સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
Photo from Mahi Arohi
Photo from Mahi Arohi
▪️અમેરિકી વિદ્વાન જાચરી એલિકન્સ, ટોપ ગિન્સબર્ગ અને જોન્સ પેલ્ટન દ્વારા લખાયેલા પુસ્તક : 'ધી એન્ડયૂરન્સ ઓફ નેશનલ કૉન્સ્ટિટ્યુશન્સ'માં કહેવામાં આવ્યું છે કે 1789 બાદ વિવિધ દેશોના બંધારણનું આયુષ્ય સામાન્ય રીતે માત્ર 17 વર્ષ જ રહ્યું છે. એમાં એ દેશોનો સમાવેશ થાય છે જે પહેલાં ગુલામ અથવા કોલોની હતા અને બીજા વિશ્વયુદ્ધ બાદ આઝાદ થયા તેમના રેકોર્ડ તો એથીયે ખરાબ છે.

▪️પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ત્રણ બંધારણ બન્યાં પરંતુ પાકિસ્તાનનું શાસન મોટેભાગે બંધારણ વગર જ ચાલ્યું.

▪️બીજા વિશ્વયુદ્ધ બાદ આઝાદ થયેલા 14 એશિયન દેશોમાંથી માત્ર ત્રણ દેશોમાં જ બંધારણ બચ્યા છે તેમાં ભારત, તાઈવાન અને કોરિયાનો સમાવેશ થાય છે.

▪️ભારતના બંધારણમાં કુલ 1,46,385 શબ્દો છે.

▪️ભારતનું બંધારણ ભારતના નાગરિકોને 44 જેટલા મૂળભૂત અધિકાર આપે છે.

▪️અત્યાર સુધીમાં ભારતના બંધારણમાં 103 વખત સુધારાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

▪️ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા અને પિતામહ ગણાય છે.

▪️બાબાસાહેબ ઉપરાંત બીજી જે પ્રતિભાઓ ભારતના બંધારણના નિર્માતા તરીકે હતી તેમાં 1.અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર 2.ક.મા.મુનશી 3.જયપાલસિંહ 4.જવાહરલાલ નહેરુ 5.બેગમ એજાજ રસૂલ 6.વલ્લભભાઈ પટેલ 7.કાજી સૈયદ કરીમુદ્દીન 8.રાજેન્દ્ર પ્રસાદ અને કે.ટી.શાહનો સમાવેશ થાય છે.

▪️ક.મા. મુનશી ગુજરાતી ભાષાના વિદ્વાન અને ધારાશાસ્ત્રી પણ હતા.તેઓ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ પણ બન્યા હતા.

▪️બેગમ એજાજ રસૂલ બંધારણસભાના એકમાત્ર મુસ્લિમ મહિલા સદસ્ય હતાં.

▪️સંવિધાન સભામાં 15 મહિલા સભ્યો પણ હતા.જેમાં કેરળના 34 વર્ષના એકમાત્ર દલિત યુવતી દક્ષયાની વેલાયુધન સામેલ હતા.તેઓ ભારતના પહેલા દલિત મહિલા સ્નાતક હતા.

▪️બંધારણ સભાના અન્ય મહિલા સભ્યોમાં રેણુકા રે, રાજકુમારી અમૃતકૌર, સુચેતા કૃપલાણી, સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત પણ સામેલ હતા.

▪️પાછળથી સૂચેતા કૃપલાણી પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા.સરોજિની નાયડુ પહેલા મહિલા રાજ્યપાલ બન્યા.રાજકુમારી અમૃતકૌર એમ્સની સ્થાપના કરી. વિજયાલક્ષ્મી પંડિત રાષ્ટ્રની આમસભાના અધ્યક્ષ બન્યાં.

*🗞સંદેશ : સંસ્કાર પૂર્તિ🗞*
*🎶તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ🎶*

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે *2003થી* તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા ઉજવવામાં આવે છે.જેમાં રાષ્ટ્રીય કક્ષાના સંગીતકારો પોતાની આગવી શૈલીમાં સંગીત રજૂ કરે છે.

નરસિંહ મહેતાની દોહિત્રી અને શર્મિષ્ઠાની પુત્રી તાના અને રીરીની યાદમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે. આ બંને બેલડીઓએ તાનસેનનો દાહ *મલ્હાર રાગ* થી સમાવેલો.

*શર્મિષ્ઠા તળાવ* ના કિનારે તેનું આયોજન કરવામાં આવે છે. *2009 થી શ્રેષ્ઠતમ સંગીતમાં પ્રદાન કરનારને તાનારીરી પુરસ્કાર* થી સન્માનિત કરવામાં આવે છે. પ્રથમ આ પુરસ્કાર વિજેતા *લતા મંગેશકર* હતા.

💥રણધીર💥
*~🔥CURRENT🔥~*

*🗞Date:-01/02/2020🗞👇🏻*

*📝1 ફેબ્રુઆરી, વ્યક્તિ વિશેષ📝*

*તારી આંખનો અફીણી : વેણીભાઈ પુરોહિત*
*પૂરું નામ:-* વેણીભાઈ જમનાદાસ પુરોહિત
*જન્મ:-* 1 ફેબ્રુઆરી, 1916 , જામખંભાળિયા
*નિધન:-* 3 જાન્યુઆરી, 1980
તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈ અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધું.
'બે ઘડી મોજ' સામયિકથી પોતાની કારકિર્દી શરૂ કરી.
પત્રકાર તરીકે જન્મભૂમિ જેવા અનેક સામયિકોમાં પણ તેમણે કામ કર્યું.
ગોફણ ગીતા શીર્ષકથી કોલમ પણ લખતા હતા.
*મુખ્ય રચનાઓ:-*
*કવિતા:-* સિંજારવ, ગુલઝારે શાયરી, આચમન, દીપ્તિ , સહવાસ - (બાલમુકુંદ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહ)
*વાર્તા સંગ્રહ:-* અત્તરના દીવા, વાંસનું વન તથા સેતુ જેવા વાર્તા સંગ્રહો રચ્યા છે.
તે સિવાય વેણીભાઈનું યોગદાન છંદોબદ્ધ કવિતાઓ અને બાળ કથાકાવ્યોના ક્ષેત્રે પણ ખરું.
વેણીભાઈએ 'અખા ભગત' અને 'સંત ખુરશીદાસ' ઉપનામથી સર્જનો કર્યા હતાં.
'કંકુ' ફિલ્મના બધા ગીતો વેણીભાઈએ લખ્યા છે.
નાનકડી નારનો મેળો, ઝરમર , અમારા મનમાં , પરોઢિયાની પદમણી જેવા ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા.
એમના વિસામો અને કાવડિયો જેવા ભજનો ગાંધીજીને પણ પસંદ હતા.


●કમ્પ્યુટર ટેકનોલોજી ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કંપની ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ (IBM)ના CEO તરીકે કોની નિમણૂક કરી
*અરવિંદ ક્રિષ્ના*

●ભારતની સોફ્ટવેર કંપની વિપ્રોના CEO અને એમડી જેમને હાલમાં રાજીનામું આપવાની જાહેરાત કરી
*આબિદ અલી નિમુચવાલા*

●કયા રાજયમાં ચાપચાર કૂટ મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે
*મિઝોરમ*
*દર વર્ષે મિઝોરમ વાસીઓ તેમના વનોની સાફસફાઈ કરે છે તે પણ વસંત ઋતુમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે*
*સાફસફાઈની આ પ્રક્રિયાને ઝૂમ ઓપરેશન કહેવામાં આવે છે*

●13મો ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ ક્યાં રમાઈ રહ્યો છે
*દક્ષિણ આફ્રિકા*
*દક્ષિણ આફ્રિકામાં બીજી વખત*

●ગ્લોબલ સ્પેશિયલ મોબિલિટી ઇન્ડેક્સમાં કયા દેશે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે
*નોર્વે*
*ભારતે 76મું સ્થાન મેળવ્યું છે*
*આ ઇન્ડેક્સ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે*

●બેડમિન્ટનના મહિલા ઇન્ડોનેશિયા માસ્ટર્સ 2020ના વિજેતા કોણ બન્યા
*થાઈલેન્ડની મહિલા બેડમિન્ટન પ્લેયર રત્ચાનોક ઈન્તાનોન*

●યુરોપિયન યુનિયન (EU)માંથી બ્રિટનની વિદાયને યુરોપિયન સાંસદોએ કેટલા મતથી મંજૂરી આપી
*તરફેણમાં 621 અને વિરુદ્ધમાં 49 મત*
*બ્રિટન 1973માં યુરોપિયન યુનિયન સાથે જોડાયું હતું*
*બ્રિટન અલગ થયા પછી EU માં સભ્ય દેશોની સંખ્યા 27 થશે*

●વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કોરોના વાઇરસને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી.


*https://t.me/jnrlgk*

*https://t.me/gyan_ki_duniya*

💥રણધીર💥