GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
હજુ આપણા દેશની અમુક પ્રજા અજ્ઞાન અને અંધશ્રદ્ધાના અંધકારમાં અટવાઈ રહી છે. આપન્ને વિજ્ઞાન યુગમાં જીવી રહ્યાં છીએ. આ યુગમાં આખી દુનિયા જ્યારે વિકસતી, વણથંભી આગેકૂચ કરતી, કૂદકે ને ભૂસકે આગળ વધી રહી હોય, ત્યાં અંધશ્રતમાં અટવાઈ રહેવું કેમ પોસાય?

થોડીક તક્લીમાં ફસાતાં કોઈપણ અજ્ઞાની, ચમત્કારોનો આશરો શોધે છે. અંધવિશ્વાસ અને ખોટી માન્યતાઓનાં બંધન તોડી, વિજ્ઞાન આજે આવા ચમત્કારીઓને જડબાતોડ જવાબ આપી શકવા ક્ષમતા ધરાવે છે. ત્યારે અબુધ લીક આવા ચમત્કારીઓને ડૉક્ટરો, વધો, વૈજ્ઞાનિકો કરતાં પણ આગળ પડતા અવતારી માની તેમને પૂજવા લાગે છે.

દોરાધા
ગા એ કંઈ સારવાર નથી. દવાથી રોગ મટે. ભૂવાઓના ભુલાવામાં ભરમાઈ, અજ્ઞાનતામાં અટવાઈને ઘણાંએ જાન ગુમાવ્યા છે. કાગને બેસવું અને ડાળને પડવું જેવું ક્યાંક બનતું હોય છે. તે દોરાધાગા કે માદળિયા, તાવીજને કારણે નહીં, પણ દર્દીની પોતાની આત્મશ્રદ્ધાથી, તે વ્યક્તિમાં પ્રગટેલી હિંમતથી તક્લીફો મટતી હોય છે. હકીકતમાં મેલીવિદ્યા, વળગાડ, ભૂતપ્રેત, ડાકણશાકણ, મંત્રતંત્ર કે ચમત્કાર જેવું કંઈ અસ્તિત્વ જ નથી. આ તો અજ્ઞાનીઓને ઊઠાં ભણાવવાની વાતો હોય છે. તેમાં સુપેરે વિજ્ઞાનની તરકીબોનો જ ઉપયોગ થયેલો હોય છે.

પિક્ચરમાં હીરો
સાતમે મજલેથી પડે અને તુરત જ લડવા માંડે, શીશીમાં ભૂત નાચવા માંડે, કૂવાના પાણીમાં ભડકા થાય, ગળામાં ધારિયું મારે, નાળિયેરમાંથી ચૂંદડી નીકળે, હાથમાં રાખ મસળતાં દૈવી નામ ઊપસે. કમરમાંથી કંકુ ખરે, ઘરમાં કંકુનાં પગલાં પડે. આવા અનેક પ્રયોગો ચમત્કારિક લાગે, પણ આ પ્રયોગો ચાલીકીથી વૈજ્ઞાનિક રસાયણોની પ્રક્રિયાઓ દ્વારા અને હાથચાલાકીથી થતા હોય છે. કોઈપણ વિષયને વૈજ્ઞાનિક અભિગમથી સમજવાનો આ યુગ છે.

ભારતમાં જ નહીં બલ્કે દ
ુનિયાના ઘણા દેશોમાં ચમત્કારોને નામે ઘણા ચાલાક લોકો ગરીબ, નિરક્ષર, અબુધ, ભલાભોળા ગ્રામીણોને છેતરે છે.ભણેલ-ગણેલ સુધરેલ શહેરી અને પોતાના ધંધામાં આગળ વધેલા હિંમતવાન ગણાતાં લોકોને પણ ભૂવાઓ ઊમમાં પાડી દે છે. તેમને કુતૂહલથી પ્રભાવિત કરી, જાદુઈ રહસ્યોથી આંજી નાખી, મૂર્ખ બનાવે છે. આ પુસ્તકના પ્રયોગોનો લોકોને ઠગવામાં કોઈ દુરૂપયોગ ન કરે એવી મારી નમ્ર અરજ છે. જેમ ધન, મદ માટે નથી. શક્તિ, પરપીડન માટે નથી. તેમ આ એક શાણપણની વિદ્યા છે. કોઈને છેતરવા માટે નથી. લોકો તેને મેલી વિદ્યામાં ખપાવે છે. તે કાળી વિદ્યા નહીં. પણ વિજ્ઞાન વિદ્યા છે.

દરેક જાદુઈ કરામતો મનોવૈજ્ઞાનિક
તથ્ય ઉપર આધારિત હોય છે. આવી છૂપી ચાલાકીઓના કુચક્રમાં નહીં ફસાતાં વિવેકના જ્ઞાનરૂપી ચશ્માં પહેરવાની જરૂર છે. પરિપકવ બુદ્ધિને કામે લગાડવાની જરૂર છે. આવી ચાલાકીઓ આપણી સમજ બહાર હોય, તેમાંનો વૈજ્ઞાનિક નિયમ આપણે સમજી શકતા ન હોઈએ તેથી તેને ચમત્કાર માની લઈએ છીએ.

કોયડાનો ભેદ જાણ્યા પછી તે કોયડો કોડીનો બની જતો હોય છે. જ્યાં સુધી લોકો ચમત્કારરૂપી અંધશ્રદ્ધામાં સ્વાર્થ અને લોભમાં લપટાયેલા રહેશે આવા પ્રયોગો આકર્ષિત રહેશે. ત્યાં સુધી આવા ધંધાદારી તારાઓની ખોટ નહીં રહે. તે માટે આ પુસ્તકમાં ભણવા પર પણ ભાર મૂકેલ છે. ચમત્કારો કદી કોઈ કરી શક્યું નથી, કોઈ કરી શકવાનું નથી. મંછા ભૂત અને શંકા ડાકણ. ભૂત, પલીત, ડાકા, શાકણ આપણા મગજમાં જ હોય છે. મનમાં ભૂતનો ભો (બીક) પેસી ગયો હોય તે જ્યાં જુએ ત્યાં ભૂત જ ભૂત દેખે.


વ્યક્તિને જો કોઈ વળગે છે તો તેના પોતાના મનના ખોટા વિચારો જ વળગે છે. ખોટી કલ્પનાઓ, ખોટી મહેચ્છાઓની પૂર્તિ માટેની ઘેલછા ભરી ખોટી દોડધામની મગજમાં ધમાચકડી મચી જતાં મગજ અસ્થિર બની જતું હોય છે. તેને લોકો ભૂત પેસી ગયું બતાવે છે. સત્યશોધક સભા, પાલનપુરે પડકાર ફેંક્યો છે કે, વિજ્ઞાન વાપર્યા વિના ચમત્કાર બતાવો અને આઠ લાખ રૂપિયા લઈ જાઓની ઑફર કરી છે.

માનવ સ્વયં વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, અંધશ્રદ્ધા છોડી
જીવન ધ્યેય ઊંચું લાવે, વૈજ્ઞાનિક વલણો કેળવે તો શાંતિમય જીવન જીવી શકે છે. બાકી તો મૂર્ખાઓ જ સંકટ સમયે આવાં બહાનાં શોધવા દોડી જાય છે. ડાહ્યા માણસો તો પોતાની મુશ્કેલીઓનો ઉકેલ બુદ્ધિ અને બાહુબળથી લાવવા મથે છે. લોકોને છેતરપિંડીથી છોડાવવા, વિજ્ઞાન સમજાવવા, વહેમની બદીઓથી બચાવવા, આવા દોરાધાગા, માદળિયાં આપતા; ધર્મને નામે ધતિંગો કરતા ઠગોની ધૂતવિધાને ખુલ્લી પાડી, લોકોને ખોટા ખર્ચાઓથી બચાવી; આવાં જૂનાં ઓઠાંમાંથી જનતાને જગાડી, જનજાગૃતિ જગાવી, આવા ચાલાકો કેવી ચતુરાઈથી ચમત્કારો કરે છે તેમાં કર્યું વિજ્ઞાન વાપરે છે, તે ઠગોની ચાલને ખુલ્લા પાડવાના તથા ભારતીય બંધારણ કલમ 51 એ (હ) મુજબ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા લોકજાગૃતિ કેળવવાના હેતુસર આ પુસ્તકની રચના કરવામાં આવી છે.
દરેક મિત્રો જાગૃત નાગરિક આ પુસ્તક ખરીદે અને આજે ભુવા-ભોપાળા, ચમત્કાર કરી ને લોકો ને બનાવે ને કરોડો રૂપિયા ઘર ભેગા કરે એને માતાજી તરીકે પૂજીએ એ લોકો તમારા પૈસે ગાડીઓ-રાજકારણ-સતર જાતના ધંધા કરે એટલે મિત્રો આ બધી પોલ ઉઘાડવાનો સમય છે આપણો ધર્મ સનાતન ધર્મ છે બાકી પાખંડથી બચીએ અને આ પુસ્તક દરેક વિધાર્થીમિત્ર ખરીદી જાગૃત થઇએ
MRP 150
ઘરે બેઠા 149
સ્માર્ટ Tricks.pdf
2 MB
સ્માર્ટ Tricks.pdf
Book માટે વેબસાઈટ www.gccbooosstore રાબેતા મુજબ ચાલુ છે
ઓનલાઇન જ ખરીદી કરશો
ગોલ્ડન Rules ઓફ ઇંગ્લિશ ગ્રામર
કોઈ પણ અંગ્રેજી ની Book વાંચો પણ તમને અંગ્રેજી ગ્રામર ના Rules ખબર ના હોય તો અંગ્રેજી માં સારા ગુણ મેળવવા શક્ય નથી

અક્ષર ની 2014 થી સૌથી વધુ વેચાતી Book નું 2021-22 એડિશન લોન્ચ થઈ ગયું છે

500 થી વધુ અંગ્રેજી ગ્રામર ના Rules
એકદમ સરળ અને સમજૂતી સાથે
ખાલી જગ્યા પૂરો,3000 થી વધુ MCQ પ્રેક્ટિસ માટે અને 600 થી વધુ પ્રશ્નો જે અગાઉ પૂછાયેલા હોય
1000 થી વધુ ટોપિક અનુસાર MCQ
ગવર્મેન્ટ પરીક્ષામાં ખાસ ઉપયોગી
મિત્રો 400 પેજ ની Book આ તમને ખૂબ ખૂબ ઉપયોગી થશે
MRP 350
ઘરે બેઠા 299
GOLDEN RULES OF ENGLISH GRAMMAR.pdf
2.2 MB
GOLDEN RULES OF ENGLISH GRAMMAR.pdf