𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.17K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
#Current
બટાટામાંથી બનશે બાયોપ્લાસ્ટિક : પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગ દ્વારા રિસર્ચ હાથ ધરાયું, અહીં તૈયાર થનારું પ્લાસ્ટિક આઠ જ દિવસમાં નાશ પામશે

21મી સદીમાં માનવજીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તો બીજી તરફ પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સામે અનેક પડકારો પણ ઊભા થયા છે. ત્યારે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા માટેના પ્રયાસો તેજ કરાયા છે. આવો જ એક પ્રયાસ પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા હાથ ધરાયો છે. વિભાગ દ્વારા બટાટાના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક બનાવવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો પર્યાવરણની સાથે સાથે બટાટા પકવતા ખેડૂતોની જિંદગીમાં પણ મોટો બદલાવ આવશે. આ પ્રોજેકટનું સંશોધન અંદાજે 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
👍27🥰5👏1
#Current
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના મહારાણી માર્ગરેટ (દ્વિતીય)ને ગુજરાત તરફથી એક રોગન પેઇન્ટિંગ ભેટ આપી

-રોગન પેઇન્ટિંગ એ કચ્છમાં પ્રચલિત કાપડ પ્રિન્ટિંગની કળા છે. આ હસ્તકળામાં ઉકાળેલા તેલ અને વનસ્પતિ રંગોમાંથી બનાવેલ પેઇન્ટને મેટલ બ્લોક (પ્રિન્ટિંગ) કે સ્ટાઈલસ (પેઈન્ટિંગ)નો ઉપયોગ કરીને ફેબ્રિક પર નાખવામાં આવે છે
👍25🔥6👏2
#CURRENT_

Date - 16/06/2022

TELEGRAM - T.me/Pankajsr


1. અગ્નિપથ ભરતી યોજના હેઠળ યુવાનોને સેનામાં કેટલા વર્ષ માટે ભરતી કરવામાં આવશે? 4 વર્ષ

2. દરેક સિગારેટ પર પ્રિન્ટેડ ચેતવણી લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો દેશ બન્યો છે? કેનેડા

3. ઈરાક પછી કયો દેશ ભારતને તેલનો બીજો સૌથી મોટો સપ્લાયર બન્યો છે? રશિયા

4. તાજેતરમાં નેશનલ ઇન્ટર-સ્ટેટ એથ્લેટિક્સ મીટમાં મહિલાઓની ટ્રિપલ જમ્પમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોણે તોડ્યો છે? ઐશ્વર્યા બાબુ

5. તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021 નું ટાઇટલ કોણે જીત્યું છે? હરિયાણા

6. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી માટે કઈ યોજનાને મંજૂરી આપવામાં આવી છે? અગ્નિપથ

7. તાજેતરમાં કયો દેશ ભારતીય તૂટેલા ચોખાનો સૌથી મોટો આયાતકાર બન્યો છે? ચીન

8. ભારતનું પ્રથમ કેન્દ્રીયકૃત એસી રેલ્વે ટર્મિનલ તાજેતરમાં ક્યાં શરૂ થયું છે? બેંગલુરુ

9. તાજેતરમાં પ્રો સર્કિટ વર્લ્ડ સ્નૂકર ટૂર માટે કોણ ક્વોલિફાય થયું છે? હિમાંશુ જૈન

10. તાજેતરમાં 38મું ભારત ઇન્ડોનેશિયા સંકલિત પેટ્રોલિંગ ક્યાંથી શરૂ થયું છે? આંદામાન સમુદ્ર
👍9🎉2