સામાન્ય જ્ઞાન
1.48K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:-06/11/2020 થી 08/11/2020🗞️*

●'લેન્સેટ'ના રિપોર્ટ અનુસાર બાળકોની સૌથી વધુ સરેરાશ ઊંચાઈ કયા દેશમાં છે
*✔️નેધરલેન્ડ*
*✔️સૌથી ઓછી ઊંચાઈ તિમોરમાં*

●અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદના મૂળ ભારતીય ઉમેદવાર કમલા હેરિસનું ગામ કયું છે
*✔️તમિલનાડુમાં થુલાસેન્દ્રપુરમ*

●કેન્દ્ર સરકારે પ્રદુષણ વિરોધી આયોગ સમિતિના ચેરમેન કોણે બનાવ્યા
*✔️એમ.એમ.કુટ્ટી*

●મધ્ય પ્રદેશના કયા અભ્યાયરણ્યને યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યું છે
*✔️પન્ના વાઘ અભયારણ્ય*
*✔️જ્યાં જૈવ વૈવિધ્ય પ્રચુર માત્રામાં હોય એવી જગ્યાને બાયોસ્ફિયર ઘોષિત કરવામાં આવે છે*

●ભારત સરકાર દ્વારા એકલવ્ય પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️ક્રિકેટર કે.એલ.રાહુલ*

●દહેરાદૂન સરકારે કયું અભિયાન શરૂ કર્યું છે
*✔️પ્લાસ્ટિક લાવો, માસ્ક લઈ જાવ*

●કેન્દ્ર સરકારે એર ક્વોલિટી સુધારવા માટે કેટલા રાજ્યોને 2200 કરોડનો પહેલો હપ્તો આપ્યો છે
*✔️22 રાજ્યો*

●બેડમિન્ટન પ્લેયર જ્વાલા ઘટ્ટાના નામે જ્વાલા ઘટ્ટા એકેડેમી ઓફ એક્સલન્સની સ્થાપના ક્યાં કરવામાં આવી છે
*✔️હૈદરાબાદ*

●કયા રાજ્યની સરકારે કોરોના ટેસ્ટની કિંમત ૱600 નક્કી કરી છે
*✔️ઉત્તર પ્રદેશ*

●રગ્બી વિશ્વકપમાં વિજેતા કયો દેશ બન્યો
*✔️દક્ષિણ આફ્રિકા*

●આત્મન ઇન.રવિ દ્વારા તાજેતરમાં નવા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેનું શીર્ષક શું છે
*✔️ધ ટુ મિનિંગ ઓફ યોગા*

●તાજેતરમાં કયા દેશે ભારત સાથે સૈન્ય ચિકિત્સા મામલે સમજૂતી કરી છે
*✔️ઉઝબેકિસ્તાન*

●અમેરિકન ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી ડેમોક્રેટ ઉમેદવાર જો બીડેન અમેરિકાના કેટલામાં પ્રમુખ બન્યા
*✔️46મા*

●ભારતના નવા ચીફ ઇન્ફર્મેશન કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી
*✔️યશવર્ધન સિંહા*

●ઇસરોએ ભારતનો 1 અને વિદેશના 9 સહિત 10 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા.જેમાં ભારતનો કયો સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો
*✔️અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-1*

●તાજેતરમાં ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક આશિષ કક્કડનું નિધન થયું હતું.

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date :-09/11/2020 થી 12/11/2020🗞️*

●મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા કોણ બની
*✔️ભારતીય મૂળની મારિયા થટ્ટીલ*

●ગુજરાતના સૌપ્રથમ ટાઉન પ્લાનર જેમનું હાલમાં નિધન થયું
*✔️જમનાદાસ પટેલ*

●હાલમાં મધ્ય અમેરિકામાં આવેલ વાવાઝોડું
*✔️ઈટા*

●6 નવેમ્બરઇન્ટરનેશનલ ડે ફોર પ્રિવેન્ટિંગ એક્સપ્લોઇટેશન ઓફ એનવાયરમેન્ટ ઈન વોર એન્ડ આર્મ્ડ કોન્ફ્લિક્ટ

●નાસાએ તાજેતરમાં કયું સર્વેલન્સ સેટેલાઈટનું લોન્ચિંગ કર્યું
*✔️પ્રહરી-6*

●મલયાલમ સિનેમામાં આજીવન યોગદાન માટે જે.સી.ડેનિયલ પુરસ્કાર કોણે આપવામાં આવ્યો
*✔️હરિહરન*

●ઓક્ટોબર-2020માં કોઈપણ ખાડી દેશમાં પ્રથમ ચૂંટણી યોજાશે.આ ચૂંટણી કયા દેશમાં યોજાશે
*✔️કતાર*

●ગુજરાતને કર્મભૂમિ બનાવનાર સ્પેનિશ મૂળના 'સવાયા ગુજરાતી' જેમનું હાલમાં સ્પેનમાં નિધન થયું
*✔️ફાધર વાલેસ*
*✔️જન્મ :- 4 નવેમ્બર, 1925*
*✔️જન્મસ્થળ :- લોગ્રોન(સ્પેન)*
*✔️નિધન :- 9 નવેમ્બર, 2020*
*✔️1966માં કુમાર ચંદ્રક*
*✔️1978માં રણજિતરામ ચંદ્રક*
*✔️ગુજરાત સમાચારની કોલમ 'નવી પેઢીને' ખૂબ જ લોકપ્રિય હતી.*
*✔️1960 થી 1982 દરમિયાન અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક હતા*

●મહિલા ટી20 ચેલેન્જમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️ટ્રેબબ્લેઝર્સ*
*✔️સુપરનોવાઝને હરાવી*

●કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય જળ સંશાધન સંરક્ષણ અને પ્રબંધન ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન કરનારા લોકોને કયો પુરસ્કાર એનાયત કરે છે
*✔️રાષ્ટ્રીય જળ પુરસ્કાર*

●પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પ્રથમ વખત મહિલા ડિરેક્ટરની નિમણૂક કરી છે તેમનું નામ શું છે
*✔️આલિયા જફર*

●IPLમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*✔️મુંબઈ ઇન્ડિયન્સ*
*✔️5મી વખત ચેમ્પિયન*
*✔️દિલ્હી કેપિટલ્સને હરાવ્યું*

●ગૃહ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ 'નેબરહુડ ન્યુટ્રીશન ચેલેન્જ' શરૂ કર્યું. તેનું આયોજન કોના સમર્થનથી કરવામાં આવી રહ્યું છે
*✔️નેધરલેન્ડના બર્નાર્ડ વાન લીર ફાઉન્ડેશનના*

●કોવિડ-19 શ્રી શક્તિ ચેલેન્જ છ મહિલા સંચાલિત સ્ટાર્ટ અપ્સ દ્વારા જીતી લેવાઈ.આ પડકાર MyGov દ્વારા UN womenના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. આ ચેલેન્જ ક્યારે શરૂ કરવામાં આવી હતી
*✔️એપ્રિલ 2020*

●કયા ચાર ભારતીય-અમેરિકન ડેમોક્રેટિક સાંસદ US ના પ્રતિનિધિગૃહમાં ફરીથી ચૂંટાયા છે
*✔️અમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિ*

●કયા રાજ્યની સરકારે પરિવહન અને બિન-પરિવહન ઇલેક્ટ્રિક વાહનો માટે 100% મોટર વાહન કરમુક્તિની સૂચના આપી છે
*✔️તમિલનાડુ*

●તાજેતરમાં ફોર્મ્યુલા વન એમિલિયા-રોમાગ્ના ગ્રાન્ડ પ્રિક્સ ટુર્નામેન્ટ કોણે જીતી
*✔️બ્રિટિશ રેસિંગ ડ્રાઈવર લુઈસ હેમિલ્ટને*

●કર્ણાટકના વાયોલિનવાદક જેમનું હાલમાં અવસાન થયું
*✔️ટી.એન.કૃષ્ણન*
*✔️1992માં પદ્મ ભૂષણ, 1973માં પદ્મશ્રી, 1974માં સંગીત નાટક અકાદમી એવોર્ડ અને 2006માં સંગીત નાટક અકાદમી ફેલોશિપ મળી હતી.*

●ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુર ખાતે પિનાકા રોકેટ સિસ્ટમના નવા સંસ્કરણનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું.આ સમયગાળા દરમિયાન કુલ છ રોકેટ લોન્ચ કરવામાં આવ્યા હતા. તેની રેન્જ લગભગ કેટલી છે
*✔️37 કિમી.*

●કેન્દ્ર સરકારે શિપિંગ મંત્રાલયનું નામ બદલીને નવું નામ કયું આપ્યું
*✔️પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય*

●US ડિફેન્સ સેક્રેટરીના ચીફ ઓફ સ્ટાફ કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*✔️ગુજરાતી મૂળના કાશ (કશ્યપ) પટેલ*

●દુનિયામાં વડાપ્રધાન પદે સૌથી વધુ સમય સુધી રહેનારા બહેરીનના પ્રિન્સ જેમનું હાલમાં નિધન થયું
*✔️પ્રિન્સ ખલિફા બિન સલમાન અલ-ખલિફા*
*✔️1971માં બહેરીનને આઝાદી મળ્યા બાદથી આ પદ પર હતા*

●ફ્લિપકાર્ટે તાજેતરમાં મોબાઈલ ગેમિંગ સ્ટાર્ટઅપ મેક મોચાનું અધિગ્રહણ કર્યું છે, જે 'લાઈવ સોશિયલ પ્લે' ગેમિંગ પ્લેટફોર્મ ચલાવે છે.

●ભારતે અબુધાબીના સોવરીન વેલ્થ ફંડ(SWF)ને કરમુક્ત દરજ્જો આપ્યો છે.

●પ્રસાર ભારતીએ ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, સ્પેસ એપ્લિકેશન સને જીઓ-ઇન્ફોર્મેટિક્સ સાથેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.પ્રસાર ભારતીના CEO શશિ શેખર વેમપતિ

●હજીરા-ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ શરૂ

●તાજેતરમાં અભિનેતા એચ.જી.સોમશેખરરાવનું નિધન થયું હતું.

●ત્રણ રાફેલ ફાઇટર જેટની બીજી ખેપ તાજેતરમાં ફ્રાન્સથી જામનગર આવી પહોંચી હતી.

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:-13/11/2020 થી 20/11/2020🗞️*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની કઈ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો
*✔️જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને*

●દર વર્ષે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ક્યારે ઉજવાય છે
*✔️ધનતેરસના દિવસે*
*✔️વર્ષ 2020માં પાંચમો આયુર્વેદ દિવસ હતો*

●હાલમાં ફિલિપાઈન્સમાં આવેલ વાવાઝોડું
*✔️વામકો*

●તાજેતરમાં કલવરી ક્લાસની 5મી સબમરીન લોન્ચ કરવામાં આવી તેને શું નામ આપવામાં આવ્યું
*✔️વાગિર*

●કયો દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે
*✔️ફિલિપાઈન્સ*

●15 નવેમ્બરજનજાતિ ગૌરવ દિવસ

●મહારાષ્ટ્રનું 50 હજાર વર્ષ જૂના કયા સરોવરને વેટલેન્ડ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું
*✔️લોનાર સરોવર*
*✔️ઉલ્કાપિંડથી સર્જાયેલું એકમાત્ર સરોવર છે*
*✔️વેટલેન્ડ એટલે કે એવું ક્ષેત્ર જ્યાં ભરપૂર ભેજ હોય છે*

●14 નવેમ્બરવિષય ડાયાબિટીસ દિવસ

●ભારતે તાજેતરમાં QRSAM (ક્વિક રીએકશન સરફેસ ટુ એર) મિસાઈલ અને બંસી રોકેટનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું
*✔️ઓડિશાના ચાંદીપુર ખાતે*

●અયોધ્યામાં સરયૂના 24 ઘાટ પર કેટલા દીવા પ્રજ્વલિત કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
*✔️5,84,572 દીવા*

●આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીની ઉજવણી ક્યાં કરી
*✔️જેસલમેરમાં લોન્ગેવાલા પોસ્ટ પર*

●દિગ્ગજ બંગાળી અભિનેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️સૌમિત્ર ચેટરજી*

●નીતીશ કુમાર સતત કેટલામી વાર બિહારના મુખ્યમંત્રી બનશે
*✔️સતત ચોથી વાર મુખ્યમંત્રી બનશે*
*✔️સાતમી વખત મુખ્યમંત્રી બનશે*

●ડૉ.આંબેડકર પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવી
*✔️અભિનેત્રી ઋચા ચઢ્ઢા*

●તાજેતરમાં મલબાર-2020 લશ્કરી કવાયત કયા દેશોએ કરી
*✔️ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા*

●અર્માનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્ના કારાબાખ પ્રાંત માટે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ બંને દેશ કયા દેશમાંથી છુટા પડેલા છે
*✔️1991માં રશિયામાંથી છુટા પડેલા છે*

●હાલમાં કોલંબિયામાં આવેલ વાવાઝોડું
*✔️યોટા*

●2020માં વૈશ્વિક મોરચે લાંચ રુશવતના જોખમના ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️77મા*

●વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના
*✔️હેતુ :- ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન*

●ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી
*✔️હેતુ :- MSME ને પ્રોત્સાહન આપવું*

●PM શહેરી આવાસ યોજના
*✔️હેતુ :- રોજગારી, પાકા મકાનોની ઉપલબ્ધતા*

●આત્મનિર્ભર ભારત યોજના
*✔️હેતુ :- ભરતીઓમાં કંપનીઓ પ્રોત્સાહિત થાય*

●PLI યોજના
*✔️હેતુ :- ચીનના પડકારો સામે લડવાનું*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:-21/11/2020 થી 23/11/2020🗞️*

●અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ લખેલું પુસ્તક
*✔️અ પ્રોમિસ્ડ લેન્ડ*

●હાથીઓના હિત માટે જીવન સમર્પિત કરનારા 'એલીફન્ટ મેન' નામે જાણીતા થયેલા જેમનું હાલમાં નિધન થયું
*✔️કર્ણાટકના અજય દેસાઈ*

●બાળકોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા કોડિંગ પ્લેટફોર્મ વ્હાઈટ હાઉસ હેટ જુનિયરના સંસ્થાપક કોણ છે
*✔️કરન બજાજ*

●વિશ્વના સર્વશ્રેષ્ઠ શહેરોની યાદીમાં દિલ્હી કેટલામાં ક્રમે છે
*✔️62મા*
*✔️ટોપ 100માં એકમાત્ર ભારતીય શહેર*
*✔️પ્રથમ ક્રમે લંડન*

●સ્વદેશી GPS સિસ્ટમ IRNSS (ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ)ને ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશને વૈશ્વિક માન્યતા આપી.આ સાથે ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો
*✔️ચોથો*

●તાજેતરમાં ભારત, સિંગાપુર અને થાઈલેન્ડ દ્વારા આંદામાનના દરિયામાં નેવલ એક્સરસાઇઝ પૂર્ણ થઈ. આ એક્સરસાઇઝનું નામ શું
*✔️SITMEX-2020*

●20 નવેમ્બરઆફ્રિકા ઔધોગિકરણ દિવસ

●તાજેતરમાં નુઆખાઈ મહોત્સવ ક્યાં મનાવામાં આવ્યો
*✔️ઓડિશા*
*✔️ઓડિશાની રાજ્ય સરકારે 4 કોમર્શિયલ અદાલતો સ્થાપવાનો નિર્ણય કર્યો છે*

●કર્ણાટકના ઉડ્ડુપી શહેરમાં કોસ્ટગાર્ડે માછીમારો માટે કઈ એપ લોન્ચ કરી છે
*✔️કડાલુ*

●ઉત્તર પ્રદેશના કયા તળાવને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે
*✔️સૂર સરોવર તળાવ*

●તાજેતરમાં બહાર પડેલા લાંચ જોખમ સુચકાંકમાં ભારત કેટલામાં નંબરે આવ્યું
*✔️77મા*

●દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનો પ્રભાવ ઘટાડવા માટે કયા બે દેશોએ સંરક્ષણ કરાર કર્યા
*✔️જાપાન અને ઓસ્ટ્રેલિયા*

●ક્વોડ સંગઠન કયા કયા દેશોનું બનેલું છે
*✔️ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા*

●રાજનાથસિંહે તાજેતરમાં એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેનું શીર્ષક શું છે
*✔️લોકતંત્ર કે સ્વર*

●વર્લ્ડબેંકે કયા રાજ્યમાં કનેક્ટિવિટી વધારવા માટે 12 કરોડ ડોલરની યોજના પર હસ્તાક્ષર કર્યા હતા
*✔️મેઘાલય*

●કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગૌ કેબિનેટની સ્થાપનાનો નિર્ણય લીધો છે
*✔️મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે*

●પેટ્રોલ અને ડીઝલ કાર પર પ્રતિબંધની ઘોષણા કયા દેશે કરી છે
*✔️બ્રિટન*

●કેન્દ્ર સરકારે કયા પક્ષી બચાવવા માટે પંચવર્ષીય યોજના શરૂ કરી છે
*✔️ગીધ*

●19 નવેમ્બરવિશ્વ શૌચાલય દિવસ

●માલ્ડોવા દેશના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા છે
*✔️માઈના સેન્ડૂ*
*✔️માલ્ડોવા યુરોપમાં આવેલો દેશ છે*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:-24/11/2020 થી 30/11/2020🗞️*

●આસામના ત્રણ વાર મુખ્યમંત્રી રહેલા જેમનું હાલમાં કોરોનાથી અવસાન થયું
*✔️તરૂણ ગોગોઈ*

●વર્ષ 2019-20નો તાનારીરી સંગીત સન્માન એવોર્ડ સંયુક્ત રીતે કોને આપવામાં આવ્યો
*✔️અનુરાધા પૌંડવાલ (મુંબઈ) અને વર્ષાબેન ત્રિવેદી (ભાવનગર)*
*✔️આ સન્માનમાં ૱5 લાખ રોકડ, તામ્રપત્ર અને શાલ આપવામાં આવે છે*

●એટીપી ફાઇનલ (ટેનિસ) ચેમ્પિયન કોણ બન્યો
*✔️રશિયાનો ડેનિયલ મેદવેદેવ*
*✔️પ્રથમ વખત ચેમ્પિયન બન્યો*
*✔️ફાઇનલમાં ડોમિનિક થિએમને હરાવ્યો*

●જાપાનના વડાપ્રધાન
*✔️યોશિંદે સુગા*

●કયા રાજયમાં લગ્ન માટે ધર્મ પરિવર્તન બદલ 10 વર્ષ કેદની સજા અને વધુમાં વધુ 50 હજાર દંડની જોગવાઈ કરવામાં આવી
*✔️ઉત્તર પ્રદેશ*

●ચીને કયું યાન ચંદ્ર પર જવા રવાના કર્યું
*✔️ચાંગ ઈ-5 યાન*

●તમિલનાડુ-પુડુચેરી પર આવેલ વાવાઝોડું
*✔️નિવાર*

●કોંગ્રેસના ટ્રબલ શૂટર ગણાતા નેતા જેમનું હાલમાં કોરોનાથી અવસાન થયું
*✔️અહેમદ પટેલ*
*✔️જન્મ :- 21 ઓગસ્ટ, 1949*
*✔️જન્મ સ્થળ:- અંકલેશ્વર (ભરૂચ)નું પિરામણ ગામ*
*✔️1977માં પ્રથમ વખત ભરૂચ લોકસભા ચૂંટણી જીત્યા હતા*

●આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ખેલાડી જેમનું હાલમાં નિધન થયું
*✔️ડિયેગો મારાડોના*
*✔️'હેન્ડ ઓફ ગોડ' તરીકે જાણીતા હતા*

●ICCના નવા ચેરમેન કોણ બન્યા
*✔️ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે*

●26 નવેમ્બરનેશનલ મિલ્ક ડે
ડૉ.વર્ગીસ કુરિયનની જન્મજયંતી

●ન્યૂઝીલેન્ડના સાંસદમાં સંસ્કૃતમાં શપથ લઈ ઈતિહાસ કોણે સર્જ્યો
*✔️ભારતીય મૂળના ડૉ.ગૌરવ શર્મા*
*✔️હિમાચલ પ્રદેશના હમીરપુરમાં જન્મ થયો હતો*

●અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને શું કરવામાં આવ્યું
*✔️મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ*

●ભારતીય IT ઉદ્યોગના પિતામહ ગણાતા અને TCSના સંસ્થાપક અને પ્રથમ CEO જેમનું હાલમાં નિધન થયું
*✔️ફકીરચંદ સી.કોહલી*

●LICની પ્રથમ ડિજિટલ એપ્લિકેશન લોન્ચ થઈ તેનું નામ શું
*✔️આનંદા*

●ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના સરવે મુજબ એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશ કયો છે
*✔️ભારત*
*✔️ભારતમાં લાંચનું પ્રમાણ 39% છે*

●UK કયા વર્ષ સુધીમાં નવી ગેસોલિન અને ડીઝલ કારના વેચાણ પર પ્રતિબંધ મુકશે
*✔️2030*
*✔️UK 2050 સુધીમાં તેના કાર્બન ઉત્સર્જનને શૂન્યથી ઘટાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી*

●ફિફા દ્વારા મહિલા અંડર 17 ફૂટબોલ વર્લ્ડકપ રદ કરવામાં આવ્યો છે. હવે ભારતને કયા વર્ષના આવૃત્તિના હૉટિંગ્સ રાઈટ્સ આપવામાં આવ્યા છે
*✔️2022*

●RBIએ રિઝર્વ બેન્ક ઇનોવેશન હબના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી
*✔️ઇન્ફોસીસના સહસ્થાપક અને ભૂતપૂર્વ સહ અધ્યક્ષ ક્રિસ ગોપાલકૃષ્ણન*

●ગગનયાન મિશનનું પ્રથમ હાર્ડવેર ભારતીય અવકાશ સંશોધન સંસ્થાને કોણે પહોચાડ્યું
*✔️લાર્સન એન્ડ ટુબ્રો*

●UNએ લંડન યુનિવર્સિટીના 'ધ વેક્સિન કોન્ફિડન્સ પ્રોજેક્ટ'ના સહયોગથી 'ટીમ હેલો' શરૂ કર્યું. આ પહેલનો હેતુ શું છે
*✔️કોવિડ-19 રસી વિશેની ખોટી માહિતી સામે લડવાનો*

●સ્કોર્પિયન શ્રેણીની 5મી સબમરીન 'વાગિર' મુંબઈના મઝગાંવ ડોકમાં લોન્ચ કરવામાં આવી. આ સબમરીન ભારતીય નૌકાદળના કયા પ્રોજેક્ટના ભાગરૂપે બનાવવામાં આવી છે
*✔️પ્રોજેક્ટ-75*

●બિહારના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા
*✔️નીતીશ કુમાર*

●કયા રાજ્યની સરકારે જંગલી હાથીઓને બચાવવા એન્ટિઇલેક્ટ્રોક્યુશન સેલ સ્થાપવાની યોજના બનાવી છે
*✔️પશ્ચિમ બંગાળ*

●કયા રાજ્યની સરકારે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી રૂરલ સ્ટ્રીટ વેન્ડર યોજના શરૂ કરી છે
*✔️મધ્યપ્રદેશ*

●કર્ણાટક મંત્રીમંડળે બેલ્લારી જિલ્લાથી કયો નવો જિલ્લો અલગ કરવાની મંજૂરી આપી
*✔️વિજયનગર*

●નાણાપ્રધાન નિર્મલા સિતારમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે કેટલા રૂપિયા ફાળવ્યા
*✔️10,000 કરોડ ૱*
*✔️કોવિડ-19 રસીના સંશોધન અને વિકાસ માટે 900 કરોડ રૂપિયાની જાહેરાત કરી*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા જૈનાચાર્યની 151મી જન્મજયંતી નિમિત્તે 'સ્ટેચ્યુ ઓફ પીસ'નું અનાવરણ કર્યું
*✔️શ્રી વિજયવલ્લભ સુરીશ્વરજી મહારાજ*

●હાલમાં ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહાનુ નિધન થયું. તેમણે કયા સમયગાળા દરમિયાન ગોવાના રાજ્યપાલનું પદ સંભાળ્યું હતું
*✔️ઓગસ્ટ 2014 થી ઓક્ટોબર 2019*

●ઘાના દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થયું
*✔️જેરી રાવલિંગ્સ*

●24 નવેમ્બરતેગ બહાદુર શહાદત દિવસ

●દુનિયાના બીજા ક્રમના સૌથી ધનાઢ્ય વ્યક્તિ કોણ બન્યા
*✔️એલોન મસ્ક*

●100% ઘરમાં LPG કનેક્શનવાળું દુનિયાનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*✔️હિમાચલ પ્રદેશ*

●ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદીઓ સામે કયું ઓપરેશન શરૂ કર્યું છે
*✔️ઓપરેશન 500*

●નાઈઝરના રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થયું
*✔️મમાદુ તંદજા*

●ભારતે કયા દેશ માટે 100થી વધુ પરિયોજનાઓની ઘોષણા કરી છે
*✔️અફઘાનિસ્તાન*

●DBS બેંકમાં કઈ બેંકનું વિલીનીકરણ થઈ જશે
*✔️લક્ષ્મી વિલાસ બેંક*

●વાઘની વસ્તી ડબલ કરવા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કયા રિઝર્વને મળ્યો
*✔️પીલીભીત ટાઇગર રિઝર્વ*

●ભારતીય સેનાએ કઈ મિસાઈલનું
લેન્ડ એટેક આવૃત્તિનું આંદામાન-નિકોબાર ટાપુ ખાતે સફળ પરીક્ષણ કર્યું
*✔️બ્રહ્મોસ*

●તાજેતરમાં શશિ થરૂરનું નવું પુસ્તક આવ્યું છે તેનું શીર્ષક શું છે
*✔️ધ બેલેડ ઓફ બ્લોગીંગ*

●25 નવેમ્બરઆંતરરાષ્ટ્રીય ઘરેલુ હિંસા નિવારણ દિવસ

●'ગતિ' વાવાઝોડાનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે
*✔️ભારત*

●નવી ડિજિટલ કરન્સી DC/EP કયા દેશે લોન્ચ કરી છે
*✔️ચીને*

●ભારતનો એકમાત્ર સોનેરી વાઘ કયા રાજયમાં જોવા મળ્યો હતો
*✔️આસામ*

●ભારત-સિંગાપોર વચ્ચે થયેલ સંયુક્ત નૌસૈન્ય કવાયતનું નામ
*✔️સિમ્બેક્સ-2020*

●5મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લૉસમ મહોત્સવ કયા રાજયમાં રદ કરવામાં આવ્યો
*✔️મેઘાલય*

●ટ્વિટર પર દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી મધ્યસ્થ બેંક કઈ બની
*✔️રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા*
*✔️10 લાખ ફોલોઅર્સ ધરાવે છે*

●નાસાએ કયો ઉપગ્રહ લોન્ચ કર્યો
*✔️સેન્ટિનલ-6 માઈકલ ફિલિચ*

●પાકિસ્તાનના કયા વિસ્તારમાંથી ભગવાન વિષ્ણુનું મંદિર મળી આવ્યું છે
*✔️સ્વાત વેલીમાંથી*
*✔️આ મંદિર 1300 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે.*
*✔️કાબુલ શાહી રાજવંશ તરીકે ઓળખાતા એક હિન્દુ રાજવંશે બંધાવેલું*

●87 કલાકમાં 208 દેશોની યાત્રા યાત્રા કરી ગિનેસ વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો
*✔️સંયુક્ત આરબ અમિરાતની ડૉ.ખાવલા અલ રોમાથીએ*

●ચીને માનવયુક્ત સબમરીનનું સફળ પરીક્ષણ કર્યું તેનું નામ શું છે
*✔️ફનતોઉ ચ્યે*

●93મા ઓસ્કાર માટે ભારત તરફથી શોર્ટફિલ્મ કેટેગરીમાં કઈ ફિલ્મ મોકલવામાં આવી
*✔️લેખક, દિગ્દર્શક કિથ ગોમ્સની 'શેમલેસ'*
*✔️આ અગાઉ જલ્લીકટ્ટુને પ્રાદેશિક ભાષાની કેટેગરીમાં ઓસ્કાર માટે મોકલવામાં આવી છે*

●ઈરાનના પરમાણુ વિજ્ઞાની જેમની હાલમાં હત્યા કરવામાં આવી
*✔️મોહસીન ફખરી જાદેહ*

●તાજેતરમાં અભિનેતા આશિષ રોયનું નિધન થયું.

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:-01/12/2020 & 02/12/2020🗞️*

●કયા દેશમાંથી 40 ફૂટ લાંબી વ્હેલનું 5 હજાર વર્ષ પ્રાચીન કંકાલ મળ્યું
*✔️થાઈલેન્ડમાં*
*✔️સામુત સખોન ક્ષેત્રમાં*

●1 ડિસેમ્બરવિશ્વ એઇડ્સ દિવસ

●રશિયાએ કઈ હાઇપર સોનિક એન્ટીશિપ મિસાઈલનું પરીક્ષણ કર્યું
*✔️જિરકાન*

●યુએસ એર ક્વોલિટી ઇન્ડેક્સ મુજબ વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર કયું છે
*✔️પાકિસ્તાનનું લાહોર*
*✔️દિલ્હી બીજા ક્રમે*

●મેરિયલ-વેબસ્ટર ડિક્ષનરીએ કયા શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો
*✔️પેન્ડેમિક*

●હાલમાં ફૂટબોલ ખેલાડી પાપા બાઉઆનું નિધન થયું તેઓ કયા દેશના છે
*✔️સેનેગલ*

●કયા રાજયમાં સરકારી નોકરી કરવી હશે તો ઉમેદવારે તમાકુનું સેવન નથી કરતા તેવું સોગંદનામું રજૂ કરવું પડશે
*✔️ઝારખંડ*

●તમિલનાડુ, કેરળ પર કયું ચક્રવાત આવવાનું સંકટ છે
*✔️બુરેવી*

●48મા એમી એવોર્ડમાં નેટફ્લિક્સની કઈ વેબસીરિઝે બેસ્ટ ડ્રામા સીરીઝનો એવોર્ડ જીત્યો
*✔️દિલ્હી ક્રાઈમ*
*✔️નિર્દેશક :- રિચી મહેતા*
*✔️અભિનેતા અર્જુન માથુરને 'મેડ ઇન હેવન' શ્રેણી માટે બેસ્ટ એક્ટર કેટેગરીમાં નામાંકિત કરાયા હતા*

●તાજેતરમાં G20 સમિટ ક્યાં યોજાઈ હતી
*✔️સાઉદી અરેબિયા*
*✔️G20 સમિટ 2021માં ઇટાલીમાં, 2022માં ઇન્ડોનેશિયા અને 2023માં ભારતમાં યોજાશે*

●ભારતીય નૌકાદળે રિપબ્લિક ઓફ સિંગાપુર નેવી (RSN) અને રોયલ થાઈ નેવી (RTN) સાથે કવાયત કરી.આ કવાયતનું નામ શું
*✔️નોન કોન્ટેક્ટ એટ સી ઓન્લી*

●ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે અમેરિકા અને UK સહિતના પસંદગીના દેશોમાં કઈ એપ્લિકેશનનું આંતરરાષ્ટ્રીય સંસ્કરણ રજૂ કર્યું
*✔️ઉમંગ*

●1962, 1965 અને 1971ના યુદ્ધોમાં ભાગ લેનાર નિવૃત્ત મેજર જનરલ જેમનું તાજેતરમાં અવસાન થયું
*✔️આર.એન.ચિબર*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:- 03/12/2020 થી 05/12/2020🗞️*

●કોરોના રસીના વ્યાપક ઉપયોગને મંજૂરી આપનાર જગતનો પ્રથમ દેશ કયો બન્યો
*✔️બ્રિટન*

●દેશની સૌથી ધનિક મહિલા કોણ બની
*✔️HCL ટેકનોલોજીના ચેરપર્સન રોશની નાડર*
*✔️એલેમ્બિક ફાર્માના મલિકા ચિરાયુ અમીન ગુજરાતની સૌથી ધનિક મહિલા*

●મસાલા કિંગ અને MDH મસાલા કંપનીના માલિક જેમનું હાલમાં નિધન થયું
*✔️મહાશય ધર્મપાલ ગુલાટી*
*✔️મસાલા ઇન્ડસ્ટ્રીના મહારાજા કહેવાતા*
*✔️2019માં પદ્મભૂષણનું સન્માન મળ્યું હતું*

●દેશમાં સૌથી સારી કામગીરી કરનાર પોલીસ સ્ટેશનમાં કયું પોલીસ સ્ટેશન પ્રથમ ક્રમે છે
*✔️મણિપુરના થોબલ જિલ્લાનું નોંગપોસેકમી પોલીસ સ્ટેશન*

●ટાઈમ મેગેઝીન દ્વારા પ્રથમવાર 'કિડ ઓફ ધ યર'ની જાહેરાત કરવામાં આવી. આ સન્માન કોણે મેળવ્યું
*✔️ભારતીય મૂળની 15 વર્ષીય ગીતાંજલી રાવ*

●મહારાષ્ટ્રના કોંકણના સિંધુદુર્ગ વિસ્તારમાં આવેલા 490 વર્ષ પુરાણા કયા સરોવરને આ વર્ષે હેરિટેજ ઈરીગેશન સ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો
*✔️ધામાપુર સરોવર*

●ફિક્કીના ચેરમેન તરીકે કોણ ચૂંટાયા
*✔️ઉદય શંકર*

●'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના લેખક જેમને હાલમાં આત્મહત્યા કરી
*✔️અભિષેક મકવાણા*

●7 કરોડનું ગ્લોબલ ટીચર પ્રાઈઝ કોણે મેળવ્યું જે આવી સિદ્ધિ મેળવનાર દેશના પ્રથમ શિક્ષક બન્યા
*✔️મહારાષ્ટ્રના સોલપુર જિલ્લાના શિક્ષક રણજીતસિંહ ડિસાલે*

●'પેટા'એ પર્સન ઓફ ધ યર 2020 તરીકે કયા અભિનેતાને સન્માન આપ્યું
*✔️જોન અબ્રાહમ*

●2 ડિસેમ્બરવિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ

●સતત છઠ્ઠા વર્ષે અંગદાન માટે દેશનું સર્વશ્રેષ્ઠ રાજય કયું ઘોષિત કરવામાં આવ્યું
*✔️તમિલનાડુ*

●બાળકોને ધ્યાનમાં રાખીને બાલ શુલભ પોલીસ સ્ટેશનનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો
*✔️પુણે*

●ઇન્ડોનેશિયામાં કયો જ્વાળામુખી ફાટ્યો હતો
*✔️માઉન્ટ ઇવી લેવોટોલોક*

●મધ્ય પ્રદેશે કયા વર્ષ સુધીમાં એઇડ્સને સંપૂર્ણપણે ખતમ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે
*✔️2030*

●નાના પ્રાણીઓ માટે દુનિયાનો સૌપ્રથમ ઇકો બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો છે
*✔️ઉત્તરાખંડ*

●1 ડિસેમ્બરBSFનો 56મો સ્થાપના દિવસ

●ઓઈસીડીના અનુમાન પ્રમાણે ભારતનો ગ્રોથ રેટ 2020-21માં કેટલા ટકા રહેશે
*✔️ માઇનસ 9.9%*

●સૌથી ઝડપથી 22,000 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો
*✔️વિરાટ કોહલી*

●કયા દેશે તેમના દેશવાસીઓને કોવિડ-19 રસી મફત આપવાની જાહેરાત કરી છે
*✔️બાંગ્લાદેશ*

●સડક દુર્ઘટના પીડિતો માટે મફત એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની ઘોષણા કયા રાજ્યએ કરી છે
*✔️પશ્ચિમ બંગાળ*

●ઉત્તરાખંડમાં કયા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું
*✔️સૂર્યધાર*

●કેમ્બ્રિજ ડિક્શનરીએ કયા શબ્દને વર્ડ ઓફ ધ યર 2020 ઘોષિત કર્યો છે
*✔️ક્વોરેન્ટાઇન*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:-06/12/2020 & 07/12/2020🗞️*

●રીતુ ફોગટે કેટલામી વાર MMA કુસ્તી ટાઈટલ જીત્યું
*✔️ચોથીવાર*

●તમિલનાડુમાં આવેલ વાવાઝોડું
*✔️બુરેવી*

●ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર જેને હાલમાં નિવૃત્તિની ઘોષણા કરી
*✔️કોરી એન્ડરસન*

●ચંદ્ર પર ધ્વજ લહેવનાર અમેરિકા બાદ બીજો દેશ કયો બન્યો
*✔️ચીન*

●'સિટી ઓફ જોય' તરીકે કયું શહેર ઓળખાય છે
*✔️કોલકાતા*

●ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવાય છે
*✔️4 સપ્ટેમ્બર*

●કયા રાજ્યની સરકારે ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મફત ટેબલેટ આપવાની ઘોષણા કરી
*✔️હરિયાણા*

●પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન જેમનું હાલમાં નિધન થયું
*✔️ઝફરઉલ્લા જમાલી*

●ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થયું
*✔️વાલેરી ગિસકોર્ડ*

●કયા રાજ્યની જાતિ આધારિત નામ વાળી તમામ કોલોનીઓના નામ બદલવાનો આદેશ કર્યો છે
*✔️મહારાષ્ટ્ર*

●ફિટ ઇન્ડિયા મુવમેન્ટના એમ્બેસેડર કોણે બનાવવામાં આવ્યા
*✔️કુલદીપ હાંડુ*

●કયા દેશે ભારત સાથે વૈશ્વિક સંપદા સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા
*✔️અમેરિકા*

●હોમગાર્ડસ સ્થાપના દિવસ કઈ તારીખે મનાવામાં આવે છે
*✔️6 ડિસેમ્બર*
*✔️મોરારજી દેસાઈ દ્વારા 6 ડિસેમ્બર, 1947માં બૃહદ મુંબઇ રાજ્યમાં હોમગાર્ડસ દળની સ્થાપના કરવામાં આવી હતી*

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date:- 08/12/2020 થી 12/12/2020🗞️*

●સોશિયલ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર (SEOY)એવોર્ડ - ઇન્ડિયા 2020ના વિજેતા કોણે જાહેર કરવામાં આવ્યા
*✔️અશરફ પટેલ*

●WHO ઓર્ગેનાઇઝેશનના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️અનિલ સોની*

●9 ડિસેમ્બરઇન્ટરનેશનલ ડે ઓફ વેટનરી મેડિસિન

●સાખિર ગ્રાન્ડ પ્રિક્સ ફોર્મ્યુલા-2 રેસ જીતનાર પ્રથમ ભારતીય રેસર કોણ બન્યો
*✔️જેહાન દારૂવાલા*

●વિશ્વનું સૌથી મોટું ફૂલ્લી ઓટોનોમસ સેટેલાઈટ રોકેટ લૉન્ચર રેવન એક્સ કયા દેશે વિકસાવ્યું
*✔️અમેરિકા*

●કેનેડામાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતની એસેમ્બલીના સ્પીકર તરીકે ચૂંટાઈ આ પદ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*✔️પંજાબના રાજ ચૌહાણ*

●આર્મી અને DRDOએ પોખરણમાં કઈ સ્વદેશી ટેન્કનું સફળ પરીક્ષણ કર્યું
*✔️અર્જુન માર્ક-1*
*✔️આ ટેન્કને 'હન્ટર કિલર' કહેવામાં આવે છે*

●ફોર્બ્સે વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની 17મી યાદી જાહેર કરી.આ યાદીમાં કઈ બે ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું છે
*✔️નિર્મલા સીતારમન અને કિરણ મજમુદાર*
*✔️એન્જેલા માર્કેલ પ્રથમ સ્થાને*

●ચીન અને નેપાળના સંશોધકોએ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપી.તેની ઊંચાઈ કેટલી થઈ
*✔️8848.86 મીટર*
*✔️અગાઉ કરતા 86 સે.મી.વધુ*

●દૂષિત પીવાના પાણી સંબંધિત મુદ્દાઓનો સામનો કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા બદલ આ વર્ષનો ટાઈમ કિડનો ખિતાબ કોણે જીત્યો
*✔️ગીતાંજલી રાવ*

●ઇન્ફોસીસ પુરસ્કાર 2020ની ઘોષણા કરવામાં આવી છે. આ એવોર્ડ વિજેતા છે: Centre of studies in Social Sciences and Humanities. આ પુરસ્કાર વિજેતાને કેટલી રકમ આપવામાં આવે છે
*✔️સુવર્ણચંદ્રક અને 1 લાખ અમેરિકી ડોલર*

●હાલમાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના શિક્ષક રણજીતસિંહ ડિસલેએ ગ્લોબલ ટીચર પ્રાઈઝ મેળવ્યું.આ એવોર્ડ કોના દ્વારા એનાયત એનાયત કરાયો છે
*✔️વર્કી ફાઉન્ડેશન*

●ફોર્ચ્યુન-500ની યાદીમાં સતત બીજા વર્ષે IOCને પાછળ રાખી કઈ કંપની મોખરે રહી
*✔️રિલાયન્સ*
*✔️લાર્સન એન્ડ ટુબ્રો પ્રથમ વખત ટોપ-10માં સામેલ થઈ*

●ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને 100 ઓકટેન પેટ્રોલ શરૂ કર્યું.લકઝરી વાહનો માટે વપરાયેલ 100 ઓકટેન ઈંધણ વિશ્વના ફક્ત કયા છ દેશોમાં ઉપલબ્ધ છે
*✔️US, જર્મની, મલેશિયા, ગ્રીસ, ઈઝરાયેલ, ઇન્ડોનેશિયા*

●શિરોમણી અકાલી દળના અગ્રણી અને પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જેમને કૃષિ કાયદાને કારણે પદ્મવિભૂષણ એવોર્ડ પરત કર્યો
*✔️પ્રકાશસિંહ બાદલ*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા NH-19ના 6 લેન પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યું
*✔️વારાણસી-પ્રયાગરાજ*

●ભારત અને એશિયન વિકાસ બેંકે કયા રાજયમાં નાણાકીય વ્યવસ્થાપન પ્રક્રિયાઓને સુધારવા માટે US 50 મિલિયનની લોન પર હસ્તાક્ષર કર્યા
*✔️પશ્ચિમ બંગાળ*

●કયા દેશે ભારત સાથે ફ્રેન્ડશીપ એસોસિએશનની સ્થાપનાની જાહેરાત કરી
*✔️ઓમાન*

●ભારત અને કયા દેશ વચ્ચે બૌદ્ધિક સંપત્તિ સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા
*✔️અમેરિકા*

●ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર જેમનું હાલમાં અવસાન થયું
*✔️એસ.કે.રામકૃષ્ણન*

●તાજેતરમાં અલાહાબાદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*✔️પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવ*
*✔️તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા છે*

●US રાષ્ટ્રપતિ દ્વારા ટ્રેઝરી સેક્રેટરી કોણે બનાવવામાં આવ્યા
*✔️ભૂતપૂર્વ ફેડરલ રિઝર્વ અધ્યક્ષ જેનેટ યેલેન*

●ગુજરાતમાં કોરોના રસીના વિતરણ માટે કયા નામનું આઇટી પ્લેટફોર્મ તૈયાર કરાયું
*✔️કો-વિમ*

●ગુજરાતના દિગ્ગજ ક્રિકેટર જેમને હાલમાં ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
*✔️પાર્થિવ પટેલ*
*✔️ટેસ્ટ :- પ્રથમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ અને છેલ્લી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ*
*✔️વન-ડે :- પ્રથમ ન્યૂઝીલેન્ડ અને છેલ્લી શ્રીલંકા*
*✔️ટી20 :- પ્રથમ વેસ્ટઇન્ડિઝ અને છેલ્લી ઈંગ્લેન્ડ*
*✔️2016-17 માં રણજી ટ્રોફીના ઇતિહાસમાં ગુજરાત એક જ વખત ચેમ્પિયન બન્યું જેમાં કેપ્ટન પાર્થિવ પટેલ હતો*

●દિગ્ગજ નર્તક જેમનું હાલમાં નિધન થયું
*✔️અસ્તાદ દેબુ*
*✔️1995 - સંગીત-નાટક અકાદમી*
*✔️2007 - પદ્મશ્રી એવોર્ડ*

●ઈટાલીને 1982નો ફૂટબોલ વર્લ્ડકપ જીતાડનારા સ્ટ્રાઈકર અને ગોલ્ડન બુટ વિજેતા જેમનું હાલમાં નિધન થયું
*✔️પાઉલો રોસી*

●ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક પદે કોની નિમણૂક કરવામાં આવી
*✔️ડો.રાજેન્દ્ર ખીમાણી*

●ટાઈમ મેગેઝીનના પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી થઈ
*✔️જો બાઈડેન અને કમલા હેરિસ*

●રાજ્યસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજનું અવસાન થયું.

💥રણધીર💥
*~🔥Newspaper Current🔥~*

*🗞️Date :- 13/12/2020 થી 17/12/2020🗞️*

●લાહોલ સ્પીતિમાં લુપ્ત થયેલું કયું પ્રાણી જોવા મળ્યું
*✔️હિમાલયન સિરો (બકરીની એક જાત)*

●અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ લખેલું પુસ્તક
*✔️અનફિનિશ્ડ*

●11 ડિસેમ્બરઇન્ટરનેશનલ માઉન્ટેન ડે અને યુનિસેફ સ્થાપના દિવસ મનાવામાં આવે છે.

●10 ડિસેમ્બરવિશ્વ માનવ અધિકાર દિવસ

●એશિયાની ટોપ 50 સેલિબ્રિટીની યાદીમાં કયા ભારતીય અભિનેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે
*✔️સોનુ સુદ*

●રોમાનિયાના વડાપ્રધાન જેમને હાલમાં પદ પરથી રાજીનામુ આપ્યું
*✔️લુડો વિક ઓરબા*

●રામાનુજન પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિશિયન કોણે આપવામાં આવ્યું
*✔️કેરોલીના અરુઝોને*

●કુવૈતના વડાપ્રધાન કોણે બનાવવામાં આવ્યા
*✔️શેખ સબા*

●ગોલ્ફ ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*✔️એનિકા સોરેન્સ્ટેમી*

●પ્રોજેક્ટ-17A દ્વારા બનાવવામાં આવેલું કયું જહાજ લોન્ચ કરવામાં આવ્યું
*✔️હિમગીરી*

●દર વર્ષે કઈ તારીખે કેમિકલ વેપન્સનો શિકાર બનેલા લોકોની યાદમાં દિવસ મનાવામાં આવે છે
*✔️30 નવેમ્બર*

●આંધ્ર પ્રદેશ સરકારે ક્યાંના પહાડો પર બસ ચલાવવાની ઘોષણા કરી છે
*✔️તિરૂમાલાના પહાડો*

●26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્ય અતિથિ કોણ હશે
*✔️બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન*

●હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં વિશ્વના 189 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️131મા*
*✔️પ્રથમ ક્રમે નોર્વે અને છેલ્લા ક્રમે નાઇઝર*

●તાજેતરમાં લોસાર મહોત્સવ ક્યાં મનાવામાં આવ્યો
*✔️લદાખ*

●'ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન' પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*✔️વેસ્ટઇન્ડિઝના માઈકલ હોલ્ડિંગ અને ઈંગ્લેન્ડની ઈબોની રેનફોર્ડ બેન્ટ*

●વિશ્વની 100 સૌથી શક્તિશાળી માહિલનોની ફોર્બ્સની યાદીમાં ટોચ પર કઈ મહિલા છે
*✔️જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ*
*✔️વર્ષ 2005થી તે જર્મનીમાં ચાન્સેલર છે*

●10 ડિસેમ્બર,2020ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો.તેનું બાંધકામ કયા વર્ષ સુધીમાં પૂર્ણ થશે
*✔️2022*

●રોજગાર ભવિષ્ય નિધિ યોજના માટે કેન્દ્રીય કેબિનેટે 22,810 કરોડની મંજૂરી આપી.9 ડિસેમ્બર,2020ના રોજ કેન્દ્રીય પ્રધાન મંડળે ભારત રોજગાર યોજનાને મંજૂરી આપી. આ યોજનાનો ઉદ્દેશ શું છે
*✔️સરકાર વધારાના તર્ક ફોર્સ પર કામ કરતી કંપનીઓને પ્રોવિડન્ટ ફંડ આપશે*

●યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ શહેરોની સૂચિમાં કયા શહેરોને સામેલ કરવામાં આવ્યા
*✔️મધ્ય પ્રદેશના ઓરછા અને ગ્વાલિયરને*

●હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ ગૌહત્યા વિરોધી બિલ પસાર કર્યું
*✔️કર્ણાટક*

●ઘાનાના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*✔️ઈડો ડુંકવા*

●સાહિત્ય અકાદમી દ્વારા સન્માનિત સુપ્રસિદ્ધ કયા કવિનું હાલમાં નિધન થયું
*✔️મંગલેશ ડબરાલ*

●તાજેતરમાં સંગીતકાર નરેન્દ્ર ભીડેનું અવસાન થયું.

●બ્રાઝિલના ધનકુબેર જોસેફ સફરાનું અવસાન થયું.

●તાજેતરમાં અભિનેતા ડેવિડ પ્રોવ્સનું નિધન થયું.

💥રણધીર💥
*👮🏻‍ Police Constable👮🏻‍♂️*

*📚ભારતીય ફોજદારી અધિનિયમ, 1860📚*

*📚The Indian Penal Code, 1860*

●IPC ઘડનાર : *લોર્ડ મેકોલે*

●IPC મુસદ્દો તૈયાર થયો : *ઇ.સ.1837*

●IPC પસાર થયો : *6 ઓક્ટોબર, 1860*

●IPC પસાર કરનાર ગવર્નર : *લોર્ડ કેનિંગ*

●IPCમાં કુલ કલમ : *511*

●IPCમાં પ્રકરણ : *23*

●લોર્ડ મેકોલે ભારતના સ્વતંત્રતા પહેલા રચાયેલા પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા.


*📚પ્રકરણ ~ 1 : પ્રારંભ (કલમ 1 થી 5)📚*

*●કલમ - 1* : અધિનિયમ (સંહિતા)નું નામ અને તેના અમલનો વિસ્તાર
✔️આ 'ભારતનો ફોજદારી અધિનિયમ' કહેવાશે અને તે સમગ્ર ભારતમાં લાગુ પડશે.

*●કલમ - 2* : ભારતમાં થયેલા ગુનાની શિક્ષા
✔️કોઈપણ જાતના ભેદભાવ વગર લાગુ પડશે.
✔️ભારતમાં કરેલ કોઇપણ ગુનો પછી ભલે તે વિદેશી વ્યક્તિ દ્વારા પણ થયો હોય.
✔️દરિયાઈ સીમામાં 12 નોટિકલ માઈલ સુધી રાજ્યની હકૂમત અને 200 નોટિકલ માઈલ સુધી કેન્દ્ર સરકારની હકૂમત રહેશે.

*●કલમ - 3* : ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા :
✔️ભારત બહાર જો કોઈ વ્યક્તિ ખોટો પુરાવો આપે તો કદાચ તે દેશમાં તેને ગુનો ન ગણાય પરંતુ ખોટો પુરાવો આપવા બાબત IPCની કલમ 191 મુજબ ગુનો છે તો તેના પર ભારતીય અદાલતમાં ઇન્સાફી કાર્યવાહી કરી શકાય.

*●કલમ - 4* : રાજ્યક્ષેત્રના બહારના ગુનાને આ અધિનિયમ લાગુ પાડવા અંગે
✔️જો કોઈ ભારતીય નાગરિક અમેરિકામાં ખૂન કરે તો ભારતમાં જે સ્થળેથી પત્તો મળે તે સ્થળે તેના પર ખૂનની ઇન્સાફી કાર્યવાહી થાય અને દોષિત ઠેરવી શકાય.

*●કલમ - 5* : અમુક કાયદાઓને આ અધિનિયમથી અસર નહીં થાય (મુક્ત રખાયો છે):
✔️ભારત સરકારના અધિકારીઓ, સૈનિકો, નાવિકો, વિમાનીઓ બંડ કરે અથવા ફરજ છોડી ચાલ્યા જાય તેને શિક્ષા કરવા થયેલા અધિનિયમ અથવા સ્થાનિક કાયદાની જોગવાઈઓને આ અધિનિયમ અસર નહીં કરે.

👉🏻આ ટેલિગ્રામ ચેનલમાં દરરોજ IPCનું એક પ્રકરણ મુકવામાં આવશે.

💥રણધીર💥
*👮🏻‍♂️ Police Constable👮🏻‍♂️*

*📚પ્રકરણ ~ 2 : સામાન્ય સ્પષ્ટીકરણ - વ્યાખ્યાઓ (કલમ 6 થી 52 A)📚*

*👉🏻Part-1 કલમ-6 થી 30👇🏻*

*●કલમ - 6* અધિનિયમની વ્યાખ્યાઓ અપવાદોને આધીન છે એમ સમજવું.
✔️આ અધિનિયમમાં 7 વર્ષથી ઓછી વ્યનું બાળક એવા ગુના કરી શકતું નથી એમ દર્શાવતી નથી પરંતુ 7 વર્ષથી ઓછી વયના બાળકે કરેલું કોઈપણ કૃત્ય ગુનો ગણાશે નહીં એવા સામાન્ય અપવાદને ધ્યાને રાખી વ્યાખ્યા સમજવી પડે છે.

*●કલમ - 7* એકવાર સમજૂતી આપેલા શબ્દપ્રયોગનો ભાવ

*●કલમ - 8* જાતિ
✔️'તે' અને તેના સાધિત રૂપો નર (પુરુષ) કે નારી (સ્ત્રી) માટે વપરાય છે.
✔️આપણે પુરુષ માટે તે અને સ્ત્રી માટે તેણીનો ઉપયોગ કરીએ પરંતુ અહીં 'તે'માં તેણીનો પણ સમાવેશ થઈ જાય છે.

*●કલમ - 9* : વચન

*●કલમ - 10* : પુરુષ, સ્ત્રી

*●કલમ - 11* :- વ્યક્તિ
✔️વ્યક્તિ શબ્દમાં કોઈ કંપની, એસોસિએશન કે વ્યક્તિના મંડળનો પણ સમાવેશ થાય.
✔️કૃત્રિમ અથવા ન્યાયિક અથવા વૈધિક પણ સમાવિષ્ટ
✔️મૂર્તિ વૈધિક વ્યક્તિ છે, તે મિલકત ધારણ કરી શકે.
✔️મ્યુનિસિપાલિટી એક વ્યક્તિ છે.
✔️પૂરેપૂરી રીતે વિકસિત થયેલું ગર્ભમાંનું બાળક કે તેનું અલગ વ્યક્તિત્વ હોય તે પણ વ્યક્તિ છે.
✔️ભાગીદારી પેઢીને વ્યક્તિ ગણી શકાય નહીં (ગુના માટે જવાબદાર ન ઠેરવાય)
✔️માત્ર દંડ કરી શકાય તેવા ગુના માટે ફોજદારી થાય.
✔️માત્ર શિક્ષા સ્વરૂપે કેદ હોય તો કંપની સામે ફરિયાદ થઈ શકે નહીં.

*●કલમ - 12* : લોકો (પબ્લિક)
✔️શબ્દમાં લોકોના કોઈ વર્ગ અથવા કોઈ કોમનો સમાવેશ થાય.

*●કલમ - 13* રાણીની વ્યાખ્યા (એ.ઓ.1950થી રદ)

*●કલમ - 14* સરકારી નોકર
✔️સરકારના અધિકારથી ભારતમાં નોકરી ચાલુ રાખવામાં આવેલા, નિમેલા કે નોકરીમાં રાખેલા કોઈપણ અધિકારી અથવા નોકરનો નિર્દેશ કરે છે.

*●કલમ - 15* : (બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા) રદ

*●કલમ - 16* : (ભારત સરકારની વ્યાખ્યા) રદ

*●કલમ - 17* : સરકાર
✔️કેન્દ્ર સરકાર અને કોઈ રાજ્ય સરકારને દર્શાવે

*●કલમ - 18* : ભારત
✔️ભારત એટલે જમ્મુ કાશ્મીર સિવાયનું ભારતનું રાજ્યક્ષેત્ર. (નોંધ :- તાજેતરમાં બંધારણની કલમ - 370 રદ થતાં હવે આ કલમમાં ભારત એટલે જમ્મુ કાશ્મીર સહિતનું ભારતનું રાજ્યક્ષેત્ર ગણાશે.

*●કલમ - 19* : ન્યાયાધીશ
✔️1859થી કોઈ દાવામાં હકુમત ભોગવતા કલેક્ટર ન્યાયાધીશ છે.
✔️કોઈ તહોમત અંગે હકુમત ભોગવતા મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ છે.
✔️મદ્રાસ અધિનિયમ, 1816માં પંચાયતને દાવા ચલાવી નિર્ણય કરવાની સત્તા છે, તે ન્યાયાધીશ છે.
✔️અન્ય ન્યાયાલયમાં કેસ કમિટ કરવાની સત્તા હોય તે મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ નથી.

*●કલમ - 20* : કોર્ટ (અદાલત)
✔️મદ્રાસ કોડ, 1816 હેઠળ પંચાયત ન્યાયાલય છે.કારણ કે તે દાવાઓ ચલાવી તેનો ફેંસલો (નિર્ણય) આપે છે.

*●કલમ - 21* : રાજ્ય સેવક
✔️ભારતીય ભૂમિદળ, નૌકાદળ, હવાઇદળના દરેક કમિશન ધરાવતા અધિકારી
✔️ન્યાય નિર્ણય કરવાનું કાર્ય કરતાં દરેક ન્યાયાધીશ
✔️ન્યાયાલયે ખાસ અધિકાર આપેલો હોય તે દરેક વ્યક્તિ
✔️દરેક જ્યૂરી સભ્ય, મૂલ્યાંકન કરનાર અથવા પંચાયતના સભ્ય
✔️કોઈ નિર્ણય કરવા જાહેર અધિકારીએ મોકલેલ લવાદ કે અન્ય વ્યક્તિ
✔️કોઈને અટકાયતમાં રાખવાની સત્તા ધરાવતો દરેક વ્યક્તિ
✔️ગુનો અટકાવે, માહિતી આપે, ગુનેગારોને ઇન્સાફ માટે લાવનાર, જાહેર આરોગ્ય કે સલામતીનું રક્ષણ કરતો દરેક અધિકારી
✔️સરકારના નાણાકીય હિતોની જાળવણી કરતો દરેક અધિકારી
✔️ગામ, શહેર કે જિલ્લામાં સમાન બિનસાંપ્રદાયિક હેતુ માટે કોઈ વેરો નાખવાની સત્તા ધરાવતો અધિકારી, લોકોના હકો નિશ્ચિત કરવા દસ્તાવેજ કરવાની કે પ્રમાણિત કરવાની સત્તા ધરાવતો દરેક વ્યક્તિ
✔️મતદાર યાદી તૈયાર, જાહેર કે જાળવણી કરવાની કે સુધારવાની અથવા ચૂંટણી કાર્યમાં સંચાલન કે જવાબદારી સોપાઈ હોય તે દરેક વ્યક્તિ
✔️સરકાર કોઈ કાર્ય માટે ફી કે કમિશન ચૂકવતી હોય તે દરેક વ્યક્તિ

*●કલમ - 22* : જંગમ મિલકત
✔️જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓ તથા જમીન સાથે કાયમ જકડાયેલી વસ્તુઓ સિવાયની દરેક પ્રકારની મૂર્ત મિલકતનો સમાવેશ થાય.

*●કલમ - 23* : ગેરકાયદે લાભ

*●કલમ - 24* : બદદાનતથી
✔️જો ક નામનો વ્યક્તિ ખ ને ગેરકાયદે લાભ કરાવવાના હેતુ સાથે અને ગ ને ગેરકાયદે નુકસાન કરવાના હેતુથી કઈ કૃત્ય કરે તો ક એ બદદાનતથી કર્યું કહેવાય.

*●કલમ -25* : કપટપૂર્વક
✔️કોઈ વ્યક્તિ કપટ કરવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરે તો તેણે તે કૃત્ય કપટપૂર્વક કર્યું કહેવાય, અન્યથા નહીં.

*●કલમ - 26* : માનવાને કારણ
✔️કોઈ વ્યક્તિને કોઈ વાત માનવાનું પૂરતું કારણ હોય તો તે વાત માનવાને કારણ છે એમ કહેવાય, અન્યથા નહીં.

*●કલમ - 27* : પત્ની, કારકુન કે નોકરના કબજામાંની મિલકત
✔️કોઈ મિલકત કોઈ વ્યક્તિ થકી તેની પત્ની, કારકુન કે નોકરના કબજામાં હોય તો તે મિલકત તે વ્યક્તિના કબજામાં કહેવાય.
✔️કારકુન કે નોકર હંગામી ધોરણે અમુક પ્રસંગ પૂરતી નોકરીમાં રાખેલ વ્યક્તિ છે.આ કલમ મુજબ તે કારકુન કે નોકર કહેવાય.

*●કલમ - 28* : ખોટી બનાવટ કરવા અંગે
✔️છેતરપિંડીના ઈરાદાથી કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેવ
ી બનાવે અથવા કરે તેને ખોટી બનાવટ કરી કહેવાય.
✔️ખોટી બનાવટ કરવા નકલ આબહુબ હોય તેવું જરૂરી નથી.

*●કલમ - 29* : દસ્તાવેજ
✔️કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલા કે વાપરી શકાય તેવા અક્ષરો, અંકો કે નિશાનીઓ અથવા એકથી વધુ સાધનો વડે કોઈ પદાર્થ ઉપર વર્ણવેલી બાબતો દસ્તાવેજ કહેવાય.
✔️કરારની વિગતો વ્યક્ત કરતું લખાણ, બેંક ઉપરનો ચેક, મુખત્યરનામું, લઈ શકાય તેવો નકશો કે પ્લાન, આદેશવાળા લખાણ વગેરે...

*●કલમ - 29 A* : ઇલેક્ટ્રોનિક રેકર્ડ
✔️ઇલેક્ટ્રોનિક રેકર્ડ એટલે ઇન્ફર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ -2 (1)(T) મુજબ
✔️ઇલેક્ટ્રોનિક રેકર્ડ એટલે એવી માહિતી કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉત્પન્ન કરાઈ હોય અથવા અવાજ સ્વરૂપે સંગ્રહિત કરી હોય તેવી બાબત

*●કલમ - 30* : કીંમતી જામીનગીરી
✔️જો ક ભાઈ કોઈ વિનિમય પત્ર પાછળ પોતાનું નામ લખે છે. જે વ્યક્તિ વિનિમયપત્ર કાયદેસર રીતે ધરાવતી હોય તેને તેનો હક તબદીલ થવાની આ મહોરને કીંમતી જામીનગીરી કહેવાય.

*●પ્રકરણ - 2ની કલમ -31 થી 52 A part-2 માં*

*👉🏻Continue......*


💥રણધીર💥
*👮🏻‍ Police Constable👮🏻‍♂️*

*📚પ્રકરણ ~ 2 : સામાન્ય સ્પષ્ટીકરણ - વ્યાખ્યાઓ (કલમ 6 થી 52 A)📚*

*👉🏻Part-2 કલમ - 31 થી 52 A👇🏻*

*●કલમ - 31 : વીલ (વસિયતનામું)*
✔️વીલ વસીયતી દસ્તાવેજનો નિર્દેશ કરે છે.

*●કલમ - 32 : કૃત્યના ઉલ્લેખ કરતા શબ્દોમાં ગેરકાયદેસરના કાર્યલોપનો સમાવેશ થાય.*
✔️આ કાયદામાં દરેક ભાગમાં સંદર્ભથી વિરુદ્ધ ઈરાદો જણાતો ન હોય તો કરેલા કૃત્યોનો ઉલ્લેખ કરતાં શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને પણ લાગુ પડે છે.

*●કલમ - 33 : 'કૃત્ય કાર્યલોપ'*
✔️કૃત્ય કોઈ એક જ કૃત્ય અને અનેક કૃત્યોનો તેમજ કાર્યલોપ કોઈ એક જ કાર્યલોપ અને અનેક કાર્યલોપનો નિર્દેશ કરે છે.

*●કલમ - 34 : જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો બર લાવવા કરેલા કૃત્યો*
✔️ક, ખ, ગ વગેરે વ્યક્તિઓ તેમનો બધાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કરે તો દરેક વ્યક્તિએ તે કૃત્ય પોતે એકલાએ જ કર્યું હોય તે રીતે કૃત્ય માટે જવાબદાર છે.
✔️ગુનો કરવા માટેનો સમાન ઈરાદો
✔️ગુનો કરવામાં ભાગ લેવો

*●કલમ - 35 : ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે એવું કૃત્ય ગુનાહિત હોય ત્યારે*

*●કલમ - 36 : અંશતઃ કૃત્યથી અને અંશતઃ કાર્યલોપથી નિપજેલું પરિણામ*
✔️અંશતઃ ક ને ગેરકાયદેસર રીતે ખોરાક ન આપીને અંશતઃ તેને માર મારીને ક એ ખ નું મૃત્યુ નિપજાવે છે તો ક એ ખ નું ખૂન કર્યું છે.

*●કલમ - 37 : જે કૃત્યથી ગુનો બનતો હોય તેવા જુદા જુદા કૃત્યો પૈકીનું એક કૃત્ય કરીને સાથ આપવા અંગે*
✔️ક અને ખ બંને અલગ અલગ રીતે અલગ અલગ સમયે ગ ને થોડા થોડા પ્રમાણમાં ઝેર આપી ખૂન કરવા સહમત થાય અને આ સહમતી અનુસાર ગ ને ઝેર આપે.ઝેરની માત્રાથી ગ મૃત્યુ પામે છે તો ક અને ખ એ ઈરાદાપૂર્વક એકબીજાને સાથ આપ્યો કહેવાય. આમ કૃત્ય અલગ હોવા છતાં ખૂન માટે બંને દોષિત છે.

*●કલમ - 38 : ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિઓ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોઈ શકે*

*●કલમ - 39 : સ્વેચ્છાપૂર્વક*
✔️ક નામનો વ્યક્તિ લૂંટના ગુનામાં મદદરૂપ થવા રાત્રે એક ઘરમાં આગ લગાડે છે અને તે આગના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ક ને દિલગીર પણ થાય છે પરંતુ ક ને આગથી મૃત્યુ પણ થઈ શકે તે વિશે ખબર હતી, આથી ક એ સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવ્યું કહેવાય.

*●કલમ - 40 : ગુનો*
✔️કાયદા હેઠળ શિક્ષાપાત્ર ઠરાવેલા કૃત્યનો નિર્દેશ કરે છે.

*●કલમ -41 : ખાસ કાયદો*
✔️અમુક બાબતોને લાગુ પડતો કાયદો છે.

*●કલમ - 42 : સ્થાનિક કાયદો*
✔️ભારતમાં અમુક ભાગમાં લાગુ પડતો કાયદો છે.

*●કલમ - 43 : ગેરકાયદેસર કરવા માટે કાયદેસર બંધાવા અંગે*
✔️જે કૃત્ય ગુનો હોય અથવા કૃત્યની કાયદાથી મનાઈ કરવામાં આવી હોય અથવા કૃત્યથી દીવાની રાહે પગલું ભરવાને કારણ મળતું હોય તેવા દરેક કૃત્યને લાગુ પડે. જે કૃત્ય ન કરવું કોઈ વ્યક્તિ માટે ગેરકાયદેસર હોય તે કરવા માટે તે કાયદેસર બંધાયેલી તેમ કહેવાય.

*●કલમ - 44 : ઈજા*
✔️કોઈ વ્યક્તિના શરીર, મન, પ્રતિષ્ઠા, મિલકતને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈપણ હાનિ છે.

*●કલમ - 45 : જીવન*
✔️સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો તે માનવીના જીવનનો નિર્દેશ કરે છે.

*●કલમ - 46 : મૃત્યુ*
✔️સંદર્ભથી કોઈ વિરુદ્ધ ન હોય તો તે માનવીના મૃત્યુનો નિર્દેશ કરે છે.

*●કલમ - 47 : પશુ*
✔️પશુ એટલે માણસ સિવાયનું કોઈપણ જીવંત પ્રાણી

*●કલમ - 48 : વહાણ*
✔️વહાણ એટલે માણસો અને માલને જળ માર્ગે લાવવા લઈ જવા માટે બનાવેલું કોઈ સાધન.

*●કલમ - 49 : 'વષ' 'મહિનો'*
✔️વર્ષ અથવા મહિનો શબ્દનો ઉપયોગ થાય ત્યારે તેને બ્રિટિશ કેલેન્ડરને અનુસરીને ગણવાના છે.

*●કલમ - 50 : કલમ*
✔️અધિનિયમના કોઈ પ્રકરણની આંકડા મૂકીને જુદો દર્શાવવામાં આવે તેનો નિર્દેશ કરે છે.

*●કલમ - 51 : સોગંદ*
✔️સોગંદના બદલે કાયદાથી ગંભીરતાપૂર્વક લેવાની પ્રતિજ્ઞાનો અને કોઈ રાજ્યસેવક સમક્ષ જે કરવાનું કાયદા મુજબ જરૂરી હોય અથવા કોર્ટમાં કે તેની બહાર સાબિતી માટે ઉપયોગમાં લેવાના એકરારનો સમાવેશ થાય છે.

*●કલમ - 52 : શુદ્ધબુદ્ધિ*
✔️યોગ્ય કાળજી અને ધ્યાન રાખ્યા સિવાય કરેલી કે માનેલી બાબત શુદ્ધબુદ્ધિથી કરી કે માની કહેવાય નહીં.

*●કલમ - 52 (A) : આશરો આપવા અંગે*
✔️કલમ-157 મુજબ હોય તે સિવાય અને આશરો પામેલી વ્યક્તિની પત્ની કે પતિએ આશરો આપ્યો હોય ત્યારે કલમ-130ના દાખલામાં, પકડાઈ જતી કોઈ વ્યક્તિને બચાવવા માટે આશ્રય, ખોરાક, નાણાં, પીણું, કપડાં, હથિયારો, દારૂગોળો અથવા આવા બીજા કોઈ સાધનો વડે મદદ કરવી તેમ થાય.

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚પ્રકરણ ~ 3 : શિક્ષા વિશે (કલમ 53 થી 75)📚*

*●કલમ - 53 : શિક્ષા*
✔️ગુનેગારો નીચે પ્રમાણે શિક્ષાને પાત્ર થશે.
✔️પહેલી : મોત (મૃત્યુ)
✔️બીજી : આજીવન કેદ
✔️ત્રીજી : રદ
✔️ચોથી : કેદ 1.સખત કેદ 2.સાદી કેદ
✔️પાંચમી : મિલકત જપ્ત કરવી
✔️છઠ્ઠી : દંડ
આજીવન દેશ નિકલનો અર્થ આજીવન કેદ છે એમ થશે.
1955 પહેલા દેશ નિકાલની શિક્ષા થઈ હોય તો તેટલી જ મુદત માટે સખત કેદની સજાની જેમ કામ લેવાતું.
દેશ નિકાલનો અથવા ટૂંકી મુદત માટે દેશ નિકાલનો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો છે.
ટૂંકી મુદતનો દેશનિકાલ અર્થ હોય તો તેને કાઢી નાખવામાં આવ્યું છે.

*●કલમ - 54 : મોતની સજા હળવી કરવા અંગે*
✔️મોતની સજાના કિસ્સામાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વગર હળવી કરવી તથા અધિનિયમમાં ઠરાવેલી બીજી ગમે તે શિક્ષામાં ફેરવી શકાશે.

*●કલમ - 55 : આજીવન કેદની સજા હળવી કરવા અંગે*
✔️આજીવન કેદના કેસમાં યોગ્ય સરકાર, ગુનેગારની સંમતિ વિના તેને હળવી કરી 14 વર્ષ સુધીની બે પૈકી કોઈ એક પ્રકારની કેદની શિક્ષામાં ફેરવાઈ શકે.

*●કલમ - 56 (A) : યોગ્ય સરકાર*
✔️કલમ - 54 અને 55માં દર્શાવેલ યોગ્ય સરકારનો અર્થ
✔️મોતની સજા હોય અથવા સંઘની કારોબારી સત્તા જે બાબત સુધી વિસ્તરેલી હોય ત્યારે કાયદા વિરુદ્ધ ગુના માટે સજા હોય તેવા કેસમાં કેન્દ્ર સરકાર.
✔️સજા (મોતની હોય કે ન હોય) રાજ્યની કારોબારી સત્તા જે બાબત સુધી પહોંચતી હોય તેને લગતા કાયદા વિરુદ્ધના કેસોમાં જે રાજ્યમાં ગુનેગારને સજા ફરમાવાઈ હોય તે રાજ્ય સરકાર.

*●કલમ - 56 : રદ*
✔️યુરોપિયનો તથા અમેરિકનોને કઠોર પરિશ્રમની સજા હતી.
✔️6 એપ્રિલ, 1949થી રદ કરવામાં આવી.

*●કલમ - 57 : શિક્ષાની મુદતના ભાગો*
✔️ગણતરી પ્રમાણે આજીવન કેદની શિક્ષાને 20 વર્ષની કેદની શિક્ષા બરાબર ગણવામાં આવશે.

*●કલમ - 58 : રદ*

*●કલમ - 59 : રદ*

*●કલમ - 60 : (કેદના અમુક કેસોમાં) બધી અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કરી શકાશે*
✔️કોર્ટને સત્તા રહેશે કે કેદની શિક્ષા થઈ હોય ત્યારે દરેક કેસમાં બધી કેદ સખત અથવા બધી કેદ સાદી અથવા તેનો થોડો ભાગ સખત અને બાકીનો ભાગ સાદી રાખી શકાશે.

*●કલમ - 61 : રદ*

*●કલમ - 62 : રદ*

*●કલમ - 63 : દંડની રકમ*
✔️કેટલો દંડ થઈ શકે તે ન ઠરાવ્યું હોય ત્યારે ગુનેગાર માટે દંડની રકમ અમર્યાદિત છે પણ તે વધુ પડતી હોવી જોઈએ નહીં.

*●કલમ - 64 : દંડ ન ભરાય તો કેદની સજા*
✔️ગુનેગારને કેદ સાથે અથવા કેદ વગર દંડની સજા થઈ હોય તેવા કેદની તથા દંડની શિક્ષાના પાત્ર ગુનાના દરેક કેસમાં
✔️ગુનેગારને દંડ ન ભરે તો અમુક મુદત સુધી કેદ ભોગવવી તે હુકમ ફરમાવવાની સત્તા કોર્ટને રહેશે.ગુનેગારને બીજી કોઈ કેદની સજા થઈ હોય તે ઉપરાંત અથવા સજા હળવી કરવાના હુકમ હેઠળ જે કેદને તે પાત્ર હોય તે ઉપરાંતની રહેશે.

*●કલમ - 65 : કેદની અને દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે, દંડ ન ભરાય તો કેદની મુદત*
✔️કેદની તથા દંડની એમ બંને શિક્ષા હોય ત્યારે દંડ ન ભરાય તો કોર્ટ તે ગુનેગારને કેદમાં રાખવાનું ફરમાવે તે ગુના માટે નક્કી થયેલી વધુમાં વધુ મુદતના 1/4 કરતાં વધુ હોવી જોઈએ નહીં.

*●કલમ - 66 : દંડ ન ભરવા માટે કેદનો પ્રકાર*
✔️દંડ ન ભરાય તો તે ગુના માટે ગુનેગારને જે પ્રકારની કેદની સજાનો હુકમ થઈ શકે તે કોઈપણ પ્રકારની રહેશે.

*●કલમ -67 : ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરે તો કેદની મુદત*
✔️માત્ર દંડની શિક્ષાને પાત્ર ગુનો હોય અને ગુનેગાર દંડ ન ભરે તો કોર્ટ જે કેદની શિક્ષા કરે તે સાદી હોવી જોઈએ અથવા તે નીચેના પ્રમાણમાં હોવી જોઈએ.
દંડની રકમ 50 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 2 મહિનાની મુદત
દંડની રકમ 100 ૱ કરતાં વધુ ન હોય ત્યારે - વધુમાં વધુ 4 મહિનાની મુદત
(બીજા કોઈ કેસમાં વધુમાં વધુ 6 મહિનાની મુદત)

*●કલમ - 68 : દંડ ભરી આપતા કેદનો અંત લાવવા અંગે*
✔️દંડ ન ભરે તો કેદની જે સજા કરી હોય, તે સજાઓ તે દંડ આપવામાં આવે અથવા કાયદાની રાહે તે વસૂલ કરવામાં આવે ત્યારે અંત આવશે.

*●કલમ - 69 : દંડનો પ્રમાણસરનો ભાગ આપતા કેદનો અંત આવવા અંગે*
✔️જો ક ભાઈને ૱100નો દંડ થયો હોય અને તે ન ભરપાઈ કરતા 4 માસની કેદની સજા થઈ હોય ત્યારે એક મહિનો પૂરો થાય તે પહેલાં દંડના 75 ૱ આપવામાં કે વસૂલ થાય તો એક મહિનો પૂરો થતાં તુરંત જ ક ભાઈને છોડી મૂકાશે. જો એક મહિનો પૂરો થયો હોય અને કેદ ચાલુ હોય અને 75 ૱ ચુકવવામાં આવે તો તુરંત ક ભાઈને છોડી દેવાશે. જો કેદના બે મહિના પુરા થાય તે પહેલાં દંડના ક ભાઈ ૱ 50 ચુકવી આપે તો બે મહિના પુરા થતા તુરંત છોડી મૂકાશે તેમ છતાં બે મહિનાથી વધુ કેદ હજી ચાલુ છે અને ક ભાઈ ૱ 50ની ચુકવણી કરી આપે તો તેને તુરંત જ છોડી મૂકાશે.

*●કલમ - 70 : 6 વર્ષની અંદર અથવા કેદની મુદત દરમિયાન દંડ વસૂલ કરી શકાય.મૃત્યુ થતા મિલકત બોજામાંથી મુક્ત નહીં થાય*
✔️દંડ અથવા દંડનો જેટલો ભાગ આપવાનો બાકી હોય, તે સજાના હુકમ પછી 6 વર્ષની અંદર કોઈપણ સમયે વસૂલ કરી શકાશે. જો ગુનેગાર 6 વર્ષ કરતા વધુ સમયની કેદ પાત્ર હોય ત્યારે
મુદત પૂરી થતાં પહેલાં કોઈપણ સમયે વસૂલ કરી શકાય અથવા ગુનેગારના મૃત્યુ પછી કાયદેસર રીતે તેનું દેવું જે મિલકતમાંથી વસૂલ કરી શકાય તેમાંથી થાય અને તેના મૃત્યુથી પણ તેની મિલકત દેવાના બોજામાંથી મુક્ત થતી નથી.

*●કલમ - 71 : કેટલાક ગુના મળીને બનેલા ગુનાની શિક્ષાની મર્યાદા*
✔️ક ભાઈને એક લાકડી વડે ખ ભાઈ 25 ફટકા મારે ત્યારે દરેક ફટકાથી ખ ભાઈ ક ભાઈને વ્યથા કરવાનો ગુનો કર્યો છે અને ખ ભાઈને એક ફટકા માટે એક વર્ષ તેમ ગણી 25 વર્ષ સુધી કેદમાં નાખી શકાય પણ એકદંર માર માટે ખ ભાઈ એક જ શિક્ષાને પાત્ર થશે.પરંતુ ક ભાઈને ખ ભાઈ મારતો હોય ત્યારે ગ ભાઈ વચ્ચે પડે અને ખ ભાઈ ઈરાદાપૂર્વક ગ ભાઈને ફટકા મારે તો ક ભાઈએ ખ ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરી તે કૃત્યનો ગ ભાઈને મારેલો ફટકો કોઈ ભાગ ન હોવાથી ક ભાઈને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે એક શિક્ષાને તથા ગ ભાઈને ફટકો મારવા માટે બીજી શિક્ષાને ખ ભાઈ પાત્ર છે.

*●કલમ - 72 : કેટલાક ગુનાઓ પૈકી એકને માટે દોષિત ઠરેલી વ્યક્તિ તે કયા ગુના માટે દોષિત છે એ વિશે શંકા હોવાનું ફેંસલામાં જણાવ્યું હોય ત્યારે તેને કરવાની શિક્ષા*
✔️એવો ફેંસલો અપાય કે અમુક વ્યક્તિ જુદા જુદા ગુનાઓ પૈકી એક ગુનામાં દોષિત છે તે વિશે શંકા છે અને તે દરેક ગુના માટે એકસમાન શિક્ષા ન હોય તો ઓછામાં ઓછી શિક્ષા ઠરાવી હોય તે માટે ગુનેગારને શિક્ષા કરાશે.

*●કલમ - 73 : એકાંત કેદ*
✔️જે ગુના માટે સખત કેદની શિક્ષા થઈ શકે તે માટે સજા પામેલા ગુનેગારને સજા કરવામાં આવી છે તેના કોઈ ભાગ કે ભાગોની મુદત સુધી નીચે મુજબ એકદંર 3 મહિનાથી વધુ નહીં તેવી એકાંત કેદ રાખવામાં આવશે.
જો કેદની મુદત 6 મહિના કરતા વધુ ન હોય તો - 1 મહિના કરતા વધુ નહીં.
જો કેદની મુદત 6 મહિનાથી વધુ પણ 1 વર્ષ કરતા ઓછી હોય તો - બે મહિનાથી વધુ નહીં.
જો કેદની મુદત 1 વર્ષ કરતા વધુ હોય - 3 મહિના કરતા વધુ સમય સુધી નહીં.

*●કલમ - 74 : એકાંત કેદની મુદત*
✔️એકાંત કેદની સજાના અમલ કરવામાં એક વખતે એવી કેદ 14 દિવસ કરતા વધુ નહીં હોય અને તે કેદની મુદતોની વચ્ચે તે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં, અપાયેલી કેદ 3 મહિના કરતાં વધુ હોય ત્યારે અપાયેલી કેદ દરમિયાન કોઈ એક મહિનામાં એકાંત કેદ 7 દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં અને તે એકાંત કેદની મુદતો વચ્ચે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈએ નહીં.

*●કલમ - 75 : અગાઉ દોષિત ઠર્યા પછી, પ્રકરણ-12 (સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના) અને પ્રકરણ-17 (મિલકત વિરુદ્ધના ગુનાઓ વિશે (ચોરી વિશે)) હેઠળ અમુક ગુનાઓ માટે વધારે શિક્ષા*
✔️કોર્ટ દ્વારા અધિનિયમના પ્રકરણ-12 અને પ્રકરણ-17 હેઠળ 3 વર્ષની અથવા તેથી વધુ મુદતની બે માંથી ગમે તે એક પ્રકારની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે.

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚પ્રકરણ ~ 4 : સામાન્ય અપવાદો (કલમ 76 થી 106)📚*

*★●કલમ - 76 : કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિએ કરેલું કૃત્ય (હકીકત અંગેની ભૂલ)*
✔️જો રણજીત નામક સૈનિક પોતાના ઉપરી અધિકારીના હુકમથી કાયદાના આદેશને સુસંગત રહી એક ટોળા ઉપર ગોળીબાર કરે તો રણજીતે ગુનો કર્યો નથી.

*★●કલમ - 77 : ન્યાયિક રીતે કાર્ય કરતાં ન્યાયાધીશનું કૃત્ય*
✔️કાયદાથી મળેલી બાબત અનુસાર સત્તાની રૂએ ન્યાયાધીશ કોઈ ન્યાયિક રીતે કાર્ય કરે અને શુદ્ધબુદ્ધિથી પોતે માનતા હોય તો ન્યાયાધીશે કરેલું કૃત્ય ગુનો નથી.

*●કલમ - 78 : કોર્ટના ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું કૃત્ય*
✔️કોર્ટનો ફેંસલો અથવા હુકમ અમલમાં હોય તે દરમિયાન તે ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું અથવા તેની રૂએ કરવું જોઈએ તેવું કૃત્ય ગુનો નથી પછી ભલે તે કોર્ટને તે ફેંસલો કરવાની હકૂમત ન હોય પરંતુ તે કૃત્ય કરનાર વ્યક્તિ શુદ્ધબુદ્ધિથી માનતી હોવી જોઈએ કે તે કોર્ટને એવી હકૂમત હતી.

*●કાયદાનુમત હોય અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતે કાયદાનું મત હોવાનું માનતી હોય તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય*
✔️જો રણજીતને રાજેશ ખૂન કરી રહ્યો હોય એવું લાગે. ખૂનીઓને ખૂન કરતાં પકડવાની તમામ વ્યક્તિઓને કાયદાએ આપેલી સત્તા શુદ્ધબુદ્ધિથી કરેલા નિર્ણય મુજબ વાપરીને રણજીત રાજેશને યોગ્ય અધિકારી સમક્ષ હાજર કરવા પકડે છે. રાજેશ પોતાનો બચાવ કરી રહ્યો હતો તેવું પાછળથી માલુમ પડે તો પણ રણજીતે કોઈ ગુનો કર્યો નથી.

*★●કલમ - 80 : કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત*
✔️જો રણજીત પાવડા વડે કામ કરતો હોય અને પાવડાનું ફળ છટકીને નજીકમાં ઉભેલા રાજેશનો જીવ લે તો રણજીત દ્વારા સાવચેતીનો યોગ્ય અભાવ ન હોય તો તે કૃત્ય ક્ષમ્ય છે - ગુનો નથી.

*●કલમ - 81 : જો કૃત્યથી હાનિ થવા સંભવ હોય તેવું પણ ગુનાહિત ઈરાદા વિના અને બીજી હાનિ થતી અટકાવવા કરેલું કૃત્ય*
✔️ગુનાહિત ઈરાદા વિના તથા શુદ્ધબુદ્ધિથી માત્ર તે કૃત્યથી હાનિ થવાનો સંભવ છે તેવું જાણી કર્યું હોવાના કારણે તે કૃત્ય કોઈ ગુનો નથી.

*★●કલમ - 82 : 7 વર્ષની અંદરના બાળકનું કૃત્ય*
✔️7 વર્ષની અંદરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.

*★●કલમ - 83 : 7થી વધુ અને 12થી ઓછી વયના અપરિપકવ સમજવાળા બાળકનું કૃત્ય*
✔️વર્તણુકનો પ્રકાર અને પરિણામોનો પ્રસંગ સાચો ખ્યાલ કરવા કરવા પૂરતી જેની સમજશક્તિ પરિપક્વ થઈ નથી તેવા 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી વયના બાળકનું કોઈ કૃત્ય ગુનો નથી.

*★●કલમ - 84 : અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય*
✔️અસ્થિર મગજના કારણે પોતાનું કૃત્ય કયા પ્રકારનું છે કે તે અપકૃત્ય છે અથવા કાયદા વિરુદ્ધનું છે તેવું તે કૃત્ય કરતી વખતે જાણવાને અશક્તિમાન હોય તે વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.

*●કલમ - 85 : પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય*
✔️વ્યક્તિને નશો ચડ્યો હોય તે વસ્તુ તેની જાણ વિના અથવા તેની ઈચ્છા વિરુદ્ધ આપવામાં આવી હોય અને નશાના કારણે તે વ્યક્તિએ કરેલું કૃત્ય અપકૃત્ય છે, કાયદા વિરુદ્ધનું છે તે જાણવા અશક્તિમાન હોય તે વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી.

*●કલમ - 86 : નશામાં હોય તેવી વ્યક્તિએ કરેલો ગુનો જેમાં ખાસ કોઈ ઈરાદો અથવા જાણકારી હોવી આવશ્યક છે.*

*●કલમ - 87 : સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય*
✔️તે કૃત્ય ગુનો નથી.

*●કલમ - 88 : મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️તે કૃત્ય ગુનો નથી.

*●કલમ - 89 : કોઈ બાળક અથવા પાગલ વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીની સંમતિથી શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️તે કૃત્ય ગુનો નથી.
✔️જો રાજેશ ઓપરેશન સમયે તેના બાળકનું મૃત્યુ થવાનું સંભવ હોવાનું જાણતો હોય પરંતુ બાળકનો રોગ મટાડવા બાળકની સંમતિ વિના રાજેશ સર્જન પાસે ઓપરેશન કરાવે તો રાજેશ અપવાદમાં આવી જાય છે કારણ કે ઓપરેશનનો હેતુ બાળકનો રોગ મટાડવાનો હતો.

*●કલમ - 90 : સંમતિ, જે ભયના લીધે અથવા ખોટા ખ્યાલના લીધે આપી હોવાનું જાણવામાં હોય*

*●કલમ - 91 : હાનિ થયા વિના પણ જે કૃત્યો ગુનો બને છે તે કૃત્યો બાકાત રાખવા અંગે*
✔️કૃત્યોને કલમો 87, 88 અને 89ના અપવાદો લાગુ પડશે નહીં.

*●કલમ - 92 : કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિના શુદ્ધબુદ્ધિથી કરેલું કૃત્ય*
✔️રણજીત તેના ઘોડા પરથી બેભાન થઈ ગયો છે અને સર્જન રાજેશને લાગે કે તેની ખોપરીનું ઓપરેશન કરવું જરૂરી છે ત્યારે રાજેશ મોત નિપજાવવાના ઈરાદાથી નહીં પણ શુદ્ધબુદ્ધિથી રણજીત ભાનમાં આવે તે પહેલાં તેની ખોપરીનું ઓપરેશન કરે તો રાજેશે કોઈ ગુનો કર્યો ન કહેવાય.

*●કલમ - 93 : શુદ્ધબુદ્ધિથી જણાવેલી અંગે*
✔️જો રાજેશ નામક સર્જન રણજીત નામક દર્દીને જે જીવી શકશે નહીં તેવો અભિપ્રાય આપે અને આઘાતથી રણજીતનું મૃત્યુ થાય તો રાજેશ જાણતો હતો કે રણજીતનું મૃત્યુ થઈ શકે ત
ે સંભવ છે છતાં રાજેશે ગુનો કર્યો નથી.

*●કલમ - 94 : ધમકીથી જે કરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી હોય તે કૃત્ય*
✔️ખૂન અને રાજ્ય વિરુદ્ધના મોતની શિક્ષાને પાત્ર ગુના સિવાયનું કૃત્ય કરતી વખતે તેમ ન કરે તો તત્કાળ મારી નાખવાની દહેશત ઉભી કરાય અને ધમકીથી તેમ કરવાની ફરજ પડાય ત્યારે કરેલું કૃત્ય ગુનો નથી.તે વ્યક્તિ ઓછી હાનિ થવાની દહેશત કે આમ કરવું જ પડે એવી પરિસ્થિતિમાં મુકાયો ન હોવો જોઈએ.

*●કલમ - 95 : જેથી નજીવી હાનિ થાય તેવું કૃત્ય*
✔️સમાન્ય સમજવાળી અને સ્વભાવની કોઈ વ્યક્તિ તેવી હાનિ માટે ફરિયાદ કરે નહિ તો તે હાનિને કારણે કોઈ કૃત્ય ગુનો નથી.

*📚ખાનગી બચાવનો હક (કલમ 96 થી 106)📚*

*★●કલમ - 96 : ખાનગી બચાવમાં કરેલા કૃત્યો*
✔️ખાનગી બચાવનો હક વાપરતા કરેલું કૃત્ય ગુનો નથી.

*●કલમ - 97 : શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક*
✔️પહેલું :- મનુષ્યના શરીરને અસરકર્તા ગુના સામે પોતાને અને બીજી કોઈ વ્યક્તિના શરીરનો બચાવ કરવાનો
✔️બીજું :- ચોરી, લૂંટ, બગાડ કે ગુનાહિત અપ-પ્રવેશની વ્યાખ્યામાં આવી જતો ગુનો હોય તેવા કૃત્ય સામે પોતાની અથવા બીજી વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત બચાવવાનો.

*●કલમ - 98 : અસ્થિર મગજની વગેરે વ્યક્તિઓએ કૃત્ય સામે ખાનગી બચાવનો હક*

*★●કલમ - 99 : કયા કૃત્યો સામે ખાનગી બચાવનો હક નથી*
✔️કોઈ રાજ્યસેવક હોદ્દાની રૂએ કામ કરતો હોય અને જેમાં મોત અથવા મહાવ્યથાની દહેશત હોય ત્યારે ખાનગી બચાવનો હક નથી.
✔️સરકારી અધિકારીઓનું રક્ષણ મેળવવાનો સમય હોય તેવા સમયે ખાનગી બચાવનો હક નથી.

*★●કલમ - 100 : શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે :*
✔️પહેલું :- દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાથી મૃત્યુ થશે એવો હુમલો.
✔️બીજું :- દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાથી મહાવ્યથા થશે.
✔️ત્રીજું :- બળાત્કાર કરવાના ઇરાદે કરેલો હુમલો.
✔️ચોથું :- સૃષ્ટિશ્રમ વિરુદ્ધ કામ વાસના સંતોષવાના ઈરાદે કરેલો હુમલો
✔️પાંચમું :- અપહરણ કે અપનયન ઇરાદે કરેલો હુમલો.
✔️છઠ્ઠું :- ગેરકાયદે અટકાયતમાં રાખવાના ઈરાદે કરેલો હુમલો.
✔️સાતમું :- એસિડ ફેંકવાનું અથવા એસિડ પીવડાવવાનું કૃત્ય જેનાથી મહાવ્યથા થવાની વાજબી દહેશત ઉભી થાય.

*●કલમ - 101 : એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે*
✔️ઉપરની કલમમાં ગણાવેલ પ્રકારો પૈકી કોઈ પ્રકાર ન હોય તો.

*●કલમ - 102 : શરીરના ખાનગી બચાવની હકની શરૂઆત અને તે ચાલુ રહેવા અંગે*
✔️ગુનો કરવામાં ન આવ્યો હોય પણ ગુનો કરવાની કોશિશ અથવા ધમકીથી શરીરને જોખમમાં પહોંચવાનો વાજબી ભય પેદા થાય કે તરત ખાનગી બચાવનો હક શરૂ થાય અને શરીરને જોખમ પહોંચવાનો ભય ચાલુ રહે ત્યાં સુધી તે ચાલુ રહે છે.

*★●કલમ - 103 : મિલકતના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે.*
✔️પહેલું :- લૂંટ
✔️બીજું :- રાત્રે ઘરફોડ
✔️ત્રીજું :- મકાન, તંબુ અથવા વહાણ માણસના રહેણાંકની જેમ વપરાતું હોય અથવા સુરક્ષિત રાખવાના સ્થળ તરીકે હોય તેનો આગથી બગાડ
✔️ચોથું :- ખાનગી બચાવનો હક વાપરવામાં ન આવે તો પરિણામે મૃત્યુ, મહાવ્યથા થવાનો વાજબી ભય લાગે એવા સંજોગોમાં ચોરી, બગાડ અથવા ગૃહ અપ-પ્રવેશ.

*●કલમ - 104 : એવો હક મૃત્યુ નિપજાવવા સિવાયની બીજી હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે.*

*●કલમ - 105 : મિલકતના ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા અંગે.*
✔️મિલકતને જોખમ પહોંચવાનો વાજબી ભય લાગે ત્યારથી મિલકતના ખાનગી બચાવનો હક શરૂ થાય.

*●કલમ - 106 : નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે ખાનગી બચાવનો હક*
✔️જો કોઈ ટોળું રણજીતનું ખૂન કરવા હુમલો કરે અને ટોળા પર ગોળીબાર વિના ખાનગી બચાવ થઈ શકે તેમ નથી ત્યારે ટોળામાં સામેલ નાના બાળકોને હાનિ પહોંચે તેવા જોખમ વિના ગોળીબાર થાય તેમ નથી અને એ ગોળીબારથી કોઈ હાનિ થાય તો રણજીતે ગુનો કર્યો ગણાય નહીં.

*👉🏻નોંધ :- '★' નિશાની વાળી કલમો મહત્વની છે.*

💥રણધીર💥
*👮🏻‍♂️Police Constable👮🏻‍♂️*

*📚પ્રકરણ ~ 5 : દુષ્પ્રેરણ (કલમ 107 થી 120)📚*

*★●કલમ - 107 : કૃત્યનું દુષ્પ્રેરણ*
✔️પહેલું :- કોઈ કૃત્ય કરવા માટે કોઈ બીજી વ્યક્તિને ખોટી રીતે પ્રેરે
✔️બીજું :- કૃત્ય કરવા માટે બીજી એક કે વધુ વ્યક્તિઓ સાથે કાવતરામાં સામેલ થાય, કાવતરાને અનુસરીને અને તે કરવા માટે કોઈ કરવામાં આવે કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે.
✔️ત્રીજું :- કૃત્ય કરીને કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળીને કૃત્ય કરવામાં ઈરાદાપૂર્વક મદદ કરે તો. (તે વ્યક્તિએ તે કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું કહેવાય)

*★●કલમ - 108 : દુષ્પ્રેરણ*
✔️રણજીતનું ખૂન કરવા રાજેશ સાહિલને ખોટી રીતે ઉશ્કેરે છે, સાહિલ તેમ કરવા ના પાડે છે. રાજેશ સાહિલને ખૂન કરવાનું દુષ્પ્રેરણ કરવાનો ગુનો કરે છે.

*★●કલમ - 108 (A) : ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્પ્રેરણ*
✔️હૈદરાબાદમાં જોસેફ નામક વિદેશીને હૈદરાબાદમાં ખૂન કરવા માટે રણજીત ભારતમાં ઉશ્કેરે છે.તો રણજીત ખૂનનું દુષ્પ્રેરણ કરવા માટે દોષિત છે.

*●કલમ - 109 : દુષ્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય ત્યારે દુષ્પ્રેરણ શિક્ષા*
✔️રણજીત નામક રાજ્યસેવકને તેના હોદ્દાના કાર્યો બજાવવા પોતાને કંઈ ફાયદો કરી આપવા માટે રાજેશ લાંચ આપે છે., રણજીત તે લાંચ લે છે તો રાજેશ કલમ-161માં વ્યાખ્યા કર્યા મુજબ ગુનાનું દુષ્પ્રેરણ કર્યું છે.

*●કલમ - 110 : દુષ્પ્રેરિત વ્યક્તિ, દુષ્પ્રેરકનો ઈરાદો હોય તેથી જુદા ઈરાદાથી કૃત્ય કરે તો દુષ્પ્રેરણની શિક્ષા*
✔️દુષ્પ્રેરિત વ્યક્તિનો ઈરાદો દુષ્પ્રેરકે જેટલું કૃત્ય કરવા માટે દુષ્પ્રેરણ કરેલ હોય તેટલા અંશે જવાબદાર ગણાશે.

*●કલમ - 111 : એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેથી જુદું કૃત્ય થાય ત્યારે દુષ્પ્રેરણની જવાબદારી*
✔️જો રણજીતના ખોરાકમાં ઝેર નાખવા રાજેશ બાળકને ઉશ્કેરે છે અને ભુલથી બાળકથી બાજુના સાહિલના ખોરાકમાં ઝેર નંખાય છે તો સાહિલના ખોરાકમાં ઝેર નાખવા પોતે તે બાળકને ઉશ્કેરની કરી હોય તે રીતે અને તેટલે અંશે રાજેશ જવાબદાર છે.

*●કલમ - 112 : દુષ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક એકત્રિત શિક્ષાને પાત્ર ક્યારે ગણાય*
✔️કોઇ રાજ્યસેવક દ્વારા થતી ધરપકડનો બળપૂર્વક સામનો કરવા રણજીત રાજેશને ઉશ્કેરે છે, જે પરિણામે રાજેશ ધરપકડનો સામનો કરતાં રાજેશ અધિકારીને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તો રાજેશ ધરપકડનો સામનો કરવા અને મહાવ્યથા કરવાનો એમ બંને ગુના માટે શિક્ષાને પાત્ર છે. રાજેશ દ્વારા મહાવ્યથાનો સંભવ હોવાનું રણજીત જાણતો હોય તો રણજીત પણ તે ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

*●કલમ - 113 : દુષ્પ્રેરિત કૃત્યથી દુષ્પ્રેરકે ધાર્યું હોય તેથી જુદા પરિણામ માટે દુષ્પ્રેરકની જવાબદારી*
✔️રણજીતને મહાવ્યથા કરવા માટે રાજેશ સાહિલને ઉશ્કેરે છે.સાહિલ રણજીતને મહાવ્યથા કરે છે અને તેના પરિણામે રણજીતનું મૃત્યુ થાય છે. ત્યારે રાજેશ દુષ્પ્રેરિત મહાવ્યથાથી મૃત્યુ થવાનો સંભવ હતો તેમ જાણતો હતો તેથી ખૂન માટે કરાયેલી શિક્ષાને પાત્ર બંને છે.

*★●કલમ - 114 : ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી*
✔️પોતે હાજર ન હોય અને પોતે કરેલા દુષ્પ્રેરણના પરિણામે થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક તરીકે કોઈ વ્યક્તિને શિક્ષાને પાત્ર એવું કૃત્ય, પોતાની હાજરીમાં થાય તો તેણે પણ તે કૃત્ય અથવા ગુનો કર્યો એમ ગણાશે.

*●કલમ - 115 : મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરણ, જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો*
✔️રણજીતનું ખૂન કરવા માટે રાજેશ સાહિલને ઉશ્કેરે છે.સાહિલે રણજીતનું ખૂન કર્યું હોત તો તે મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર થાત.રાજેશ 7 વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડને પાત્ર છે, દુષ્પ્રેરણના પરિણામે રણજીતને કાંઈ વ્યથા કરવામાં આવે તો 14 વર્ષ સુધીની કેદ અને દંડને પાત્ર થશે.

*●કલમ - 116 : કેદની શિક્ષાપાત્ર ગુનાનું દુષ્પ્રેરણ, જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો*
✔️રણજીત નામક રાજ્યસેવકને તેના હોદ્દાના કાર્યો બજાવવા પોતાની તરફેણ કરવા રાજેશ લાંચ ધરે છે. રણજીત તે લેવાની ના પાડે છે. રાજેશ આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે.

*●કલમ - 117 : લોકોને અથવા 10થી વધુ વ્યક્તિઓને ગુનો કરવામાં દુષ્પ્રેરણ કરવા અંગે*
✔️કોઈ વિરોધી સભ્યોએ સરઘસ કાઢ્યું હોય, ત્યારે તેમના ઉપર હુમલો કરવાના હેતુ માટે અમુક સમયે જગ્યાએ ભેગા થવા માટે 10થી વધુ સભ્યોના બનેલા કોઇ પંથને ઉશ્કેરણી કરતું ચોપાણિયું રણજીત કોઈ જાહેર જગ્યાએ લગાડે તો રણજીતે આ કલમ મુજબ ગુનો કર્યો કહેવાશે.

*🔫શિક્ષા :-* 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

*●કલમ - 118 : મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા અંગે*
✔️આંબલી રોડ નામની જગ્યાએ ધાડ પાડવાની તૈયારી છે, તે જાણતાં હોવા છતાં રણજીત લીમડા નામક જગ્યાએ ધાડ પાડવાની છે તેવી ખોટી ખબર આપે તો ગુનો કરવામાં સરળતા કરી આપવાના હેતુથી મેજિસ્ટ્રેટને ઊંધે ચડાવવા તરફ દોરે છે આમ યોજના અનુસાર આંબ