GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા હોય કે સુધા મૂર્તિ, સુનિતા વિલિયમ્સ હોય કે સાયના નેહવાલ આવી અનેક ભારતીય 1 મહિલાઓ, પોતાનાં ક્રાંતિકારી વિચારો અને નોંધપાત્ર પ્રદાન દ્વારા દુનિયાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી ચૂકી છે.

આવું જ એક પ્રતિભાશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ એટલે ઇન્દ્રા નૂયી. ભારતમાં જન્મીને અમેરિકામાં સ્થાયી થનાર ઇન્દ્રા નૂયી બિઝનેસજગતનાં સર્વકાલીન શ્રેષ્ઠ મહિલા CEO ગણાય છે. PepsiCo કંપનીને એક નવી જ ઊંચાઈએ લઈ ગયા બાદ આખી દુનિયાના બિઝનેસજગતના CEO અને વિવિધ રાષ્ટ્રોના નેતાઓના મનમાં તેઓ આદરભર્યું સ્થાન મેળવી શક્યાં છે.

પોતાની વ્યવસાયિક કારકિર્દીની ટોચે પહોંચેલા ઇન્દ્રા નૂયી આજે પણ એક નખિશખ ભારતીય મહિલા છે. ભારતમાં રહેતી સ્ત્રીઓએ જે પ્રશ્નો, મુશ્કેલીઓ અને સંઘર્ષોનો સામનો કરવો પડે છે એ બધામાંથી ઇન્દ્રાએ પણ પસાર થઈને એક આદર્શ CEOની સાથે, આદર્શ માતા, દીકરી અને પત્નીની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી છે.

ગૃહિણી અને CEO આ બંને પડકારોમાં એક જ વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે એ આજે પણ ભારતીય સમાજ માટે વણઉકેલાયેલો કોયડો છે. આવું કેવી રીતે થયું? શું કોઈપણ વ્યક્તિ આવું કરી શકે? કેવી રીતે ? આવા અનેક સવાલોના જવાબ આ પુસ્તકમાં છે.

ઇન્દ્રા નૂયી લિખિત આ આત્મકથા વર્તમાન સમયની શ્રેષ્ઠ આત્મકથા ગણાય છે. દુનિયાભરની સેલિબ્રિટિઝ દ્વારા આવકાર પામેલી એક સફળ વ્યક્તિની આ મૂલ્યવાન યાત્રા ભારતની અનેક મહિલાઓ, યુવાનો, પરિવારો અને બિઝનેસજગત સાથે જોડાયેલાં સૌ કોઈ માટે Must Read છે.
આ પુસ્તક તમારે શા માટે વાંચવું જોઈએ?

મૂળ ભારતીય, પરંતુ અમેરિકામાં જઈને કૉર્પોરેટની દુનિયામાં શિખર સર કરનાર ઇન્દ્રા નૂયીનું નામ ગુજરાતમાં અજાણ્યું નથી. જ્યારે પણ સફળ અને શક્તિશાળી મહિલાઓની વાત થાય છે, ત્યારે ઇન્દ્રા નૂયીનો ઉલ્લેખ અચૂક થાય છે. ઇન્દ્રા નૂયી અમેરિકાની અગ્રણી ફૂડ ઍન્ડ બ્રેવરેજ કંપની PepsiCoની પ્રથમ મહિલા CEO બન્યાં હતાં. PepsiCoમાં સર્વોચ્ચ પદે પહોંચનારાં તેઓ પહેલાં ભારતીય પણ હતાં. નૂયીનાં 12 વર્ષના કાર્યકાળમાં, PepsiCoની રેવન્યૂમાં 81 ટકાનો વધારો થયો હતો. તે કંપનીના ચૅરપર્સન અને CEO પણ રહી ચૂક્યાં હતાં.

જે સમયમાં મહિલાઓ કામ કરવા માટે બહાર નીકળતી નહોતી, તે સમયે ઇન્દ્રા નૂયી માત્ર ભણવા માટે જ વિદેશ ગયાં એટલું જ નહીં, બલ્કે અમેરિકન બિઝનેસના એવા મેદાનમાં પણ પગ મૂક્યો હતો, જેમાં પુરુષોનું પ્રભુત્વ હતું. તેમાં તેમણે સફળતાપૂર્વક તેમની આગવી ઓળખ ઉભી કરી હતી. ઇન્દ્રા નૂયીને આ સફળતા એમ જ મળી નહોતી. તેની પાછળ તેમની સખત મહેનત, લગન, ત્યાગ અને પરિવારનો સહયોગ હતો.

ઇન્દ્રા જ્યારે બહુ નાની હતી, ત્યારે કોઈ તેને પૂછે કે મોટી થઈને તું શું બનવા માંગે છે? તો તે બોલતી કે મારે મોટા બહુ માણસ બનવું છે. એ જવાબ સાંભળીને તેમની મા કહેતી કે બેટા, મોટા બનવાનું સપનું પૂરું કરવા માટે તેની પાછળ પડવું પડે.

ઇન્દ્રા નૂયીનું જીવન એ સપનું સાકાર કરવાના સંઘર્ષની કહાની છે. પુરુષોની સરખામણીમાં વર્કિંગ મહિલાઓની સ્થિતિ વધુ પડકારરૂપ હોય છે, કારણ કે પુરુષોને તો માત્ર વ્યવસાયમાં જ ધ્યાન આપવાનું હોય છે, પરંતુ મહિલાને વ્યવસાયિક જવાબદારીઓની સાથે-સાથે ઘર-પરિવારનાં કામકાજમાં પણ એટલું જ ધ્યાન આપવાનું હોય છે. પરંપરાગત રીતે, મહિલાઓનું સ્થાન ઘરમાં નિશ્ચિત કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારથી તેઓ પુરુષોની જેમ જ કામ કરતી થઈ છે
ઈન્દ્રા નૂયી.pdf
3.1 MB
ઈન્દ્રા નૂયી.pdf
ત્યારથી તેમની જવાબદારી બેવડાઈ ગઈ છે; ઘર પણ સંભાળો અને કામ પણ કરો, એ આસાન નથી. ઘણી બધી મહિલાઓ પ્રતિભાવાન હોવા છતાં, ઘર-પરિવારની જવાબદારીઓને લઈને પોતાની સ્વતંત્ર કારકિર્દી બનાવી શકી નથી.

આ પુસ્તક એવા લોકો માટે છે. મદ્રાસમાં MBA કર્યા. પછી અમેરિકા જઈને યેલ સ્કૂલ ઑફ મૅનેજમેન્ટમાં આગળનો અભ્યાસ કરીને દેશની સૌથી મોટી ફંડ ઍન્ડ બેવરેજીસ કંપનીનાં ઇન્દ્રા CEO બન્યાં, પણ સાથે સાથે તેમણે પરિવારનું પણ એટલી જ સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. તેમના માટે પણ બે ઘોડાની એ સવારી આસાન નહોતી. આ સંસ્મરણમાં, તેમણે કેવી રીતે એ બૅલેન્સ કર્યું, તેની વાત કરી છે.

તમે આ પુસ્તકને ત્રણ રીતે વાંચી શકો છોઃ (1) PepsiCoની ભૂતપૂર્વ CEOના જીવનચરિત્ર્યની રીતે, (2) ગોરા અમેરિકનોની બિઝનેસની દુનિયામાં એક શ્યામ મહિલાના સંઘર્ષ તરીકે અને (3) એક પુત્રી-પત્ની અને માતાની વાર્તા તરીકે. આમ, ત્રણે મોરચે આ સંસ્મરણ અવિસ્મરણીય છે.

આ પુસ્તક પોતાની સફળતાની પિપૂડી વગાડતી મહિલા વિશે નથી. આ એક એવી મહિલાની વાર્તા છે, જેમાં તેની સિદ્ધિઓ પાછળ તેના પરિવાર અને વ્યવસાયના લોકોનું કેટલું મોટું યોગદાન હતું, તેની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે.

શકે? એક વર્કિંગ વુમન, એક સફળ પુત્રી, પત્ની અને માતા બની

આ પુસ્તક આ પ્રશ્નનો જવાબ આપે છે.
MRP 399
ઘરે બેઠા 340
SCI & TECH 2023_DEMO COPY.pdf
23.7 MB
➡️યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત 'વિજ્ઞાન અને ટેકનોલોજી' વિષયના પુસ્તકની પ્રથમ રંગીન આવૃત્તિની ડેમો કોપી.
MRP 710
ઘરે બેઠા 470