GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
યુધ્ધનીતિ_ચાણક્યની_દ્રષ્ટિએ.pdf
621.3 KB
યુધ્ધનીતિ ચાણક્યની દ્રષ્ટિએ.pdf
કૃષ્ણ, એક એવું વ્યક્તિત્વ છે જેમની સૌથી વધારે ચર્ચા થાય છે. ભારતમાં કદાચ તેમના જ સૌથી વધુ ચાહવાવાળા પણ છે. કોઈ તેમને ભગવાનોના ભગવાન માને છે, તો કોઈ એક શાનદાર વ્યક્તિત્વનાં માલિક, ચોક્કસ કંઈક વાત તો છે કૃષ્ણમાં! પણ હકીકતમાં કૃષ્ણ છે કોણ? તેમનું જીવન કેવું હતું? કેમ તેમને અને તેમનાં જીવનને લઈને એટલી ચર્ચાઓ થાય છે? સવાલ તો એ પણ છે કે શું તેમનું આખું જીવન ક્યાંય ઉપલબ્ધ પણ છે કે પછી અમજ ચારે બાજુ હવામાં વાતો થઈ રહી છે?

તો આ સંદર્ભે થોડીક વાતો ખૂબ જ સ્થસ્તાક મમજી લેવી જરૂરી છે. આખે-આખું ન પણ કર્યું તો પણ કૃષ્ણનું મોટા ભાગનું જીવન તો શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. પણ પરેશાની એ છે કે કોઈ એક એવું શાસ્ત્ર નથી જેમાં કૃષ્ણના સંપૂર્ણ જીવનનું વિવરણ મળી જાય. ના, ટુકડા ટુકડાઓમાં તેમનાં જીવનની પર્ધા ઘણાં શાસ્ત્રોમાં ચોક્કસ વિખરાયેલી પડી છે. અને આ જ એક માધ્યમ છે જેના છેડાઓ જોડીને કે મેળવીને કૃષ્ણનું જીવન તારવી શકાય.

ખેર, હવે બીજી વાત! અને તે એ છે કે અહીં પણ એક ગૂંચવણ છે. કેમ કે આજે કૃષ્ણનાં જીવન વિષે બે પ્રકારનાં શાસ્ત્ર ઉપલબ્ધ છે. એક શરૂઆતના સમયનાં અને બીજા જે ઘણાં પાછળથી લખાયા. અને કૃષ્ણનું જે કંઈપણ વાસ્તવિક જીવન છે, એ શરૂઆતના સમયનાં શાસ્ત્રોમાં જ ઉપલબ્ધ છે. પછીના શાસ્ત્રોમાં તો જેની જે મરજી પડી એ લખ્યું છે. દુનિયાભરની મજેદાર વાતો તેમાં જોડી દેવામાં આવી છે. અને વળી કૃષ્ણનાં જીવનને લઈને રમત અહીં ન અટકી. આજના સંચાર-ક્રાંતિના યુગમાં તો કૃષ્ણનાં જીવન સાથે ભરપૂર રમત રમવામાં આવી રહી છે. ખાસ કરીને કૃષ્ણ અને મહાભારત પર ટીવી સિરીયલ બનાવવાવાળા લોકો તો તેમનાં વાસ્તવિક જીવનની પરવા જ નથી કરી રહ્યા. રિસર્ચ કર્યા વિના જે મરજી આવે તે લખી રહ્યા છે અને બતાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે કહું તો હજી ભ્રમણાં જ પ્રસારિત થયેલી એક સિરીયલમાં કંસને ટાલવાળો બતાવવામાં આવ્યો છે. જ્યારે શાસ્ત્રોમાં લખેલું છે કે કંસના લાંબા-લાંબા વાળ હતા. કૃષ્ણએ કંસનો વધ કરતી વખતે તેના વાળ પકડીને જ તેને સભામાં ઢસેડયો હતો. એવીજ રીતે ઘણીવાર નંદ અને યશોદાને એક સુંદર યુવાન જોડીના રૂપમાં બતાવવામાં આવે છે પણ હકીકતમાં બંને લગભગ આધેડ હતા. એજ સ્થિતિ વસુદેવની પણ હતી. કૃષ્ણના જન્મ સમયે જ તેમની ઘણી ઉંમર થઈ ગઈ હતી. અને કૃષ્ણ... કૃષ્ણ વિષે તો વિચારતાં જ નથી કે તેમનું વ્યક્તિગત જીવન કેવું હતું?
બસ વાર્તાઓ-પર-વાર્તાઓ ઊભી કરવામાં આવી રહી છે. અને એ પણ તર્કહીન વાતો પાછી ચમત્કાર જોડી-જોડીને. એમાં પણ મજાની વાત એ કે કાં તો એમાં કૃષ્ણનાં બાળપણની વાતો થાય છે અથવા તો મહાભારત વખતની. પણ આ તો એમના આખાં જીવનનો માત્ર દસ ટકા ભાગ છે. તેમનું જીવન આનાથી ઘણું મોટું અને વિશાળ હતું. પણ તેની ક્યાંય કોઈ ચર્ચા નથી થતી. આ પણ કૃષ્ણને લઈને પોતાની રીતની એક અનોખી મજાક છે જે ચાલતી રહી છે. અને તેના પણ ઘણાં કારણો છે. પહેલાં તો આ માટે પૂરતી માત્રામાં શોધનો અભાવ જવાબદાર છે. કેમ કે એટલાં બધાં જુદા-જુદા શાસ્ત્રોમાંથી એક જીવનને તારવવાનું એટલું સહેલું નથી. એ માટે ઊંડું સાયકોલૉજિકલ જ્ઞાન જોઈએ. બીજી વાત એ કે કૃષ્ણનાં જીવનમાં એ બધું જ છે જે એક મનુષ્યમાં સ્વાભાવિક રીતે મોજૂદ હોય છે, પણ જેની ચર્ચા કરવાનું સહેલું નથી હોતું. કેમ કે તથાકથિત સમાજ અને સંપ્રદાય કદાચ આવી વાતોને પચાવી ન શકે. કદાચ બધાંને ડર લાગે છે કે ક્યાંક એનાથી કૃષ્ણનાં ચમત્કારિક ઈશ્વરીય સ્વરૂપ પર આંચ ના આવી જાય.

ખેર, મારું એવું માનવું છે કે કૃષ્ણ તો નાયકોના પણ નાયક છે. અને પોતાના નાયકનાં સંપૂર્ણ જીવનની દરેકને ખબર હોવી જ જોઈએ. કૃષ્ણ જેવું વ્યક્તિત્વ ન ક્યારેય થયું છે અને ન ક્યારેય થશે. તેથી તેમનાં સંપૂર્ણ વ્યક્તિત્વથી બધાંએ અવગત થવું જ જોઈએ. અને આ જ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને મેં કૃષ્ણની સંપૂર્ણ આત્મકથા ‘‘હું કૃષ્ણ છું’’ નાં નામથી લખી છે. કુલ છ ભાગમાં પ્રકાશિત આ પુસ્તકમાં કૃષ્ણનાં જન્મથી લઈને તેમની વિદાય સુધીનું સંપૂર્ણ જીવન એક ભવ્ય અને રોચક વાર્તા સ્વરૂપે શૃંખલા∞ રીતે લખવામાં આવ્યું છે. તેમાં કૃષ્ણના જીવનની સાથે સાથે તેમણે શું, ક્યારે અને કેમ કર્યું; એ પણ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. મારો આ સ્પષ્ટ મત છે કે આપણે આપણાં નાયકના જીવન અને વ્યક્તિત્વમાંથી જ ઘણું બધું શીખી શકીએ છીએ. તો પછી કૃષ્ણ તો મહાનાયક છે. તેથી મારું પુસ્તક 'હું કૃષ્ણ છું' તમામ ગ્રંથો પર શોધ કર્યા બાદ લખવામાં આવ્યું છે. આ પુસ્તક આપણને ફક્ત આપણાં મહાનાયક સાથે રૂબરૂ જ નથી કરાવતું, પરંતુ તેમની પાસેથી શીખવાલાયક બધી જ વસ્તુઓ શીખવાડે પણ છે.

ખેર, ફરીથી વર્તમાન પુસ્તક ઉપર પાછા આવી જઈએ. અને આ વર્તમાન પુસ્તક લખવાનો મારો ઉદ્દેશ એટલો જ છે કે તેનાથી તમે પોતાનાં મહાનાયક કૃષ્ણ અને તેમનાં જીવન વિષે બધું જાણી લો અને તેમના વિષે ફેલાવવામાં આવી રહેલી વ્યર્થ વાર્તાઓથી છુટકારો મેળવી લો. એ માટે મેં શાસ્ત્રોમાં ઉલ્લેખિત પ્રમાણોને જ આગળ રાખ્યા છે. સદીઓથી ાઓની એ વાતીને કાં તો દબાવવામાં આવી રહી છે અથવા જાણી-જોઈને તેને અવગણવામાં આવી છે, અથવા તો પછી લોકો ત્યાં સુધી પહોંચી જ નથી શકતા.
પણ મારું એવું માનવું છે કે લોકો એક વાર કૃષ્ણ વિષે વાસ્તવિક તથ્યોને જાણી લેશે તો તેમને સમજવાનો પ્રયત્ન પણ કરશે અને આ પ્રયત્ન માટે પ્રેરિત કરવા એજ આ પુસ્તકની મૂળ ઉદ્દેશ છે. તેનું કારણ એ છે કે કૃષ્ણના જીવનમાં પ્રેમ પણ છે અને કળા પણ } તેમનાં જીવનમાં ગીતા પણ છે અને વધ પણ. વિવાહ પણ છે અને બાળકો પણ શોખ પણ છે અને સંન્યાસ પણ, છળ-કપટ પણ છે અને સત્ય વચન પણ. ઘરમાં પણ રાંઘર્ષ છે અને બહાર પણ. તેમના મિત્ર પણ છે અને શત્રુ પણ. ...આટલું બધું હોવા છતાં તેમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ જીવનનું કોઈ યુદ્ધ ક્યારેય નથી હાર્યા. અને આપણે તેમની પાસેથી આજ શીખવાનું છે. પણ એ માટે પહેલાં તમારે તેમનાં જીવનની હકીકત જાણવી પડશે. આ પુસ્તકમાં કૃષ્ણનાં જીવન વિષે સેંકડો સવાલો પૂછવામાં આવ્યા છે અને જુદા-જુદા શાસ્ત્રોનાં સંદર્ભ સાથે સપ્રમાણ તેમના જવાબ પણ આપવામાં આવ્યા છે. સાથે જ, જે તે સ્થાને જરૂરિયાત પ્રમાણે તથ્યોનું સ્પષ્ટીકરણ પણ કરવામાં આવ્યું છે. સાથે જ એ પણ સ્પષ્ટ કરી દઉં કે લોકોની ભાવનાઓને, તેમની આસ્થા અને વિશ્વાસને ઠેસ પહોંચાડવી એ આ પુસ્તકનો ઉદ્દેશ નથી. પરંતુ આ પુસ્તકનો એકમાત્ર અને મહત્ત્વનો ઉદ્દેશ ખરા સોના ઉપર યુગોથી પડતી આવી રહેલી ધૂળને ખંખેરવાનો છે. તમારા કૃષ્ણનો તમારી સાથે મેળાપ કરાવવાનો છે. તેથી મને આશા છે કે મારો આ રોચક પ્રયાસ તમને તમારા કૃષ્ણનાં વાસ્તવિક જીવનથી સારી રીતે અવગત કરાવી દેશે.
કૃષ્ણ - સહુથી અધિક પૂજાનારા

કૃષ્ણ - સહુથી વધારે લોકપ્રિય કૃષ્ણ - સહુના હ્રદયનાં ધબકાર

પણ મુખ્ય પ્રશ્ન એ કે... તમે કૃષ્ણનાં વિષયમાં હકીકતે જાણો છો કેટલું? બસ એટલું જ જેટલું ટીવી સિરીયલોમાં તમે જોયું છે!

પણ સત્ય એ છે કે આ બધાએ મળીને કૃષ્ણનાં જીવનને શું હતું અને શું બનાવી દીધું છે. આવામાં કોઈ એ કેવી રીતે જાણી શકે કે એમનાં જીવનમાં સાચું કેટલું છે અને કાલ્પનિક કેટલું? તેથી એ જરૂરી છે કે કૃષ્ણને ચાહનારા કૃષ્ણનાં જીવન અંગે ફેલાવાયેલી ખોટી અને કાલ્પનિક વાતોથી છુટકારો મેળવી લે. અને બસ માત્ર આજ ઉદ્દેશ્યથી બધાં પ્રાચીન શાસ્ત્રોનું ઊંડું સંશોધન કર્યા પછી આ પુસ્તકમાં કૃષ્ણનાં જીવન સાથે સંકળાયેલા બધાં મહત્ત્વપૂર્ણ તથ્યોને પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.

જાણો તમારાં નાયક’

200+

કૃષ્ણનાં જીવનનાં

ચોંકાવનારા ન સાંભળેલા કિસ્સા!
MRP 349
ઘરે બેઠા 299
કૃષ્ણનાં_200+_ચોંકાવનારાં_સત્ય_1.pdf
1.8 MB
Emailing કૃષ્ણનાં 200+ ચોંકાવનારાં સત્ય-1.pdf
વર્લ્ડ ઇનબૉક્સ સામાન્ય અભ્યાસ (જનરલ સ્ટડીઝ) 2023 ન્યુ આવૃત્તિ લોન્ચ
450+ પેજ ની દળદાર Book
બહુ જોરદાર ,આકૃતિ,ચાર્ટ અને સુવ્યવસ્થિત Book બનાવેલ છે
સામાન્ય અભ્યાસ.pdf
3 MB
સામાન્ય અભ્યાસ.pdf
GPSC, STI, PI, PSI, ASI, કૉન્સ્ટેબલ, સચિવાલય-બિનસચિવાલય ક્લાર્ક, Dy.SO, Dy. મામલતદાર, TET, TAT, HTAT, તલાટી વગેરે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી