GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
આપણી તમામ જરૂરિયાતો અને લક્ષ્યાંકને પૂરા કરવા માટે જીવનના દરેક તબક્કે નાણાંની જરૂર પડતી હોવા છતાં ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે આપાણા પૈકી મોટાભાગના લોકો નાણાકીય બાબતે બેદરકાર છે અને રોકાણના આયોજન પાછળ અને સમાયંતરે તેની વૃદ્ધિ કેવી રીતે થાય તે માટે ભાગ્યે જ સમય આપે છે.

મોટાભાગના લોકો બચત કરે છે પરંતુ તેનું યોગ્ય રોકાણ નથી કરતા જેને કારણે સંપત્તિનું ઓછું સર્જન થાય છે.

ઘણાં લોકો તો તેમની બચત અને કમાણીની મહામૂલી મૂડીનું રોકાણ ક્યાં કરવું તેના તમામ વિકલ્પો પણ જાણતા નથી હોતા અને કેટલાક લોકોને તેનું પૂરતું જ્ઞાન પણ નથી હોતું. ઘણાં લોકોને એ વાતની જાણકારી નથી હોતી કે તેઓ વિવિધ ડિડક્શન મારફતે કાયદેસર રીતે તેમનો ટેક્સ(કર) કેવી રીતે બચાવી શકે છે. આ પુસ્તક આવા તમામ લોકો માટે છે. ટૂંકમાં, આ પુસ્તક એવા લોકો માટે છે, જેઓ કમાણી કરે છે, અથવા ટૂંક સમયમાં કમાણી શરૂ કરવાના છે.

આ પુસ્તકની શરૂઆતમાં બચત અને રોકાણનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે, ત્યાર પછી તમામ પ્રકારના વીમા(ઈન્સ્યોરન્સ)ની જરૂરિયાત અને મહત્ત્વ વિશે સમજણ અપાઈ છે અને ત્યારપછી રોકાણના મુખ્ય વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

આ પુસ્તકમાં રોકાણના વિવિધ વિકલ્પોની વાત કરવામાં આવી છે જેમાં ઓછું એખમ ધરાવતી બેંક ડિપોઝીટ, પીપીએફ, એનએસસી, મ્યુચ્યુઅલ ફંડ્સ, વગેરેથી લઈને વધુ જોખમ ધરાવતા શેર, કોમોડિટીઝ કે રિયલ એસ્ટેટ જેવા વિકલ્પોની પણ રજૂઆત કરવામાં આવી છે જેના દ્વારા તમે સમય જતાં તબક્કાવાર રીતે તમારી સંપત્તિનું સર્જન કરી શકો છો.
MRP 275
ઘરે બેઠા 250
ઇન્વેસટમેન્ટ_પ્લાનિંગ.pdf
1.3 MB
ઇન્વેસટમેન્ટ પ્લાનિંગ.pdf
ભારતીય શેરબજાર નું માર્ગદર્શન
છેલ્લા એક દાયકામાં ભારતીયો મોટી સંખ્યામાં સ્ટોક માર્કેટમાં રોકાણ તરફ વળ્યા

છે.

જોકે ૨૦૦૭માં જ્યારે મેં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ કરી હતી ત્યારે બહુ ઓછા લોકો સ્ટોક્સમાં રોકાણનો ઈરાદો ધરાવતા હતા. તે સમયે મોટાભાગના લોકો શેરબજાર એટલે સટ્ટો એવું માનતા હતા અને તેનાથી દૂર રહેતા હતા.

વળી, તે સમયે હર્ષદ મહેતા કૌભાંડ (૧૯૯૨), કેતન પારેખ કૌભાંડ (૧૯૯૮- ૨૦૦૧) અને ડોટકોમ બબલ (૨૦૦૦-૨૦૦૧)ને પણ વધારે સમય નહોતો થયો અને લોકોના મનમાં તે બધુ હાવિ હતું.

ઉપરોક્ત ઘટનાક્રમ વખતે લોકોએ રાતોરાત તેમનું સર્વસ્વ ગુમાવી દીધું હતું. શેરબજારમાં રોકાણના શરૂઆતના તબક્કામાં મારે પણ નુકસાન સહન કરવું પડ્યું હતું. જોકે તેનાથી મારા મનમાં એક વિચાર પ્રક્રિયા શરૂ થઈ કે રોકાણની રાનીતિમાં હું ક્યાં ખોટો પડયો.

આથી મેં સ્ટોક માર્કેટ અંગેના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું, નિષ્ણાતોને મળવાનું શરૂ

કર્યું, અગાઉના ડેટા પોઈન્ટ્સનો ગહન અભ્યાસ કર્યો. આ તમામના નીચોડરૂપે આ પુસ્તક આપોઆપ જ આકાર લેતું ગયું. મારી આ લર્નિંગ પ્રોસેસ દરમિયાન મને સારા અને સતત પરિણામ મળતા રહ્યા

અને તેને કારણે તે જ્ઞાન અને અનુભવ અનેક લોકો સમક્ષ રજૂ કરવા માટેનો મારો

વિશ્વાસ વધ્યો.

અંગ્રેજી ટાઈટલ “Guide to Indian Stock Market" સાથેનું આ પુસ્તક સૌપ્રથમ જાન્યુઆરી ૨૦૦૭માં પ્રકાશિત થયું હતું જેમાં એવા વાચકોને શેરબજા૨ અંગે બેઝિક નોલેજ આપવાનો પ્રયાસ હતો, જેમને શેરબજાર વિશે કંઈ ખબર ન હતી.

વાચકોએ આ પુસ્તકને સારો પ્રતિસાદ આપ્યો અને પછી તેની હિન્દી આવૃત્તિ પ્રકાશિત થઈ અને પછી ગુજરાતી અને મરાઠી ભાષામાં આ પુસ્તક રજૂ થયું અને લાખો લોકોને તેનો લાભ મળ્યો.

અનેક વર્ષોમાં આ પુસ્તકને કારણે દેશના લાખો રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરવામાં અને કમાણી કરવામાં મદદ મળી છે.

છેલ્લાં ૧૩ વર્ષમાં, અને ખાસ કરીને છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતીય શેરબજાર સંબધિત રેગ્યુલેશન્સમાં ભારે ધરખમ ફેરફાર થઈ ગયા છે. આથી મને લાગ્યું કે આ પુસ્તકમાં ખાસ્સા ફેરફાર જરૂરી છે અને આ તમામ ફેરફારો અને અપડેટ્સ સાથે આ નવી આવૃત્તિ રજૂ કરી રહ્યો છું.

મને આશા છે કે પુસ્તકની આ નવી આવૃત્તિ તમામ વાચકોને ભારતીય શેરબજારમાં રોકાણમાં અને તેમાંથી સારી એવી કમાણી કરવામાં ઉપયોગી થશે.
MRP 250
ઘરે બેઠા 230
ભારતીય_શેરબજારનું_માર્ગદર્શન.pdf
1.6 MB
ભારતીય શેરબજારનું માર્ગદર્શન.pdf
નાણાકીય બજારોમાં પૈસા કમાવા માટે ઉત્તમ તકો મોજુદ રહે છે. એ વાત હકીકત છે કે પૈસા કમાવા માટે આ ઉત્તમ સ્થળ છે. તો પછી કેમ મોટાભાગના લોકો શેરબજારમાં પૈસા ગુમાવી બેસતા જોવાય છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટેર્સે ઘણા રોકાણકારો અને ડરોનું નિરીક્ષણ કર્યું. મારા નિરીક્ષણ અને સંશોધન પછી મને સમજાયું કે મોટાભાગના રોકાણકારો કે ટ્રેડર, અધુરા જ્ઞાન અને આવડતના અભાવ સાથે બજારમાં ઝંપલાવે છે.

વ્યવસ્થિત વ્યૂહરચનાને અભાવે, તેઓ સ્પષ્ટ નિર્ણયો લેવા માટે અક્ષમ હોય છે, અને માટે આગળ જતા મોટી ભૂલો કરી બેસતા જોવાય છે, જે તેઓ માટે આર્થિક રીતે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છેઆ હક્તિની સમજાતા મેં આ પુસ્તક લખવાનો નિર્ણય કર્યો. મને લાગ્યું કે એક એવું પુસ્તક, એક એવું શસ્ત્ર લોકો પાસે હોય તે જરૂરી છે, જેની મદદથી તેઓ શેરબજારમાં ઉપલબ્ધ તકોનો ઉત્તમ ફાયદો મેળવી શકે. મને એ જરૂરી લાગ્યું કે લોકો એટલા સક્ષમ તો થવા જ જોઇએ કે પોતાની મહેનતની કમાણીને ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું તેનો નિર્ણય પોતે લઇ શકે.

આ પુસ્તકની શરૂઆત શેરબજારના મૂળભૂત પાયાના જ્ઞાન સાથે થાય છે. જેથી જેઓ શેરબજારમાં નવા છે તેઓ તેને પાયાથી સમજી શકે. આગળ જતા પુસ્તક આપણને ટેક્નીકલ એનાલિસિસ વિષે સુપરિચિત કરાવે છે, જેના પર આ પુસ્તક્નો વિષય કેન્દ્રિત છે. આ પુસ્તકમાં કેન્ડલસ્ટિક ચાર્ટિગની પધ્ધતિ પણ વિસ્તારથી સમાવામાં આવી છે. જેની મદદથી આપણે ચાર્ટને જોતા સાથે શું થઇ રહ્યું છે તેને વધુ સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ અને તેની મદદથી ઘણા ખરીદ અને પંચાણના સંકેતોની આગોતરી જાણકારી મેળવી શકીએ છીએ, જે સમાન્ય પ્રકારના ચાર્ટમાંથી લોકો નથી મેળવી શક્તા.

મોટાભાગના રોકાણકારો જ્યારે શેરબજારમાં પ્રવેશે ત્યારે તેઓને જે પ્રશ્નો સતાવે છે તે છે, શું ખરીદવું? કયારે ખરીદવું? કેટલો સમય જાળવવું? અને કયારે વેચવું? આ પ્રશ્નોના હલ આ પુસ્તકમાં ખૂબ સારી રીતે સમજાવ્યા છે. આ પુસ્તકની મદદથી તમે મંદીવાળા અને તેજીવાળા બન્ને પ્રકારના બજારોમાં ઓછામાં ઓછા જોખમ સાથે કાયદો મેળવી શકો છો. આ પુસ્તકમાં દર્શાવેલ ટેકનિકમાં નિષ્ણાત થયા પછી તમારે શું કરવું તે તમારા હાથમાં છે. તમે રક્ષણાત્મક રોકાણકાર હોવ કે આક્રામક, પૈસા કમાવા એતો બધાને ગમે છે, અને આ પુસ્તકનો હેતું એ જ છે કે તમે એટલા સક્ષમ બનો કે નફો એ નસીબનો વિષય નહીં પણ એ તમારી આદત બની જાય.

લોકો કહે છે કે શેરબજારમાં સફળ થવા માટે નસીબ જોઇએ, પણ હક્તિ એ છે, કે શેરબજારમાં સફળ થવા માટે જરૂરી જ્ઞાન અને વ્યૂહાત્મક દિમાગ હોવું જરૂરી છે. આટલુ હોય તો નસીબ તો આપો આપ સારા થઈ જાય છે. હવે તમારે કર્યો વિકલ્પ પસંદ કરવો તે તમારા હાથમાં છે. તમે સામાન્ય અજ્ઞાની લોકોના ટોળામાં રહીને પોતાના નસીબને કોસવા કરતા, આ પુસ્તકને વાંચી, આમાં દર્શાવેલ જ્ઞાન અને ટેકનિકને હસ્તગત કરી તેમાં મહારત મેળવી એવા લોકોના જૂથમાં સામેલ થઇ શકો છો જેઓ શેરબજારનો મહત્તમ ફાયદો ઉઠાવીને નફો રળે છે. આવા દિગવિજયી લોકોના જૂથમાં તમારૂ સ્વાગત છે
રિવ પટેલ, અમદાવાદ, ગુજરાતમાં સ્નાતક થયા છે. તેઓ ઘણી મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટમાં વિઝિટિંગ કે કલ્ટિ તરીકે જોડાયેલ છે. તેઓ અમદાવાદમાં ટેકનીકલ એનાલિસિસના કોર્સ પણ ચલાવે છે, અને તેઓના શેરબજાર અને ફાઈનાન્સ સંબંઘિત લેખ ગુજરાતના અગ્રણી છાપાઓ જેમકે ચાણક્ય અને ન્યુઝલાઇનમાં આવેછે.

આ પુસ્તક દ્વારા તમે

ચાર્ટનું સફળતા પૂર્વક અર્થઘટન કરતા શીખશો ટ્રેન્ડની સ્થાપના અને ટ્રેન રિવર્સલ કયારે થશે તે નક્કી કરી શકશો અગત્યના ટેકા અને અવરોધના સ્તરોને શોધી શકશો. બેઆઉટ અને બ્રેકડાઉનના નિર્ણાયક તબક્કાઓ જાણી શકશો

મને સૌથી મહત્વની વાત

તમારે કારે લેલ કરવું, કલા સુધી વેણ જાળવવું, અને ક્યારે વેચવું તેના ઉત્તર તમે ટેકનીકલ એનાલિસિસ અને કેન્ડલસ્ટિક ચાર્ટર્ડના જ્ઞાનની મદદથી જાતે મેળવી શકશો

અને દરેક પ્રકારના બજારમાં તમે નફો મેળવી શકશો
MRP 250
ઘરે બેઠા 230