GCC BOOKS STORE
13.2K subscribers
4.57K photos
143 videos
1.49K files
1.69K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
સેક્સ એક એવો વિષય છે જે આજ સુધી સૌથી વધુ ચર્ચાયો છે. પૃથ્વી પાર જે સજીવ શ્રુષ્ટિ છે એના મૂળમાં જ સેક્સ છે. આ પણા જીવનનો પણ આ ખુબ જ મહત્વનો પાર્ટ છે. આ વિષય જેટલો વધુ ચર્ચાયો છે એટલો જ વધુ વગોવાયેલો પણ છે. જેથી આ વિષયને લઈને ઘણી મૂંઝવણો પણ ઉભી થતી રહી છે. આ પુસ્તકમાં લેખકે સેક્સને સરળ રીતે અને વિજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવા કોશિશ કરેલ છે. આપણી સેક્સ લાઈફ વધુ સુંદર અને આનંદમય બને એ માટે આ પુસ્તક ચોક્કસ મદદરૂપ થાય એવું છે. એવા ઘણા સવાલો અને તકલીફો હોય છે જે હોવા છતાં આપણે કોઈને પૂછી નથી શકતા અથવા પૂછીએ તો સાચો ઉત્તર નથી મળતો. આ પુસ્તક એ બધી મૂંઝવણોનું નિરાકરણ કરવામાં મદદરૂપ થશે.
સેક્સ. અઢી અક્ષરનાં આ શબ્દને લઈને કેટલીયે ભીતિઓ અને અફવાઓ આપણા સમાજમાં ફેલાયેલ છે. જીવનની અન્ય શારીરિક પ્રક્રિયાઓની જેમ જાતીય સંબંધ પણ એક સામાન્ય બાયોલોજીકલ પ્રક્રિયા જ છે તેમ છતાં તે વર્ષોથી આપણે તેને એક ટેબની (એવી વાત કે શબ્દ જે સામાજિક જીવનમાં પ્રતિબંધિત હોય અને તેનાં વિષે જાહેરમાં કોઈ સાથે વાત ન થઇ શકે) જેમ ટ્રીટ કરતાં આવ્યાં છીએ. આ જ બધા કા૨ણોસ૨ ઘણીવખત યુગલોને માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

આ પુસ્તક એટલે સેક્સ સંબંધી તમામ બાબતોનું સમાધાન, પુસ્તકનાં લેખક ડૉ. રાજન ભોંસલે, ડૉ. મિનુ ભોંસલે અને ડૉ. અમન ભોંસલે ઘણાં લાંબા સમયથી આ ક્ષેત્રમાં કાર્ય૨ત છે. પોતાનાં આ બહોળા અનુભવને કારણે તેમને આ પ્રકારનાં અનેક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો જે પહેલી નજરે તો બિલકુલ સામાન્ય દેખાય. પરંતુ, લોકોમાં જાતીયતાને લઈને પ્રાથમિક સમજણનાં અભાવને કારણે ઘણાં જટિલ બની જાય છે. આ જ વાતોને ધ્યાનમાં રાખીને તેમણે હ્યુમન બિહેવિય૨ અને જાતીયતાનાં ક્ષેત્રમાં પોતાનો તમામ અનુભવ કામે લગાડ્યો અને આજે આ પુસ્તક આપણી સામે હાજર છે. પુસ્તકમાં પુરુષ અને સ્ત્રી એમ બંનેના પ્રશ્નોને બિલકુલ સાયન્ટિફિક રીતે એકસમાન ન્યાય આપવામાં આવ્યો છે જે પ્રશંસાપાત્ર છે.

આપના એક અંગત મિત્ર તરીકે મને પણ આ જ પ્રકારના પ્રશ્નોનો અનેક વખત સામનો કરવો પડ્યો છે. તેથી આ પ્રકારનાં કોઈ પુસ્તકનાં ભાવાનુવાદનું મને કરવાં મળ્યું એ ખરેખર આનંદની વાત છે. મને વિશ્વાસ છે કે ગુજરાતી ભાષામાં આ વિષય પર આ રીતનું પહેલું પુસ્તક ડોક્ટર મિત્રોને, પેરેન્ટ્સને અને તમામ વયનાં લોકોને ઘણું લાભદાયી સાબિત થશે તેમજ જૂના પૂર્વાગ્રહો અને ભીતિઓને તોડવામાં મદદરૂપ થશે.
ઈન્ડેક્સ ખાસ જોજો મિત્રો
300 પેજ ની Book

300 વિવિધ પ્રશ્નોના જવાબ
FUQ_દરેક_યુગલ_માટે_પુસ્તક.pdf
2.7 MB
FUQ દરેક યુગલ માટે પુસ્તક.pdf
અત્યારે દરેક વ્યક્તિ ધનિક બનવા માગે છે, કમાણી કરવા ચાહે છે – પછી તે વેપારી હોય, ઉદ્યોગપતિ હોય કે નોકરિયાત હોય. ગુજરાતમાં કમાણી કરવા શૅરબજારમાં રોકાણ કરવાનું માધ્યમ સૌથી વધુ લોકપ્રિય છે, પણ આ બજાર અત્યંત અનિશ્ચિત છે અને તેની બારીક સમજણ હોવી જરૂરી છે. પણ સમજણ મેળવવા ધૈર્ય અને ખંત જોઈએ. આ સંજોગોમાં સામાન્ય રોકાણકારોને ઘણી વખત મોટું નુકસાન વેઠવું પડે છે અને તેઓ તેમની પરસેવાની કમાણી રાતોરાત ગુમાવી બેસે છે.

શૅરબજારના પ્રસિદ્ધ નિષ્ણાત સુધા શ્રીમાળીએ શૅરબજારના મૂળભૂત સિદ્ધાંતોને સમજવાનો સફળ પ્રયાસ કર્યો છે. તેમનું પ્રથમ પુસ્તક ‘શૅરબજાર ગાઇડ’ અત્યંત સફળ રહ્યું છે. આ પુસ્તક તેની જ આગામી અને મજબૂત કડી છે. શૅર અને શૅરબજારની વ્યાવહારિક અને ઉપયોગી જાણકારી સાથે આ પુસ્તક રોકાણકારો માટે એક માર્ગદર્શક સમાન છે.
સુધા શ્રીમાળીનું નવું પુસ્તક ‘શૅરબજાર પ્રોફિટેબલ ફંડા' શૅરબજાર વિશે વિસ્તૃત જાણકારી હાંસલ કરવાની દૃષ્ટિએ રોકાણકારો માટે મહત્ત્વપૂર્ણ છે. હું ૨૫ વર્ષથી નાના-મોટા રોકાણકારો સાથે કામ કરું છું, જેના આધારે કહી શકાય કે શૅરબજારમાં રોકાણ કરવાની મૂળભૂત બાબતો રજૂ કરતું આ પુસ્તક રોકાણકારો માટે અત્યંત ઉપયોગી છે. ઇક્વિટી બજારના માળખા અને તેની કાર્યપ્રણાલી પર આધરત તેમના અગાઉના પુસ્તકની સફળતા પછી, હવે તેમણે રોકાણની પ્રક્રિયા સાથે સંકળાયેલી વ્યાપક ચડ-ઊતરને પોતાનો વિષય બનાવ્યો છે. સુધા શ્રીમાળી સામાન્ય રોકાણકારોની માનસિકતાને સારી રીતે સમજે છે. તેમણે તેનું મુક્ત અને પ્રવાહીશૈલીમાં વર્ણન કર્યું છે, જે વાચકોને મંત્રમુગ્ધ કરે છે. મને વિશ્વાસ છે કે રોકાણકારોને આ પુસ્તકનો અભ્યાસ કરવામાં મજા આવશે અને રોકાણ સાથે સંકળાયેલા તેમના અનેક પ્રશ્નોનું સમાધાન થશે.

શૅરબજાર વિશે તમામ વાતચીત નફા-નુકસાન સાથે જ પૂર્ણ થઈ જાય છે. રોકાણ એક ગંભીર વિષય છે, જેના માટે રોકાણકારમાં શિસ્ત જરૂરી છે. તેમાં રાતોરાત તમે લાખોપતિ કે કરોડપતિ થઈ જતા નથી, પણ એક જટિલ ગણિત છે. તેને તમારે ધૈર્યપૂર્વક સમજવું પડે છે.

આપણા શૅરબજારની ઉત્પત્તિ અને તેજી-મંદીના ચક્ર પર આધારિત તેની સફર જાણવી-સમજવી નવા અને જૂના રોકાણકારો માટે ફાયદાકારક છે. તેનાથી તેમની બજાર વિશેની સમજણ વ્યાપક થાય છે અને તેમને તર્કસંગત અપેક્ષાઓ માટે તૈયાર કરે છે. ઇતિહાસમાં એવા ઘણાં ઉદાહરણ છે, જ્યાં સામાન્ય રોકાણકારોએ અતાર્કિક અપેક્ષાઓ બાંધીને નિરાશા મેળવી હતી.

નાના રોકાણકારોએ સમજવું પડશે કે શૅરબજાર એ કેસિનો નથી કે તેમાં કોઈ જૅકપૉટ લાગવાનો નથી. અનેક સફળ રોકાણકારોએ ઘણી કમાણી કરી છે, પણ તેની પાછળ તેમની દાયકાઓની વ્યવસ્થિત અને શિસ્તબદ્ર મહેનત અને તેમનું સાતત્યપૂર્ણ રોકાણ જવાબદાર છે. રોકાણકારોએ રોકાણ કરતાં અગાઉ તેની પ્રક્રિયાને સમજવી જોઈએ. દરેક રોકાણકાર શૅરબજારમાં મહારથી ન બની શકે, પણ દરેક રોકાણકારમાં એટલી સમજણ હોવી જોઈએ કે તેઓ પોતાના સલાહકારોને યોગ્ય પ્રશ્ન પૂછી શકે.

મને ચીનની એક જૂની કહેવત યાદ આવે છે કે, તમે કોઈને એક માછલી આપો છો તો તમે તેની તાત્કાલિક ભૂખની ચિંતા કરી છો, પણ તમે તેને માછલી પકડવાનું શીખવાડો છો તો તમે તેને વનભરનું ભાથું બાંધી આપો છો. શૅરબજાર વિશે સામાન્ય રોકાણકારોને સલાહ આપવી સરળ છે, પણ તેનાથી તેમનામાં રોકાણ વિશેની સમજણ નહીં ખીલે. ભારતમાં હજુ સાધારણ રોકાણકારો પ્રાથમિક અવસ્થામાં છે, એટલે રોકાણકારો વિકાસશીલ અર્થવ્યવસ્થાના નાણાકીય પડકારોનો સામનો કરી શકે તે માટે તેમને શિક્ષિત કરવા મજબૂત પ્રયાસ કરવાની જરૂર છે.
MRP 120
ઘરે બેઠા 120
શેરબજાર_પ્રોફિટેબલ_ફંડા.pdf
996.8 KB
શેરબજાર પ્રોફિટેબલ ફંડા.pdf
હેલ્થ બુસ્ટર પેપરસેટ 2.0 આવી ગયા છે 2022-23

👉👉 અગાઉ લેવાયેલ તમામ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા જુના પેપર અને તેનું સોલ્યુશન એકસાથે...🔥

44 પેપરસેટ અને 1000આરોગ્યલક્ષી પ્રશ્નો
OMR sheet સાથે

👉👉 Most IMP આરોગ્યના વનલાઈનર.

🔰 હેલ્થ બુસ્ટર પેપરસેટ 2.0 🔰
MPHW_FHW_SI_BOOK

👉બુકની કિંમત- ₹ 425
ઘરે બેઠા 350
સ્પે ઑફર આજ માટે 299


👉બુક ખરીદવા માટેની લિંક
👇👇👇

https://www.gccbooksstore.in/s/gallery/gcc-books-store-/aarogya-books/y6v/product/-N3Eb7ReiCH03tfRBqSu