GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
"સ્ટોક માર્કેટ” શબ્દનો ઉલ્લેખ થતા જ આપણા મગજમાં વેલ્થ-સંપત્તિ-રૂપિયા- નાણાં દેખાવા લાગે છે. તેનું કારણ એ છે કે આપણે હંમેશા એ જાણીતી કહેવત સાંભળી છે કે “સંપત્તિનું સર્જન કરવા માટે ઈક્વિટી એ શ્રેષ્ઠ એસેટ ક્લાસ છે.”

ઈક્વિટી માત્ર ફુગાવા સામે સંપત્તિનું રક્ષણ કરે છે એટલું જ નહીં, પરંતુ રોકાણના અન્ય વિકલ્પો કરતાં પણ વધારે ઊંચા દરથી તમારી સંપત્તિમાં વધારો કરે છે, ચક્રવૃદ્ધિદરે વધારો કરે છે. છેલ્લાં ૩૦ વર્ષમાં ઈક્વિટી (સેન્સેક્સ) માં સરેરાશ વાર્ષિક ૧૫ ટકાના દરે વળતર મળ્યું છે અને ફુગાવાનો દર અંદાજે ૭ ટકા જેવો રહ્યો છે.

જો તમે એક સરળ સલાહને અનુસરો તો સ્ટોક માર્કેટમાં કમાણી કરવી સરળ છે – “નીચામાં ખરીદો અને ઊંચામાં વેચો” અલબત્ત, આ કહેવું સરળ છે, પણ ખરેખર અનુસરવું અઘરું છે.

ઈક્વિટીમાં રોકાણમાં જોખમ પણ છે, કારણ કે આ વોલેટાઈલ એસેટ ક્લાસ છે, મતલબ કે તેમાં ઊતાર-ચઢાવ ખાસ્સા જોવા મળે છે. પરંતુ ડેટા દર્શાવે છે કે જો તમે લાંબા સમયગાળા માટે ઈક્વિટીમાં રોકાણ જાળવી રાખો તો નેગેટિવ રિટર્ન મળવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.

પણ આટલું પૂરતું નથી, સ્ટોક્સમાં રોકાણ કરીને સંપત્તિનું સર્જન કરવા માટે યોગ્ય આયોજન, ધીરજ અને રોકાણ અંગેના સિદ્ધાંતોને અનુસરવા માટેની લાંબા ગાળાની વચનબદ્ધતા હોવી જરૂરી છે. અને અહીં જ મોટાભાગના લોકો નિષ્ફળ જાય છે અને પરિણામે સ્ટોક માર્કેટમાં નાણાં ગુમાવે છે.

સ્ટોક માર્કેટમાં ૯૦ ટકા લોકો નાણાં ગુમાવે છે અને ખાસ કરીને રિટેલ રોકાણકારો તો મોટા ભાગે નાણાં ગુમાવતા જોવા મળે છે.
તેનું કારણ એ છે કે મોટાભાગના લોકો અધૂરા જ્ઞાન સાથે શેરબજારમાં પ્રવેશે છે, તેમાં પણ ઘણાં એવા હોય છે જેમણે બીજા લોકોની સફળ ગાથા સાંભળીને પ્રેરાઈને શેરબજારમાં ઝંપલાવ્યું હોય છે.

આ અધૂરા જ્ઞાનને કારણે તેઓ તેમના મિત્રો, સંબંધીઓ, સહકર્મચારીઓની સલાહ મુજબ કે બિઝનેસ ન્યૂઝ ચેનલમાં આપવામાં આવતા સલાહ-સૂચનો કે ટિપ્સને આધારે સ્ટોક્સ પસંદ કરીને રોકાણ કરી લેતા હોય છે. તેમના રોકાણ અંગેના નિર્ણય પાછળ કયો તર્ક છે તેનો તેઓ વિચાર પણ કરતા નથી.

શેરબજારમાં નુકસાનનું બીજું મહત્વનું કારણ એ છે કે લોકો ફીયર (ભય), ગ્રીડ (લાલચ), અને ઈગો (અહમ) જેવી માનવીય લાગણીઓને આધારે રોકાણ સંબંધિત નિર્ણય લઈ લેતા હોય છે.

સ્ટોક માર્કેટમાં સંપત્તિનું સર્જન કરવું હોય તો સ્ટોક માર્કેટને અસર કરતા વિવિધ પરિબળો વિશે વ્યાપક સમજ કેળવવી જરૂરી છે.

આ પુસ્તકમાં અમે ચાણક્યના નીતિ શાસ્ત્રમાંથી સ્ટોક માર્કેટમાં રોકાણ સંબંધિત કેટલાક બોધપાઠ અને સૂત્રો લીધા છે અને બેન્જામીન ગ્રાહમ તથા વોરેન બફેટના વેલ્યૂ ઈન્વેસ્ટિંગના સિદ્ધાંતો લઈને રોકાણકારોને એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે સ્ટોક માર્કેટમાં ખરા અર્થમાં કેવી રીતે કમાણી કરી શકાય.

આ રીતે આ પુસ્તક ત્રણ મહાન હસ્તિઓ - ચાણક્ય, બેન્જામીન ગ્રાહામ અને વોરેન બફેટના કાલાતીત જ્ઞાન અને સમજ ઉપલબ્ધ કરાવે છે. જો રોકાણકાર તેને અનુસરે તો ચોક્કસપણે લાંબા ગાળે અઢળક સંપત્તિનું સર્જન કરી શકે છે.
MRP 250
ઘરે બેઠા 230
ઓર્ડર 9574305710 Whatsapp
રોહન શાહ (BFM. CMTLevel 1) ટેકનીકલ એનાલિસિસમાં વિશાળ અનુભવ ધરાવે છે. તેમાં પણ ખાસ કરીને હાTO ટ્રેડિંગમાં તેઓ નિષ્ણાત છે. તેઓ હાલમાં બીપી ઈક્વિટીઝ પ્રાઈવેટ લિમિટેડ ખાતે ટેકનીકલ એનલિસ્ટસ તરીકે સેવારત્ છે. તેઓ અગાઉ ડી.સી. કે. નારાયલના માર્ગદર્શન બેઠળ ચાર્ટ એડવાઈઝ સાથે જો આવેલા હતા.

હાર્મોનિક ટ્રેડિંગ એ તમાય બજારોમાં - ઇઘિટી, કરન્ટી, પ્રેમોડિટીઝ અને વિદેશી બજારોમાં અને તમામ ટાઈમ તેમમાં થઈ શકે છે. આ પુસ્તક તમને ફિબીનમી રેશિયોઝનો ઉપયોગ કરીને AB-CD. ગાર્ટલી, ભેટ, ભટરફલાય અને કેબ જેવી લોકપ્રિય હાર્મોનિક પેટર્નને કેવી રીતે ઓળખથી અને અને ટ્રેડ કરવી તે શીખવશે.
ટેકનીકલ એનાલિસિસમાં થણાં પરંપરાગત ટૂલ્સ છે જે લોકપ્રિય અને પ્રભાવશાળી છે. આવું જ એક સરળ ટૂલ છે ફિબોનસી ટૂલ જે સપોર્ટ, રેઝિસ્ટન્સ, માર્કેટ ડિરેક્શન અને સ્ટ્રેન્થ નક્કી કરવામાં મદદરૂપ થાય છે.

હાર્મોનિક પેટર્ન્સને આધારે ટ્રેડિંગથી હું ખૂબ જ આકર્ષાયો છું કારણ કે ફિબોનસી રેશિયો તેનો પાયાનો સિદ્ધાંત છે જેના આધાર પર આ પેટર્ન્સ રચાય છે.

હું હાર્મોનિક પેટર્ન્સનો ૬ વર્ષથી વધુ સમયથી ઉપયોગ કરી રહ્યો છું અને ટ્રેડિંગમાં તે મને ખૂબ જ ઉપયોગી થઈ છે. આ પેટર્ન્સને આધારે ટ્રેડિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી રિસ્ક-રિવોર્ડની ખૂબ સારી તક મળે છે. હું અન્ય ટેકનીકલ એનાલિસિસ ટૂલ્સની સાથે આ હાર્મોનિક પેટર્ન્સનો ઉપયોગ કરી રહ્યો છું જેથી મને વધુ સારા પરિણામ મળ્યા છે અને હું જે શીખ્યો અને મારા જે અનુભવો રહ્યા તેનો નિચોડ મેં અહીં રજૂ કર્યો છે જે તમને ટ્રેડિંગમાં ઉપયોગી થશે તેવી આશા છે.

આજે સમગ્ર વિશ્વમાં હાર્મોનિક પેટર્ન્સ અને તેના આધારે ટ્રેડિંગ ખાસ્સું લોકપ્રિય થયું છે ત્યારે ભારતમાં તેના વિશે જાણતા હોય અથવા તો તેના આધારે ટ્રેડિંગ કરતા હોય તેવા બહુ ઓછા ટ્રેડર્સ છે. કદાચ આ હકીકતને કારણે જ હું આ પુસ્તક લખવા માટે પ્રેરિત થયો જેથી વધુ ને વધુ લોકો આ ટ્રેડિંગ સ્ટ્રેટજીને સમજે અને તેના દ્વારા વધુ ને વધુ કમાણી કરી શકે.

મેં આ પુસ્તક ગહન વિગતો સાથે છતાં ખૂબ જ સરળ ભાષામાં લખવાનો પ્રયાસ કર્યો છે જેથી સામાન્ય વ્યક્તિ કે ટ્રેડિંગમાં હમણાં-હમણાં ઝંપલાવનારાઓ પણ તે સમજી શકે.
પુસ્તકની શરૂઆત ફાઈનાન્શિયલ માર્કેટમાં ટ્રેડિંગ વિશે પરિચય સાથે કરી છે જેવ માર્કેટમાં નવા પ્રવેશી રહેલા ટ્રેડર્સને પણ તે ઉપયોગી થશે. ત્યાર પછી વાચકો ફિબોનસી સીરિઝથી પરિચિત કરવામાં આવ્યા છે અને આ કન્સેપ્ટનો હાર્મોનિક ટ્રેડિંગમાં રિટ્રેસમેન્ટ્સ અને પ્રોજેક્શન્સ સ્વરૂપે કઈ રીતે ઉપયોગ કરવો તેમ જાણકારી આપવામાં આવી છે.

ત્યાર પછીના તબક્કે, મેં વિવિધ હાર્મોનિક પેટર્ન્સ જેવી કે AB=CD, રેસિપ્રોફ્ફ AB=CD, ગાર્ટલી, બેટ, બટરફલાય અને ક્રેબ વિશે સમજાવવાનો અને અન્ય ટેકનીકલ એનાલિસિસ ટૂલ્સ સાથે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અંતમાં મેં કેસ સ્ટડી એટલે કે ઉદાહરણો આપ્યા છે જેના દ્વારા આ તમામ કન્સેપ્ટ્સ વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે.

દરેક ટ્રેડરના મનમાં જે કેટલાક સૌથી અગત્યના સવાલ થાય છે તે પૈકી એક સવાલ એ છે કે એન્ટર ક્યારે થવું ? સ્ટોપલોસ શું હોવો જોઈએ ? પ્રોફિટ ક્યારે બુક કરવો જોઈએ? મેં આ તમામ સવાલોના જવાબ તમામ હાર્મોનિક પેટર્ન્સ માટે આપવાનો અને ઉદાહરણો દ્વારા તેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

હાર્મોનિક ટ્રેડિંગ વિશે સમજવા માગતા તમામ ટ્રેડર્સને આ પુસ્તક ઉપયોગી થશે અને આગામી વર્ષોમાં ભારતમાં પણ અન્ય દેશોની જેમ હાર્મોનિક ટ્રેડિંગ વધુ ને વધુ લોકપ્રિય થશે તેવી મને આશા છે.

બેસ્ટ ઓફ લક !
MRP 325
ઘરે બેઠા 299 Rs
ઓર્ડર 9574305710 Whatsapp
રેલવે ભરતી બોર્ડ પરીક્ષા NTPC ગ્રેજયુએટ અને 12 પાસ માટે ખાસ બુક

2025 લેટેસ્ટ એડીશન

1st Stage CBT (Computer Besed Test)

જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ ક્રમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, ગુડ્સ ટ્રેઈન મેનેજર, સ્ટેશન માસ્ટર, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ટ્રેઈન્સ કલાર્ક, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ
MRP 320
ઘરે બેઠા માત્ર 299
બહુ ઓછી કોપી હોવાથી તુરંત ઓર્ડર કરવો
ઓર્ડર 9574305710 Whatsapp
Index.pdf
1.4 MB
Created and shared using Adobe Scan.
ગણિત અને રીઝનિગ સંપૂર્ણ સમજાવેલ છે