલી અને વિશ્વની બીજી મહિલા ક્રિકેટર કોણ બની
*✔️મિતાલી રાજ*
*✔️આ પહેલા ઈંગ્લેન્ડની ચાર્લેટ એડવર્ડ્સ નામે આ રેકોર્ડ છે.*

🛑વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં આઝાદીના 75મા વર્ષના જશ્નની શરૂઆત કરી.આ કાર્યક્રમનું નામ શું રખાયું છે
*✔️આઝાદીનો અમૃત મહોત્સવ*

🛑વર્ષ 2020નો સાહિત્ય અકાદમી એવોર્ડ કોણે મળ્યો
*✔️ગુજરાતી કવિ હરીશ મીનાશ્રુને*
*✔️તેમની 2016ની રચના 'બનારસ ડાયરી' માટે*
*✔️કર્ણાટકના રાજકારણી લેખક એમ.વિરપ્પા મોઈલીને તેમની અંગ્રેજી કવિતા 'વેન ગોડ ઇઝ એ ટ્રાવેલર' માટે આ એવોર્ડ મળ્યો.*
*✔️આ એવોર્ડ હેઠળ ૱1 લાખ , શાલ અને તામ્રપત્ર એનાયત કરાય છે.*

🛑82મી જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની શરૂઆત ક્યાં થઈ
*✔️ઇન્દોર*

🛑અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ મુજબ દુનિયાનો આઠમો ખંડ મળ્યો.તેનું નામ શું છે
*✔️ઝીલેન્ડિયા*

🛑રિતિક રોશન 'મંથન' ધુપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો.

🛑વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભગવદ ગીતાની કિંડલ આવૃત્તિ લોન્ચ કરવામાં આવી.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-14-15/03/2021🗞️*

🛑હવામાન-પ્લાઝમાના અભ્યાસ માટે ઈસરોએ કયું સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
*✔️આરએચ-560*

🛑સ્વિત્ઝર્લેન્ડ પછી કયો દેશ બુરખા પર પ્રતિબંધ મુકવા જઈ રહ્યો છે
*✔️શ્રીલંકા*

🛑વિજય હજારે ટ્રોફીમાં કઈ ટીમ વિજેતા બની
*✔️મુંબઈ ચોથીવાર ચેમ્પિયન*
*✔️ઉત્તર પ્રદેશને હરાવ્યું*

🛑ઓડિયો કેસેટ-સીડીના શોધક જેમનું હાલમાં નિધન થયું
*✔️લોઉ ઓટ્ટેન્સ*

🛑11મી માર્ચે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ તેનો કેટલામા સ્થાપના દિવસની ઉજવણી કરી
*✔️36મા*

🛑કયા દેશ પાસે દુનિયાનું સૌથી શક્તિશાળી કમ્પ્યુટર છે
*✔️જાપાન*

🛑દેશનું પ્રથમ વન ચિકિત્સા કેન્દ્ર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું
*✔️ઉત્તરાખંડ*

🛑લેન્ડ રેકોર્ડ ડિજિટલાઈઝેશન પ્રક્રિયામાં સમગ્ર દેશમાં કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
*✔️મધ્ય પ્રદેશ*

🛑અંતરિક્ષમાં પ્રથમ સૈન્ય અભ્યાસ કયા દેશે શરૂ કર્યો
*✔️ફ્રાન્સ*

🛑બજેટમાં સૌપ્રથમ વખત જેન્ડર કન્સેપ્ટ લઈને કયું રાજ્ય આવ્યું છે
*✔️આંધ્રપ્રદેશ*
*✔️મતલબ પૈસાની ફાળવણી કરતી વખતે સ્ત્રી-પુરુષના રેશિયોનો પણ ખ્યાલ રાખવામાં આવે છે*

🛑બાર્સિલોનામાં પ્રમુખીય ચૂંટણીમાં કોણ વિજેતા બન્યા
*✔️જોન લપોર્ટા*

🛑તાજેતરમાં જાણીતા એથલીટ ઈશરસિંહ દેઓલનું નિધન થયું.

🛑નાઈઝરના રાષ્ટ્રપતિ આફ્રિકી નેતૃત્વ પુરસ્કારના વિજેતા બન્યા.

🛑તાજેતરમાં ડચ એન્જીનિયર લૂ ઓન્ટેન્સનું નિધન થયું.

💥રણધીર💥
*🌍ભારત ભૂગોળના પૂછાયેલા પ્રશ્નો🌍*

🔥ભારત સરકાર કૃષિમાં 'નીમ-આલેપિત યુરિયા'ના ઉપયોગને શા માટે પ્રોત્સાહિત કરે છે
*નીમ લેપ, જમીનમાં યુરિયા ભળવાના દરને ધીમો કરી દે છે.*

🔥ભારતમાં કયા વનમાં સાગ અને પ્રભાવી વૃક્ષ પ્રજાતિ છે
*ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર વન*

🔥ભારતમાં કયા ક્ષેત્રોમાં મેન્ગૃવ જંગલ, નિત્યલીલા જંગલ અને પાનખર જંગલનું સંયોજન છે
*દક્ષિણ-પશ્ચિમ બંગાળ*

🔥ભારતમાં એક વિશેષ ક્ષેત્રમાં, સ્થાનિક લોકો જીવિત વૃક્ષોના મૂળનો ઉછેર કરી તેને જળધારાની આરપાર સુદ્રઢ પુલોમાં રૂપાંતરિત કરી દે છે. જેમ જેમ સમય પસાર થાય છે, આ પુલ વધુ મજબૂત બનતા જાય છે. આવા અનોખા 'જીવિત મૂળના પુલ' ક્યાં જોવા મળે છે
*મેઘાલય*

🔥ભારતમાં સ્ટીલ ઉત્પાદન ઉદ્યોગને શેના આયતની અપેક્ષા હોય છે
*કોકિંગ કોલસો*

🔥'100 ચેનલ' દ્વારા એકબીજાથી અલગ કરવામાં આવે છે
*આંદામાન-નિકોબાર*

🔥તુર્કી કોની વચ્ચે આવેલું છે
*કાળો સાગર અને ભૂમધ્ય સાગર*

🔥પ્રત્યેક વર્ષ અમુક વિશિષ્ટ સમુદાય/જનજાતિ, પરિસ્થિતિ, રૂપથી મહત્વપૂર્ણ, આખો મહિનો ચાલનાર અભિયાન/તહેવાર દરમિયાન ફળદાર વૃક્ષના છોડનું રોપણ કરે છે. તે કયો સમુદાય છે
*ગોંડ અને કોર્ફૂ*

🔥'મિશ્રિત ખેતી'ની મુખ્ય વિશેષતા શું છે
*પશુપાલન અને ખેત ઉત્પાદન એકસાથે કરવું*

🔥તે એ જ અક્ષાસ પર છે, જે ઉત્તરી રાજસ્થાનથી પસાર થાય છે, તેનો 80% કરતા વધુ ભાગ વનાચ્છાદિત છે, 12%થી વધુ વનાચ્છાદિત ભાગ આ રાજ્યના રક્ષિત ક્ષેત્ર નેટવર્કના રૂપમાં છે.
કયું રાજ્ય ઉપરની બધી વિશેષતાઓ ધરાવે છે
*અરૂણાચલ પ્રદેશ*

🔥કયા રાજયમાં એવી ચુસ્ત આબોહવા-વિષયક સ્થિતિ ઉપલબ્ધ છે જેમાં ઓછી કિંમતથી ઓર્કિડની વિવિધ જાતની ખેતી થઈ શકે છે અને તે આ ક્ષેત્રમાં નિકાસ આધારિત ઉદ્યોગ વિકસિત કરી શકે છે
*અરુણાચલ પ્રદેશ*

🔥2004ના સુનામીએ લોકોને એ અનુભવ કરાવી દીધો કે મેન્ગ્રુવ કિનારાની આપત્તિઓ વિરુદ્ધ વિશ્વસનીય સુરક્ષા વાડનું કાર્ય કરી શકે છે. મેન્ગ્રુવ સુરક્ષા વાડના રૂપમાં કેવી રીતે કાર્ય કરે છે
*મેન્ગ્રુવના વૃક્ષ પોતાના સઘન મૂળના કારણે તોફાન અને ભરતી-ઓટથી ઉખડતા નથી.*

🔥ભારતમાં કેટલાક ભાગોમાં યાત્રા કરતી વખતે તમે જોશો કે ક્યાંક-ક્યાંક લાલ માટી જોવા મળે છે. માટીના આ રંગનું મુખ્ય કારણ શું છે
*ફેરિક ઓક્સાઇડની હાજરી*

🔥ટીહરી જળવિદ્યુત મથક કઈ નદી પર સ્થિત છે
*ભાગીરથી*

🔥ઓમકારેશ્વર પરિયોજના કઈ નદી પર છે
*નર્મદા*

🔥કયા રાજ્યમાં નામચિક-નામફૂક કોલસા ક્ષેત્ર આવેલું છે
*અરુણાચલ પ્રદેશ*

🔥ગુરુ શિખર પર્વત કયા રાજ્યમાં આવેલું છે
*રાજસ્થાન*

🔥શિવરાય ટેકરીઓ ક્યાં આવેલી છે
*તામિલનાડુ*

🔥રાજસ્થાનના જેસલમેર જિલ્લાનું શાહગઢ ક્ષેત્ર, વર્ષ-2006માં કયા કારણસર ચર્ચામાં હતું
*ઉચ્ચ ગુણવત્તાના ગેસ ભંડારોનું મળવું*

🔥'સહરિયા' જનજાતિના લોકો ક્યાંના રહેવાસી છે
*રાજસ્થાન*

🔥જૂમ (Jhoom) શું છે
*કૃષિ (ખેતી)નો એક પ્રકાર*

🔥ઢોળાવ ખેતી ક્યાં કરવામાં આવે છે
*પરાડોના ઢોળાવ પર*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-16-17/03/2021🗞️*

🛑આઈક્યુએર સ્ટડી મુજબ વિશ્વના ટોચના 50 પ્રદુષિત શહેરોમાંથી ભારતના કેટલા શહેરો છે
*✔️35 શહેરો*
*✔️દિલ્હી સળંગ ત્રીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદુષિત રાજધાની*

🛑બાંગ્લાદેશ મુક્તિની 50મી વર્ષગાંઠ નિમિત્તે કયા બે સ્થળો વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવા શરૂ થશે
*✔️ઢાકા અને જલપાઈગુડી વચ્ચે*

🛑કોવિડ-19 રોગચાળો શરૂ થયા પછી નીચા અને મધ્યમ આવકવાળા દેશોનું શિક્ષણ બજેટ કેટલા ટકા ઘટાડ્યું છે
*✔️65%*

🛑જાન્યુઆરીમાં સરકારી થિંક ટેન્ક નીતિ આયોગ દ્વારા બિહારના કયા જિલ્લાને મહત્વકાંક્ષી જિલ્લાઓમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે
*✔️નવાદા*

🛑સંસદે લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી ચેનલોને એક ચેનલમાં મર્જ કરી દીધી છે. આ નવી ચેનલનું નામ શું છે
*✔️સંસદ ટીવી*

🛑સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન થાવરચંદ ગેહલોતે મકાનો અને પરિવહન પ્રણાલીઓમાં સુલભતાના પ્રશ્નોને સરળ બનાવવા માટે કઈ એપ્લિકેશન શરૂ કરી છે
*✔️સુગમ્ય ભારત*

🛑ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ દર વર્ષે કઈ તારીખે મનાવાય છે
*✔️20 માર્ચ*

🛑કયા મિશન હેઠળ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની કચેરી તરફથી વિદ્યાર્થીઓ, સમુદાય કાર્યકરો અથવા સેનિટેશન કામદારોને અધિકૃત માન્યતા આપવા માટે હવે સ્વચ્છ ભારત ફેલોશિપ શરૂ કરી દીધી છે
*✔️વેસ્ટ ટુ વેલ્થ મિશન*

🛑ભારતે કયા દેશ સાથે સંરક્ષણ સામગ્રી અને ઉપકરણોના વેચાણ માટે કરાર કર્યા
*✔️ફિલિપાઈન્સ*

🛑ઓસ્ટ્રેલિયામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️મનપ્રીત વ્હોરા*

🛑કેન્દ્રીય ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના અધ્યક્ષ તરીકે કોનો કાર્યકાળ ત્રણ મહિના લંબાવાયો
*✔️પ્રમોદચંદ્ર મોદી*

🛑વેસ્ટઇન્ડિઝના કિરોન પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં 1 ઓવરમાં 6 સિક્સ ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો.આ 6 સિક્સર કોની બોલિંગમાં ફટકારી
*✔️શ્રીલંકાના બોલર અકિલા ધનંજયા*

🛑કંપાલામાં 2021 યુગાન્ડા આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતના વરૂણ કપૂર અને માલવિકા બંસાડે અનુક્રમે પુરુષ અને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો.

🛑ભારતના વીનેશ ફોગટે યુક્રેનના કિવમાં 53 કિલો ફ્રી સ્ટાઇલમાં બેલારુસના વી.કલાદીન્સકાયાને ફાઇનલમાં હરાવી ગોલ્ડ મેડલ જીત્યો.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-18/03/2021🗞️*

🛑તાજેતરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*✔️16 માર્ચ*

🛑કયા દેશોએ ભૂરા કોલસામાંથી હાઇડ્રોજન ઉત્પાદન શરૂ કર્યું છે
*✔️જાપાન અને ઓસ્ટ્રેલિયા*

🛑તાજેતરમાં કયા રાજ્યમાં ચિનાર દિવસ મનાવામાં આવ્યો હતો
*✔️જમ્મુ કાશ્મીર*

🛑ટી20માં સૌથી વધારે વિકેટ લેનાર ભારતીય ખેલાડી કોણ બન્યા
*✔️યજુવેન્દ્ર ચહલ*

🛑વિદેશી હૂંડિયામણની અનામત મામલે કયો દેશ સમગ્ર વિશ્વમાં ટોચ પર છે
*✔️ચીન*

🛑ઇન્ડિયન પ્રોફેશનલ ગોલ્ફ ટુર બોર્ડમાં સદસ્ય તરીકે કયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરને સામેલ કરવામાં આવ્યા છે
*✔️કપિલ દેવ*

🛑એ.એસ.પન્નીરસેલ્વમે કરૂણાનિધિનું જીવન ચરિત્ર આલેખ્યું છે.જેનું શીર્ષક શું છે
*✔️કરૂણાનિધિ : અ લાઈફ ઇન પોલિટિક્સ*

🛑લાઈ હરોવા કયા રાજ્યનો જાણીતો તહેવાર છે
*✔️મણિપુર*

🛑મણિપુરમાં ખોંગજોમ દિવસ કઈ તારીખે મનાવામાં આવે છે
*✔️23 એપ્રિલ*

🛑ટી20 ઇન્ટરનેશનલમાં 3,000 રન બનાવનારા પહેલા ભારતીય બેટ્સમેન કોણ બન્યા
*✔️વિરાટ કોહલી*

🛑કયા દેશમાં કોવિડ રાહત પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે હેલ્પ ઇઝ હિયર ટુર આયોજિત કરવામાં આવી છે
*✔️અમેરિકા*

🛑કાલાનમક ચાવલ મહોત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યો
*✔️ઉત્તર પ્રદેશ*

🛑અમુક વસ્તી દીઠ ડૉક્ટરનો જે રેશિયો WHO દ્વારા નક્કી કરવામાં આવ્યો છે તે કયા રાજ્યએ હાંસલ કર્યો છે
*✔️બિહાર*

🛑કયા બે દેશોએ ઇન્ટરનેશનલ લ્યુનાર રિસર્ચ સ્ટેશન સ્થાપિત કરવા માટે સમજૂતી કરી છે
*✔️રશિયા અને અમેરિકા*

🛑રસીન અને ચિલ્લીમલ બંધનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું
*✔️ઉત્તર પ્રદેશ*

🛑ટાટા સન્સે 1 અબજ ડોલર કરતા વધુની કિંમતે કઈ વેબસાઈટ ખરીદી લીધી છે
*✔️બિગ બાસ્કેટ વેબસાઈટ*

🛑કેન્દ્ર સરકારે વિમા ક્ષેત્રે કેટલા ટકા વિદેશી રોકાણની છૂટ આપી છે
*✔️74%*

🛑મનરેગા અંતર્ગત રોજગાર આપવામાં ટોચનું સ્થાન કયા રાજ્યએ પ્રાપ્ત કર્યું
*✔️છત્તીસગઢ*

🛑તાજેતરમાં ચિત્રકાર લક્ષ્મણ પાઈનું નિધન થયું હતું.

🛑મણિપુરના મુખ્યમંત્રીએ ખેડૂતોમાં મશીનરી અને સાધનોનું વિતરણ કર્યું.

🛑તાજેતરમાં ડાન્સર ચેમન્ચારી કુન્હીરમણ નાયરનું નિધન થયું.

🛑બેંગલુરુમાં સેન્ટ્રલાઈઝડ એ.સી.રેલવે ટર્મિનસ બનાવવામાં આવ્યું.

🛑તાજેતરમાં અભિનેતા શ્રીકાંત મોઘેનું નિધન થયું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-19/03/2021 થી 23/03/2021🗞️*

🛑15 થી 31 માર્ચપોષણ પખવાડિયું

🛑ભારતે પરમાણુ મિસાઈલને ટ્રેક કરતું કયું સ્વદેશી જહાજ તૈનાત કર્યું
*✔️વીસી-11884*
*✔️ભારત આ પ્રકારનું જહાજ ધરાવતો 5મો દેશ બન્યો*

🛑'દંગલ' ફેઈમ કોચ મહાવીર ફોગાટની ભાણેજ અને વિદ્યાર્થીની કુસ્તીબાજ જેને હાલમાં આત્મહત્યા કરી
*✔️રિતિકા ફોગાટ*

🛑20 માર્ચવિશ્વ ચકલી દિવસ

🛑તાન્ઝાનિયા દેશમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*✔️સામિયા સુલુહ હસન*

🛑UNના કુલ 149 દેશોના હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ભારત કેટલામા ક્રમે છે
*✔️139*
*✔️ફિનલેન્ડ સતત ચાર વર્ષથી પ્રથમ ક્રમે*

🛑અમેરિકી સંરક્ષણ મંત્રી જેઓ હાલમાં ભારતના ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા હતા
*✔️ઓસ્ટીન લોઈડ*

🛑21 માર્ચઆંતરરાષ્ટ્રીય વન દિવસ

🛑રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નવા સરકાર્યવાહ પદે કોની પસંદગી કરવામાં આવી
*✔️કર્ણાટકના દત્તાત્રેય હોસબોલે*

🛑તાજેતરમાં અમિતાભ બચ્ચનને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️FIAF એવોર્ડ- 2021*

🛑આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલી માંન્જરો પર આરોહણ કરનારો વિશ્વનો સૌથી નાની ઉંમરનો યુવાન કોણ બન્યો
*✔️વિરાટ ચંદ્ર*

🛑આ વખતે ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સનો વિષય શું રાખવામાં આવ્યો હતો
*✔️નદીઓના અધિકાર*

🛑અમર અકુશી પુસ્તક મેળાનું ઉદ્દઘાટન ક્યાં થયું હતું
*✔️ઢાકા*

🛑હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ 2020 પ્રમાણે ભારતમાં સૌથી વધુ ધનપતિઓ કયા શહેરમાં છે
*✔️મુંબઈ*

🛑મૂડીઝના અનુમાન પ્રમાણે 2021માં ભારતનો વિકાસદર કેટલો રહેશે
*✔️12%*

🛑વિશ્વના શક્તિશાળી લશ્કરોમાં ભારતીય આર્મી કેટલામાં સ્થાને છે
*✔️ચોથા*
*✔️ચીન પ્રથમ, અમેરિકા બીજા, રશિયા ત્રીજા અને ફ્રાન્સ પાંચમા સ્થાને*

🛑21 માર્ચવિશ્વ કવિતા દિવસ

🛑22 માર્ચવર્લ્ડ વોટર ડે

🛑23 માર્ચવિશ્વ હવામાન દિવસ (વર્લ્ડ મિટિયોરોલોજીકલ ડે)

🛑ગાંધી શાંતિ પુરસ્કાર કોણે આપવામાં આવશે
*✔️વર્ષ 2020 માટે બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાન અને વર્ષ 2019નું ઓમાનના સુલતાન કબૂસ બિન સઈદ અલ સઈદને*

🛑67મા નેશનલ એવોર્ડની જાહેરાત👇🏻
✔️બેસ્ટ ફિલ્મ - મારક્કર (મલયાલમ)
✔️શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - 'છિછોરે'
✔️બેસ્ટ એક્ટર - મનોજ બાજપાઈ અને ધનુષ
✔️બેસ્ટ એક્ટ્રેસ - કંગના રાણાવત
✔️ગુજરાતી ડોક્યુમેન્ટરી 'ચારણત્વ'ને બેસ્ટ એથનોગ્રાફીકનો એવોર્ડ

🛑ધ કેન-બેતવા નદી લિંક પ્રોજેક્ટ પર કયા બે રાજ્યોએ હસ્તાક્ષર કર્યા
*✔️ઉત્તર પ્રદેશ (કેન નદી)અને મધ્ય પ્રદેશ (બેતવા નદી)*

🛑કયા રાજયમાં મિશન ગ્રામોદયનો પ્રારંભ કરવામાં આવ્યો
*✔️મધ્ય પ્રદેશ*

🛑વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*✔️અરિંદમ બાગચી*

🛑કયા દેશે ઇચ્છામૃત્યુને કાયદેસરતા બક્ષતો કાનૂન પસાર કર્યો
*✔️સ્પેન*

🛑મણિપુર વનધન વિકાસ યોજના માટે મોડલ સ્ટેટ તરીકે ઉપસી આવ્યું.

🛑ફિલ્મ લેખક-દિગ્દર્શક સાગર સરહદીનું નિધન થયું.

🛑ઝારખંડ સરકારે સ્વાસ્થ્ય કર્મીઓને એક મહિનાનું વધારાનું વેતન આપવાની ઘોષણા કરી.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞Date :-24/03/2021🗞*

🛑24 માર્ચવર્લ્ડ ટીબી (ક્ષય) ડે

🛑વિશ્વના 30 સૌથી પ્રદુષિત શહેરોમાં ભારતના કેટલા શહેરો છે
*22*
*પ્રથમ ક્રમે ચીનનું શિનજિયાંગ*

🛑ભારતના નિમંત્રણને સ્વીકારીને યુરોપિયન સંઘ આધિકારીક રીતે શેના સભ્ય તરીકે સામેલ થયું
*Coalition for Disaster Resilient Infrastructure*

🛑કયા ઓપરેશન અંતર્ગત ભારતીય નૌસેનાએ બેહરિનની નેવલ ફોર્સ કાર્બેટ અલ મુહરેક સાથે પેસેજ એક્સરસાઇઝમાં ભાગ લીધો
*ઓપરેશન સંકલ્પ*

🛑ભારતે કયા દેશ સાથે અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ સ્થાપવા માટે વિચાર વિમર્શ કર્યા
*સાઉદી અરબ*

🛑રાજ્યસભા દ્વારા વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણની મર્યાદાને હાલના 49% થી વધારીને કેટલા ટકા કરવા માટે રાજ્યસભા દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું
*74%*

🛑ભારત સરકારની રાષ્ટ્રીય ટેલિમેડિસિન સેવા
*ઈ-સંજીવની*

🛑કોવિડ-19ને કારણે પત્રકારોના મોતના કેસો સંદર્ભે પ્રત્યેકને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયને મંજૂરી આપી. આ યોજનાનનું નામ શું
*પત્રકાર કલ્યાણ યોજના*

🛑આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્ટોપ ટીબી પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*ડૉ.હર્ષવર્ધન*

🛑રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*એમ.એ.ગણપતિ*

🛑સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*કુલદીપસિંહ*

🛑ન્યુઝીલેન્ડની ગાયિકા જિન વિગમોરેના ગર્લ ગેંગ ટ્રેકને 2022 ICC મહિલા વર્લ્ડકપના સત્તાવાર ગીત તરીકે જાહેર કરાયુ.

🛑પોર્ટબ્લેરમાં ભારતીય નૌસેના દ્વારા લેન્ડિંગ ક્રાફટ યુટિલિટી જહાજને કમિશન કરવામાં આવ્યું.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :- 25/03/2021 થી 28/03/2021🗞️*

🛑ભારત સરકારે લુપ્ત થઈ ચુકેલી કઈ નદી પર અભ્યાસ કરવા માટે 2 વર્ષ માટે સલાહકાર સમિતિની રચના કરી છે
*✔️સરસ્વતી નદી*

🛑ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) કોણ બનશે
*✔️એન.વી.રમન્ના*

🛑તેલંગણા રાજ્ય સરકારે કર્મચારીઓના વેતનમાં કેટલા ટકા વૃદ્ધિ કરી
*✔️30%*

🛑બે દિવસીય નંદીની મહોત્સવ ક્યાં યોજાયો હતો
*✔️મેંગ્લોર*

🛑કયા રાજ્યની સરકારે પશુઓ માટે ભારતની સૌપ્રથમ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે
*✔️આંધ્ર પ્રદેશ*

🛑ઔપચારિક સ્વદેશી ભાષા અને જ્ઞાન પ્રણાલી સ્કૂલ કયા રાજ્યમાં ખોલવામાં આવી છે
*✔️અરુણાચલ પ્રદેશ*

🛑ઇકવાડોરમાં કયો જ્વાળામુખી ફાટ્યો
*✔️સંગે*

🛑સ્વાતિ પાંડેએ તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, જેનું શીર્ષક શું છે
*✔️ડોન અંડર ધ ડોમ*

🛑ગુજરાત સરકારના ગૃહ વિભાગના કયા પ્રોજેકટને સેફ સિટી કેટેગરીમાં સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એવોર્ડ એનાયત થયો
*✔️વિશ્વાસ પ્રોજેક્ટ*

🛑પાકિસ્તાને પરમાણુ શસ્ત્રના વહન માટે સક્ષમ કઈ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
*✔️શાહીન-1એ*
*✔️900 કિમી. સુધીના લક્ષ્યને સફળતાપૂર્વક નિશાન બનાવી શકે*

🛑હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને 'દોલ ઉત્સવ' ક્યાં મનાવામાં આવે છે
*✔️ઝારખંડના ધનબાદમાં*

🛑વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મિતાલી નવી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે.આ ટ્રેન કયા બે સ્થળોને જોડશે
*✔️ઢાકા અને ન્યુ જલપાઈ ગુડી*
*✔️મૈત્રી એક્સપ્રેસ (ઢાકાથી કોલકાતા) અને બંધન એક્સપ્રેસ (ખુલનાથી કોલકાતા) પહેલાથી ચાલુ છે.*
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં જશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા અર્ચના કરી.*

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-29/03/2021🗞️*

🛑હાલ ભારતીય અને અમેરિકી નેવીનો બે દિવસીય યુદ્ધાભ્યાસ કયા મહાસાગરમાં ચાલી રહ્યો છે
*✔️હિન્દ મહાસાગર*

🛑66મો ફિલ્મફેર એવોર્ડ
*✔️શ્રેષ્ઠ અભિનેતા :-દિવંગત ઈરફાન ખાન (એન્ગ્રેજી મીડીયમ ફિલ્મ)*
*✔️શ્રેષ્ઠ અભિનેત્રી :-તાપસી પન્નુ (થપ્પડ ફિલ્મ)*
*✔️શ્રેષ્ઠ દિગ્દર્શક :-ઓમ રાઉત (તાન્હાજી ફિલ્મ)*

🛑જમ્મુ કાશ્મીરમાં એશિયાનું સૌથી મોટું ટ્યુલીપ ગાર્ડન બનાવવામાં આવેલું છે. તે કેટલા હેક્ટરમાં ફેલાયેલું છે
*✔️30 હેક્ટર*

🛑એએફસી મહિલા એશિયા કપની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવશે
*✔️ભારત*

🛑તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થાયી સિંધુ આયોગની કેટલામી બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી
*✔️116મી*

🛑તાજેતરમાં આશા ભોસલેને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
*✔️મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ*

🛑કિરણ રિજ્જુએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021માં કઈ સ્પર્ધાનો સમાવેશ કર્યો છે
*✔️યોગાસન સ્પર્ધા*

🛑અસમ રાઈફલ્સ દર વર્ષે કઈ તારીખે તેના સ્થાપના દિવસની ઉજવણી કરે છે
*✔️23 માર્ચ*

🛑કેળા મહોત્સવ કયા રાજ્યમાં યોજાયો હતો
*✔️ઉત્તર પ્રદેશ*

🛑તાજેતરમાં સુખ્યાત કવિ એડમ ઝગજેવસ્કીનું નિધન થયું હતું. તેઓ કયા દેશના કવિ હતા
*✔️પોલેન્ડ*

🛑દુનિયાની સર્વપ્રથમ શિપ ટનલ યોજના કયા દેશમાં આકાર લઈ રહી છે
*✔️નોર્વે*

🛑સરકારે રેલ વિકાસ નિગમમાં કેટલા ટકા હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે
*✔️15%*

🛑તાજેતરમાં સમીર સોનીનું એક પુસ્તક પ્રકાશિત થયું છે. જેનું શીર્ષક શું છે
*✔️માય એક્સપેરિમેન્ટ વિથ સાયલેન્સ*

🛑આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સુચકાંકમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️40મા*

🛑કયા રાજ્યની સરકારે 'દેખો અપના પ્રદેશ' અભિયાન શરૂ કર્યું છે
*✔️અરુણાચલ પ્રદેશ*

🛑ઇન્ફોસીસના સ્વતંત્ર નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે
*✔️ચિત્રા નાયક*

🛑ભારતે કયા દેશને કિટનાશક મોલાથિયાનનો 20,000 લીટર જથ્થો પૂરો પાડ્યો
*✔️ઈરાન*

🛑ભારત સરકારે કયા દેશ સાથે ખેલ તથા યુવા મામલે સહયોગ માટે સમજૂતી કરી છે
*✔️માલદીવ*

🛑ભારતે કયા દેશ સાથે પેટન્ટ વેરિફિકેશન માટે સમજૂતી કરી છે
*✔️જાપાન*

🛑તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું
*✔️કેચ ધ રેઈન*

🛑રશિયાએ 18 દેશો માટે સ્પેસમાં 38 સેટેલાઇટ લોન્ચ કર્યા.

🛑એક ભારત, શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત સિક્કિમને ભારત સાથે જોડવામાં આવ્યું.

🛑તાજેતરમાં સુખ્યાત મનોચિકિત્સક નવલ સાદવીનું નિધન થયું.

🛑ISSF વિશ્વકપમાં ચિંકી યાદવ ગોલ્ડ મેડલ વિજેતા બની.

🛑WWEએ ભારતીય રેસલર ધ ગ્રેટ ખલીને હોલ ઓફ ફેઈમમાં સ્થાન આપવામાં આવ્યું.

🛑ખજુરાહોમાં છત્રસાલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્દઘાટન કહેવામાં આવ્યું.

💥રણધીર💥
*●'સ' અને 'શ' વાળા શબ્દોનાં અર્થભેદ :*

★સર - સરોવરશર - બાણ

★સાર - કસશાર - છિદ્ર

★સત - સત્યશત - સો

★સૂર - અવાજશૂર - શૌર્ય

★કેસ - મુકદમોકેશ - વાળ

★પાસ - ઉત્તીર્ણપાશ - ફાંસો

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-30-31/03/2021🗞️*

🛑એશિયાના 15 દેશના વિદેશપ્રધાનોની બેઠક ક્યાં મળી
*✔️તજાકિસ્તાનની રાજધાની દુબાંશેમાં*

🛑મિઝોરમ મ્યાનમાર સાથે કેટલા કિમી.ની સરહદ ધરાવે છે
*✔️510 કિમી.*

🛑તુર્કીના રાષ્ટ્રપતિ જેમને મહિલાઓની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સમજુતીથી તુર્કીને અલગ કરવાનો નિર્ણય કર્યો છે
*✔️તૈયાપ એર્ટગન*

🛑દિવ્યાંશસિંહ પનવર અને ઇલેવેનિલ વલારીવાએ હાલમાં ગોલ્ડ મેડલ જીત્યો.તેઓ કઈ રમત સાથે જોડાયેલા છે
*✔️શૂટિંગ*

🛑અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ રાજ્યની પ્રથમ ઔપચારિક સ્વદેશી ભાષાનું ઉદ્દઘાટન કર્યું છે તેનું નામ શું છે
*✔️જ્ઞાનપ્રણાલી*

🛑ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે 157 કરોડના ખર્ચે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ શરૂ કરી. રાજ્યમાં પોલીસ, ફાયર અને આરોગ્ય સહિતની તમામ ઈમરજન્સી સેવાઓ માટે કયો નંબર ડાયલ કરવાનો રહેશે
*✔️112*

🛑ભારત , પાકિસ્તાન અને ચીન સહિત શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના સભ્યો આ વર્ષે આતંકવાદ વિરોધી સંયુક્ત કવાયતમાં ભાગ લેશે.આ કવાયતનું નામ શું છે
*✔️પબ્બી એન્ટીટેરર - 2021*

🛑ચાબહાર બંદર કયા દેશમાં આવેલુ છે
*✔️ઈરાન*

🛑વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળ બચાવ માટે કયું અભિયાન શરૂ કર્યું
*✔️જલશક્તિ અભિયાન : કેચ ધ રેન*

🛑સંરક્ષણ મંત્રાલયે કઈ કંપની સાથે ભારતીય સેના માટે 1300 લાઈટ લડાકુ વાહનોની ખરીદી માટેના કરારને અંતિમ રૂપ આપ્યું
*✔️મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમ લિમિટેડ (MDSL)*

🛑હિમાલય ગ્લેશિયર્સની જાડાઈની અંદાજ માપવા માટે ભારત હવાઈ રડાર સરવે કરશે.આ પાયલોટ અભ્યાસ ક્યાં કરવામાં આવશે
*✔️હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતિમાં*

🛑તાજેતરમાં શહીદ ઉલ્લા ખાં પાર્કનું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*✔️ગોરખપુર*

🛑30 માર્ચરાજસ્થાન સ્થાપના દિવસ

🛑ગર્ભપાત કરાવનારી મહિલાઓને પેઈડ લીવ આપનારો બીજો દેશ કયો બન્યો
*✔️ન્યૂઝીલેન્ડ*

🛑ઇન્ડોનેશિયામાં કયો જ્વાળામુખી સક્રિય બન્યો હતો
*✔️માઉન્ટ મેરાપી*

🛑IIT દિલ્હી ભારત સરકાર માટે અવકાશીય વૈદ્યશાળા એટલે કે સ્પેસ સ્ટેશનનું નિર્માણ કરશે.

🛑ઉત્તર પ્રદેશ સૌથી વધુ એરપોર્ટસ ધરાવતું રાજ્ય બનવા જઈ રહ્યું છે.

💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-01/04/2021 થી 04/04/2021🗞️*

🛑વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર 156 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️140મા*

🛑મહાકુંભ ક્યાં યોજાશે
*✔️દેશની તપોભૂમિ ગણાતા હરિદ્વારમાં*

🛑મધ્યપ્રદેશના કયા નેશનલ પાર્કમાં જંગલમાં દાવાનળ લાગી
*✔️બાંધવગઢ*

🛑વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ વર્ષ 2020માં ભારતમાં કેટલા કિલો હેક્ટર વિસ્તારમાં જંગલનો નાશ થયો
*✔️20.8 કિલો હેક્ટર*
*✔️બ્રાઝિલમાં સૌથી વધુ જંગલોનો નાશ*
*✔️વિશ્વમાં 1.22 કરોડ હેક્ટર વિસ્તારમાં વનોનો નાશ થયો*

🛑સ્વિત્ઝર્લેન્ડ ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવવામાં આવ્યો
*✔️ટેનિસ ખેલાડી રોજર ફેડરર*

🛑રેસિડેન્શિયલ હોકી સેન્ટર ઓફ એક્સેલેન્સની સ્થાપના ક્યાં કરવામાં આવી
*✔️લખનઉ*

🛑ભારત સરકારે વેકસીન ફ્રેન્ડશીપ ઇનીશેયેટિવના ભાગરૂપે કયા દેશને વેકસીનના 1 લાખ ડોઝ મોકલ્યા હતા
*✔️ફિજી*

🛑ભારતે કયા દેશ સાથે સૈન્ય હાર્ડવેરના સંયુક્ત ઉત્પાદન માટે સહમત થયા
*✔️દક્ષિણ કોરિયા*

🛑હાલમાં શ્રેયસી સિંહે વિમેન ટ્રેપ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.શ્રેયસી સિંહ કયા રાજ્યની છે
*✔️બિહાર*

🛑ગુજરાત લવ જેહાદ કાયદો લાવનાર કેટલામું રાજ્ય બન્યું
*✔️ચોથું*

🛑દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોણે આપવામાં આવશે
*✔️સાઉથ સુપર સ્ટાર રજનીકાંત*

🛑ઉત્તરાખંડના રાજાજી નેશનલ પાર્ક વનના વન સંરક્ષક જેમને હાલમાં ઇન્ટરનેશનલ રેન્જર એવોર્ડ આપવામાં આવ્યો
*✔️મહેન્દ્ર ગિરિ*

🛑ખેલો ઇન્ડિયા યોજનાનું નાણાકીય વર્ષ કયા વર્ષ સુધી લંબાવવામાં આવ્યું
*✔️2025-26*

🛑કયા બે દેશોએ 25 વર્ષ લાંબી સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા
*✔️ઈરાન અને ચીન*

🛑કોવિડ-19 રસીકરણમાં 50 લાખ લાભાર્થીઓને આંકડો પાર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️મહારાષ્ટ્ર*

🛑તાજેતરમાં DRDOએ કઈ એન્ટિ સેટેલાઇટ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
*✔️મિશન શક્તિ*

🛑બહરિન ગ્રાં.પ્રી.ના વિજેતા કોણ બન્યા
*✔️લુઈસ હેમિલ્ટન*

🛑અમેરિકાએ કયા દેશ સાથેના તમામ વ્યાપારિક સબંધો કાપી નાખ્યા
*✔️મ્યાનમાર*

🛑ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ ગ્લોબલ રેટિંગ્સના અનુમાન મુજબ સાલ 2022માં ભારતનો વિકાસદર કેટલા ટકા રહેશે
*✔️11%*

🛑ટેનિસ ખેલાડી રોજર ફેડરરના જન્મદિનને સ્વિત્ઝર્લેન્ડ સરકાર કયા દિવસ તરીકે ઉજવશે
*✔️નેશનલ ડે*

🛑એલઈડી (LED) લેમ્પ વિકસાવનારા જાપાનના વિજ્ઞાની જેમનું હાલમાં નિધન થયું
*✔️ઈસામુ આકાસાકી*
*✔️2014માં ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.*

🛑બ્રિટિશ સરકારે કયા વિજ્ઞાનીના ફોટાને 50 પાઉન્ડની બેંક નોટ પર સ્થાન આપ્યું
*✔️એલન ટુરિંગ*

💥રણધીર💥
*📚ધોરણ - 9 (ગુજરાતી) : સમાનાર્થી શબ્દો📚*

🪶ચુઆસુગંધી તેલ

🪶હેમસોનુ, કનક, સુવર્ણ

🪶કરજદેવું

🪶તાડનમારવું તે

🪶જાચવુંયાચના કરવી

🪶ખોડમોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું

🪶કેરજુલમ

🪶વિસરવુંભૂલી જવું

🪶વસવસોઅફસોસ

🪶જથરવથરઅવ્યવસ્થિત

🪶મજિયારુંસહિયારું

🪶અસ્ખલિતસતત, એકધારું

🪶નિષ્કર્ષસાર

🪶ગહવરબખોલ, ગુફા

🪶પ્રપાતધોધ

🪶મ્લાનકરમાયેલું, નિસ્તેજ

🪶લાવણ્યસુંદરતા

🪶નિજપોતે

🪶પલ્લવપાંદડું

🪶મેહવરસાદ

🪶સબૂરધીરજ

🪶ઝોબોબેભાન થઈ જવું

🪶નવેરીબે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા

🪶મિજબાનીઉજાણી

🪶ખીજગુસ્સો

🪶પગરણઆરંભ

🪶વિરલદુર્લભ

🪶મોળીડોફેંટો

🪶મોંસૂઝણુંવહેલી સવાર

🪶મમતજીદ

🪶ચોપાડઓશરી

🪶હોરોધરપત, શાંતિ

🪶સરાયાંફળદ્રુપ

🪶ગોજપાપ

🪶કુટિરઝૂંપડી, કૂબો

💥R.K💥
*📚કેટલીક સંધિ📚*

●ભાષાંતર = ભાષા + અન્તર

●હરીચ્છા = હરિ + ઈચ્છા

●દેવીચ્છા = દેવી + ઈચ્છા

●ગૌરીશ્વર = ગૌરી + ઈશ્વર

●સિંધૂર્મિ = સિંધુ + ઊર્મિ

●વધૂલ્લાસ = વધૂ + ઉલ્લાસ

●સ્વેચ્છા = સ્વ + ઇચ્છા

●ગણેશ = ગણ + ઈશ

●યથેષ્ટ = યથા + ઇષ્ટ

●મહેશ = મહા + ઈશ

●નવોઢા = નવ + ઊઢા

●ઇત્યાદિ = ઇતિ + આદિ

●સ્વાગત = સુ + આગત

●પિત્રાજ્ઞા = પિતૃ + આજ્ઞા

●નયન = ને + અન

●ગાયક = ગૈ + અક

●પવન = પો + અન

●પાવક = પો + અક

●નિરાહાર = નિઃ + આહાર

●નિષ્ફળ = નિઃ + ફળ

●નીરોગ = નિઃ + રોગ

●નીરસ = નિઃ + રસ

●નમસ્તે = નમઃ + તે

●નિસ્તેજ = નિઃ + તેજ

●મહત્વ = મહત્ + ત્વ

●મહત્તા = મહત્ + તા


💥R.K💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-05/04/2021 અને 06/04/2021🗞️*

તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી શશીકલા જાવલકરનું નિધન થયું.તેમને કયા વર્ષે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો
*✔️2007*

ગુજરાતના જાણીતા કવિ-શાયર-ગઝલકાર જેમનું હાલમાં નિધન થયું
*✔️ખલીલ ધનતેજવી*
*✔️જન્મ :-12 ડિસેમ્બર, 1938*
*✔️નિધન :-4 એપ્રિલ, 2021*

વન-ડેમાં સતત સૌથી વધુ મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો
*✔️ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે*
*✔️સતત 22 વન-ડે મેચ જીતી.*

એક સરવે મુજબ ગુજરાતમાં કેટલા ઊંટ બચ્યા છે
*✔️27,620*
*✔️15 વર્ષમાં ઊંટોની સંખ્યામાં 10,834નો ઘટાડો થયો.*

2 એપ્રિલબાળ પુસ્તક દિવસ

ભારત સરકારે એક સમજૂતી અંતર્ગત કયા દેશને 800 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે
*✔️નેપાળ*

શ્રીનગરના કયા સરોવરને ભારત સરકાર દ્વારા સંરક્ષિત વેટલેન્ડ ઘોષિત કરવામાં આવ્યું છે
*✔️ડાલ સરોવર*

કયા દેશે પ્રાણીઓ માટે દુનિયાની સૌપ્રથમ કોવિડ-19 રસી બનાવી છે
*✔️રશિયા*

ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત પ્રત્યેક પરિવારને વીમો આપનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️રાજસ્થાન*

બાંગ્લાદેશમાં આયોજિત સૈન્ય અભ્યાસમાં ભારતીય સેના ભાગ લેશે.આ અભ્યાસનું નામ શું છે
*✔️શાંતિર અગ્રસેના 2021*

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પ્રગટ કરવામાં આવેલા જેન્ડર ગેપ સુચકાંકમાં કયા દેશે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
*✔️આઈસલેન્ડ*

ઓડિશા સરકારે કયા સ્થળને બીજા બાયો સ્ફિયર રીઝર્વની ઘોષણા કરી છે
*✔️મહેન્દ્રગીરી*

વર્ષ 2020નું સરસ્વતી સન્માન કોણે આપવામા આવ્યું
*✔️ડૉ.શરણકુમાર લીંબાલે*

1 એપ્રિલઉત્કલ દિવસ

કયા રાજ્યની સરકારે બસોમાં મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરીની ઘોષણા કરી છે
*✔️પંજાબ*

કયા રાજયમાં આયોકિત રાષ્ટ્રીય જુનિયર હોકી ચેમ્પિયનશિપ સ્થગિત કરવામાં આવ્યો છે
*✔️ઝારખંડ*

ત્રણ દિવસીય આયુર્વેદ પર્વ ક્યાં યોજાયો હતો
*✔️ભુવનેશ્વર*

કયા દેશે બહુરાષ્ટ્રીય વાયુસેના અભ્યાસ એસેજ મીટ 2021ની ઘોષણા કરી છે
*✔️પાકિસ્તાને*

બે શહેરને ગ્રીન એનર્જી એફિશિયન્ટ બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે
*✔️બિહાર*

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના નવા નેતા કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*✔️એગ્નેસ કેલમાર્ડ*

કયા રાજ્યએ ઘોષણા કરી છે કે વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબ પાસે ઘર હશે
*✔️ઉત્તર પ્રદેશ*

SBIએ કયા દેશની બેંક સાથે 1 બિલિયન ડોલરની ઋણ સમજૂતી કરી છે
*✔️જાપાન*

છત્તીસગઢના કયા જિલ્લામાં નક્સલવાદીઓએ કરેલા હુમલામાં 22 થી વધારે જવાનો શહીદ થયા
*✔️બીજાપુર*

જમ્મુની કઈ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ આર્કનું કામ પૂરું થયું
*✔️ચિનાબ*
*✔️બ્રિજની લંબાઈ 1315 મીટર*

BCCIના એન્ટિકરપ્શન યુનિટના નવા ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️શબ્બીર હુસેન ખાંડવાવાલા*

ઇન્ડોનેશિયા અને તિમોરમાં કયો ચક્રવાત આવ્યો
*✔️સેરોજે*

*👉🏾Only Newspaper Curtent👇🏾*

https://t.me/jnrlgk


💥રણધીર💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date :-07/04/2021 અને 08/04/2021🗞️*

7 એપ્રિલવિશ્વ આરોગ્ય દિવસ
*✔️થીમ :- સુંદર અને સ્વસ્થ વિશ્વનું નિર્માણ

ભારતના 48મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️ગુથાલાપટી વેંકેટા રમન્ના*
*✔️એસ.એ.બોબડેની જગ્યા લેશે*

ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ જેમનું હાલમાં નિધન થયું
*✔️આર.પી.ધોળકિયા*

ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સની સંયુક્ત નેવી કવાયત કયા મહાસાગરમાં કરવામાં આવી
*✔️હિંદ મહાસાગર*

ફોર્બ્સની યાદી મુજબ વિશ્વની સૌથી અમીર વ્યક્તિ તરીકે ટોચ પર કોણ છે
*✔️એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ*
*✔️સતત ચોથા વર્ષે*
*✔️મુકેશ અંબાણી 10મા સ્થાને*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ હસીનાએ બાંગ્લાદેશના ઢાકામાં કયા મ્યુઝિયમનું ઉદ્દઘાટન કર્યું
*✔️બાંગબંધુ-બાપુ મ્યુઝિયમ*
*✔️આ સંગ્રહાલયમાં ભારતના પિતા મહાત્મા ગાંધી અને બાંગ્લાદેશના પિતા શેખ મુજીબુર રહેમાનનું ડિજિટલ પ્રદર્શન*
*✔️વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના યુવાનો માટે સુવર્ણ જ્યુબિલી શિષ્યવૃત્તિની જાહેરાત કરી. તે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાવ દ્વારા દર વર્ષે આપવામાં આવતી એક સંશોધન ફેલોશિપ છે.*

ભારતીય અને અમેરિકાના વિશેષ દળોએ હિમાચલ પ્રદેશમાં સંયુક્ત તાલીમ પ્રયોગ શરૂ કર્યો.આ કવાયતનું નામ શું છે
*✔️વજ્ર પ્રહાર 2021*

આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન દ્વારા ટીબીમુક્ત ભારત માટે કઈ પહેલ શરૂ કરાઇ
*✔️ટ્રાઈબલ ટીબી પહેલ*

પાકિસ્તાને શહીન-1 નામની પરમાણુ સક્ષમ સપાટીથી સપાટીની બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.આ મિસાઈલની રેન્જ કેટલી છે
*✔️900 કિમી.*

સુએજ કેનાલમાં ફસાયેલું માલવાહક જહાજ
*✔️એવર ગિવન*

Standing Conference of Public Enterprise (SCOPE)ના નવા અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા
*✔️સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ(સેલ)ના અધ્યક્ષ સોમા મુંડલ*

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) તરીકેના કોના કાર્યકાળમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો
*✔️કે.વિજયરાઘવન*

મુંબઈ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ અને લિટરેચર લાઈવના સ્થાપક, પ્રખ્યાત પત્રકાર અને લેખક જેમનું હાલમાં નિધન થયું
*✔️અનિલ ધારકર*

દ્વીપકલ્પ ભારતના પશ્ચિમ ઘાટના સંશોધન દળે પતંગિયાની નવી પ્રજાતિની શોધ કરી.

ભારતના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને બ્રિટનિયાના અતિરિક્ત નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

તરુણ બજાજ નવા મહેસુલ સચિવ
અજય શેઠ આર્થિક બાબતોના સચિવ
અનિલકુમાર ઝા આદિજાતિ મંત્રાલયના સચિવ

પાકિસ્તાન બે વર્ષ પછી ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત ફરી શરૂ કરશે.

મણિપુરના ઉખરપુર જિલ્લાના સિરોઈ હિલ્સના શિરુઈ શિખરે આગ લાગી.

*👉🏾For Newspaper Current👇🏾*

https://t.me/jnrlgk


💥રણધીર💥
*🌍ગુજરાતની ભૂગોળ : એક અભ્યાસ🌍*

*📚Part - 1📚*
~~~~~~~~~~~~~~~~~~~~
*★ગુજરાત' નામકરણનો ટૂંકો ઈતિહાસ :-*

પ્રાચીન મધ્યકાલીન ઐતિહાસિકકાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશને 'આનર્ત' તરીકે ઓળખવામાં આવતો.

સ્ટ્રેબો નામના ભૂગોળવેત્તાએ વર્તમાન સૌરાષ્ટ્ર માટે 'સેરોસ્ટ્સ' શબ્દનો પ્રયોગ કર્યો હતો.જ્યારે ટોલેમી અને પેરિપ્લસ નામના ભૂગોળવેત્તાઓએ સૌરાષ્ટ્ર માટે 'સુરાષ્ટ્રીન' શબ્દનો પ્રયોગ કર્યો હતો.

ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ, જે મૈત્રકયુગના ધ્રુવસેન બીજાના સમયમાં ઇ.સ.640માં આવ્યો હતો. તેણે સોરઠનો ઉલ્લેખ 'સુલકા' શબ્દ દ્વારા કર્યો હતો.

વર્તમાન દક્ષિણ ગુજરાત માટે નવમી અને દસમી સદી દરમિયાન 'લાટ' શબ્દ પ્રયોજાતો હતો.ટોલેમીના ગ્રંથમાં 'લાટિકા' અર્થાત લાટનો ઉલ્લેખ જોવા મળે છે. ટોલેમીએ ગુજરાતની મહી નદીનો ઉલ્લેખ 'મૉફિસ' તરીકે કર્યો છે.

આરબ યાત્રાળુ અલબરૂનીએ 'ગુર્જર' શબ્દની સાથે અરબી ભાષાનો 'અત' પ્રત્યય જોડીને તેને 'ગુજરાત' એવું નામ આપ્યું.

'ગુજરાત' નામનો સૌપ્રથમ ઉલ્લેખ ઇ.સ.1233માં લખાયેલા 'આબુરાસ'માં મળે છે.15મી સદીમાં રચાયેલા 'કાન્હડદે પ્રબંધ'માં પણ 'ગુજરાત' એવું નામ આપ્યું.

*★સ્થાન :-*
ગુજરાત રાજ્ય ભારતમાં પશ્ચિમ ભાગમાં અરબ સાગરના દરિયા કિનારે આવેલું છે.

*★અક્ષાશ-*
20.6° ઉત્તર અક્ષાશથી 24.07° ઉત્તર અક્ષાશ

*★કર્કવૃત્ત*
કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ભાગના 6 જીલ્લાઓમાંથી પસાર થાય છે. જે પશ્ચિમથી પૂર્વ તરફ જતાં ક્રમમાં નીચે મુજબ છે.

*ક્ચ્છ - પાટણ - મહેસાણા - ગાંધીનગર - સાબરકાંઠા - અરવલ્લી*

કર્કવૃત્ત કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે.

મહી નદી કર્ક રેખાને બે વાર ઓળંગતી એકમાત્ર નદી છે.

*★કટિબંધ :-*
કર્કવૃત્ત અને વિષુવવૃત્ત વચ્ચેનો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે. આથી ગુજરાત રાજ્યનો મોટો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે.

*★રેખાંશ :-*
68.7° પૂર્વ રેખાંશથી 74.28° પૂર્વ રેખાંશ

*★ક્ષેત્રફળ :-*
1,96,024 ચોરસ કિ.મી. (75,686 ચોરસ માઈલ)

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશના કુલ વિસ્તારનો 6% (5.96%) ભાગ રોકે છે તથા છઠ્ઠો ક્રમ ધરાવે છે.

1.રાજસ્થાન
2.મધ્યપ્રદેશ
3.મહારાષ્ટ્ર
4.ઉત્તરપ્રદેશ
5.જમ્મુ કાશ્મીર
6.ગુજરાત

*★ઉત્તર-દક્ષિણ લંબાઈ :-*
590 કિ.મી.

*★પૂર્વ-પશ્ચિમ પહોળાઈ :-*
500 કિ.મી.

*★વસતી :-*
2011ની વસતી ગણતરી મુજબ દેશની કુલ વસતીના 5%(4.99%) જેટલી થાય છે.

*★ગુજરાતના રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા:-*

*Short Trick :- કમ અદાબ*

1.કચ્છ 2.બનાસકાંઠા 3.અરવલ્લી 4.મહીસાગર 5.દાહોદ

*★ગુજરાતના મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા:-*

1.દાહોદ 2.છોટા ઉદેપુર

*★ગુજરાતના મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા :-*

*Short Trick :- તાન છોડાવે નર્મદા*

1.તાપી 2.નવસારી 3.છોટા ઉદેપુર 4.ડાંગ 5.વલસાડ 6.નર્મદા

*★દરિયાઈ સીમા :-*
ગુજરાત એ ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે જેની લંબાઈ 1600 કિમી. છે. (990 માઈલ)

ગુજરાત ભારતનો લગભગ 28% જેટલો દરિયા કિનારો ધરાવે છે.

ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો :- *કચ્છ*

વર્તમાનમાં ગુજરાતના કુલ 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. જે નીચે મુજબ છે :

1.કચ્છ 2.મોરબી 3.જામનગર 4.દેવભૂમિ દ્વારકા 5.પોરબંદર 6.જૂનાગઢ 7.ગીર સોમનાથ 8.અમરેલી 9.ભાવનગર 10.અમદાવાદ 11.આણંદ 12.ભરૂચ 13.સુરત 14.નવસારી 15.વલસાડ

*★અખાત :-*
ગુજરાતના દરિયા કિનારે બે અખાત આવેલા છે. જેથી ગુજરાતનો દરિયા કિનારો લાંબો બને છે.

1.કચ્છનો અખાત 2.ખંભાતનો અખાત

*★હવાઈ મથકો :-*
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે 26 જાન્યુઆરી, 1991થી કાર્યરત છે.

વડોદરાના સિવિલ એરોડ્રામ (હરણી) એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલનું ઉદ્દઘાટન 22 ઓક્ટોબર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું.

1 મે, 1960માં ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા હતા.
1964માં ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો.
1966માં વલસાડ જિલ્લો બનાવવામાં આવ્યો.
2 ઓક્ટોબર,1997ના રોજ 5 નવા જિલ્લા રચવામાં આવ્યા.
1.આણંદ 2.દાહોદ 3.નર્મદા 4.નવસારી 5.પોરબંદર
2000માં પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો.
2 ઓકટોબર, 2007ના રોજ તાપી જિલ્લો બનાવવામાં આવ્યો.
15 ઓગસ્ટ, 2013ના રોજ નરેન્દ્ર મોદીએ 7 નવા જિલ્લાઓની રચના કરી.
1.અરવલ્લી 2.બોટાદ 3.છોટા ઉદેપુર 4.દેવભૂમિ દ્વારકા 5.મહીસાગર 6.મોરબી 7.ગીર સોમનાથ

આમ, ગુજરાતમાં વર્તમાનમાં 33 જિલ્લાઓ છે.

વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો:- કચ્છ

વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો :- ડાંગ

આંતરરાજ્ય સરહદ ધરાવતા ગુજરાતના કુલ જિલ્લા :- 12

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો :- દાહોદ

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો :- છોટા ઉદેપુર

સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા :- ખેડા, રાજકોટ અને અમદાવાદ (7 જિલ્લા)

એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો :- વલસાડ

*👉🏾Next :-Part :-2 :-ગુજરાતના જાણીતા ભૌગોલિક પ્રદેશો -:*


💥રણધીર💥