GCC BOOKS STORE
13.2K subscribers
4.58K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
GADHYARTH GRAHAN Demo Copy.pdf
10.9 MB
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓના સ્વમૂલ્યાંકન માટે શ્રેષ્ઠ પુસ્તક "ગદ્યાર્થગ્રહણ" પુસ્તકની પ્રથમ આવૃત્તિ 2024-25 ની ડેમો કોપી
MRP 300
ઘરે બેઠા 280
ઓર્ડર 9574305710 Whatsapp
💥 *Special Combo Offer 15% Discount* 💥

📚 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત વર્તમાન પ્રવાહના 3 મહિનાનું કરંટ અફેર્સ ( *ઓગસ્ટ-2024 , સપ્ટેમ્બર-2024 અને ઑક્ટોબર-2024* ) માટે સ્પેશિયલ કોમ્બો ઓફર.

*MRP: Rs.₹110* +₹ *110+₹110= ~₹ 330 /-~*

🟢Total Discount: Rs.49/-
(15%Discount)

🟢 *Discounted Price: Rs.281/-*

ઓર્ડર 9574305710 Whatsapp
બૂક બર્ડ લઈને આવી ગયું છે તમારા માટે ખાસ ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પુસ્તક


    GCERT+NCERT
    ═════════════
STANDARD- 6 TO 12
▬▬▬▬▬▬▬▬▬▬▬

╭──────────────╮
    10,000+ MCQs
╰──────────────╯
  
પુસ્તકની વિશેષતાઓ

પોલીસ ભરતીના (PSI+કોન્સ્ટેબલના) નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 6 થી 12 નો પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ(GCERT+NCERT) નો સમાવેશ.
ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, પર્યાવરણ, અર્થશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસો જેવા અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્નો.
વિષય તેમજ ટોપીક પ્રમાણે ગુણવત્તાયુક્ત પ્રશ્નો.
દરેક પ્રકરણમાંથી ખૂબ જ બારીકાઈથી બનાવવામાં આવેલા પ્રશ્નો.
વિધાનવાળા પ્રશ્નો (પાંચ વિધાન, ચાર વિધાન, ત્રણ વિધાન અને બે વિધાનવાળા પ્રશ્નો)
જોડકાંવાળા પ્રશ્નો.
પરીક્ષામાં સારા માર્કસ મેળવવા માટે ઉપયોગી એવા ખાસ ફેક્ટ આધારિત પ્રશ્નો.
ધોરણ 6 થી 12ના  કુલ 10,000 + પ્રશ્નોનો સમાવેશ.
આગામી સમયમાં યોજાનારી પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક


-------------------

                   MRP :- Rs. 590
            OFFER Price :-Rs.395
   Courier Charges Rs. 25 Extra
                  Total Rs.420/

ઓર્ડર 9574305710
રામબાઈ.pdf
1.8 MB
રામબાઈ.pdf
MRP 325
ઘરે બેઠા 280
:: પુસ્તક વિશે ::

જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ્ટ પર ભૂતકાળમાં બની ગયું છે.

રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઉભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે.

...પણ એ વાંચક...આ બાઈની અંદર ચારસો સુરજની આગ છે હો. બહારથી તો એ ગામડાની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઇને બળી મરે એવી મીઠી જીંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચુપચાપ બેઠા રહેશો અને તમને મળેલી પોતાની જીંદગી તરફ જોયા કરશો.

એય રામબાઈ...તું તો કોસ્મિક ફેરીટેલ જેવી છે. તું તારી આંખો આકાશ તરફ રાખે છે અને ઉગ્યા કરે છે. તું પડે છે. ફરી-ફરી પડે છે અને પછી ઉગતા સુરજની જેમ ઉઠે છે, અને ચાલતી થાય છે આ મહાન – ભવ્ય રસ્તા ઉપર. જીવન નામના રસ્તા પર. તારું આવું જીવવું જોઇને મારું મોઢું ફાટ્યું રહે છે. આત્મો મૂંગા-મૂંગા બરાડા પાડે છે. તારી ગાથા થકી માનવતાના મૂલ્યોનું વિરાટ દર્શન થયા કરે છે.

આ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે પણ તારા જેવા માણસને પાકવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાંય ધક્કા ખાવા પડશે. તારા નૂર, ઝમીર અને જીવનને સલામ.
-પ્રકાશક
શૈલેષ સગપરિયાના( GPSC અધિકારી) લખેલા પુસ્તકો વાંચવા સૌને ગમે, પરંતુ કોઈ એમ પૂછે કે શૈલેષ સગપરિયાને વાંચવા ગમે એવા પુસ્તકો ક્યાં ? જે પુસ્તકો મને ગમ્યા છે અને જેમાંથી મને કંઇક શીખવા મળ્યું છે એવા પુસ્તકોની યાદીમાં એક વધુ પુસ્તક ઉમેરાયું, 'ધ રામબાઈ'.

'ધ રામબાઈ' Jitesh Donga એ લખેલી સત્યઘટના આધારિત એક નવલકથા છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામની એક અભણ સ્ત્રી આપણને ભણેલાઓને પણ જીવન જીવવાના અનેક પાઠ ભણાવી જાય છે. પવિત્ર પ્રેમની પરાકાષ્ઠા, પરિવાર માટેનું સમર્પણ, સમસ્યાઓના સમંદર વચ્ચે પણ રાજી રહેવાની રીત, જાણવાની જિજ્ઞાશા અને કશુંક પામવાની તડપ.

મને બહુ લાંબુ લખાણ વાંચવું ગમતું નથી પરંતુ 'ધ રામબાઈ' વાંચવાનું શરૂ કર્યું પછી પુસ્તક હેઠે મુકવાનું મન જ નહોતું થતું. મને એમ થયા કરતું હતું કે બસ આ વાર્તા ચાલતી જ રહે. વાર્તા વાંચતી વખતે વચ્ચે એક - બે કોલ આવ્યા. ઉચ્ચ અધિકારીના કોલ હોવાથી ઉપાડવા પડ્યા પણ પછી મારી અને રામબાઈની વચ્ચે કોઈ ના આવે એટલે મોબાઈલ જ સ્વિચ ઓફ કરી દીધો. વાર્તા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ હું એમાં ખોવાતો ગયો, રામબાઈમય બનતો ગયો. પુસ્તક વાંચતી વખતે કોઈક વાર આંખો ભીની થઇ તો ક્યારેક હૃદયના ધબકારા પણ વધી ગયા.

નવલકથાનું લેખન કરતી વખતે લેખક પોતે રામબાઈ બની ગયા હોય તો જ આટલું સરસ અને સરળ લેખન શક્ય છે. એક એક દ્રશ્ય આપણી આંખ સામે તાદ્રશ્ય થાય એવું તલસ્પર્શી વર્ણન કર્યું છે. જો આ જ પ્રકારની વાર્તા કોઈ બીજી ભાષામાં અને નામાંકિત લેખકે લખી હોય તો એને અવશ્ય બહુ મોટો પુરસ્કાર મળે એ પાક્કું. મને તો પૂર્ણ વિશ્વાસ છે કે જો ગુજરાતી સાહિત્યના એવોર્ડ આપવામાં કોઈ કાવાદાવા નહીં ચાલતા હોય તો 'ધ રામબાઈ' અવશ્ય એવોર્ડ પ્રાપ્ત કરશે.

જેમને વાંચનનો શોખ હોય એમણે ખરેખર આ પુસ્તક વાંચવું જોઈએ. કોરોનાના કપરા કાળમાં નકારાત્મકતાને ઉડાડીને ઉર્જાથી ભરી દે એવું પુસ્તક છે.'વસ્તુ ન ગમે તો પૈસા પાછા'ની ગેરંટી અપાતી હોય છે એમ 'પુસ્તક ન ગમે તો પૈસા પાછા'ની લેખક ગેરંટી આપી શકે એવું પુસ્તક છે.
મિત્ર જિતેશને આવી ઉત્કૃષ્ટ નવલકથાના લેખન બદલ ખુબ ખુબ અભિનંદન.
રામબાઈ.pdf
1.8 MB
રામબાઈ.pdf
MRP 325
ઘરે બેઠા 280
ઓર્ડર 9574305710 વોટ્સઅપ
એક નાનકડાં શહેરના કાંઠે હતું એક નાનકડું કાચી માટીનું ઘર.

એ ઘરમાં રહેતું હતું ત્રણ માનવીનું અનોખું કુટુંબ.

એમની અ
નોખી વાર્તાઓ. જેને જોઇને જીવ બળે એવી ત્રણ મીઠી જિંદગીઓ.

આ નાનકડાં શહેર
માં રોજે નીકળતી એક નાનકડી ટ્રેન.

એક ભાગતું ભટકતું ભૂંડ.

એક સળગતી મશાલ.
એક શેતાનોનું ટોળું.

એક દિવસ આ નાનકડાં શહેરની વચ્ચે માનવજાતના દરિયામાં જનમ્યું સત્ય-અસત્યનું મહાન હં. પેદા થઇ એક બાળકની જીવનચાલીસા.

પ્રસ્તુત છે –

આપણા આત્મા અંદર
સેંકડો સવાલ પેદા કરી દેતી એક એવાં બાળવિશ્વની અનુભૂતિ જે આપણને માનવમાંથી વિશ્વમાનવ બનાવી દે છે. રોમાંચ, પીડા, રાડો, પોકારો અને અખંડ સન્નાટાઓથી ભરેલું એક એવું કથાનક જે ઘોર અંધકારમાંથી પરમ તેજ તરફ લઇ જાય છે. ધરતીના પટ પર બની ચુકેલી ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઈને સર્જાયેલી એક એવી કૃતિ જે એક ક્ષણે આપણી રંગરંગમાં લોહીને થીજવી દે છે અને બીજી વણે ચૈતન્યની છોળો ઊડાડી દે છે.

વિશ્વમાનવ રૂમી નામના બાળકના માનસમાં સ
જાયેલી એક એવી અવિરત યાત્રા છે જે ગુજરાતી ભાષાને ચાહનારા દરેક જીવના જીવનમાં એક અનોખી યાદ બનીને અમર રહેશે.