GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ઘરે બેઠા 90
રામબાઈ.pdf
1.8 MB
રામબાઈ.pdf
MRP 325
ઘરે બેઠા 280
:: પુસ્તક વિશે ::

જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ્ટ પર ભૂતકાળમાં બની ગયું છે.

રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઉભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે.

...પણ એ વાંચક...આ બાઈની અંદર ચારસો સુરજની આગ છે હો. બહારથી તો એ ગામડાની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઇને બળી મરે એવી મીઠી જીંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચુપચાપ બેઠા રહેશો અને તમને મળેલી પોતાની જીંદગી તરફ જોયા કરશો.

એય રામબાઈ...તું તો કોસ્મિક ફેરીટેલ જેવી છે. તું તારી આંખો આકાશ તરફ રાખે છે અને ઉગ્યા કરે છે. તું પડે છે. ફરી-ફરી પડે છે અને પછી ઉગતા સુરજની જેમ ઉઠે છે, અને ચાલતી થાય છે આ મહાન – ભવ્ય રસ્તા ઉપર. જીવન નામના રસ્તા પર. તારું આવું જીવવું જોઇને મારું મોઢું ફાટ્યું રહે છે. આત્મો મૂંગા-મૂંગા બરાડા પાડે છે. તારી ગાથા થકી માનવતાના મૂલ્યોનું વિરાટ દર્શન થયા કરે છે.

આ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે પણ તારા જેવા માણસને પાકવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાંય ધક્કા ખાવા પડશે. તારા નૂર, ઝમીર અને જીવનને સલામ.
-પ્રકાશક
શૈલેષ સગપરિયાના( GPSC અધિકારી) લખેલા પુસ્તકો વાંચવા સૌને ગમે, પરંતુ કોઈ એમ પૂછે કે શૈલેષ સગપરિયાને વાંચવા ગમે એવા પુસ્તકો ક્યાં ? જે પુસ્તકો મને ગમ્યા છે અને જેમાંથી મને કંઇક શીખવા મળ્યું છે એવા પુસ્તકોની યાદીમાં એક વધુ પુસ્તક ઉમેરાયું, 'ધ રામબાઈ'.

'ધ રામબાઈ' Jitesh Donga એ લખેલી સત્યઘટના આધારિત એક નવલકથા છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામની એક અભણ સ્ત્રી આપણને ભણેલાઓને પણ જીવન જીવવાના અનેક પાઠ ભણાવી જાય છે. પવિત્ર પ્રેમની પરાકાષ્ઠા, પરિવાર માટેનું સમર્પણ, સમસ્યાઓના સમંદર વચ્ચે પણ રાજી રહેવાની રીત, જાણવાની જિજ્ઞાશા અને કશુંક પામવાની તડપ.

મને બહુ લાંબુ લખાણ વાંચવું ગમતું નથી પરંતુ 'ધ રામબાઈ' વાંચવાનું શરૂ કર્યું પછી પુસ્તક હેઠે મુકવાનું મન જ નહોતું થતું. મને એમ થયા કરતું હતું કે બસ આ વાર્તા ચાલતી જ રહે. વાર્તા વાંચતી વખતે વચ્ચે એક - બે કોલ આવ્યા. ઉચ્ચ અધિકારીના કોલ હોવાથી ઉપાડવા પડ્યા પણ પછી મારી અને રામબાઈની વચ્ચે કોઈ ના આવે એટલે મોબાઈલ જ સ્વિચ ઓફ કરી દીધો. વાર્તા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ હું એમાં ખોવાતો ગયો, રામબાઈમય બનતો ગયો. પુસ્તક વાંચતી વખતે કોઈક વાર આંખો ભીની થઇ તો ક્યારેક હૃદયના ધબકારા પણ વધી ગયા.

નવલકથાનું લેખન કરતી વખતે લેખક પોતે રામબાઈ બની ગયા હોય તો જ આટલું સરસ અને સરળ લેખન શક્ય છે. એક એક દ્રશ્ય આપણી આંખ સામે તાદ્રશ્ય થાય એવું તલસ્પર્શી વર્ણન કર્યું છે. જો આ જ પ્રકારની વાર્તા કોઈ બીજી ભાષામાં અને નામાંકિત લેખકે લખી હોય તો એને અવશ્ય બહુ મોટો પુરસ્કાર મળે એ પાક્કું. મને તો પૂર્ણ વિશ્વાસ છે કે જો ગુજરાતી સાહિત્યના એવોર્ડ આપવામાં કોઈ કાવાદાવા નહીં ચાલતા હોય તો 'ધ રામબાઈ' અવશ્ય એવોર્ડ પ્રાપ્ત કરશે.

જેમને વાંચનનો શોખ હોય એમણે ખરેખર આ પુસ્તક વાંચવું જોઈએ. કોરોનાના કપરા કાળમાં નકારાત્મકતાને ઉડાડીને ઉર્જાથી ભરી દે એવું પુસ્તક છે.'વસ્તુ ન ગમે તો પૈસા પાછા'ની ગેરંટી અપાતી હોય છે એમ 'પુસ્તક ન ગમે તો પૈસા પાછા'ની લેખક ગેરંટી આપી શકે એવું પુસ્તક છે.
મિત્ર જિતેશને આવી ઉત્કૃષ્ટ નવલકથાના લેખન બદલ ખુબ ખુબ અભિનંદન.
શૂન્યમાંથી સર્જન લેખક નું નવું નજરાણું
અહીં એવા 20 સાહસિક ઉધોગપતિઓ કથા આલેખાઈ છે તમણે ક્યારેય માદરે વતન છોડયું જ નથી.એ લીલુડી ધરતીમાં જ તેઓ જન્મ્યા,રહ્યા તથા વિકસ્યા. પરંતુ તેમના સ્વપ્ન અને મહત્વાકાંક્ષા ને કોઈ સીમાડા ન નડ્યા.જેમાં બાલાજી વેફર ની સંપૂર્ણ સ્ટોરી પણ આપેલ છે

ધરતીનો છેડો ઘર એટલે ભારતના નાના ગામો,શહેરો માં સ્થાનિક શક્તિના ઉપયોગથી વિશ્વ વ્યાપી વિરાસત ખડી કરનાર વીસ વિરલાઓની કથા

જેને કામ કરવું છે તેને કોઈ સીમાડા નથી નડતી તેઓ લગે રહો ના ધ્યેય થી પોતાનો અભિગમ અપનાવે છે
MRP 175
ઘરે બેઠા 170
ધરતીનો છેડો ઘર.pdf
2.8 MB
ધરતીનો છેડો ઘર.pdf