GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 299
ઘરે બેઠા 270
પ્રભુની પ્રેમભરી પ્રસાદી

અક્ષયપાત્રની અત્યંત પ્રેરણાત્મક ગાથા સાધુઓ અને સી,ઈ.ઓ.ના તાલમેલથી ચાલતી

એક એવી સંસ્થા, કે જે દરરોજ... હા દરરોજ સોળ લાખ બાળકોને મધ્યાહન ભોજન પૂરું પાડે છે.
પ્રેમને કોઈ સીમા નથી નડતી સુખી થવાની એકમાત્ર ચાવી અન્યને સુખી કરો.

મધુ પંડિતને આ પ્રશ્ન વારંવાર પુછાતો –

'તમે સાધુ બનવા IIT છોડ્યું ?’

ગાડરિયા પ્રવાહમાં તણાયા હોત તો મધુ પંડિત આજે કોઈ મસમોટી કંપનીનું અવ્વલ સ્થાન શોભાવતા હોત. એને બદલે આજે તેઓ મોટા મંદિરના CEO છે. તેમના ગુરુ એ. સી. ભક્તિવેદાંત શ્રીલ પ્રભુપાદના આશીર્વાદથી અને દિવ્ય આયોજનને પ્રતાપે તેમણે આ માર્ગ અપનાવ્યો છે.

ઈસ્કોન મંદિરની ફાજલ જમીનનો સદુપયોગ કરવાનો વિચાર મોહનદાસ પાઈ સાથે એક મિટિંગમાં સાવ અનાયાસે આવ્યો. બેંગ્લોરની આસપાસની સરકારી શાળાઓનાં

૧૫૦૦ બાળકો માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી. આજે ‘ અક્ષયપાત્ર' વિશ્વનો સૌથી મોટો સેવાકીય સંસ્થા સંચાલિત મિડ-ડે-મિલ પ્રોગ્રામ છે. ભારતનાં બાર રાજ્યોની ૧૮૮૩૯ સરકારી શાળાઓનાં ૧૭ લાખ જેટલાં બાળકોને અક્ષયપાત્રનાં ૩૩ રસોડાંમાંથી રોજ ગરમાગરમ મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે.

આધ્યાત્મિક ગુરુઓ અને મૂડીવાદી ધનિકોના સુભગ સમન્વયથી શરૂ થયેલ એક અનન્ય સ્ટાર્ટઅપની તથા તેના વિકાસની સત્યઘટના તમારા રોમેરોમમાં અનેરી લાગણી ફેલાવશે. મન, હૃદય અને આત્માના સુમેળથી સર્જાયેલી

આ 'Made In India'ની સફળ દાસ્તાન છે.

રશ્મિ બંસલ લિખિત 'God's Own Kitchen'નો અત્યંત રસાળ ભાવાનુવાદ સોનલ મોદીની કલમે.
પ્રભુ_ની_પ્રેમભરી_પ્રસાદી.pdf
1.6 MB
પ્રભુ ની પ્રેમભરી પ્રસાદી.pdf
MRP 375
ઘરે બેઠા 340
સપનાનાં સોદાગરો
આ દેશના પાયાના પ્રશ્નોનું નવા નજરિયાથી નિરાકરણ લાવવાનું સ્વપ્ન સાકાર કરનાર વીસ વીરલ સમાજસેવકોની અત્યંત પ્રેરક કહાણીઓ...
બિંદેશ્વર પાઠકમાં જોમ હતું... અરવિંદ કેજરીવાલ અડીખમ રહ્યા. ભૂષણ પુનાનીએ અજવાસ પ્રસાર્યો...

‘સપનાનાં સોદાગરો' એટલે એવા વીસ આદર્શવાદી વીરલાઓની જીવનગાથાઓ, કે જેમણે ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવાને પરસ્પર વિરોધી તરીકે નહીં, પરંતુ એકમેકના પર્યાય તરીકે માનીને દેશના પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ કરી.

મેનેજમેન્ટના નિયમો ફકત ‘પોથીમાંના રીંગણા’નથી, તે સાબિત કરવાની કમર કસી છે. આ પુસ્તક વાંચનારને એક બાબત તો ચોક્કસ સમજાશે. પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે એકાદ અણ્ણા હજારે પણ પૂરતા છે અને એ વ્યકિત કદાચ તમે પણ હોઇ શકો!
સપનાના સોદાગરો.pdf
4.2 MB
સપનાના સોદાગરો.pdf