GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Allahabad HC માં maximum 160 જજો હોઈ શકે & ફક્ત 79 જજોથી જ કામ ચાલી રહ્યું છે. 50% જગ્યાઓ ખાલી ભારતની સૌથી મોટી HC માં. વકીલો દ્વારા PIL કરવામાં આવી છે HC નાં જજોની ખાલી જગ્યાઓ ઝડપથી સમયમર્યાદામાં ભરવામાં આવે.

UP ની 24 કરોડની વસ્તી & 11,55,225 pending કેસો છે HC માં. હાલમાં UP માં દર 30 લાખ લોકો એ ફક્ત 1 જ ન્યાયાધીશ છે & દરેક જજ પાસે average 14,623 કેસો pending છે.

160 જગ્યાઓ ભરી દેવામાં આવે તો પણ દર 15 લાખની વસ્તી એ 1 જજ હશે & એમની પાસે અંદાજીત 7220 કેસો હશે.

આ ફક્ત આંકડાઓ નથી. દરેક ખાલી જગ્યા એ કોર્ટ room ને રજૂ કરે છે જે સંપૂર્ણ રીતે કાર્યરત હોવો જોઈએ, દરેક ખાલી જગ્યા એ જજને રજૂ કરે છે કે જેઓ ન્યાય આપી રહ્યાં હોવાં જોઈએ & સૌથી મહત્વનું ઘણાં બધાં અરજદારો કે જેઓ ન્યાય મેળવી રહ્યાં હોવાં જોઈએ ના કે અનિશ્ચિત સમય સુધી રાહ જોઈ રહ્યાં હોઈ.


બંધારણનું અંતિમ રક્ષક ન્યાયતંત્ર જો manpower નાં અભાવે બિનકાર્યક્ષમ બની જાય તો કાયદાનું શાસન, ન્યાયિક સ્વતંત્રતા, ન્યાયિક સમીક્ષા જે બધા મૂળભૂત માળખાના સિદ્ધાંતનો ભાગ છે તેમને અસરકારક રીતે તોડી પાડવામાં આવે છે.

#judicialcrisis
#Indianjudiciary
#fundamentalright
#justice
👍5