GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
International Booker Prize 2025: ભારતીય લેખિકા, વકીલ અને એક્ટિવિસ્ટ બાનુ મુશ્તાકે તેમના પુસ્તક 'હાર્ટ લેમ્પ' માટે ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતી ઈતિહાસ રચી દીધો છે. 'હાર્ટ લેમ્પ' કન્નડ ભાષામાં લખાયેલ પ્રથમ પુસ્તક છે જેને બુકર પ્રાઈઝ એવોર્ડથી સન્માનિત કરાયું છે. દીપા ભષ્ટીએ આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. બુકર પ્રાઈઝ માટે હાર્ટ લેમ્પને દુનિયાભરમાંથી નોમિનેટ કરાયેલા 6 પુસ્તકોમાંથી પસંદ કરવામાં આવ્યું છે. આ એવોર્ડ મેળવનાર હાર્ટ લેમ્પ એ પ્રથમ શોર્ટ સ્ટોરી કલેક્શન છે. દીપા ભષ્ઠી આ પુસ્તક માટે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અનુવાદક પણ બની ગયા છે. બાનુ મુશ્તાક અને દીપા ભષ્ઠીએ મંગળવારે લંડનના ટેટ મોડર્નમાં આયોજિત કાર્યક્રમમાં આ એવોર્ડ રિસીવ કર્યો હતો. બંનેને 50000 પાઉન્ડનું ઈનામ મળ્યું હતું. જે લેખક અને ટ્રાન્સલેટર વચ્ચે સમાન હિસ્સે વહેંચવામાં આવશે.

#InternationalBookerPrize2025 #BanuMushtaq #Gscard #Guj
👍2