સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝વડોદરા📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી.*

*●વડોદરા ગાયકવાડ શાસનની રાજધાની હતી.*

*●ઇ.સ.1734માં વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની બની હતી.*

*●ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા ખાતે આવેલી છે.*

*●ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મીવિલાસ પેલેસ વડોદરા ખાતે આવેલો છે.*

*●ગુજરાતની સૌથી મોટી લાયબ્રેરી સેન્ટ્રલ લાયબ્રેરી વડોદરા ખાતે આવેલી છે.*

*●વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.*

*●વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.*

*●વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ વગેરે જેવી શાખાઓ વિશ્વભરમાં જાણીતી છે.*

*●વડોદરા જિલ્લામાં આવેલું ચાંદોદ પિતૃ શ્રાદ્ધવિધિ માટે જાણીતું છે જેને દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં આવે છે.*

*●મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઇ.સ.1939માં વડોદરા ખાતે ગુજરાતનું સૌપ્રથમ રેડિયો કેન્દ્ર સ્થાપ્યું હતું.*

*●મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરામાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું હતું.*

*●ભારતને સ્વતંત્રતા મળતા વડોદરાના શાસક પ્રતાપસિંહરાવ ગાયકવાડે અલગ રાજ્યનો ગણગણાટ શરૂ કર્યો હતો. જેને પ્રજા મતે નકારી કાઢ્યો હતો.*

*●ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લિ. (IPCL) વડોદરા ખાતે1969માં સ્થપાયું હતું.*

*●મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલી બેંક ઓફ બરોડાનું વડુંમથક વડોદરામાં આવેલું છે.*

*●ભારતીય સૈન્ય દ્વારા ચાલિત EME (દક્ષિણામૂર્તિ) મંદિર વડોદરામાં આવેલું છે.*

*●ગુજરાતમાં સૌપ્રથમ દવા બનાવવાની ફેક્ટરી ત્રિભુવનદાસ ગજ્જરે વડોદરામાં સ્થાપી હતી.*

*●અલકાપુરી નામક બજાર વડોદરામાં આવેલું છે.*

*~વડોદરા જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો~*

*પ્રેમાનંદ સાહિત્ય સભા (પહેલા વડોદરા સાહિત્ય સભા)*

*નિષ્કલંક માતાનું મંદિર (ખ્રિસ્તી ધર્મ)*

*મકરપુરા પેલેસ*

*કમાટી બાગ*

*મુહમ્મદ તળાવ*

*પૂજયશ્રી મોટાનો આશ્રમ - સાવલી*

*ડભોઈનો ઐતિહાસિક કિલ્લો - ડભોઈ*

*આજવા ડેમ તેમજ આજવા તળાવ - આજવા*

*નજરબાગ પેલેસ*

*સૂરસાગર તળાવ*

*સાયકલ ઉદ્યોગ - વાઘોડિયા*

*કરનાળી અને કુબેરેશ્વર મંદિર - ચાંદોદ*

*હીરા ભાગોળ - ડભોઈ*

*શ્રીરંગ અવધૂતનો આશ્રમ - નારેશ્વર*

*યોગ મંદિર - કાયાવરોહણ (સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા સ્થાપિત યોગ મંદિર)*

*પાશુપાત સંપ્રદાયનું મુખ્યમથક અને ભગવાન લકુલીશનું જન્મસ્થળ - કાયાવારોહણ*

*ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કંપની લી. - બાજવા*

*ખનિજ તેલ શુદ્ધિકરણ રિફાઇનરી - કોયલી*

*ડોંગરેજી મહારાજ સાથે સંકળાયેલુ સ્થળ - માલસર*

*ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર - ગોરજ*

*કવિ દયારામની જન્મભૂમિ - ડભોઈ*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝જામનગર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●જામરાવળે ઇ.સ.1540માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.*

*●જામનગરને 'સૌરાષ્ટ્રના પેરિસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*●જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવાય છે.*

*●ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર જિલ્લાના સિક્કામાં આવેલી છે.*

*●ગુજરાતમાં ભાવનગર જિલ્લાના અલંગ સિવાય જામનગર જિલ્લાના સચાણા ખાતે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસેલો છે.*

*●જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની નજીક આવેલા પીરોટન ટાપુ પાસેથી મોતી આપતી માછલી પર્લફિશ મળી આવે છે.*

*●જામનગરના કંકુ, મેશ અને બાંધણી વિશ્વભરમાં જાણીતા છે.*

*●આયુર્વેદ યુનિવર્સિટી (1967) જામનગર ખાતે આવેલી છે અને ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી ઝંડુ ફાર્મસી પણ જામનગરમાં આવેલી છે.*

*●ઝંડુ ભટ્ટજીએ જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજારાશાહીએ માંગેલો.*

*●જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પીરોટન ટાપુ વિસ્તારને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (મરીન નેશનલ પાર્ક) જાહેર કરવામાં આવ્યો છે.*

*~જામનગર જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો~*

*માણેકબાઈ મુક્તિધામ*

*રણમલ તળાવ*

*પ્રતાપ પેલેસ*

*લખોટા મહેલ*

*વિભા પેલેસ*

*સોલેરિયમ*

*નૌકાદળનું તાલીમ કેન્દ્ર - વાલસુરા*

*બાલા હનુમાન મંદિર (જામનગર) જ્યાં વર્ષ 1964થી સતત રામધૂન ચાલે છે.*

*આયુર્વેદ કોલેજ અને આયુર્વેદ યુનિવર્સિટી - જામનગર*

*ખંભાળિયાનો દરવાજો*

*વાયુદળનું તાલીમ કેન્દ્ર - બેડી*

*સૈનિક સ્કૂલ - બાલાછડી*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~ગુજરાતના જિલ્લાઓ~*


*📝ગાંધીનગર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●ગુજરાતની સ્થાપના પશ્ચાત જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.*

*●ચીમનભાઈ પટેલનું સમાધિ સ્થળ નર્મદા ઘાટ ગાંધીનગર ખાતે આવેલું છે.*

*●ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે.ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું, જેના સ્થાને વર્ષ 1964માં અમદાવાદ અને મહેસાણામાંથી અલગ ગાંધીનગર જિલ્લો બન્યો અને મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ઇ.સ.1971માં ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું.*

*●ગાંધીનગર સુવ્યવસ્થિત શહેર (પ્લાન્ડ સિટી) છે, જેનું આયોજન ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયરે કર્યું હતું.*

*●ગાંધીનગર કુલ 30 સેક્ટરોમાં વિભાજીત થયેલું છે.*

*●ગુજરાતનું સૌથી મોટું પક્ષી ગૃહ ઇન્ડ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે આવેલું છે.*

*●ગુજરાત રાજ્યની વિધાનસભા અને સચિવાલય ગાંધીનગર ખાતે આવેલા છે, ગુજરાત વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે.*

*●ગાંધીનગર પાસે આવેલું પેથાપુર રાજા પેથાસિંહે વસાવ્યું હતું.*

*●ગાંધીનગર ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર છે. જેને ગુજરાતના હરિયાળા શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*●ગાંધીનગર જિલ્લામાં મહુડી ખાતે દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા આવેલી છે. જે દેરાસર સુખડીના પ્રસાદ માટે જાણીતું છે.*

*●રાણી રૂડાબાઈએ તેના પતિ વીરસિંહના સ્મરણાર્થે અડાલજની વાવ બંધાવી હતી.જે વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા.*

*●ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઇન્ડિયન ફામર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. (IFFCO) રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે.*

*●મધુર અને મધર ડેરી ગાંધીનગર જિલ્લામાં આવેલી છે.*

*●ગાંધીનગર જિલ્લામાં આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ મંદિર જોવાલાયક છે.*

*~⭕️ગાંધીનગર જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો⭕️~*

*ડૉ.જીવરાજ મહેતા ભવન (જૂનું સચિવાલય)*

*સ્વર્ણિમ સંકુલ - 1 (મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની ઓફીસ)*

*સ્વર્ણિમ સંકુલ-2 (રાજયકક્ષાના મંત્રીઓની ઓફીસ)*

*રાજભવન*

*GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)*

*ઇન્ફોસિટી*

*મહાત્મા મંદિર*

*જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન*

*વનચેતના કેન્દ્ર*

*સરિતા ઉદ્યાન*

*પુનીત વન*

*હરણી ઉદ્યાન*

*બાળ ઉદ્યાન*

*દાદા ભગવાન સાથે સંબંધિત ત્રિમૂર્તિ મંદિર*

*કોટાયર્ક સૂર્ય મંદિરના અવશેષો - મહુડી*

*પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી - રાયસણ*

*ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી*

*ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી*

*ધ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન*

*સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી*

*ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર - દહેગામ*

*ખેતી અર્થે લોખંડના ઓજારો બનાવવાનો ઉદ્યોગ - દહેગામ*

*વરદાયીની માતાનું મંદિર - રૂપાલ - પલ્લીનો મેળો , જ્યાં માતાજીની પલ્લીને શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે.*

*👉Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝રાજકોટ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●ઇ.સ.1610માં ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના કરી હતી.*

*●ગુજરાતનું સૌથી મોટું હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટમાં આવેલું છે.*

*●ગોંડલના રાજા ભગવતસિંહજીએ ભગવદ્દગોમંડળની રચના કરી હતી.*

*●રાજકોટને સૌરાષ્ટ્રની શાન તરીકે ઓળખવામાં આવે છે.*

*●ભારતભરમાં ડીઝલ એન્જીન બનાવવા માટે રાજકોટ જાણીતું છે.*

*●રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G. I. D. C. માનવામાં આવે છે*

*●સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે આવેલી છે.*

*●રાજકોટ જિલ્લાના વીરપુરમાં પ્રસિદ્ધ સંત શ્રીજલારામ બાપાનું મંદિર આવેલું છે.*

*●રાજકોટ જિલ્લામાં જેતપુર સાડીઓના રંગકામના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ છે.*

*●વર્ષ 1947માં રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના થઇ હતી.*

*●જૂનાગઢને સ્વતંત્ર બનાવવા આરઝી હકૂમતના સશસ્ત્ર સૈનિકોએ રાજકોટમાં આવેલું જૂનાગઢ હાઉસ કબજે લીધું હતું.*

*~રાજકોટ જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો~*

*મહાત્મા ગાંધી હાઈસ્કૂલ - (આલ્ફ્રેડ)*

*કબા ગાંધીનો ડેલો*

*આજી ડેમ*

*વોટ્સન મ્યુઝિયમ*

*રાજકુમાર કોલેજ*

*રામકૃષ્ણ પરમહંસ મંદિર*

*નવલખા દરબાર - ગોંડલ*

*લાલપરી તળાવ*

*વૃક્ષ મંદિર*

*ઢીંગલી મ્યુઝિયમ*

*ભુવનેશ્વરી શક્તિપીઠ - ગોંડલ*

*રામદેવ પીરનું મંદિર - નવા રણુજા*

*ઘેલા સોમનાથનું મંદિર - ઘેલા સોમનાથ - જસદણ તાલુકો*

*રેસકોર્સ*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝સુરેન્દ્રનગર📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

*●સુરેન્દ્રનગરના વિસ્તારને પ્રાચીન સમયમાં ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવતો હતો.*

*●સુરેન્દ્રનગર નજીક આવેલા રજવાડી શહેર વઢવાણનું જૂનું નામ વર્ધમાનપુર હતું.*

*●સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું થાનગઢ ચિનાઈ માટીના વાસણોના ઉદ્યોગ માટે ગુજરાતનું મોટું કેન્દ્ર છે.*

*●ભોગાવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.*

*●સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ચામુંડા માતાનું મંદિર આવેલું છે. જે માંડવની ટેકરીઓમાં ચોટીલા સૌથી ઊંચું શિખર છે.*

*●સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં તરણેતરનો મેળો ભરાય છે. જ્યાં અર્જુને મત્સ્યવેધ કર્યો હોવાની માન્યતા છે.*

*●જે તરણેતરના મેળાનું આયોજન ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠના રોજ થાય છે. જે મેળામાં ભરત ભરેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર છે.*

*●સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના રંગપુર ખાતેથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.*

*●ભગતનું ગામ (લાલજી ભગત) સાયલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.*

*●ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.*

*●વઢવાણને 'કાઠિયાવાડનો દરવાજો' કહેવામાં આવે છે.*

*●વઢવાણ ખાતે સતી થયેલા રાણક દેવીનું મંદિર આવેલું છે.*

*●સિદ્ધરાજ જયસિંહે બંધાવેલો ગઢ વઢવાણ ખાતે આવેલો છે.*

*●મીઠા ઉત્પાદનનું સ્થળ ખારાઘોડા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.*

*●પિન્ક સિટી અને પથ્થર માટે જાણીતું સ્થળ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝ભરૂચ📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●ભરૂચને ભૃગુઋષિએ વસાવ્યું હોવાનું મનાય છે. ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ હતું.જે ભૃગુકચ્છ તરીકે પણ ઓળખાતું.*

*●ગુજરાતની સૌથી મોટી ઔધોગિક વસાહત ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે આવેલી છે.*

*●ભરૂચ જિલ્લાના ચાવજ ખાતે ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની આવેલું છે.*

*●ભારતમાં પ્રવાહી કુદરતી ગેસ મેળવવા અને તેના રિગેસીફિકેશન માટે પેટ્રોનેટ એલ.એન.જી.એ દહેજ ખાતે સૌપ્રથમ ટર્મિનલ સ્થાપિત કર્યું હતું. જેથી ગુજરાતના સૌપ્રથમ કેમિકલ પોર્ટ (બંદર) તરીકે દહેજની ગણના થાય છે.*

*●નર્મદા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલા અલિયાબેટથી સૌપ્રથમ દરિયાઈ ખનિજ તેલ મળી આવ્યું હતું.*

*●અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર છે.*

*●ભરૂચ જિલ્લો ભારતભરમાં તેલ ક્ષેત્ર માટે જાણીતો છે. ભરૂચ જિલ્લાનું ગાંધાર પણ તેલ ક્ષેત્રે વિકાસ પામી રહ્યું છે. ગાંધારમાં ગુજરાતની પ્રથમ મસ્જિદ બંધાઈ હતી.*

*●કડિયો ડુંગર ભરૂચ જિલ્લામાં આવેલો છે.*

*●ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં કાવી ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે.*

*●ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે.*

*●વડોદરા અને ભરૂચ વચ્ચે આવેલો કાનમનો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે.*

*●ઇ.સ.1855માં ગુજરાતમાં સૌપ્રથમ રેલવે ઉતરાણથી અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ હતી.*

*●વિક્ટોરિયા ક્લોક ટાવર ભરૂચ ખાતે આવેલો છે.*

*●ધાર્મિક સ્થળો શુકલ તીર્થ અને કબીરવડ ભરૂચ જિલ્લામાં આવેલ છે.*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝દેવભૂમિ દ્વારકા📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●નવરચિત સાત જિલ્લાઓ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના થઈ.*

*●દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના જામનગર જિલ્લામાંથી થઈ.*

*●દેવભૂમિ દ્વારકા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે.*

*●દ્વારકા હિંદુ ધર્મના ચાર યાત્રાધામ અને સાત મોક્ષદાયિની નગરીઓમાંનું એક છે.*

*●દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું ઘૂમલી સૈધવ વંશ સાથે સંકળાયેલુ છે.*

*●શ્રીકૃષ્ણએ રૈવતને હાર આપી યાદવોની સત્તા સ્થાપી કુશસ્થલીનું સમારકામ કરાવી તેને દ્વારવતી નામ આપ્યું હતું. જે સમયાંતરે દ્વારકા તરીકે ઓળખાવા લાગ્યું.*

*●ભારતમાં આદિ શંકરાચાર્યએ સ્થાપેલ ચાર પીઠો પૈકીની એક પશ્ચિમપીઠ શારદાપીઠ દ્વારકામાં આવેલી છે.*

*●શંખોદ્વારને બેટ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં શ્રીકૃષ્ણની પટરાણીઓનો મહેલ આવેલો છે.*

*●શંખોદ્વાર બેટ પર આવેલા ગોપી તળાવની માટીને ગોપીચંદન તરીકે ઓળખવામાં આવે છે.*

*●ગુજરાતમાં આવેલો મરીન નેશનલ પાર્કનો વિસ્તાર જામનગર જિલ્લા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકા સુધી છે.*

*●કચ્છના રણથી ઓખા સુધીના વિસ્તારમાં મેન્ગ્રોવ જંગલો આવેલા છે.*

*●રુક્મિણીજી મંદિર દ્વારકા ખાતે આવેલું છે.*

*●નવલખા મંદિર દેવભૂમિ દ્વારકાના ઘૂમલી ખાતે આવેલું છે.*

*●તાતા કેમિકલ્સનું કારખાનું મીઠાપુર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે.*

*●ગુજરાત ફિશરીઝ એક્વેટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે આવેલું છે.*

*●તાતા કેમિકલ્સનું સોડાએશનું કારખાનું મીઠાપુર ખાતે આવેલું છે.*

*●દારૂકાવન શંખોદ્વાર બેટ ખાતે આવેલ છે.*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝ગીર સોમનાથ📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●નવરચિત સાત જિલ્લાઓ મુજબ ગીર સોમનાથ જિલ્લો બનાવવામાં આવ્યો છે.*

*●જિલ્લાનું બાણેજ ચૂંટણીમાં માત્ર એક મતદાતા ધરાવતું કેન્દ્ર હતું.*

*●ગીર સોમનાથ જિલ્લાની રચના જૂનાગઢમાંથી કરવામાં આવી છે.*

*●ગીર સોમનાથ જિલ્લાના સાસણગીર ખાતે ગીર અભયારણ્ય અને ગીર નેશનલ પાર્ક આવેલો છે.*

*●સાસણગીર એશિયન સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે.જ્યાં વન વિભાગ દ્વારા સિંહ દર્શનની વ્યવસ્થા ગોઠવાઈ છે.*

*●તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે.*

*●બાર જ્યોતિર્લિંગો પૈકી પ્રથમ મનાતું સોમનાથ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.*

*●શ્રીકૃષ્ણએ હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો, સોમનાથ પાસે , હિરણ, કપિલા અને સરસ્વતી એમ ત્રણ નદીઓનો સંગમ થાય છે.*

*●વેરાવળ ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર છે. જ્યાં ફિશ ઓઇલ પ્લાન્ટ આવેલો છે.*

*●ગીર સોમનાથમાં આવેલા ભાલકા તીર્થ નામક સ્થળે શ્રીકૃષ્ણને તીર વાગ્યું હતું.*

*●ગીર સોમનાથ જિલ્લાનું તલાલા કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતું છે.*

*●સોમનાથ મંદિર 17 વખત લૂંટાયુ હોય તેવું મનાય છે.જ્યારે મહંમદ ગઝનવીએ ઇ.સ.1026માં સોમનાથ મંદિર લૂંટયું ત્યારે ગુજરાતમાં ભીમદેવ પ્રથમનું શાસન હતું. જે સોમનાથ મંદિરનું ભીમદેવ પ્રથમે ઇ.સ.1027માં ફરી નિર્માણ કરાવ્યું હતું.*

*●સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશીએ મળીને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને ડૉ.રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.*

*●શ્રીકૃષ્ણના દેહનો અગ્નિસંસ્કાર થયો હોય તેવું સ્થળ દેહોત્સર્ગ તીર્થ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.*

*~ગીર સોમનાથ જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો~*

*મોક્ષ પીપળો - ભાલકા તીર્થ*

*રમણીય દરિયા કિનારો અહમદપુર-માંડવી ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.*

*હમીરજી ગોહિલની ખાંભી સોમનાથ ખાતે આવેલી છે.*

*●ગુજરાત આલ્કાઇસ એન્ડ કેમિકલ્સ લિ.નું કારખાનું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે આવેલું છે.*

*●સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલી છે.*

*●શાર્ક ઓઇલ પ્લાન્ટ વેરાવળ ખાતે આવેલ છે.*

*●કેસર કેરીના ઉત્પાદન માટેનું જાણીતું સ્થળ તલાલા ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.*

*●હાઈટેક સિમેન્ટનું કારખાનું કોડીનાર ખાતે આવેલું છે.*

*●ગુપ્ત પ્રયાગજી મંદિર અહમદપુર-માંડવી નજીક આવેલું છે.*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝સુરત📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●વર્ષ 1970 પછી સુરત સૌથી ઝડપી વિકાસ પામતું શહેર છે.*

*●સુરત કાપડ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું સ્થળ છે.*

*●ડાયમંડ પોલીશિંગ માટે સુરત વિશ્વમાં પ્રથમ સ્થાને છે.*

*●સુરતને સોનાની મૂરત કહેવાય છે.*

*●સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર (બંદ મુબારક) તરીકે ઓળખવામાં આવતું હતું, જેનો મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો.*

*●સુરતમાંથી પસાર થતી તાપી નદીને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*●સુરતને 'ડાયમંડ સિટી' તેમજ 'દિલબહાર નગરી' તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*●મોગલ બાદશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની છૂટ મળતાં અંગ્રેજોએ ઇ.સ.1913માં ગુજરાતમાં સુરત ખાતે વેપારી કોઠી સ્થાપી હતી.*

*●જેમ કાશીનું મરણ કહેવાય છે તેમ સુરતનું મરણ કહેવાય છે.*

*●ઇ.સ.1928માં બારડોલી સત્યાગ્રહ સુરત જિલ્લામાં થયો હતો.*

*●બારડોલી સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને ગાંધીજીના કહેવાથી બારડોલીની મહિલાઓએ 'સરદાર'નું બિરુદ આપ્યું હતું.*

*●ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત જિલ્લામાં જોવા મળે છે.*

*●એશિયામાં માનવસર્જિત યાર્નનું સૌથી મોટું માર્કેટ સુરતમાં આવેલું છે.*

*●સુરતમાં સૌપ્રથમ પ્રાર્થના સમાજની સ્થાપના થઇ હતી.*

*●મરાઠા શાસક શિવાજીએ સૌપ્રથમ ઇ.સ.1664માં સુરતને લૂંટયું હતું.*

*●ગુજરાતમાં ખાંડ ઉદ્યોગ સહકારી ધોરણે કાર્યરત છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું બારડોલીમાં સ્થપાયું હતું.*

*●વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે આવેલી છે.*

*●સુરત જિલ્લામાં આવેલું હજીરા બંદર લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નું ટર્મિનલ અને મલ્ટિ કાર્ગો પોર્ટ છે.*

*~સુરત જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો~*

*મુગલ સરાઈ*

*ડુમ્મસ પર્યટન સ્થળ*

*એશિયાની સૌપ્રથમ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ*

*ક્રિભકો ખાતરનું કારખાનું - હજીરા*

*મઢીની ખમણી - મઢી*

*સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી*

*કાંકરાપાર યોજના - માંડવી તાલુકો*

*એન્ડ્રુઝ લાયબ્રેરી*

*નહેરુ બાગ*

*સ્વરાજ આશ્રમ - બારડોલી*

*સુમુલ ડેરી*

*👉🏻Continue...*



💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-08/03/2020🗞👇🏻~*

*📝8 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*ઈન્સાનિયતના કવિ : શાહિર લુધિયાનવી*
*જન્મ:-* 8 માર્ચ, 1921 , પંજાબના લુધિયાણામાં
*નિધન:-* 25 ઓક્ટોબર, 1980
તેમણે બચપણથી જ શેરો-શાયરી અને નાટકોનો ખુબ શોખ હતો.
1943માં તેઓ લાહોર આવ્યા.તે પહેલાં મેટ્રિકના અભ્યાસ દરમિયાન પોતાનું મૂળ નામ અબ્દુલમયી બદલી શાહિર રાખ્યું હતું.
1949માં ઉજ્જવળ ભાવિની કામના સાથે મુંબઈમાં સ્થાયી થયા.તે પહેલાં 'તલિખયા' અને 'પરછાઈયા' સંગ્રહો દ્વારા તેઓ સાહિત્ય જગતમાં જાણીતા બની ચુક્યા હતા.
આઝાદી કી રાહ પર ફિલ્મથી ફિલ્મી ગીતો લખવાનું શરૂ કર્યું.
નવજવાન ફિલ્મના ઠંડી હવા લહરા કે આયે ગીતથી પ્રસિદ્ધ થયા હતા.
તે પછી કિસીકો ઉદાસ દેખકર, મૈં પલ દો પલ કા શાયર હું, બાબુલ કી દુવાયે લેતી જા, જિન્હે હિન્દ પર નાઝ હૈ પર વે કહા હૈ જેવા સેંકડો સફળ ફિલ્મી ગીતો લખ્યાં.

આજે (8 માર્ચ) મરાઠી સાહિત્યકાર હરિ નારાયણ આપ્ટેનો જન્મદિવસ અને ભૂતપૂર્વ સ્પીકર કુંદનલાલ ધોળકિયાની પુણ્યતિથિ છે.


*●આજે 8 માર્ચઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સ્પેશિયલ👇🏻*
ભારત દર વર્ષે 28મી ફેબ્રુઆરીએ 'વિજ્ઞાન દિવસ'ની ઉજવણી કરે છે. આ વખતના વિજ્ઞાન દિવસની થીમ હતી , 'વુમન ઇન સાયન્સ' એટલે કે વિજ્ઞાન-સંશોધન ક્ષેત્રે આગેકૂચ કરનારી મહિલાઓ.... વિજ્ઞાન ક્ષેત્રે કામ કરનારી મહિલાઓ ઓછી છે અને જેમણે કામ કર્યું તેમની કદાચ જોઈએ એટલી નોંધ પણ નથી લેવાઈ.સદભાગ્યે ભારત સરકાર મોડે મોડે ભારતની મહિલા વિજ્ઞાનીઓની કદર કરી માર્ચની શરૂઆતમાં જ જાહેરાત કરી કે 11 મહિલા સંશોધકોના નામે સંશોધન કેન્દ્રો સ્થપાશે.
* આ દિવસે ઓળખીએ ભારતની મહિલા વિજ્ઞાનીઓ જેમને સરકારે દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં 11 મહિલા વિજ્ઞાનીઓના નામે સંશોધન કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે. એ વિજ્ઞાનીઓ આ પ્રમાણે છે.👇🏻*

*1.અર્ચના શર્મા*
વનસ્પતિના અભ્યાસુ
1932માં પુનામાં તેમનો જન્મ થયો હતો, જ્યારે 2008માં નિધન થયું હતું.

*2.જાનકી અમલ*
મધર ઓફ બોટની
છોડ-વેલામાં સંશોધન કરવા બદલ ગુલાબની એક પ્રજાતિને તેમનું નામ આપવામાં આવ્યું છે.
ભારતના આધુનિક બોટની (વનસ્પતિશાસ્ત્ર)ના તેઓ મધર ગણાય છે.
બ્રિટિશકાળમાં મદ્રાસ પ્રાંતના ટેલીચેરી શહેરમાં 1897માં તેમનો જન્મ થયો હતો અને મદ્રાસમાં જ 1984માં અવસાન થયું હતું.

*3.દર્શન રંગનાથન*
પ્રોટીન સંશોધક
1941માં દિલ્હીમાં જન્મ થયો હતો અને 60 વર્ષની વયે બ્રેસ્ટ કેન્સરથી દિલ્હીમાં જ અવસાન પામ્યા.

*4.અસીમા ચેટર્જી*
મલેરિયાની રસી શોધનારા
1917માં કલકત્તા ખાતે જન્મ અને 2006માં કલકત્તા ખાતે જ નિધન થયું.

*5.કાદમ્બિની ગાંગુલી*
ભારતના બીજા મહિલા ડોક્ટર
આધુનિક વેસ્ટર્ન મેડિસિનની તાલીમ લેનારા તેઓ પ્રથમ એશિયાઈ મહિલા હતા.
બિહારમાં આવેલા ભાગલપુરમાં 1861માં જન્મ અને 1923માં કલકત્તા ખાતે અવસાન થયું હતું.

*6.ઇરાવતી કર્વે*
પ્રથમ મહિલા એન્થ્રોપોલોજીસ્ટ
મનુષ્યનો અભ્યાસ, માનવ સમાજનો અભ્યાસ, સમાજની રૂઢીનો અભ્યાસ એન્થ્રોપોલિજી તરીકે ઓળખાય છે.
બર્માની ઇરાવતિ નદી પરથી તેમનું નામ પાડવામાં આવ્યું છે.
ડૉ.જીવરાજ મહેતા (ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી)એ તેમને વધુ અભ્યાસ કરવા માટે આર્થિક મદદ કરી હતી.
ભારતના બર્મામાં 1905માં જન્મ થયો હતો અને 1970માં અવસાન.

*7.અન્ના મણિ*
હવામાનની આગાહી સરળ કરનારા વિજ્ઞાની
1918માં જન્મ અને 2001માં નિધન

*8.રાજેશ્વરી ચેટર્જી*
પ્રથમ માઇક્રોવેવ એન્જિનીયર
કર્ણાટકમાંથી અમેરિકા સુધી પી.એચ.ડી.ની ડિગ્રી મેળવવા જનારા તેઓ પ્રથમ મહિલા હતા.

*9.રમણ પિરામલ*
બિજગણિત(એલ્જિબ્રા)ના મહારથી
સરકારે જે 11 મહિલા પસંદ કરી તેમાંથી હયાત હોય એવા એકમાત્ર મહિલા રમણ પિરામલ છે.
ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ ખિતાબ શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ મેળવી ચુક્યા છે.
તેમનો જન્મ 1948માં તમિલનાડુમાં થયો હતો.

*10.વિભા ચૌધરી*
બ્રહ્માંડમાં જેમના નામે એક તારો છે.અવકાશ વિજ્ઞાનમાં પ્રદાન બદલ નામ અપાયું.
1913માં કલકત્તામાં જન્મેલા વિભા ચૌધરીએ બોઝોન નામના કણોની શોધ કરી હતી.

*11.કમલ રણદીવ*
ટિશ્યુ કલ્ચર એટલે કે કોષનો કૃત્રિમ રીતે વિકાસ કરવાની પદ્ધતિ પર સંશોધન કરનારા પ્રથમ ભારતીય મહિલા ડૉ.કમલ હતા.
1960માં તેમણે ભારતની પ્રથમ ટિશ્યુ કલ્ચર લેબોરેટરી સ્થાપી હતી.
સરકારે તેમને પદ્મભૂષણથી નવાજ્યા હતા.
મહારાષ્ટ્રના પુનામાં 1917માં તેમનો જન્મ અને 2001માં નિધન.

*🛑અવકાશ વિજ્ઞાનમાં સિદ્ધિ હાંસલ કરનારી મહિલા વિજ્ઞાનીઓ🛑*

*ડો.ટેસી થોમસ*
મિસાઈલ પ્રોજેકટ સંચાલન કરનારા પ્રથમ મહિલા
કેરળના એલેપીમાં જન્મેલા
અત્યારે તેઓ DRDOની 'એડવાન્સ લેબોરેટરી'ના ડિરેક્ટર છે.
તેઓ 'મિસાઈલ વુમન ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાય છે.

*ગીતા વર્દન*
સાયબર સિક્યુરિટીના એક્સપર્ટ
અગ્નિ-5 પ્રોજેક્ટમાં તેઓ ટેસી થોમસ સાથે હતા.

*રીતુ કરિઘલ*
'રોકેટ વુમન ઓફ ઇન્ડિયા'ના ઉપનામે ઓળખાય છે.
મંગળ મિશન વખતે તેમને ડેપ્યુટી ઓપરેશન ડિરેક્ટરની
જવાબદારી સોંપાઈ હતી.
2007માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હાથે 'યંગ સાયન્ટિસ્ટનો એવોર્ડ' પણ મેળવી ચુક્યા છે.
ચંદ્રયાન-2માં પણ તેઓ સુપરવાઈઝર રહી ચૂક્યા છે.

*મુથૈયા વનિતા*
ચંદ્રયાનના પ્રોજેકટ ડિરેક્ટર
2019ની વિશ્વની સર્વોત્તમ પાંચ મહિલા વિજ્ઞાનીઓમાં તેમનો સમાવેશ કર્યો હતો.


*મહિલા વિશેષ*

2016માં સંયુક્ત રાષ્ટ્રસંઘે 11મી ફેબ્રુઆરીને વુમન ઇન સાયન્સ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.

ફેબ્રુઆરી 2020માં સ્પેસમાંથી પરત આવેલા ક્રિસ્ટિના કોચ નામના મહિલા અવકાશયાત્રીએ એક સાથે સ્પેસમાં 328 દિવસ પસાર કરી સૌથી વધુ સમય સ્પેસમાં રહેનારી મહિલા તરીકેનો વિક્રમ સ્થાપ્યો.આ દરમિયાન તેમણે 6 વખત સ્પેસવૉક કર્યું હતું, એ દરમિયાન સ્પેસ સ્ટેશને પૃથ્વી ફરતે 5,248 ચક્કર લગાવ્યા હતા.

બ્રિટનમાં આવેલી વિજ્ઞાન જગતની 1660માં સ્થપાયેલી સૌથી જૂની સંસ્થા રોયલ સોસાયટીમાં 2019માં પ્રથમ વાર કોઈ ભારતીય મહિલાને તેમાં પ્રવેશ મળ્યો, તે હતા ગગનદીપ કાંગ.તેમનું સંશોધન રસીકરણ ક્ષેત્રે હતું , માટે મધર ઓફ વેક્સિનેશન પણ કહેવાય છે.

એન્ટાર્કટિકાનો પ્રવાસ કરનારા પ્રથમ ભારતીય મહિલા - અદિતિ પંત

પક્ષીઓને થતા મલેરિયા પર સંશોધન કરનાર પ્રથમ ભારતીય મહિલા - ફરાહ ઈશ્તિયાક

ભારતમાં પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ કરાવનાર મહિલા - ઇન્દિરા આહુજા


●દુનિયાના સૌથી યુવા વડાપ્રધાન ફિનલેન્ડના સના મરીન.

●મુંબઈના વસિફ જાફરે નિવૃત્તિ લીધી.

●7 માર્ચજનઔષધિ દિવસ



●Newspaper Current👇🏻

*https://t.me/jnrlgk*

●For more GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*~🗞Date:-09/03/2020🗞👇🏻~*

*📝9 માર્ચ, વ્યક્તિ વિશેષ📝*

*અમેરિકા નામાભિધાન : અમેરિગો વેશ્યુચી*
*જન્મ:-* 9 માર્ચ, 1454 , ઈટાલીના ફ્લોરેન્સમાં
*નિધન:-* 22 ફેબ્રુઆરી, 1512ના રોજ સ્પેનમાં મલેરિયાથી અવસાન થયું હતું.
તેઓ ઇટાલિયન ભૂગોળવિદ હતા.
અમેરિકા ખંડ પર પહેલો પહોંચનાર ક્રિસ્ટોફર કોલંબસ હતો પરંતુ અમેરિકા નામાભિધાન કરવાનું શ્રેય અમેરિગો વેશ્યુચીને ફાળે જાય છે.
તેમને જ્યોતિષ અને ભૂગોળવિદ્યામાં રુચિ હતી.
નાનપણથી જ ગ્લોબ, રેખાચિત્રો અને નકશાઓનો સંગ્રહ કરતો.
પરિણામે યુવાવસ્થામાં તો કુશળ નકશાશાસ્ત્રી બની ચુક્યો હતો.
1493માં જાનતા વેરાડી નામની વેપારી પેઢીના પરિચય પછી કોલંબસની બીજી સમુદ્ર યાત્રામાં સહયોગી બની.
1497 થી 1505 દરમિયાન થયેલી સમુદ્રયાત્રાઓમાં એશિયા મહાદ્વીપ, શ્રીલંકા અને હિન્દ મહાસાગરમાં મુસાફરીઓ કરી.
ફલશ્રુતિરૂપે 1508 સુધીમાં સ્પેનનો પ્રમુખ નાવિક બની વૈજ્ઞાનિક ધોરણે વિશ્વને શોધવાની કવાયત આદરી તેણે જ શોધી કાઢ્યું હતું કે બ્રાઝીલ અને વેસ્ટઇન્ડિઝ પૂર્વ એશિયાના ભાગ નથી.
10 જૂન, 1503ના રોજ પોર્ટુગલના નેજા નીચે સમુદ્રયાત્રા આરંભી.
1507માં તેણે સાબિત કર્યું કે કોલંબસે શોધેલી નવી દુનિયા એશિયા નહીં પણ અમેરિકા છે.

આજે (9 માર્ચ)ઓમપુરી, ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ છે.


●મહિલા ટી-20 વર્લ્ડકપમાં ભારતને હરાવી કઈ ટીમ ચેમ્પિયન બની
*ઓસ્ટ્રેલિયા*
*પાંચમી વખત ચેમ્પિયન*

●ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદામંત્રી જેમનું હાલમાં અવસાન થયું
*હંસરાજ ભારદ્વાજ*
*2009 થી 2014 સુધી કર્ણાટકના રાજ્યપાલ હતા.*

●ભારતની મોસ્ટ ડિઝાયર્ટ ઈન્ટરનેટ બ્રાન્ડ તરીકે કોની પસંદગી થઈ છે
*એમેઝોન*
*ગૂગલ બીજા ક્રમે*

●આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ ક્યાં યોજાયો હતો
*ૠષિકેષમાં*

●કંપનીઓના બોર્ડમાં મહિલા સભ્યોની સંખ્યાની રીતે ભારત કેટલામાં ક્રમે છે
*12મા*

●આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નારી શક્તિ પુરસ્કારથી કેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી
*16*

●હોકી ઇન્ડિયાએ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ કયા હોકી ખેલાડીઓને આપ્યો
*મનપ્રીત સિંહ અને રાની રામપાલને*
*હરબિન્દરસિંહને મેજર ધ્યાનચંદ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ*

●ગુજરાતમાં 1 વર્ષમાં 1166 બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ પામે છે. આ સાથે ગુજરાત દેશમાં કેટલામાં સ્થાને છે
*5મા*
*સૌથી વધુ 1977 બાળકો મધ્યપ્રદેશમાં*

●મેક્સિકન ઓપન ટાઈટલ(ટેનિસ)ના વિજેતા કોણ બન્યા
*રાફેલ નાડાલ*

●આંધ્રપ્રદેશ સરકારે એન્ટિ કરપ્શન હેલ્પ લાઈનની એમ્બેસેડર કોણે બનાવ્યા
*બેડમિન્ટન પ્લેયર પી.વી.સિંધુ*

●ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શતક લગાવનાર પ્રથમ મહિલા ખેલાડી કોણ બની
*ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર હેદર નાઈટ*

●તાજેતરમાં જાપાનમાં દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિનું નિધન થયું. તેમનું નામ શું હતું
*ચિત્સટુ વતનબે*

●સ્વામી વિવેકાનંદ કર્મયોગી પુરસ્કાર 2020થી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*જાધવ પાયૌગને*

●કયા રાજ્યની સરકારે સ્કૂલ કોલેજમાં કોઈપણ પ્રકારે હડતાળ પાડવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે
*કેરળ*

●દુનિયાના બીજા ક્રમના સૌથી નાની વયના અબજપતિ કોણ બન્યા
*રિતેશ અગ્રવાલ*

●ઈઝરાયેલના ફરી વડાપ્રધાન પદે કોણ ચૂંટાઈ આવ્યા
*બેન્જામિન નેતન્યાહુ*



●NEWSPAPER CURRENT👇🏻

*https://t.me/jnrlgk*

●For More GK and Current Updates👇🏻

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝પંચમહાલ📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●ગોધરા પંચમહાલ જિલ્લાનું મુખ્યમથક છે અને ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લો બનાવવામાં આવ્યો છે.*

*●ગુજરાતના ઇતિહાસમાં પંચમહાલ જિલ્લો વિશેષ મહત્ત્વ ધરાવે છે.*

*●ભારતનાં મૂળ ગુજરાતી એવા વડાપ્રધાન મોરારજી દેસાઇએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.*

*●પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.*

*●વર્ષ 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલ રમખાણોની શરૂઆત ગોધરાથી થઈ હતી.27 ફેબ્રુઆરી, 2002ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આવી રહેલા 59 કારસેવકોને ગોધરાની સિગ્નલ ફળી ખાતે એસ-6 ડબ્બાને આગ ચાંપી સળગાવી દેવાયા હતા.*

*●ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પોતાના પિતા જયશિખરી ચાવડાનું રાજ પાછું મેળવવામાં ચાંપા નામક વાણિયાએ મદદ કરી હતી. જેના નામ પરથી વનરાજ ચાવડાએ પાવાગઢની તળેટીમાં ચાંપાનેર નામનું નગર વસાવ્યું.*

*●ચાંપાનેર ચૌહાણોની રાજધાની હતી.*

*●ઇ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચઢાઈ કરી હતી. જેથી ચાંપાનેરના શાસક ત્રંબકદાસ શરણે આવ્યા હતા.*

*●સમયાંતરે ચાંપાનેર પર આક્રમણો થતા રહ્યા અને ચૌહાણ રાજા જયસિંહને (પતાઈ રાવળ) મહંમદ બેગડાએ હાર આપી.*

*●મહંમદ બેગડાએ ચાંપાનેરની બાજુમાં પર્વતની પૂર્વ તરફની તળેટીમાં સૌપ્રથમ જુમ્મા મસ્જિદ બંધાવી હતી.*

*●મહંમદ બેગડાને ચાંપાનેરને બીજું મક્કા બનાવવાની ઈચ્છા હતી.*

*●ચાંપાનેરમાં આવેલો કિલ્લો ચાંપાનેરના ભદ્ર તરીકે ઓળખાય છે.*

*●ચાંપાનેરમાં આવેલી જુમ્મા મસ્જિદ મક્કાની મસ્જીદ જેવી સાત બીહરાવાળી છે.*

*●ચાંપાનેરને પાંચ દરવાજા હતા.*

*●ચાંપાનેરને શહેર-એ-મુકર્રમ નામથી નવાજાયું હતું.*

*●પાવાગઢના ડુંગર ઉપર મહાકાળી માતાનું મંદિર આવેલું છે.*

*●પાવાગઢનાં ડુંગર ઉપર માંચી નામક સ્થાને દુધિયા, છાસીયા અને તેલીયા તળાવો આવેલા છે.*

*●પંચમહાલ જિલ્લાની મુખ્ય વસતી આદિવાસી છે.*

*●બૈજુ બાવરા (મૂળ નામ પંડિત વૈજનાથ મિશ્ર)નો જન્મ ચાંપાનેર ખાતે એક બ્રાહ્મણ કુંટુંબમાં થયો હતો.*

*~પંચમહાલ જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો~*

*જુમ્મા મસ્જિદ, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ અને ખજૂરી મસ્જિદ*

*મેંગેનીઝની ખાણ - શિવરાજપુર*

*ગોવિંદગુરુ સ્મૃતિવન - માનગઢ*

*લકી સ્ટુડિયો - હાલોલ*

*રીંછ અભયારણ્ય અને ગ્રેફાઈટના ઉત્પાદન માટે જાણીતું સ્થળ - જાંબુંઘોડા*

*વિરાસત વન*

*ચાંપાનેરનો ભદ્ર*

*રંગપુર આશ્રમ - હાલોલ*

*ગરમ પાણીના ઝરા - ટુવા*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝બનાસકાંઠા📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરનું જૂનું નામ પ્રહલાદનગર હતું.*

*●પાલનપુર આબુના શાસક પ્રહલાદદેવે વસાવ્યું હતું.*

*●પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.*

*●પાલનપુરને 'સુગંધોનું શહેર' અને 'નવાબીનગર' પણ કહેવામાં આવે છે.*

*●નવરચિત જિલ્લાઓ મુજબ બનાસકાંઠા સૌથી વધુ તાલુકા (14) ધરાવતો જિલ્લો છે.*

*● ●ગુજરાતમાં સૌથી વધુ તાપમાન બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નોંધાય છે.*

*● ●ગુજરાતમાં ચાર યુનિવર્સિટીઓ પૈકી સરદાર પટેલ દાંતા કૃષિ યુનિવર્સિટી બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે.*

*●બટાટા અને બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લો કરે છે.*

*●બટાટાનાં ઉત્પાદન માટે ડીસા જાણીતું છે.*

*●બટાટા સંશોધન કેન્દ્ર ડીસામાં આવેલું છે.*

*●ગુજરાતમાં ખેડૂતોની સૌથી વધુ સંખ્યા બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે છે.*

*●બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે. જેના ટેકરા જેવા ભાગને ગોઢા તરીકે ઓળખવામાં આવે છે.*

*●અંબાજી શક્તિપીઠ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે.*

*●બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે.*

*●બનાસ ડેરી દૂધ ઉત્પાદનમાં વર્ષ-2008માં પ્રથમ ક્રમાંકે હતી.*

*●વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના માત્ર બનાસકાંઠા જિલ્લામાંથી મળે છે.*

*~બનાસકાંઠા જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો~*

*કુંભારિયાના દેરા (કુંભારીયા, ભીમદેવ પ્રથમના આબુના દંડક વિમલ મંત્રીએ બંધાવેલું)*

*બાલારામ અભયારણ્ય -પાલનપુર તાલુકામાં*

*નડેશ્વરી માતાનું મંદિર - નડીબેટ*

*કોટેશ્વર મહાદેવનું મંદિર - બાલારામ*

*જેસોર અભયારણ્ય - રીંછ માટે (અમીરગઢ તાલુકામાં)*

*દાંતીવાડા બહુહેતુક યોજના - બનાસ નદી પર*

*મુક્તેશ્વર બહુહેતુક યોજના - સરસ્વતી નદી પર*

*સિપુ બહુહેતુક યોજના - સિપુ નદી પર*

*અંબાજી માતાનું મંદિર - અરવલ્લી પર્વતમાળાના આરાસુર ડુંગર પર*

*ગંગા સરોવર - બાલારામ*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝મહેસાણા📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●મેસાજી ચાવડાએ મહેસાણા વસાવ્યું હોવાનું મનાય છે.*

*●વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ ત્રિભુવનપાળને હરાવી વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી.*

*●ગુજરાતનું સૌથી મોટું ગંજ બજાર મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલું છે.*

*●મહેસાણા જિલ્લાનું વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે.*

*●વડનગરને ગુજરાતનું સૌથી જૂનું હયાત નગર માનવામાં આવે છે.*

*●ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે થયો હતો.*

*●ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.*

*●મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષમની છેલ્લી બેઠક મળી હતી.*

*●ગુજરાત સરકાર દ્વારા પ્રતિ વર્ષ મોઢેરા ખાતે શાસ્ત્રીય નૃત્ય માટે જાણીતા ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે.*

*●મોઢેરા ખાતે સોલંકી વંશના ભીમદેવ પ્રથમના સમયમાં બંધાયેલ મોઢેરા સૂર્ય મંદિર આવેલું છે, જે મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે છે.*

*●મહેસાણાને વડનગરા નાગરોનું વતન મનાય છે.*

*●વડનગરમાં પ્રતિ વર્ષ તાના રીરી મહોત્સવ ઉજવાય છે, જે અંતર્ગત તાના રીરી પુરસ્કાર પણ અપાય છે.*

*●માનવામાં આવે છે કે તાનસેન દ્વારા દીપક રાગ ગાવાથી તેના શરીરમાં બળતરા ચાલી હતી અને તે બળતરા માત્ર મલ્હાર રાગ ગાવાથી દૂર થઈ શકે ત્યારે તે મલ્હાર રાગ ગાય શકે તેવા સંગીતજ્ઞની શોધમાં વડનગર આવી પહોંચ્યો હતો. જ્યાં તાના રીરીએ મલ્હાર રાગ ગાઈ તાનસેનની પીડા ઓછી કરી હતી પરંતુ તે સાથે તાના રીરીએ વચન લીધું હતું કે તાનસેન આ વાતની જાણ કોઈને નહીં કરે.તાનસેન અકબરના દરબારમાં પરત ફરતા અનાયાસે તાના રીરી વિશે અકબરને જાણ થઈ અને મોગલ સેના વડનગર પહોંચતા તાના રીરી બંને બહેનોએ આત્મહત્યા કરી. ભક્ત કવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈએ તેની દીકરી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી.જે તાના રીરી શર્મિષ્ઠાની દીકરી હતી.*

*●ગુજરાતમાં કૂવા દ્વારા સૌથી વધુ સિંચાઈ મહેસાણા જિલ્લામાં થાય છે અને ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો પણ મહેસાણામાં આવેલો છે.*

*●મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે પ્રસિદ્ધ બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે.*

*●મોગલ બાદશાહ જહાંગીરના સૂબા મૂર્તઝાખાન બુખારીએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી.*

*●મહેસાણા જિલ્લાના કોટ, પેઢામલી અને લાંઘણજ ખાતેથી પ્રાગૈતિહાસિક કાળના અવશેષો મળી આવ્યા છે.*

*●મીરાં દાતાર-ઉનાવા ખાતે હઝરત સૈયદ હાજી જહાંગીર અલીની દરગાહ આવેલી છે.*

*●દૂધ સાગર ડેરી મહેસાણા જિલ્લામાં આવેલી છે. (માનસિંહભાઈ પટેલે સ્થાપેલી)*

*●અરવલ્લીનો મહેસાણા જિલ્લાનો ઈશાન ભાગ તારંગાની ટેકરીઓ તરીકે જાણીતો છે.*

*●મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું ઝુલાસણ ગામ અંતરિક્ષ યાત્રી અને અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા સાથે સંકળાયેલા ભારતીય સુનિતા વિલિયમ્સનું વતન છે.*

*●મહેસાણા જિલ્લાના ચંદ્રાસણ ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.*

*~મહેસાણા જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો~*

*શામળશાની ચોરી - બે તોરણો - વડનગર*

*વડનગર જેવું અન્ય તોરણ - પિલુદ્રા ગામે*

*મોઢેશ્વરી માતાનું મંદિર - મોઢેરા - મોઢ લોકોના દેવી*

*ઉમિયા માતાનું મંદિર - ઊંઝા - કડવા પાટીદાર સમાજના કુળદેવી*

*તાંબા-પિત્તળના વાસણો માટે જાણીતું સ્થળ - વિસનગર*

*પ્રાગૈતિહાસિક કાળના અવશેષોનું સ્થળ - કોટ, પેઢામલી, લાંઘણજ*

*સિમંધર જૈન મંદિર - મહેસાણા*

*હાટકેશ્વર મહાદેવ મંદિર અને શર્મિષ્ઠા તળાવ - વડનગર*

*રામકુંડ - મોઢેરા*

*સૌથી મોટું ગંજ બજાર - ઊંઝા*

*ગણપતિ મંદિર - અઠોર*

*યવતેશ્વર મહાદેવ મંદિર - કડી*

*મીરાં દાતારની દરગાહ - ઉનાવા*

*ગણપત યુનિવર્સિટી - ખેરવા*

*અજિતનાથનું દેરાસર - તારંગા*

*બહુચરાજી શક્તિપીઠ - બહુચરાજી - મૂળ સ્થાનક શંખલપુર*

*ચેહર માતાનું મંદિર - મરતોલી*

*મારુતિ સુઝુકી પ્લાન્ટ - હાંસલપુર*

*ચુંવાળ પ્રવેદ - બહુચરાજી નજીકનો વિસ્તાર*

*બોતેર કોઠાની વાવ - મહેસાણા*

*કીર્તિસ્તંભ - વડનગર*

*મસાલાઓનું શહેર - ઊંઝા*

*કુંતા માતાનું મંદિર - આસજોલ*

*કડીનો કિલ્લો*

*ચોસઠ જોગણી મંદિર - પાલોદર*

*શંકુ વોટર પાર્ક*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝જૂનાગઢ📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●જૂનાગઢ ઐતિહાસિક શહેર છે.જે દેશમાં ગુપ્ત સામ્રાજ્ય , શક ક્ષત્રપ કાળ અને ગુપ્ત સામ્રાજ્ય સમયે ગુજરાતની રાજધાની ગિરિનગર એટલે કે ઉજ્જયંત હતું.*

*●ચંદ્રગુપ્ત મૌર્યના સૂબા પુષ્યગુપ્ત વૈશ્યએ બંધાવેલા સુદર્શન તળાવના કારણે જૂનાગઢનો ઉલ્લેખ મૌર્ય સામ્રાજ્યના ચંદ્રગુપ્ત મૌર્યથી મળી રહે છે.*

*●જીરણગઢ તરીકે પણ જૂનાગઢનો ઉલ્લેખ મળી આવે છે.*

*●9 નવેમ્બર, 1947ના રોજ બાબી વંશના નવાબ મહોબ્બતખાન ત્રીજાના શાસનમાંથી જૂનાગઢ મુક્ત થયું, જે કારણોસર જૂનાગઢના લોકો 9 નવેમ્બરને આઝાદી દિન તરીકે ઉજવે છે.*

*●સહજાનંદ સ્વામી (મૂળ નામ ઘનશ્યામ)એ જૂનાગઢના લોજ ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી.જે પહેલાં તેઓ નિલકંઠ બ્રહ્મચારી તરીકે ઓળખાતા.*

*●જૂનાગઢમાં આવેલા ભવનાથ મંદિર સામે મૃગિકુંડમાં શિવરાત્રી નિમિત્તે દિગંબર સાધુઓ નહાવા પડે છે પરંતુ તે કુંડમાંથી બહાર ન આવતા હોવાની માન્યતા છે.*

*●જૂનાગઢ વિસ્તારને સોરઠ તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*●ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર ગોરખનાથ-દત્તાત્રેય (1,117 મીટર) ગિરનાર જૂનાગઢ જિલ્લામાં આવેલું છે.*

*●જૂનાગઢ જિલ્લાના ચોરવાડ વિસ્તારને લીલી નાઘેરનાં પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.*

*●હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા જૂનાગઢમાં આવેલી છે.*

*●જૂનાગઢ જિલ્લાને વાડીઓનો જિલ્લો કહેવામાં આવે છે.*

*●ગિરનારને સાધુઓનું પિયર પણ કહેવામાં આવે છે.*

*●સંત આપા ગીગાની સમાધિ સતાધાર ખાતે આવેલી છે.*

*●ભારતનાં સૌથી વધુ અમીર વ્યાપારી ધીરુભાઈ અંબાણીનું મૂળ વતન જૂનાગઢ જિલ્લામાં આવેલું ચોરવાડ છે.*

*●જૂનાગઢ જિલ્લો કૂવાઓની સંખ્યાની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે છે.*

*●મગફળીના ઉત્પાદનની દ્રષ્ટિએ જૂનાગઢ જિલ્લો ભારતભરમાં જાણીતો છે અને ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે.*

*●જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં દામોદર કુંડ નજીક સમ્રાટ અશોકનો શિલાલેખ, રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો આવેલા છે.*

*●સમ્રાટ અશોકના શિલાલેખનું સૌપ્રથમ વિવરણ જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું અને ત્યારબાદ તે પ્રતમાં ડો.ભગવાનલાલ ઇન્દ્રજીએ સુધારો કર્યો હતો.*

*●ગુજરાતમાં આવેલી ચાર યુનિવર્સિટીઓ પૈકી એક જૂનાગઢમાં આવેલી છે.*

*~જૂનાગઢ જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો👇🏻~*

*જમિયલશા દાતારની દરગાહ - ગિરનાર*

*શ્રી મનન્થુરામ શર્માનો આશ્રમ - બીલખા*

*સક્કરબાગ - જૂનાગઢ*

*રેવતી કુંડ*

*ઉપરકોટની વાવ*

*નરસિંહ મહેતાનો ચોરો*

*નવઘણ કૂવો*

*અડીકડીની વાવ*

*દરબાર હોલ મ્યુઝિયમ*

*રાણી દેવીનો મહેલ - ઉપરકોટ*

*રમણીય દરિયા કિનારો - ચોરવાડ*



💥રણધીર💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝વલસાડ📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●વર્ષ 1966માં સુરત જિલ્લામાંથી વલસાડ જિલ્લાની રચના થઈ.*

*●વલસાડ ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે, જે એક જ જિલ્લાની સરહદ સાથે જોડાયેલો છે. વલસાડ નવસારી જિલ્લાની સરહદ સાથે જોડાયેલો છે.*

*●પારસીઓ સૌપ્રથમ સંજાણ બંદરે ઉતર્યા હતા.જે પારસીઓ સંજાણ ઉતર્યા ત્યારે વલસાડ જિલ્લાના સંજાણ ખાતે રાણા કુંટુંબના ઝાદી રાણાનું રાજ હતું.*

*●પારસીઓ તેની સાથે લાવેલા પવિત્ર અગ્નિ આતશે બહેરામને વલસાડ જિલ્લાના ઉદવાડામાં સ્થાપ્યો હતો.જેથી ઉદવાડાને પારસીઓના કાશી તરીકે ઓળખવામાં આવે છે.*

*●વલસાડ જિલ્લામાં આવેલા વાપીના ઔદ્યોગિક વિસ્તારનો દેશના સૌથી પ્રદુષિત વિસ્તારમાં સમાવેશ થાય છે.*

*●ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર ખાતે થાય છે, જેને ગુજરાતના માસિનરમ તરીકે ઓળખવામાં આવે છે.*

*●રેલવે સુરક્ષા દળ (RPF)નું તાલીમ કેન્દ્ર વલસાડમાં આવેલું છે.*

*●રંગ રસાયણ માટે જાણીતું અતુલનું કારખાનું વલસાડ જિલ્લામાં આવેલું છે.*

*●રંગ રસાયણનો ઉદ્યોગ વિકસ્યો હોવાના કારણે વલસાડને 'થર્મોપોલીના જિલ્લા' તરીકે ઓળખવામાં આવે છે.*

*●અરવિંદ આશ્રમ પ્રેરિત શાળા અને છાત્રાલય જિલ્લાના નારગોલ ખાતે આવેલા છે.*

*●ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામની ગણના થાય છે.*

*●પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના ભડેલી ગામમાં થયો હતો.*

*●દાંડી કૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ વલસાડ જિલ્લામાં થયો હતો.*

*●હાફૂસ કેરીનું સૌથી વધુ ઉત્પાદન વલસાડ જિલ્લામાં થાય છે.*

*●દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે વલસાડ જિલ્લાને ઓળખવામાં આવે છે.*

*●ગુજરાતનું પ્રથમ વાઈ-ફાઈ ગામ તીધરા વલસાડ જિલ્લામાં આવેલું છે.*

*●વલસાડ જિલ્લાના પાનસ ગામે ઔષધીય ઉદ્યાન આવેલો છે.*

*●ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભીલાડ આર.ટી.ઓ. વલસાડ જિલ્લામાં આવેલી છે.*

*~વલસાડ જિલ્લામાં આવેલા કેટલાક મહત્વના સ્થળો~*

*ઔદ્યોગિક શહેર - વાપી*

*રમણીય અને પ્રવાસન સ્થળ તરીકે જાણીતો દરિયા કિનારો - તીથલ*

*ભવાની માતાનું મંદિર - પારનેરા*

*નંદીગ્રામ આશ્રમ - મકરંદ દવે - ધરમપુર રોડ*

*મહર્ષિ અરવિંદ આશ્રમ પ્રેરિત છાત્રાલય - નારગોલ*

*વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો - ઉમરગામ*

*●વિદ્યાધામ તરીકે જાણીતું શહેર - નારગોલ*



💥રણધીર💥
*🛑ગુજરાતમાં પ્રથમ પુરુષ🛑*

◆પ્રથમ મુખ્યમંત્રી :- *ડૉ.જીવરાજ મહેતા*

◆પ્રથમ રાજ્યપાલ :- *મહેંદી નવાઝ જંગ*

◆પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી :- *મંગળદાસ પકવાસા (મધ્યપ્રદેશ)*

◆ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- *માનસિંહજી રાણા*

◆પ્રથમ વિધાનસભા અધ્યક્ષ (ગુજરાત) :- *કલ્યાણજી મહેતા*

◆પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા :- *મહારાજ રાજેન્દ્રસિંહજી*

◆સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી :- *ઉચ્છંગરાય ઢેબર*

◆અમદાવાદ શહેરના પ્રથમ મેયર :- *ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ*

💥R.K.💥
*📺ફિલ્મ📺*

■પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ :- *શેઠ સગાળશા*

■પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ :- *નરસિંહ મહેતા*

■પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ :- *ભક્ત વિદુર*

■પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ :- *અખંડ સૌભાગ્યવતી*

■આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ :- *કંકુ*

💥 R.K.💥
*~🔥ગુજરાતના જિલ્લાઓ🔥~*


*📝ભાવનગર📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆

*●ભાવનગર વિસ્તારને પ્રાચીન સમયમાં ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવતો હતો.*

*●ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી છે.*

*●ઇ.સ.1723માં ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના કરી હતી.*

*●ગુજરાતમાં સૌથી વધુ મંદિરોવાળું શહેર પાલીતાણા (શેત્રુંજય પર્વતની તળેટીમાં) ભાવનગર જિલ્લામાં આવેલું છે.*

*●ભાવનગર જિલ્લાના મહુવાને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવામાં આવે છે.*

*●મહુવા હાથીદાંતની બનાવટો તેમજ લાકડાંના રમકડાં માટે જાણીતું છે.*

*●રામાયણના પ્રખર વાચક મોરારીબાપુનું વતન તલગાજરડા ભાવનગર જિલ્લામાં આવેલું છે.*

*●વલ્લભી વિદ્યાપીઠ જે સ્થાને હતી, તે વલભીપુર ભાવનગર જિલ્લામાં આવેલું છે.*

*●ભાવનગર જિલ્લામાં આવેલું તળાજા નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે.*

*●પાલીતાણા (હસ્તગિરિ) જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવનું સ્થાનક છે.*

*●ભાવનગરને યુકેલિપ્ટસના (નીલગિરી) જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે.*

*●કાળિયાર માટે જાણીતો વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર જિલ્લામાં આવેલો છે.*

*●એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.*

*●ભાવનગર જિલ્લો જામફળનાં ઉત્પાદન માટે જાણીતો છે. તે અમદાવાદ (ધોળકા) જિલ્લા પછી જામફળના ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લો કરે છે.*

*●પટારા બનાવવાના ઉદ્યોગ માટે ભાવનગર જાણીતું છે. તેમજ એક કહેવત મુજબ ભાવનગર ગાય, ગાડા અને ગાંઠિયા માટે જાણીતું છે.*

*●દેશી રજવાડાંઓના વિલીનીકરણ સમયે ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું.*

*●ગાંધીજીએ શિક્ષણ મેળવ્યું હોય તેવી શામળદાસ કોલેજ ભાવનગરમાં આવેલી છે.*

*●ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.*

*●વિશ્વનું સૌથી મોટું અલંગ શિપબ્રેકીંગ યાર્ડ ભાવનગર જિલ્લામાં આવેલું છે.*

*●ભાવનગર નજીક આવેલા રાજપરા ખાતે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે જ્યાં તાતણિયો ધરો આવેલો છે.*

*●જિલ્લાના બગદાણા (બગડ નદીના કિનારે) ખાતે સંતશ્રી બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલો છે.*

*●ભરતી-ઓટના સમયે જઈ શકીએ એટલે દરિયાની વચ્ચે પાંચ પાંડવોએ સ્થાપેલું નિષ્કલંક મંદિર મહાદેવનું શિવલિંગ કોળિયાક ખાતે આવેલું છે.*

*●જિલ્લાના હાથબ ખાતે કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે. ઘોઘા-દહેજ વચ્ચે જે રો-રો ફેરી સર્વિસ શરૂ થયું તેવું ઘોઘા ભાવનગર જિલ્લામાં આવેલું છે.*

*●ગુજરાતમાં આવેલી એકમાત્ર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI) ભાવનગર શહેરમાં આવેલી છે.*

*●ભાવનગરના દરિયા કિનારા પાસે ખંભાતના અખાતમાં પીરમબેટ આવેલો છે.*

*●મુખ્યમંત્રી બાબુભાઈ પટેલના કાર્યકાળમાં સ્થપાયેલી ભાવનગર યુનિવર્સિટીનું નામકરણ 26 જાન્યુઆરી, 2012ના રોજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કરી દેવાયું.*

*●ભાવનગર રવિશંકર રાવળ તેમજ ખોડીદાસ પરમારનું જન્મસ્થળ છે.*

*●ભાવનગર જિલ્લાનું મહુવા ડુંગળીના પાક તેમજ તેના ડિહાઇડ્રેશન માટે જાણીતું છે. મહુવા ખાતે ડુંગળીનો છતરિયા ડિહાઇડ્રેશન પ્લાન્ટ જાણીતો છે.*

*●ભાવનગર જિલ્લાના ગોપનાથ મહાદેવના મંદિરમાં નરસિંહ મહેતાએ શિવની પૂજા કરી હોવાનું મનાય છે.*

*●નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા સાથે સંબંધિત દક્ષિણામૂર્તિ સંસ્થા જાણીતી છે.*

*~ભાવનગર જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો~*

*પ્રભાશંકર પટ્ટણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ*

*ભાવસિંહજી પોલીટેક્નિક કોલેજ*

*ગાંધી સ્મૃતિ*

*તખ્તએશ્વર મંદિર*

*રૂવાપરી મંદિર*

*દક્ષિણામૂર્તિ સંસ્થા - આંબલા*

*વલ્લભી વિદ્યાપીઠનું સ્થળ - વલભીપુર - ઘેલો નદીના કિનારે*

*તાંબા-પિત્તળના વાસણો માટે જાણીતું શહેર - શિહોર*

*બાર્ટન સંગ્રહાલય*

*લોકભારતી સંસ્થા - સણોસરા*

*બૌદ્ધ ગુફાઓ - તળાજા*

*બ્રહ્મકુંડ - શિહોર*

*દુલા ભાયા કાગનું ગામ - મજાદર*



💥રણધીર💥